આજની પ્રેરણાત્મક સ્ટોરી એવી વ્યક્તિની જેના લીધે બદલાઈ ગયા પાસપોર્ટ બનાવાના નિયમ….

- Advertisement -

૧૯ વર્ષની ઉમર પ્રેમમાં પડવાની ઉમર, પ્રેમમાં ભીંજાવાની ઉમર, જીવનને જીવવાની ઉમર, પણ આ જ ઉમરમાં અમુક વાર ના કરવાનું થઇ જાય છે જેનો પસ્તાવો આખી જિંદગી ભોગવવો પડે છે. એમાં પણ જો કોઈ યુવતી પોતાની ૧૯ વર્ષની ઉમરમાં કોઈને પ્રેમ કરવા લાગે અને લગ્ન પણ કરી લે તો એ એની સૌથી મોટી ભૂલ છે, કારણ કે આ ઉમરમાં સાચો પ્રેમ ના થાય. જેને તમે પ્રેમ માનતા હોવ એ ફક્ત એક આકર્ષણ હોય છે. એનો જીવતો અને જાગતો દાખલો આજે હું તમને આપવાની છુ. આજે હું વાત કરવાની છુ એક એવી યુવતીની જેણે ૧૯ વર્ષની ઉમરમાં પોતાનાથી ૭ વર્ષ મોટા પુરુષ સાથે પ્રેમલગ્ન કર્યા હતા.

જેવી રીતે દરેક પ્રેમલગ્ન સફળ નથી થતા એવું જ કઈક આ યુવતી સાથે થયું. પ્રેમલગ્ન કર્યા બાદ તેની સામે કરો યાતો મરો જેવી પરિસ્થિતિ આવીને ઉભી રહી હતી. એ યુવતીનું નામ છે ઝારિય પટની. ઝારિયાને તેના માતા પિતા ખુબ પ્રેમ કરતા હતા. તે ખુબ સુંદર દેખાવ ધરાવતી હતી. ૧૯ વર્ષની ઉમરમાં થયેલા પ્રેમલગ્નથી એને ઘણીબધી આશાઓ હતી. એ બધી આશા પર પાણી ફરી ગયું. જયારે તેઓ હનીમુન કરવા ગયા ત્યારથી જ તેના પતિએ પોતાનો અસલી રંગ બતાવાનો શરુ કર્યો હતો. ઝારિયા તેના પતિની પરવાનગી વગર કોઈપણ જગ્યાએ જઈ શકતી નોહતી. તેને કોઈપણ દુકાનમાં ખરીદી કરવા જઉં હોય તો પણ તેના પતિની પરવાનગી લેવી પડતી હતી. લંડનમાં જયારે બહુ ઠંડી પડતી ત્યારે તેનો પતિ તેને જેકેટ પણ પેહરવા દેતો નોહ્તો તેના પતિને ઝારીયા ઠંડીમાં ઠરે એ જોઇને મજા આવતી હતી. દુબઈની ગરમીમાં તેનો પતિ AC નો ઉપયોગ નોહ્તો કરવા દેતો. જો ઝારિયા તેના પતિની વિરુદ્ધ કઈ કરવા જાય તો એને ચાલુ ગાડીમાંથી બહાર ફેકી દઈશ એવી ધમકી આપવામાં આવતી હતી. ઘરમાં પણ રોજ તેનો પતિ તોડફોડ અને તેની સાથે મારામારી કરતો હતો.

ઝારિયા જયારે મા બનવાની હોય છે ત્યારે પણ તેનો પતિ તેની સાથે મારપીટ કરતો હતો. એકવાર તો મારપીટના કારણે ઝારીયાને દવાખાને દાખલ કરવી પડી હતી. ત્યારે દવાખાનની નર્સે તેને જણાવ્યું હતું કે જો એકપણ દિવસ મોડું થયું હોત તો તું જીવતી ના હોત.જયારે ઝારિય મુંબઈ પોહચી ત્યારે એને પોતાના માતા-પિતાના ઘરે રેહવા જઉં હતું પણ તેના પતિએ ના જવા દીધી અને તેને ખુબ ગંદી ગંદી ગાળો બોલવા લાગ્યો અને ગર્ભમાં રહેલા બાળક પર પોતાનો હક્ક બતાવ લીગલ નોટીસ પણ મોકલી દીધી હતી. નોટીસ મળતા જ ઝારીયાએ કાનૂની રીતે લડવું જ છે એવું નક્કી કરી લીધું હતું અને આખરે ૨૦૧૨માં તેને આ કેસમાં જીત મળી. પરંતુ ખાધાખોરાકી ના પૈસા ના મળ્યા.

ઝારીયાએ પોતાના ફોટોગ્રાફીના શોખને પ્રોફેસનલ બનાવા પોતાના પિતાના બિઝનેસમાં મદદ કરવા લાગી. એકવાર તેને પોતાના દીકરાના વિઝા માટે ફોર્મમાં તેના પિતાની સહીની જરૂર પડી. પછી તેણે ઘણીવાર વિઝા ઓફીસના ધક્કા ખાધા પણ તેનું કામ થયું નહિ. આખરે તેણે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને ટ્વીટ કરીને પોતે સિંગલ મધર છે એ વિષે જાણ કરી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર પાસપોર્ટ બનવાના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો. હવે પાસપોર્ટ બનાવા માટે માતા-પિતા કોઈપણ એકનું નામ પણ ચાલશે.

આજની આ સ્ટોરીથી હું એ યુવતીઓ ને સાવધાન કરવા માંગું છુ જે પોતાની નાની ઉમરમાં કોઈપણ વ્યક્તિ પર આંધળો વિશ્વાસ કરી બેસે છે.તમારી યુવાનીની ઉમરમાં કઈ નવું નવું જાણવા માટે સતત પ્રયત્ન કરો કોઈપણ વ્યક્તિથી આકર્ષણ થવું એ પ્રેમ નથી. કોઈપણ નિર્ણય લો તો સમજી વિચારીને લો.

લેખન-અનુવાદક : અશ્વિની ઠક્કર.

ખુબ સમજવા લાયક વાત છે મિત્રો શેર કરો તમારા મિત્રો સાથે.

ટીપ્પણી