એક દુકાનની બહાર ટેબલ પર કરી બીઝનેસની શરૂઆત, આજે એક શાખા અમેરિકામાં પણ છે…

સફળતાની આ વાર્તા એક બિઝનેસ અંગેની છે. જેની શરૂઆત દક્ષિણ દિલ્હીમાં સોની એરિક્સનની દુકાનની બહાર એક ટેબલ નાખીને કરાઈ હતી. વપરાયેલા અને નવનકોર મોબાઈલ ફોનને સરખા કરી વેંચવાનો ધંધો કરનાર આ એકમ, હવે એક કંપનીના સ્વરૂપે વિકાસ પામ્યું છે. જેનું વાર્ષિક ટર્નઓવર ૧૫૦ કરોડનું છે. યુવરાજ અમનસિંહ એ કે વ્યક્તિ છે જેમણે આ કંપનીનો પાયો નાખ્યો અને તેને શૂન્યમાંથી શિખર પર બેસાડી.

યુવરાજે સોનીની દુકાન બહાર ટેબલ મૂકીને પોતાનો ધંધો શરુ કરેલો. ધીમે ધીમે દુકાનની લોકપ્રિયતા વધી ને યુવરાજના સ્ટોલની બહાર લોકોની ભીડ જામવા લાગી. ક્યારેક તો આ ભીડને હટાવવા પોલીસ પણ બોલાવવી પડી હતી.

દક્ષિણ દિલ્હીમાં તેમની મુખ્ય ઓફિસ આવેલી છે. એક વર્ષની અંદર, પોતાની સહાયક કંપનીની મદદથી તેમણે ૫૦,૦૦૦ ફોન રીપેર કરી વેંચી નાખ્યા. તેઓ ફોનની સાથોસાથ ટેબ્લેટ્સ,પાવરબેન્ક્સ અને મોબાઈલ એક્સચેન્જ માટે પણ કામ કરે છે.

આ કંપની એપલ, સેમસંગ, સોની એરિક્સન, નોકિયા, એચટીસી,સોની, જીઓ અને બેલ્કબેરી કંપનીના પરત આવેલા ફોન, નવા-વણવપરાયેલા ફોન તેમજ સેકન્ડ હેન્ડ ફોન ખરીદે છે. આ ફોનને તેમની દિલ્હી તેમજ બેંગ્લોર આવેલી ફેક્ટરીમાં સુધારાવધારા કરીને વેંચવામાં આવે છે. તેમની એક ફેક્ટરી નોઈડામાં પણ છે જે ઇલેક્ટ્રોનીક્સમાં રીપેરીંગ કરી તેનો એક્સપોર્ટ કરે છે.

આ બધા ફોન જે તેના નિર્માતા પાસેથી, વોરંટી સાથે આવે છે અથવા તો તેમાં નવીનીકરણ કર્યા બાદ આવે છે, તે બંને જાતનાં ફોન ઓનલાઇન કે દિલ્હીની ૧૬ દુકાનોમાં મળે છે. આ ફોન તેમની ખરીદકિંમત કરતાં ચાલીસ ટાકા ઓછા ભાવે વેંચવામાં આવે છે.

યુવરાજ અમનસિંહે બિઝનેસ ઇન્ફોરમેશન સિસ્ટમ્સ અને મેનેજમેન્ટની ડિગ્રી અમેરિકાની મીડડલ્સેસ યુનિવર્સીટીમાંથી મેળવી છે. શરૂઆતમાં તેઓ પોતાની પત્ની અને ભાઈ સાથે ઇંગ્લેન્ડમાં કામ કરતા હતા. ૨૦૦૩માં ભારત પાછા ફર્યા બાદ તેમણે ટાટાની ટેલિસર્વિસીઝની ફ્રેચાઈઝી લીધી. તેમણે આ કામ પણ સારી રીતે કર્યું પણ કામની સરખામણીમાં વળતર ઓછું હોવાથી તેમણે એ કામ છોડી દીધું.ટાટાના અમુક કર્મચારીઓ કે જેમની ઓળખાણ સોની એરિક્સન સાથે હતી, તેમના કહેવાથી ૨૦૦૫માં તેમણે ફોન રીપેર કરવાનું કામ શરુ કર્યું. આ કામ સફળ રહ્યું ને તે પછી તેમણે કદી પાછળ ફરીને જોયું નથી.

૨૦૦૮માં એમણે સેમસંગ સાથે નક્કી કર્યા મુજબ તેમના જૂના ફોન ખરીદ્યા. તેમાં ફેરફાર કરીને તેમણે રોકિંગ ડીલ કંપની દ્વારા ફ્લિપકાર્ટના માધ્યમથી વેંચ્યા. પહેલે વર્ષે જ તેમની કંપનીનું ટર્નઓવર ૨૦ કરોડનું થઇ ગયું. તેમના મોબાઈલ હવે શોપક્લૂઝ,અમેઝન,ઇબે,સ્નેપડીલ,ક્વિકર,જંગલી અને જોપર ઉપર પણ મળે છે. હવે તેમણે એક શાખા અમેરિકામાં પણ ખોલી છે અને બીજા દેશોમાં પણ ખોલવા વિચારણામાં છે.

તેમના ઉત્પાદનો રોકિંગ ડીલ કંપની દ્વારા પ્રમાણિત છે અને ત્રણ મહિનાથી માંડીને એક વર્ષની વોરંટી સાથે આ વસ્તુઓ ઉપલબ્ધ છે. સુધારા કરતી વખતે આ વસ્તુઓ લગભગ બે ડઝન જુદાજુદા પરીક્ષણોમાંથી પસાર થાય છે અને તેમાં ડિસ્પ્લે, પોર્ટ્સ અને ક્લિપ્સ, કેમેરા અને હાર્ડવેરની ચકાસણી કરાય છે.

યુવરાજે પોતાના ઉત્પાદનોને ત્રણ પ્રકારમાં વહેંચ્યા છે. પહેલા પ્રકારમાં એવા ફોન છે જેમાં જરા જેટલો પણ ઘસરકો કે નુકસાની ન હોય. બીજો પ્રકાર જેમાં ઘસારો પહોંચેલો હોય અને ત્રીજો પ્રકાર જેમાં વસ્તુમાં નુકસાની થઇ હોય. રોકિંગ ડીલે પોતાના સમારકામ કરેલા ફોન માટે અમેરિકન કંપની ફ્યુચર ડાયલ અને ટેરસસિફોર સાથે મળીને, ડેટાની સફાઈ અને પ્રમાણીકરણનું કામ કર્યું છે. એમના ૨૦૦ કર્મચારીઓ ડીટીડીસી કુરિયર સાથે મળીને, ફોનની ખરીદી અને પેકીંગ કરીને તેમના વેંચાણનું અને રીપેર કરવાનું કામ આખા દેશમાં કરી રહ્યા છે.

એમની સફળતાની ગતિ જોઈને લાગે છે કે આવનારા સમયમાં રોકિંગ ડીલ પૂરતા પ્રમાણમાં ફૂલશે ફાલશે.

અનુવાદ: રૂપલ વસાવડા.

શેર કરો તમારા મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી