તમિલનાડુનો ૧૮ વર્ષીય યુવાન દુનિયાનું સૌથી હળવું સેટેલાઈટ બનાવી બન્યો ભારતનું ગૌરવ.

આઠ મહિનાની સખત મહેનત, તમિલનાડુની સાત યુવાનોની ટુકડી,૫૭ દેશોની ડિઝાઈન અને મોડેલની સ્પર્ધા, અને ફક્ત ૬૪ ગ્રામ વજન વાળા સેટેલાઈટ નાં મોડેલ ને ઇનામ.

સાત ભારતીય વિધાર્થીઓએ દુનિયાનું સૌથી નાનું અને હળવું સેટેલાઈટ બનાવીને દેશને ગૌરવ અપાવ્યું છે.

રિતાફ ફક્ત ૧૮ વર્ષનો છે અને અંતરીક્ષ માટે ખુબ જ ઉત્સાહી છે. તે વિજ્ઞાન ને લગતા વાતાવરણમાં તેના નાના ખંડ પલ્લાપતી, કરુર, તમિલનાડુ ઉછેર પામ્યો છે જ્યાં તેનું પોતાનું પ્રથમ શોધખોળનું રીસર્ચ સ્ટેશન છે.

“મારા પિતા મોહમ્મદ ફારૂક એક વૈજ્ઞાનિક હતા તેમણે ખગોળશાસ્ત્રમાં સ્વતંત્રપણે શોધખોળ કરી હતી.” રિતાફ એ કહ્યું, “ તેઓ ઈસી એન્જિનિયર હતા. તેઓ ૨૦૦૮ માં જયારે હું ૯ વર્ષનો હતો ત્યારે ગુજરી ગયા. અમે મારા નાનપણમાં હંમેશા ખગોળશાસ્ત્ર અને અંતરીક્ષની જ વાતો કરી હતી.

હું તેમને કહેતો કે, એક દિવસ હું મારું પોતાનું સેટેલાઈટ બનાવીશ. હવે એ સપનું સાચું પડ્યું છે પણ, દુર્ભાગ્યવશ મારી સાથે મારા પિતા નથી.” રિતાફ સ્પેસ કિડ્સ ઇન્ડિયા કે જે નાસાનું એમ્બેસેડર છે તેમાં મુખ્ય વૈજ્ઞાનિક છે. આ સંસ્થા ભારતના યુવાનોમાં વિજ્ઞાનના ભણતર અને શોધખોળ ને પ્રોત્સાહન આપે છે. એ સંસ્ર્થા નાસા કિડ્સ ક્લબની પણ સભ્ય છે. “ અમને નિશ્ચિત સમયએ નાસા તરફથી ન્યુઝલેટર મળે છે જેમાં દરેક તક અને સ્પર્ધાઓ લખેલી હોય છે.એમાંથી અમને એક સ્પર્ધાની ખબર પડી – ક્યુબ્સ ઇન સ્પેસ.”

ક્યુબ્સ ઇન સ્પેસ એ સ્પર્ધા હતી જેમાં રિતાફ અને તેની ટુકડીએ ભાગ લીધો હતો અને વિજેતા બન્યા હતા. ૫૭ દેશોની હજારો રજુઆતમાંથી ૮૦ મોડેલ પસંદ કરવામાં આવ્યા હતા રીતાફની ટુકડી ભારતમાંથી વિજેતા થનાર એક માત્ર ટુકડી હતી. આ સફળતા મેળવવા માટે તેમને ૮ મહિના જેટલી સખત મહેનત કરવી પડી હતી.

કલામસટ-

આ સેટેલાઈટ ને ભારતના પૂર્વ વૈજ્ઞાનિક રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ નાં માનમાં કલામસટ નામ આપવામાં આવ્યું છે. કલામસટ નુ વજન ફકત ૬૪ ગ્રામ છે અને એ એવી રીતે બનાવાયુ છે કે જે વાતાવરણ, રેડિયેશનની માત્રા , તાપમાન વગેરેને પકડીને તેની નોંધ રાખે છે.


સૌપ્રથમ તો તે એક નિર્દેશન કરનાર ટેકનોલોજી છે.

અમે બીજી અમુક ટેકનોલોજીની શોધ કરી છે અને અમે સત્ય અંતરીક્ષ વાતાવરણ પર તેનો અખતરો કરી રહ્યા છીએ.તે સંપૂર્ણ રીતે કાર્બન ફાઈબર પોલીમર સાથે ૩ડી છાપકામ પર આધારિત છે ફક્ત વિજાણું યંત્ર સિવાય. તે ભવિષ્યના સેટેલાઈટ છોડવાનું કામ સહેલું અને સસ્તું બનાવશે અને સારું અવકાશયાન બનવામાં મદદરૂપ થશે.

“મને મારા ૧૨મા ધોરણ નું પરિણામ હમણાં થોડા દિવસ પહેલા જ મળ્યું અને મને ૬૨.૫ % આવ્યા.” યુવાન હસ્યો. ૯ વર્ષની વયમાં પિતાને ગુમાવનાર રિફતાહનું ધ્યાન રાખનાર તેની મા હતા.તેઓ સંયુક્ત કુટુંબમાં રહે છે. “ મારા કાકા અને તેમનું પરિવાર અમારું ધ્યાન રાખે છે.” તેણે કહ્યું, “ તેઓ અમારો ખુબ જ મોટો આધારસ્તંભ છે.

તેમણે મને ક્યારેય ભણવામાટે ભાર નથી કર્યો. ડો. શ્રીમતી કેશન અમારી સંસ્થાના સીઈઓ અને અમારી ટુકડીના ગોડમધર મારા ઉછેર કરનાર મા જેવા છે.”

કલામસટ એ રિફતાહની પ્રથમ શોધ નથી, ૧૫ વર્ષની ઉમરે તેણે યુવાન વૈજ્ઞાનિકો ની સ્પર્ધામાં વેધર બલુન બનાવ્યો હતો. રિફતાહ અને તેની ટુકડીનો કલામસટ નાસાના એસઆર ૪ દ્વારા વર્જિનિયામાં આ જૂનમાં ઉડાન ભરશે.

તે ચાર કલાકના ધ્યેય સાથે દરિયામાં પડતા પહેલા ૧૨ મિનીટ માટે સબ ઓર્બીટલ વિમાન માં હશે. આ સેટેલાઈટ ને રજુ કરવાનો મુખ્ય ઉદ્દેશ ૩ડી છાપકામ પર આધારિત કાર્બન ફાઈબરની કાર્યપ્રણાલી જાણવા માટે છે.
રિફતાહની યાત્રા ફક્ત એક શરૂઆત છે.

“અમારો મુખ્ય ધ્યેય સ્પેસ એક્ષની જેમ એક ખાનગી એજન્સી સ્થાપવાનો છે. અમે અંતરીક્ષને સૌ માટે ઉપયોગી બનાવવા માંગીએ છીએ. આપણા દેશ માટે વધુ એક સંસ્થા અંતરીક્ષની શોધખોળની પ્રવૃતિને વેગ આપશે.”

ચાલો આપણે સૌ રિફતાહ અને તેની ટુકડીને તેમની મહેનત માટે તાળીઓ થી વધાવે છે. કલામસટ એક ખુબ જ યુવાન ટુકડી માટે ખુબ જ યાદગાર સફળતા છે. અમે આ ટુકડી ને ભારતીય અંતરીક્ષ માટે કામ કરવા માટે ખુબ ખુબ શુબેચ્છાઓ આપીએ છીએ.

સૌજન્ય – લોજીકલ ઇન્ડીયન

ટીપ્પણી