તમારી યાદશક્તિ પાછી આવી ગઇ છે

8439_diggi-tasteએક વખત દિગ્વિજય સિંહે ક્લીનીક પર બોર્ડ વાંચ્યુ, ”અહીં કોઇ પણ ઇલાજના 500 રૂપિયા ચાર્જ છે. અને જો અમે તમારો ઇલાજ ન કરી શકીએ તો તમને 1000 રૂપિયા પાછા આપવામાં આવશે…”

દિગ્વિજયને લાગ્યુ પોતાની બુધ્ધિક્ષમતાથી તે 1000 રૂપિયા ચોક્કસ મેળવી લેશે. એક અનુભવી રાજકારણીની બુધ્ધિ સામે ડોક્ટરની શું વિસાત? આમ વિચારીને દિગ્ગી રાજા ક્લીનીકમાં ગયા. અને ત્યાં જઇને ડોક્ટરને કહ્યુ, ”ડોક્ટર સાહેબ, મને કોઇ સ્વાદ નો ખયાલ જ નથી આવતો..”

ડોક્ટરને નર્સને 22 નંબરના બોક્સમાંથી દવાના 4 ટીપા દિગ્ગીરાજાની જીભ પર નાખવા કહ્યુ.

ટીપા ચાખતાજ દિગ્ગીએ થૂંકીને કહ્યુ, ”અરે, થૂ..થૂ…આ તો પેશાબ છે..!!”

ડોક્ટરે કહ્યુ, ”અભિનંદન! તમારી સ્વાદ પારખવાની શક્તિ પાછી આવી ગઇ છે..”

ગુસ્સો ગળીને પણ દિગ્ગી રાજાને 500 રૂપિયા આપવા પડ્યા. પણ હાર માને તે દિગ્વિજય સિંહ થોડા ? બે અઠવાડિયા પછી પાછા ડોક્ટર પાસે આવ્યા દિગ્ગી રાજા. આ વખતે તો 1000 રૂપિયા લઇનેજ જવા તેવો સ્પષ્ટ નિર્ધાર હતો.

નીચે પ્રમાણે ની વાતો ત્યારબાદ ડોક્ટર અને દિગ્ગીરાજા વચ્ચે થઇ

દિગ્ગી : ”મારી યાદશક્તિ જતી રહી છે..”

ડોક્ટર, ”નર્સ, પેલા 22 નંબરના બોક્સમાંથી ચાર ટીપા આમને પીવડાવો..”

દિગ્ગી, ”ઉભા રહો ડોક્ટર, પણ તે દવા તો સ્વાદ પારખવા માટે છે..”

ડોક્ટર, ”અભિનંદન, તમારી યાદશક્તિ પાછી આવી ગઇ છે !!!”

 

હા હા હા !

ટીપ્પણી