ગરમીમાં ડિઓ લગાવો છો? તો આ બાબતનું અચૂક રાખજો ધ્યાન

પસીનાની દુર્ગંધને દૂર કરવા માટે ડીઓનો ઉપયોગ કરવામાં આવે છે. યુવતીઓની તુલનામાં યુવકોને વધુ પસીનો આવે છે અને તેમને ડીઓની વધુ જરૂર પડે છે. યુવકોની પસીનાની વાસ વધુ તેજ હોય છે અને આ કારણે લોકો તેમનાથી દૂર ભાગે છે. કેટલાક યુવકો તો અકારણ જ ડિઓડ્રેંટમાં ન્હાઈને આવે છે. આજે આપણે એવા યુવકો વિશે જાણીએ, જેઓ સૌથી વધુ ડિઓ લગાવે છે.કેટલાક યુવકોને વધુ પસીનો આવે છે અને તેમના પસીનાની દુર્ગંધ પણ સામાન્ય લોકોની તુલનામાં વધુ હોય છે. કેટલાક લોકો ડિઓ અને પરફ્યુમને પોતાનું સ્ટેટસ સમજે છે. યુવકો ક્યારેક એટલા બધા ડિઓનો પ્રયોગ કરે છે, કોઈ નબળા મનની વ્યક્તિ તો બેહોશ થઈ જાય. તે તમારા સ્વાસ્થ્ય અને ત્વચા બંને માટે સારું નથી, તેનાથી દૂર જ રહેવું. તો આજે જાણી લો ડિઓ સિલેક્ટ કરતા સમયે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

તમારે કેમિકલવાળા ડિઓની જગ્યાએ આલ્કોહોલ ફ્રી ડિઓની પસંદગી કરવી જોઈએ. કેમિકલવાળા ડિઓથી તમારા અંડરઆર્મ્સ કાળા થાય છે. જો તમારી સ્કીન બહુ જ સેન્સીટીવ છે, તો કેમિકલવાળા ડિઓ તમારી ત્વચાને નુકશાન પહોંચાડી શકે છે. ડિઓ ખરીદતા પહેલા તેને અંડરઆર્મ્સ કે હાથ પર સ્કીન ટેસ્ટ કરી લેવો. નોર્મલ સ્કીન માટે ડિઓ ખરીદતા સમયે એલ્યુમિનિયમ કોલોહાઈડ્રેટ વાળા ડિઓને પ્રાથમિકતા આપો. તેનાથી કુલિંગ પર અસર થાય છે, જેનાથી તમે રિફ્રેશ અનુભવશો.વધુ પસીનો આવે છે, ડિઓને બદલા રોલ ઓન્સનો પ્રયોગ કરો. તેનાથી ત્વચા પર રોલ કરાય છે, અને તેનાથી પણ ડિઓ જેવા જ ફાયદા થાય છે. જો તમને પસીનો વધુ આવે છે, તો ડિઓથી ત્વચામાં બળતરા પણ થવા લાગશે. જ્યારે કે રોલ ઓન્સ પસીનાને રોકે છે અન ત્વચા પર બળતરા પણ નહિ થવા દે.જો તમે પણ બહુ વધુ માત્રામાં વધુ તેજ ડિઓ લગાવો છો, તો સમજી લો કે તે તમારા સ્વાસ્થ્ય તેમજ ત્વચા બંને માટે યોગ્ય નથી. તમારા સ્ટેટસને ઊંચુ કરવા માટે ડિઓ કે પરફ્યુમમાં ડુબવાની જરૂર નથી. ડિઓ તમારી સ્કીન ટાઈપ અનુસાર જ પસંદ કરજો, સુગંધ અનુસાર નહિ.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી