હથેળીના રંગ પરથી જાણી લો તમે ભાગ્યશાળી છો કે નહીં!

શાસ્ત્રો પ્રમાણે હાથની રેખાઓમાં ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય એમ ત્રણેયની જાણકારી રહેલી હોય છે. હાથની રેખાઓથી જિંદગીના અનેક પહેલુઓ વિશે અંદાજો લગાવી શકાય છે. સામાન્ય રીતે માણસની હથેળી જોઈએ તો લાલ રંગની દેખાય છે. ક્યારેક-ક્યારેક સફેદ તો ક્યારેક ગુલાબી જેવી દેખાય છે.

કહેવાય છે કે, હથેળીઓ અને તેના રંગથી નસીબ વિશે મહત્વની જાણકારી મળી શકે છે. દરેક ગ્રહ અને ગ્રહની રેખાઓ હથેળીઓમાં જ હોય છે. આ સાથે જ હથેળીઓના રંગ પરથી સ્વભાવ, સ્વાસ્થ્ય અને આર્થિક સ્થિતિ વિશે પણ સરળતાથી જાણકારી મળી શકે છે. આમ તમને જણાવી દઇએ કે, જો તમે કોઇને તમારી હથેળી બતાવો છો તો તમારા માટે સવારનો સમય જ સૌથી ઉત્તમ હોય છે. શાસ્ત્રો અનુસાર સાંજના સમયે કોઇ પણ વ્યક્તિને હથેળી બતાવવાથી જોઇએ તે પ્રમાણમાં પરિણામ મેળવી શકાતું નથી. તો આજે તમારી હથેળીના રંગ પરથી જાણી લો તમે કેટલા ભાગ્યશાળી છો.

1. લાલ રંગની હથેળી– આ રંગની હથેળીવાળા લોકોને જીવનમાં સુખ અને આનંદ પ્રાપ્ત થાય છે.
– આ લોકો પ્રચુર ધનના સ્વામી હોય છે.
– સ્વભાવથી ભાવુક પણ સાથે-સાથે થોડા ક્રોધી પણ હોય છે. આ લોકો વૈચારિક રૂપે અસ્થિર હોય છે.
– લાલ રંગની હથેળીઓ વ્યક્તિને ઐશ્વર્યશાળી હોવા તરફ સંકેત કરે છે.

2. ઘટ્ટ ગુલાબી – આ રંગની હથેળીવાળા લોકો સામાન્ય રીતે શ્રીમંત હોય છે.
– આ લોકો ક્રોધી અને તુનક મિજાજના હોય છે. તેમની બુદ્ધિ સ્થિર નથી હોતી.
– કહેવાય છે કે, જે લોકોની હથેળીનો રંગ ઘટ્ટ ગુલાબી હોય તે લોકો ઘણીવાર વગર વાંકે બીજાનાથી નારાજ થઈ જતા હોય છે.
– તેમના વિચાર, દ્રષ્ટિકોણ, પસંદ-નાપસંદ બધુ જ પરિવર્તનશીલ હોય છે.

3. સફેદ હથેળી
– જે લોકોની હથેળી સફેદ હોય છે તેઓ ધર્મને માનનારા અને પરામનોવૈજ્ઞાનમાં રસ ધરાવનારા હોય છે.
– આવા લોકો શાંતિને વધુ પસંદ કરે છે.
– સફેદ હથેળીવાળા લોકો મોટાભાગે એકાંતમાં રહેવાનું વધુ પસંદ કરતા હોય છે. તેમને ઘોંઘાટીયું વાતાવરણ ઓછુ ગમતુ હોય છે.

4. પીળી હથેળી– આ લોકો દ્રઢ વિચારોવાળા નથી હોતા.
– માનસિક રૂપે પરેશાન અને નિરાશાવાદી હોયછે.
– સ્વભાવમાં મધુરતાની કમી હોય છે. તેમના પગના રોગોથી કષ્ટ પ્રાપ્ત થાયછે.
– આળસને કારણે પ્રગતિ નથી કરી શકતા. તેમના જીવનમાં સંઘર્ષ હોય છે.

5. કાળા ભૂરા કે માટીના રંગ જેવી હથેળી
– કાળા ભૂરા કે માટીના રંગ જેવી હથેળી વાળાલોકો ખૂબ જરહસ્યવાદી હોય છે.
– આ લોકોને વાતચીતમાં અસત્ય તથ્યોની મદદ લેવાની ટેવ હોય છે.
– પુરુષાર્થની કમી હોય છે.
– તેમનું વ્યક્તિત્વ નિસ્તેજ હોય છે.
– આ લોકો સ્વાસ્થ્યની સમસ્યાઓથી ઘેરાયેલા રહે છે.
– તેમના ચહેરા પર ઉદાસીનો અભાવ હોય છે.
– ધનની કમી કાયમ રહે છે.
– તેમને રક્ત અને કફ સંબંધી સમસ્યાઓ પ્રાપ્ત થાય છે.

6. ચમકદાર હથેળી– ચમકદાર હથેળીવાળા લોકો અલૌકિક શક્તિઓના સ્વામી હોય છે.

– વિચારોથી તેઓ ખૂબ જ સંતુલિત હોય છે.

– તેમનીવિચારધારા આધ્યાત્મિક હોય છે. આ લોકો શાંતિના દૂત હોય છે.

– આ લોકો સ્વસ્થરહે છે.

લેખન સંકલન : નિયતી મોદી

દરરોજ અનેક અવનવી અને જાણવા જેવી માહિતી વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી