“સંબંધની ફિકસ ડિપોઝીટ”- પેહલો સગો પાડોશી, ખુબ સુંદર વાર્તા….

“સંબંધની ફિકસ ડિપોઝીટ”

વિમલ સવારે ઉઠ્યો ત્યારે સરમણે કડિયા દાડિયા બોલાવી લીધા હતા. વિમલે એ જોયુ પણ કશુ બોલ્યો નહી, પણ ઓફિસે જતી વખતે પત્ની દિવ્યાએ તેને કહ્યુ તમે જાવ તો ભલે જાવ, પણ કમસેકમ આપણી વચ્ચે‍ રાત્રે જે વાત થઇ એ બાબતે સરમણભાઇના કાને વાત તો નાખતા જાવ.

વિમલે કહ્યુ હજી એણે આપણી દિવાલને ટોચો કર્યોતો નથી પછી આપણે અમથી શું કામ માથાકૂટ કરવી ?

સોસાયટીના દરેક મકાનમાં દિવાલ સહિયારી જ રહે છે અને એમાં એ પૂછવાવાટ તમને રાખે એમ નથી. આપણે ટોચા પાડે એની રાહ જોવાની ? જોતા નથી કે કપચી, ઈંટો અને રેતીના ખટારા ઠલવાઇ ગયા છે. તમે એને કહેશો નહી ત્યાં સુધી એને ખબર નહી પડે.

વિમલે પ્રતિસાદ આપતા કહ્યુ. તેલ જોઇએ, તેલની ધાર જોઇએ. દિવ્યાલને પતિનો આ પ્રતિસાદ વામણો લાગ્યો . તેને સો ટકા ખાતરી હતી કે સરમણ પૂછવા આવવાનો નથી. બલ્કેુ સહિયારી દિવાલમાં પચાસ ટકા ભાગ આપે તોય સારૂ.

વિમલ ઓફિસે ચાલ્યોવ ગયો, પણ બપોરના બે વાગ્યા હશેને દિવ્યાનનો ફોન આવ્યોે. બહુ ગુસ્સા માં હતી. કહેતી હતી, તમે કહીને ના ગયા અને દિવાલ અડધે સુધી ખોદી નાખી. તમને એની બીક લાગે છે ?
વિમલે દઢ સ્વુરે કહ્યુ. હું કોઇનાથી બીતો નથી. પણ ઝઘડાનું મૂળ ઉભુ કરવાનું મને આવડતુ નથી. હું સાંજે આવુ પછી વાત. દિવ્યા એ ફોનનું રીસીવર ધડામ કરતુ મૂકી દીધુ.

સાંજે વિમલ ઓફિસેથી આવ્યોા ત્યાારે પોતાના ઘરની બીજા માળની, સરમણના ઘરની ઉપર તેરેલલ ઉભેલી દિવાલમાં ત્રણ ત્રણ ઇંચના ઉભા ચાર ખાંચા પાડી દીધા હતા અને દરેક ખાંચામાંથી બબ્બેં ઇંટ પણ કાઢી નાખી હતી. જયાં એ પોતે બીજા માળની દિવાલનું જોડાણ કરી શકે. હવે બધુ સ્પીષ્ટજ થઇ ગયુ હતુ.

વિમલ સોસાયટીના પ્રમુખ પાસે ગયો અને બધી વાત કરી. પ્રમુખે કહ્યુ તમે ઉપરનો માળ લીધો ત્યાારે એમણે અડધો ભાગ આપ્યો. હતો ?
અડધા ભાગની કયાં વાત કરો છો ? વિમલે કહ્યુ. એ વખતે તો એ ભાઇ બોલ્યાા હતા કે દિવાલ તમે કરો, બીજો માળ તમે લ્યો અને અડધો ભાગ અમારે શેનો આપવાનો ? આગળ-પાછળના ફળિયાની દિવાલ મે જ ચણાવી. એનો ભાગેય એણે નથી આપ્યો.

તો તો ખોટુ કહેવાય. પ્રમુખે કહ્યુ. આ તો સરાસર અન્યાજય કહેવાય. અડધો ભાગ તો આપવો જ પડે. તમે એક કામ કરો એને વાત કરો નહીતર પછી અમે સમજાવીએ. અડધો ભાગ તો સહિયારી દિવાલમાં આપવો જ પડે. બધા એ રીતે જ કરે છે.

વિમલ પાછો આવ્યોો. દિવ્યાિએ પૂછ્યુ કા ? દાસકાકા શું બોલ્યાગ ?
હું બધુ સંભાળી લઇશ તુ ચિંતા નહી કર. વિમલે રૂક્ષતાથી જવાબ આપ્યોધ. રાત્રે વાળુપાણી પતાવી એણે સરમણને સાદ પાડ્યો. બોલો સરમણના હોઠોમાંથી અકડાઇ પ્રગટી આવી.

તમે બે મીનીટ ઘરે આવો ને મારે તમારૂ કામ છે વિમલે શાંતિથી કહ્યુ.
મારી પાસે બે મીનીટનોય ટાઇમ નથી. જે હોય એ ફટાફટ કહી દો.
વિમલ નજીક ગયો એના ઘરમાં અંદર એના બા, બાપુ બધા બેઠા હતા. એની પત્ની રસોઇ બનાવી રહી હતી. એનો નાનો ભાઇ ટીવી જોઇ રહ્યો હતો. સરમણનો દોઢ-બે વર્ષનો દીકરો રમી રહ્યો હતો. વિમલે સરમણ સામે જોયુ, સરમણ સમજી ગયો હતો કે, વિમલ શું કહેવા માગતો હતો, બોલો બોલો જલ્દીસ બોલો.

હું વાત કરતો હતો સહિયારી દિવાલની, વિમલે વાતની શરૂઆત કરી.
તે શું છે દિવાલનું ? સરમણનો અવાજ ઉંચો થયો.
દિવાલનું એમ છે કે, તમે આડેધડ ટોચા મારી દીધા, એ જોયા ચારે ચાર ખાંચામાંથી ઇંટોય કાઢી નાખી. તમે મને વાતેય નથી કરતા કે, હું તમારી દિવાલમાં આ રીતે ખાંચા પાડવાનો છુ.

તો શું થઇ ગયુ ? હક છે મારો.
તો, મારો પણ બોલવાનો હક છે સમજ્યા ? હવે વિમલ પણ ઉશ્કેારાટમાં આવીને બોલ્યોુ, કાંઇ લાગભાગ દેવો નહીને હક ઠોકી બેસાડવો એ કેટલા શેરની વાત છે ? શરમ આવવી જોઇએ.

પણ ત્યાં તો ઘરમાંથી સરમણનો નાનો ભાઇ ભોપો, એના બાપુ ભારમલ દાજી અને એની મા સમેત સૌ કોઇ વિમલ ઉપર તૂટી પડ્યા. કેમ ? હવે બધુ તમને સમજાયુ ? તે દિવસે અમે સૌ તમને કહેતા હતા કે સ્લેપબ ભરો છો તો સળીયા થોડા થોડા બહાર રાખો તે દિ તમે અમારી વાત કાને ધરી નહોતી અને સીધે સીધુ ચણતર કરી નાખ્યુદ અને આજ હવે ભાગ માગો છો ?

જવાબમાં વિમલ વળ ખાઇ ગયો, મે સળીયા એટલા માટે જ બહાર નહોતા રાખ્યા કેમ કે તમે છેક સ્લેયબ સુધીનું મારૂ ચણતર કામ પુરૂ થયુ તોય એક પાંચિયુય આપ્યુક નહોતુ. તે દિ‘ય તમે નામકકર ગયા હતા. હવે કયા મોઢે સળીયાનુ વાતુ કરો છો ? સાડા ત્રણ બ્રાસ દિવાલના એક બ્રાસ દીઠ સાડા આઠ હજાર લેખે તમારી પાસે ઓગણત્રીસ હજાર સાતસોને પચાસ રૂપિ‍યા લ્હેમણા નીકળે છ. તુ મને લમસમ પચ્ચીરસ હજાર આપી દે બસ ?

હવે લ્હે?ણાનો દિકરો થતો. ઉપડ ઉપડ નહીતર એકાદી આડી જશે. એમ કરતા સરમણે હાથ વિંઝયો પણ એ જ વેળા સોસાયટીના પ્રમુખને દિવ્યા એ ફોન કરી દીધો હતો એટલે દાસ કાકા, પોપટલાલ અને જટાશંકર દાદા જેવા મોવડી આવી જતા દાસકાકાએ સરમણનો વિંઝાયેલા હાથને અટકાડી દીધો. સરમણ ઓઝપાઇ ગયો. વિમલ પાછો હટી ગયો.

દાસકાકાએ અને પોપટલાલે દરમિયાનગીરી કરી, પણ સરમણ ટસનો મસ ન થયો. જટાશંકરદાદાએ સરમણને કહ્યુ. સરમણ આ ખોટુ થાય છે. એક તો સહિયારી દિવાલના ખર્ચનો અડધો ભાગ તો આપી દેવો જોઇએ. તારી નાગડદાઇ સ્વીલકારવાની વાત તો એકકોર રહી, ઉલટાનો એક દેવ જેવા માણસ ઉપર હાથ ઉપાડવાની કોશિશ કરે છે ? આ સોસાયટી સ્થાદપી ત્યા રે અમારી અભિલાષા હતી કે આપણી આ સોસાયટી સંસ્કા રોનું ધામ બનશે. અહીં, ઉચ્ચ વિરવાળા, સંસ્કાંરી અને ખાનદાન લોકોને જ રહેવા આપીશુ. એને બદલે તુ પડોશીને મારવા ઉભો થયો છે ? અને પછી વિમલના ખભે હાથ રાખીને ગરવાઇથી બોલ્યા , વિમલ બેટા એ પચ્ચીેસ હજાર આવે કે ન આવે પણ એ પૈસાને તુ ભૂલી જા, એમ માનજે કે તારા ખિસ્સાચમાંથી કોઇ ગઠીયો પાકીટ બઠાવી ગયો હતો.

આ વાતને હજી તો પંદરેક દિવસ જેવુ જ થયુ હતુ. રામનવમીની રજા હતી. વિમલ બપોરે જમીને આડે પડખે થયો હતો ને પડખે સરમણના ઘરમાં દેકારો થયો. સરમણની પત્નીે વિરાજનો જોરશોરથી ચીસોનો અને રડવાનો અવાજ આવવા લાગ્યોો. પત્નીી દિવ્યાથ, બન્નેી બાળકો અને વિમલ ચોંકી જઇ સફાળા ઉભા થઇ ગયા કે થયુ શુ? હડી કાઢીને વિમલ પહોંચ્યોન તો જોયુ કે સરમણનો દોઢ-બે વર્ષનો દીકરો દેવ ચણતર કામ માટે બનાવેલી પાણીની ટાંકીમાં ડૂબી રહ્યો હતો. અને વિરાજ ચીસેચીસો નાખતી હતી. પંદર ફૂટ ઉંડે બનાવેલી ટાંકીમાં પળનોય વિચાર કર્યા વગર વિમલ કૂદી પડ્યો અને ડૂબી રહેલા દેવને બહાર લઇ આવ્યોવ પણ શ્વાસોચ્છૂવાસ ચાલુ હતા કે બંધ એ ખબર પડે એમ હતુ નહી. મા-દિકરા સિવાય કોઇ ઘરે નહોતુ. તાકડે શેરીના દસ મકાનમાંથી કોઇ પુરૂષ પણ હાજર નહોતુ. વિમલે તાત્કાતલિક પોતાની ઝેન કાર બહાર કાઢી. પોતાના બાળકોનું ધ્યાવન સામે પાડોશમાં રાખવાનું કહી, દિવ્યાક અને આ મા-દિકરાને બેસાડીને કાર મારી મૂકી. ગામમાં આવી કોઇ સારવાર ઉપલબ્ધય નહોતી. પણ બત્રીસ કિલોમીટર દૂર ભાવનગર સીટી હવે બત્રીસ જોજન જેટલુ દૂર હતુ. છતાપણ જીંદગીમાં કયારેય કાર નહી ચલાવી હોય એમ વિમલે જાનના જોખમે ગાડી હંકારી અને બાવીસ મીનીટે તે સરમણનો દિકરો ડોકટરના ટેબલ ઉપર હતો. બે કલાકની પ્રાથમિક સારવાર, ઇન્કજયુબેટર, ઓકિસજન અને આઇસીયુની સારવાર પછી ડોકટરે સરમણને કહ્યુ. પાંચ જ મીનીટનો ફેર પડ્યો છે ભાઇ. જો, આ ભાઇ પાંચ મીનીટ મોડુ કરી ગયા હોત તો આ કલશોર કરતા દીકરાને બદલે તેનુ શબ તમારા હાથમાં હોત. પણ જેમ લક્ષ્મકણજી માટે હનુમાનજી સંજીવની માટે આખો ડુંગરો ઉપાડી લાવ્યા એમ આ ભાઇ પણ તમારા દીકરાને માટે જાનના જોખમેય પૂરપાટ વેગે પોતાની કાર ચલાવી તમારે માટે જટાયુ બનીને ઉભા રહયા છે. ત્યાારે સરમણનું મસ્તેક વિમલના પગમાં ઝૂકી ગયુ.

બે દિવસને અંતે પોતાના પુત્રને કિલકાટ કરતો લઇને સરમણ ડોકટરની ચેમ્બવરમાં ગયો ત્યારરે ડોકટરે કહ્યુ. ઓગણ સાઇઠ હજાર આપો.
પોતાના દીકરાને સુખરૂપ ઘરે લાવીને રાત્રે ઓગણત્રીસ હજાર સાતસોને પચાસ રૂપિ‍યા લઇને સરમણ સહિયારી દિવાલના ખર્ચનો અડધા ભાગ પેટેનો હિસાબ આપવા વિમલના ઘરે આવ્યોા ત્યાારે વિનમ્રતાપૂર્વક એ રકમને પાછી ઠેલતા વિમલે કહ્યુ. સરમણ, એ રકમનો હવે કોઇ મોહતાજ નથી. જે રકમ મે જીંદગીથી જ માંડવાળ કરી દીધી પછી એની મમત શું ? પણ એક વાત કહુ છુ કે ભગવાન જયાં સુધી મુઠ્ઠી બંધ રાખે ત્યાં સુધી જ સારૂ છે. બાકી એકવાર ખોલી નાખે પછી કશુ આપણા હાથમાં નથી હોતુ. આજે ભગવાને તને બે પરચા બતાવી આપ્યાી કે, એક રૂપિ‍યોય કોઇનો દબાવી દેવાથી એ એક રૂપિ‍યો ઘરમાંથી ગાંઠના બે રૂપિ‍યા લઇને જાય છે. બીજો પરચો એ કે, તારા મનમાં ભલે ગમે તે હોય પણ આપણો પહેલો સગો પાડોશી જ હોય છે. એટલે આ પૈસાની તુ તારા દીકરાને નામે એફ.ડી. કઢાવીને મૂકી દેજે. આપણો સબંધ પણ કાળજાના ઇસ્કોદતરામાં એફ.ડી. ગણીને સાચવી રાખજે, જેથી આ રકમ અને સંબંધ બમણાને બમણા થતા રહે.

લેખક : યોગેશ પંડ્યા

શેર કરો આ વાર્તા તમારા ફેસબુક પર અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી