“મોતીનો નિવાસ તો છીપમાં જ હોય. થોરની વાડે ન હોય !”- “પ્રિત પિયુને પરણેતર” ખુબ સુંદર વાર્તા…

વૈશાખ મહિનાનો ખરો મધ્યાાહન જામ્યો હતો. કયાંય ચકલુંય ફરકતુ નહોતુ. રસ્તોય સૂમસામ હતો. એભલે ફટફટીયાને નદીકાંઠાનો ઢાળ ચડાવી નીચે ઉતાર્યુ ત્યાં્ જ તેનુ દિલ ધકધક થઇ ઉઠ્યુ. આટલે દૂરથી પણ માથે ભારો મૂકીને ચાલી જતી સ્ત્રી ની પીઠ ઉપર ઉડઉડ થતા ગુલાબી ઓઢણાને એભલ આસાનીથી ઓળખી ગયો. તે સ્ત્રી બીજુ કોઇ નહી પણ પોતાના મન મંદિરમાં બિરાજેલી રંભા જ હતી.

રસ્તેમ આવતી પરબડીના છાંયડે રંભાએ માથે મુકેલો ભારો નીચે નાખ્યોપ અને ઘેઘુર છાંયડે એ બેસી જ પડી. ઘડીભરમાં તો એભલ પણ પરબડીએ આવી પહોંચ્યોં. અચાનક ફટફટીયા પર આવી ચડેલી કોઇ પુરૂષાકૃતિનો ખ્યાપલ આવતા જ પાણી પી રહેલી રંભાનો હાથ ધ્રુજી ગયો. લોટામાંથી થતી પાણીની ધાર હોઠ તરફ જવાને બદલે તેની દાઢી ઉપર અને ત્યાંથી ગળા ઉપર થતીક ને ઉરપ્રદેશ ઉપર રેડાઇ રહી. એટલે એભલે ઉપરથી નીચે ઉતારતા હસીને કહ્યુઃ હળવે રંભા હળવે ! પ્રેમ અને પાણીને આટલી ઉતાવળથી પીવા સારા નહી. એ તો ધીરે ધીરે, હળવે હળવે પીએ તો જ તૃપ્તિી થાય અને સામેવાળાનેય તૃપ્તિ થવી જોઇએ. આમાં તો આ પરબડીને, પરબડીના માટલાને અને પરબડીના ઝાડવાને પણ ખોટુ લાગે. અને ખોટુ તો આ તારા હાથમાં જે લોટો છે એનેય લાગે. ધાર પાણીની હોય પ્રેમની, પણ એ ધીમી હોવી જોઇએ. ઉતાવળ કરવાથી તો અંતરાશ જાય. આ જો.. કહી ભીના થયેલા બદન ઉપર એક નજર નાખતો એભલ રોલ્યોથ, ભીંજાઇ ગયુ ને બધુ ?

‘બધુ‘ શબ્દ? ઉપર એણે ભાર મૂકયો એ રંભાને ખ્યાતલમાં આવ્યુભ એટલે એ પણ દાઝમાં જ બોલી, એ બધુ મારે જાતે જ ભીંજવવુ પડે ને ? દુનિયામાં કોઇ કયાં છે માઇનો લાલ જે મને ભીંજવી શકે ?
એભલ નજીક આવતા બોલ્યો, એક છે ને એભલ એ તારા મનને ભીંજવી શકે.

વહાલના વરસાદ હોય, માવઠા ન હોઠ, કાળઝાળ તડકા જેવો ફળફળતો નિઃશ્વાસ નાખી રંભા બોલી, વૈશાખમાં આભ વરસે એ શું કામનુ? એ તો મોરલા ટહૂકતા હોય, માઝમ રાત જામી હોય, આભમાં મેઘરવો મંડાયો હોય એવો વરસાદ પછી ધરતીય ભીંજે અને હૈયુય ભીંજવે, પણ તુ ? એક ધારદાર નજર રંભાએ એભલ તરફ નાખીને બોલી, પણ તુ ઘડી ચુકી ગયો. ચોમાસુ બનવાની, ન તો તુ ગોરંભાયો કે ન વરસ્યોુ. હું તારા પ્રેમને વાસ્તે તરસી જ રહી ગઇ. આજે મરા જીવતરમાં બેઠોલા કાળ ઉનાળાએ ખોબો ભરીને આવ્યોગ, પણ ઇ ખોબો મારી ભવની તરસ બુઝાવી શકશે ? તુ ટાણે જ મોડો પડ્યો એભલ !

એભલ વળ ખાઇ ગયો. રંભાના વેણ સાચા હતા. રંભાના બાપે કહ્યુ હતુ કે એકાવન હજાર દઇ જા અને સવા લાખ રૂપિ‍યાનું મોતી લઇ જા. બાકી, આ બાજુ ફરકતો નહી. રંભાએ કહ્યુ, મને પામવી હોય તો ખેતર ખોરડુ વેચી નાખ, પણ હવે જીવતરમાં તારા વગર બીજુ કોઇ નહી.

ખેતર ખોરડુ તો ઠીક પણ પોતાની જાત વેચી નાખે તોય એકાવન હજાર ભેગા થવાના નહોતા. પછી તો કાળુ નામના ઘરફોડી ચોરે એ મોતી એકાવન હજારમાં એભલની હસ્તારેખામાંથી ઓળવી લીધુ અને પોતાની જ છાતી સામે પોતાનો જ પડોશી કાળુ રંભાને ઘરે દોરી લાવ્યો . કાળુની મેડી ઉપર તે દિ‘ની રાત્રે રંગીન લાઇટો થઇ. એભલ એ રંગીન લાઇટોનું તેજ સહન ન કરી શક્યો. રભાને કાળુ વાસ્તે સજીધજીને મેડાના પગથીયા ચડતી જોઇ અને પોતે ખેતરમાં ભાગી છૂટ્યો. બે વર્ષ થઇ ગયા. પણ બે વર્ષમાં તો રંભા ઠેકાણે થઇ ગઇ. છતા પણ એભલ એને ચાહતો રહ્યો. એની પ્રિત સાચી હતી. રંભા જાણતી હતી, પણ પોતે હવે કાળુની માલિકીની હતી. પવિત્રતાની એ લક્ષ્મણરેખા તેને બાંધી રાખતી હતી. પણ એભલ એને ઝંખતો હતો. આજ જોગાનુજોગ ભેટો થઇ ગયો. એભલના મનઃચક્ષુ આગળથી બની ગયેલા પ્રસંગો સડસડાટ કરતા પસાર થઇ ગયા. એ રંભાને જોઇ રહ્યો.
રંભાએ પૂછ્યુ ‘ હવે શું જુએ છે ? ‘ જયારે જોવાની હતી ત્યારે અવળુ ફરી ગયો‘

એભલે નિહાકો નાખીને કહ્યુઃ રંભા હું તારા શરીરનો ભૂખ્યોા નહોતો! આજે પણ તારા તનની તલસ નથી. હું જોઉ છુ મારી એ રંભાને જેની કોમળ કાયાને ગુલાબની પથારીએ સૂવડાવવાની હોય એને બદલે કાંટાનો કિનારો મળ્યો. ભગવાન મને કયારેય નહિ માફ કરે.

મારા ભાગ્યા, ઢીલી પડતા રંભા બોલી, વાંક તો તારો શું શાઢવો ? વાંક તો ખવિહ જેવા મારા બાપનો કે એણે પુરૂષ ન જોયો પણ પૈસો જોયો. દીકરી નહી પણ મને જણસ ગણી. મારી સાથે વહાલ ન કર્યુ, પણ વેપાર કર્યો.

તને કાળુ ગમે ખરો ? એભલ થી પૂછાઇ ગયુ.
જવાબમાં રંભા દુઃખ મર્યુ બોલી, મારે તો મારી જાત ધરી દેવાની રહે. ગમે ન ગમે એની સાથે શું મતલબ ? એ જયારે મને અડે ત્યા રે એમ લાગે કે કાળુ નથી અડ્યો, પણ કાળોતરો અડ્યો છે. !
રંભાના વેણ સાંભળીને એભલના રૂવાડે આગ લાગી.

રંભાએ આગળ કહ્યુ રાત પડે ને એની મારપીટ થાય. માબાપ સમાણી ગાળો આપે. ખાવાનું બે બટકા પંડ્ય હાલે એટલુ આ ભારા વેચીને કમાઉ. કોઇ વાર વળી પડખે રહેતા હિયાડોશી છાનામાના શાક-રોટલો આપી જાય. જીવતર આમ ને આમ પુરૂ કરૂ છુ.

મને કાંઇ ખબર નથી. તારા લગ્ના થયા ત્યાટરથી મે ખેતરને ઘર બનાવી લીધુ છે. કાળીયાના ઘરમાં હું તને હરતી ફરતી જોઉ પછી મારૂ હૈયુ હાથ ન રહે. પણ આટલુ બધુ દુઃખ તુ માવતર કેમ નથી ચાલી જતી ?
માવતર બે વાર ગઇ‘તી. એકવાર ઇ મને ચોટલો પકડીને ખેંચી લાવ્યોા. બીજીવાર મારા બાપુએ એની સાથે મોકલવાની ના પાડી તો એણે કહ્યુ કે લાવ મારા રૂપિ‍યા અને લઇ જા તારી છોડીને !

અંતે મારા બાપને હાથ હેઠા પડ્યા. આંસુ લૂછતી રંભાએ કહ્યુ, જોઉ છુ કે હવે કેવાક વસમા દિવસો આવે છે. નહીતર તો પછી ગામના કૂવા શું કામના ?

એભલ રાડ પાડી ઉઠ્યો. એવુ નહી કરતી, મારા ખાતર પણ એવુ નહી કરતી. અને રંભાના આંસુ લુછતા કહ્યુઃ એ પછી મારી હાલત શું થશે ? ભલે તુ એના ઘરમાં રહી. તુ જીવતી છે તો હું જીવતો છુ. બાકી પછી મારેય જીવીને શું કામ છે જગતમાં ? એના જવાબે રંભા એટલી તો દ્રવી ઉઠી કે, એભલને બથ ભરી ગઇ.

રાત પડી, કાળુ ઘરે આવ્યો . પરગામની સીમમાંથી ચોરી લાવેલા મશીનના પટ્ટા, મશીનના હેન્ડ‍લ, હોઝ પાઇપ અને ઇલેકટ્રીકના વાયરોના ભરેલા બે કોથળા ભંડકીયામાં સંતાડીને ઘરમાં આવ્યોએ, પણ આજ એની આંખો ફરી ગયેલી હતી. રંભા એનું જમવાનું કાઢવા ઉભી થઇ કે કાળુએ બારણુ બંધ કરીને એને ખેંચી, મારો હાથ મૂકો. રંભાએ હાથ છોડાવતા કહ્યુ. કાળુએ આંચકો મારીને પથારીમાં પછાડી. ખાટલાની ઇંસ રંભાના માથે વાગી. રંભા ચીસ પાડી ઉઠી. માથે ઝળુંબેલ કાળુ ને ધકકો માર્યો.
કેમ ? એક કોર હડસેલાતો કાળુ પણ ચીસ પાડતા ઘાંટ્યો, ધણી હાથ પકડે ઇ નથી ગમતુ ને બીજા તારા શરીરને બોટી લે તોય વાંધો નથી હલકટ.
કોણ બીજા ? રંભાએ ચીસ પાડી.

એભલ… બીજુ કોણ ? કાળુએ તેનો હાથ મરડતા કહ્યુ. આજ બપોરે પરબડીએ પ્રેમના ફાગ નહોતા ખેલતા તો શું કથા વાંચતા‘તા ?
એણે મારા શરીરને અભડાવ્યુ નથી. આજ કે એની પહેલા પણ ! મે મારૂ શરીર પહેલીવાર અને છેલ્લી વાર તને જ સોંપ્યુઆ છે સમજ્યો ?
કાળએ એક અડબોથ એના ગાલ ઉપર ઝીંકી દેતા કહ્યુ તો પછી એના શરીરને તુ વળગઇ ગઇ‘તી કે હું ? કાળુએ કહ્યુ આ બધુ કેટલા ટાઇમથી ચાલે છે ?

મારે પ્રિત એની સાથે હતી અને લગ્ને તારી સાથે કરવા પડ્યા. તારી સાથેના લગ્નએ કોઇ હોશથી નહોતા થયા, પણ સોદાના રૂપે થયા ને એભલને તો હું છેલ્લાી શ્વાસ સુધી નહી ભુલુ…

તારા શ્વાસ જ બંધ કરી દઉ તો ? કાળ જાય.. કહેણીય જાય. એમ કહેતા જ એ રંભાની છાતી પર ચડી બેઠો અને ગળપચી દબાવવા માંડ્યો. રંભાના ગળામાંથી ચીસ નીકળી એ સાથે જ બારણાની સાંકળ તુટી અને ધડામ કરતુ બારણુ ખુલ્લુ થઇ ગયુ. જોયુ તો એભલ હતો સાથે રંભાનો બાપ પણ હતો. કાળુ ડઘાઇ ગયો. દીકરીની દશા જોઇ રંભાનો બાપ તો હતપ્રભ જ થઇ ગયો. રંભા કાળુની પકડમાંથી છૂટીને બાપને વળગી ગઇ. ધ્રુસ્કેત ધ્રુસ્કેે રડી પડી. એભલ કાળુ ઉપર તુટી પડ્યો. કાળુના હાડકે હાડકામાં કળતર થઇ રહ્યુ. કાળુના બાપ્ણોત પચાસ હજારનું બંડલ કાળુના મ્હોક પર મારી દીધુ ને રંભા બાપ સાથે ચાલતી થઇ ગઇ. કાળુ જોતો રહી ગયો.

બાપ દીકરીને સહીસલામત ઘરે મુકીને એભલ પાછો ફરતો હતો ત્યાંહ બાપે કહ્યુ, એભલ રોકાઇ જા. મારી દીકરીના જીવતરમાંથી કાળી રાત પુરી થવામાં વાર નથી. દિ‘ ઉગ્યેા એને તૈયાર કરીને તારી હાર્યે જ વળાવુ છુ. મને ખબર નહોતી કે મોતીનો નિવાસ તો છીપમાં જ હોય. થોરની વાડે ન હોય !

‍ દિ‘ ઉગ્યેિ લાલ ઘરચોળું એભલની વાડીની ઓરડીમાં પ્રવેશ્યુ ત્યારરે આખી સીમ હસી રહી. તે દિ‘ ની રાતે ચાંદનીની સાખેરંભાનું કિનાખાબી કપડાનું આવરણ હટી રહ્યુ હતુ અને એભલના ટેરવા એની મખમલી કાયાના મીણને ધીરે ધીરે પીગળાવી રહ્યા હતા.

લેખક : યોગેશ પંડ્યા 

ખુબ સુંદર પ્રેમકહાની છે, શેર કરો અને વધુ વાર્તા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી