“પ્રેમનો પહેલો વરસાદ”- એક અલગ પ્રકારની પ્રેમકહાની….

An Indian couple huddle under a shared umbrella along the sea front during rain showers in Mumbai on June 14, 2013. The weather department has forecast India will receive normal rains this year, raising prospects of a stronger performance by Asia's third-largest economy. TOPSHOTS AFP PHOTO/ PUNIT PARANJPEPUNIT PARANJPE/AFP/Getty Images

“પ્રેમનો પહેલો વરસાદ”

રાતના અગિયારેક વાગવા આવ્યા હતા. ટી.વી. જોતી દર્શનાને ક્યાંક દુરથી ભીની માટીની સોડમ આવી. ક્યાંક વરસાદ પડ્યો હતો. દર્શના ઊભી થઇને વરંડામાં આવી. આકાશમાં જોયું. પૂર્વમાં વરસાદ મંડાયો હતો. વીજળીના ચમકારા થતા દેખાયા. અષાઢનો મહિનો અને મોસમનો પહેલો વરસાદ! દર્શનાને મેઘદૂત યાદ આવી ગયું. રામગીરી પર્વત ઉપર એક વરસભર વિરહી અવસ્થા્નો શાપ ગાળતો યક્ષ, પર્વત ઉપરથી પસાર થતા અને અલકાપુરી તરફ જતા વાદળને રોકીને તેની પ્રિયતમાને સંદેશો મોકલાવે છે, ત્યારરે વિરહથી તપત્ યક્ષને, વાદળ આશ્વાસન આપતા કહે છે કે હે યક્ષ! તારા શ્રાપનો સમયગાળો ઝડપથી ટુંકો થઇ જશે. તારી પ્રિયતમા સાથે તારુ મિલન ઝડપથીછ થઇ જશે. તેવી હૈયાધારણ આપતા તેણે આપેલ સંદેશ અલકાપુરીમાં રહેતી તેની પ્રિયતમાને પહોંચાડવાનું પ્રોમિસ આપે છે! ગઢવી સાહેબ જેવા પ્રબુદ્ધ પ્રોફેસર જ્યારે મેઘદૂત ભણાવતા હોય ત્યાછરે છોકરાઓને ઘડીભર યક્ષ બની જવાની અને છોકરીઓને તેની પ્રિયતમા બની જવાની ઇચ્છાે જાગી ઉઠતી. દર્શનાને કોલેજની રંગીન ક્ષણો યાદ આવી ગઇ. ત્યાંભ જ પહેલા વરસાદના છાંટા તેના પર પડ્યા અને તન-મનથી ભીંજાઇ ગઇ.

રોમાંચિત થઇ ઉઠી. વળતી પળે તેના હૈયામાં દર્દની એક ટીસ ઉઠી અને દર્દની ઓકળી ચહેરા ઉપર ચિતરાઇ ગઇ. તેને થયું કે અલકાપુરીમાં રહેતી યક્ષની પ્રિયતમાને એક વરસ પછીતો પોતાના પ્રિયતમનું મિલન થઇ ગયું પણ પોતે ક્યો શ્રાપ લઇને જીવે છે કે પોતાના યક્ષ અનિકેતના પ્રેમના વિરહમાં જાણે જિંદગી આખી રહેવાનું છે. પેલી યક્ષિ‍ણીનો વિરહ તો વરસમાં ખતમ થઇ ગયો, અહિં પતિના પ્રેમની તરસ તો ભવ આખી વેઠવાની છે. તેને ખબર નહોતી કે માણસ એક જ છત નીચે અડોઅડ રહેવા છતા આટલો ‘દૂર‘ પણ રહેતો હશે! તેને કવિતા પંક્તિ સુઝી: ‘આમ અડોઅડ કેટલા તોય આમ તો જોજન દૂર!‘ એક નદીના બે કાંઠા જેવુ જીવન. ટ્રેનના પાટા જેવી જિંદગી. આમ સામસામે, અડોઅડ પણ કદી મળવાનું નહીં!

સગાઇ થઇ ત્યાીરે સખીઓએ બેસ્ટ વીશ આપી હતી. ગઢવી સાહેબ, દવે સાહેબ, પંડ્યા સાહેબ અને આશુતોષ સરે આશિર્વાદેય આપ્યા. હતા કે અનિકેતનું નામ તો અત્યા રે યુવા સર્જકોમાં મોખરે છે. કેટલા બધા એવોર્ડસ અને પુરસ્કાાર ૨૪-૨૫ વર્ષની ઉંમરમાં જ તેણે હાંસલ કરી લીધા છે? ગુજરાતી સાહિત્યોના એવોર્ડ, દિલ્હીર સાહિત્યલ અકાદમીના પુરસ્કાેર, પ્રાદેશિક યુવા મહોત્સિવમાં લાગલલાટ ત્રણ વરસ સુધી કળા સ્પજર્ધાઓમાં પ્રથમ ક્રમ, સી.એમ.ના હસ્તેટ મેડલ… દર્શના યુ આર વેરી લકી! સખીઓએ અનિકેતના ઘુંઘરાળા વાળ, સોહામણા દેહ, ઇનોસન્ટ ફેસ અને જાજરમાન વ્ય્કિતત્વઘ વિશે સરસ અભિપ્રાય આપ્યાા ત્યા્રે પોતે ફૂલી સમાઇ નહોતી. અલબત, બહેનપણીઓએ તેને ચીડવવા એમ પણ કહેલું કે, કવિ છે એટલે ધૂની હશે, તરંગીસ હશે. એને તારી સાથે સોસાયટીના નાકા ઉપર આવેલી પાણીપુરીની લારી સુધી આવવામાં રસ નહીં હોય, તું ગોલાની લારી પડખે ઊભી રહી જઇશ ત્યાીરે એ ગોલો ખવડાવશે પણ ખાશે નહીં. એ તારે માટે સાડીઓ લાવશે પણ તું સાડી પહેરીને તેની સામે ઊભી રહીશ ત્યાીરે બીજા પતિઓની જેમ તને જોવામાં એને રસ નહીં હોય. એ પંખા સામે મીટ માંડીને બેઠો હશે. તું ચપટી વગાડીને બોલાવીશ ત્યાોરેજ તારી સામે જોશે અને પૂછશે: ‘ઓહહ! તમે મને કશું કહ્યું?‘

દર્શના ત્યાંરે તો ચીડાઇને રૂપા, તન્વીો, સીમાની પાછળ દોડેલી પણ ખબર નહીં સખીઓની આ બધી જ વાતો હન્ડ્રે ડ પર્સન્ટો હકીકત બનીને જિંદગીમાં સામે આવી. લગ્ન‍ની પહેલી જ રાત્રિએ એણે ક્યાંય સુધી રાહ જોઇ પણ અનિકેત ન આવ્યો . આવ્યોહ તો વહેલી સવારે ચાર વાગ્યેજ! દર્શનાએ પૂછ્યું. તો બોલ્યો ‘સોરી! મારા લીધે આપની ઊંઘ ડીસ્ટઓર્બ થઇ? થયું એવું કે છેક દિલ્હી થી લગ્નોમાં આવેલા મારા મિત્રો સાથે તાત્કા લિક નાનકડું કવિ સંમેલન ગોઠવી નાખ્યું.

પહેલી જ રાત્રિ સહજીવનની! ગુસ્સોં તો ઘણો ચડ્યો પણ શું બોલે? એણે ચૂપચાપ ઘુંટડો ગળા નીચે ઉતારી દીધો. ટીપોઇ ઉપર નણંદે મૂકેલા કેસરીયા દૂધના બે ગ્લા સ, સૂકામેવા અને નાસ્તાાની ડિશ અકબંધ પડી હતી. હવે સવાર પડી ચૂકી હતી. એ જાગી ગઇ અને અનિકેત સૂઇ ગયો. સવારે નવ વાગ્યેપ નણંદે રૂમમાં પ્રવેશ કર્યો અને હકીકત બહાર આવી. એ દર્શના સામે તાકી રહી. દર્શના કશુંય ન બોલી પણ વાતો આપમેળે સમજાઇ જતી હોય છે!

અનિકેત અગાઉ આવો નહોતો લાગતો! જ્ઞાતિના સંમેલનમાં એ હંમેશા એન્કઅરીંગ કરતો ત્યાયરે બોલકો લાગતો. ઝાઝો પરિચય નહીં પણ દર્શનાની સોસાયટીમાં જ તે લોકો રહેવા આવ્યા અને પરિચય વધ્યો . એકબીજાના ઘરે આવરોજાવરો શરૂ થયો. અભ્યા સમાં તે સ્કોધલર. તેનું વ્યાક્તિત્વ. નિરાળુ હતું. દર્શનાની મમ્મીાને અનિકેત ખૂબ ગમતો. પપ્પા ને તેની કવિ તરીકેની પ્રતિભા સ્પરર્શી ગયેલી. રસ્તાે વચ્ચે. કદી ઉભું રહેવાનુ નહીં. છેલબટાઉ દોસ્તોા પણ નહીં. સીધી લીટીની જીંદગી! એની એક બહેન હતી ઉર્વશી. એ દર્શના જેવડી જ. બંનેની મિત્રતા થઇ ગઇ. એ ઉર્વશીના ઘરે જાય ત્યા રે અનિકેત વાંચતો જ હોય. દર્શના ઘરે આવે ત્યાદરે એ સ્મિત કરીને હિંચકે ચાલ્યો જાય! પોતાને પણ ધીમેધીમે પસંદ પડવા માંડ્યો.

પરિક્ષામાં પાસ થયો અને કોલેજમાં પ્રોફેસરની નોકરી પણ મળી ગઇ. બંને કુટુંબો વચ્ચે મેળ તો હતો જ. એક દિવસ મૌન પ્રણયની રેશમી દોરી પરિણયની ગાંઠથી બંધાઇ ગઇ! લગ્નન પછી બંને ઇડર આવ્યાશ. દિવસો વીતવા લાગ્યાથ. પણ અનિકેત સામાન્યક પુરુષ કરતા કૈંક અલગ હતો. એ પોતાનામાં વ્યીસ્તચ અને મસ્તક રહેતો. દર્શનાને થતું કે ક્યારેય એ સાવ ગાંડા બનીને જકડી લે. એવું હેત કરે. બહાર લઇ જાય. પંડિતાઇનો અંચળો ઘડીભર કાઢીને એ નોર્મલ પુરુષની જેમ ક્યારેક છેડછાડ કરે. પણ ઉફફ! એ ભલો, એનું રાઇટિંગ ભલું, એની કવિતા ભલી, વાર્તાઓ ભલી, એનું સાહિત્ય ભલું!

આવી ભીની મોસમમાં પણ દર્શનાના દિલમાંથી ફળફળતો નિ:શ્વાસ સરી પડ્યો. એ બેઠકરૂમમાંથી બેડરૂમ તરફ વળી. અનિકેતની રાઇટિંગ રૂમ તરફ અવશપણે ખેંચાઇ ગઇ. દિવાલ ઉપર કંઇ કેટલાયે ફોટા ટીંગાડ્યા હતા. અનિકેત એવોર્ડ સ્વીવકારતો હોય તેવા, અનિકેતનું બહુમાન થતું હોય તેવા, કેટલાય પ્રમાણપત્રો મઢાવીને તેણે મૂકાવ્યાય હતા. દર્શના અનિકેતના રાઇટિંગ રૂમની દિવાલોને તાકી રહી. આજે અનિકેત હતો નહીં. અમદાવાદ સાહિત્યિક પરિસદના કોઇ કાર્યમાં ગયો હતો. પણ એ ઘરે હોય તો પણ ક્યાં સાથે હતો? એનો પ્રેમ રાઇટિંગ રૂમ હતો. પોતે તો શયનખંડમાં રાહ જોતી સુઇ જતી. અનિકેત ક્યારે આવતો એની એને ક્યાં ખબર રહેતી! સારું હતુ કે બે બાળકો હતા. મોટો કેમિકલ એન્જિનિયરિંગના બીજા વરસમાં હતો. નાનો બાર સાયન્સનમાં વલ્લકભવિદ્યાનગર ભણતો. વેકેશનમાં બંને દિકરા આવતા ત્યાસરે ઘર જીવંત લાગતું. ત્યાભરે દર્શનાને પણ જિંદગી કૈંક જીવવા જેવી લાગતી. બાકીતો મનમાં ભૂત રડે આ ચાર રૂમના ભેંકારમાં…!

અચાનક લીલા કવરમાં આજે આવેલી કોઇ બુક તરફ તેનું ધ્યા ન ગયું. પુસ્ત ક તો ઘણા આવતા પણ તે બધા વાંચવાનો સમય નહોતો. કેટલાક તો માત્ર વિવેચનાત્મોક લખાણો હોય. દર્શનાને રસ નહોતો પડતો. પણ આજે લીલા કાગળના પેકેટમાં એક પુસ્તાક આવ્યું હતુ. દર્શનાને એ જોવાની જીજ્ઞાસા થઇ આવી. આમ પણ એકલું એકલું લાગતું હતું. જીવ જંપતો નહોતો. મનનું પંખી ઉધામાની ડાળે ઊડઊડ કરતું હતું. તેને થયું, પુસ્ત્ક જોઉ. કાતર વડે રેપર ખોલીને એ બેડરૂમમાં આવી. લાઇટ-પંખા ચાલુ કરી, બારીના પડદા સરખા કરીને એ તકિયા પર આડી પડી. પુસ્તતકનું મુખપૃષ્ઠપ જોઇને એ ચોંકી ગઇ. શીર્ષક હતું ‘મારી જિંદગીનો પ્રથમ પ્રેમ.‘

એણે પુસ્તોકનું પહેલું પાનું ખોલ્યું તો સંપાદક પ્રકાશકનો પત્ર સરી પડ્યો. દર્શનાએ પત્ર વાંચવા માંડ્યો. લખ્યુંપ હતું: પ્રિય સરશ્જક મિત્ર, અમારા આમંત્રણને માન આપીને તમે તમારો લેખ અમને મોકલ્યોત તે બદલ આપનો હૃદયપૂર્વક આભાર. ગુજરાતના નામાંકિત સર્જકોના ઉપર્યુક્ત શિર્ષક તળેનું આ પુસ્તભક આપને મોકલતા અમે અપૂર્વ આનંદ અનુભવીએ છીએ. આપનો સુંદર લેખ સમાવિષ્ટર થયેલ છે. ફરી વખત આભાર. દર્શના ભીતરથી ઉછળી પડી. ‘મારી જિંદગીનો પ્રથમ પ્રેમ?‘ મીન્સભ કે અનિકેત પણ કોઇને પ્રેમ કરતો હતો. તેનો પ્રથમ પ્રેમ પણ કોઇ છે. અને મને ખબર નથી. તેના દિલના ધબકાર વધી ગયા. કદાચ મારી સાથેનું તેનું શુષ્ક વર્તન તેના પ્રથમ પ્રેમને કારણે જ હશે. તેણે ફટાફટ પુસ્તંકની અનુક્રમણિકા જોઇ. પાના નંબર ૭૮ પર તેનું નામ હતું. શિર્ષક હતું: ‘એક તારૂં નામ અને આ જિંદગી…‘
દર્શનાના ભીતરમાં કશુંક ફાડીને બહાર ધસી આવ્યુંિ. પાના નંબર ૭૮ પર તો તે માંડ પહોંચી શકી. હા, અહીં હતી અનિકેતની જિંદગી અને તેનું નામ!!!

‘દોસ્તો!, જ્યારથી મેં તેને પહેલીવાર જોઇ ત્યાતરથી મારી અંદર કશુંક ઉથલપાથલ થઇ રહ્યું હતું. કહે છે કે પ્રેમ અને કવિતા દિલની ભૂમિ ફાડીને જ ઊગે છે. અને જ્યારે એ ઊગે છે ત્યાેરે દિલની ભૂમિ ગમે તેવી બંજર હોય છતાંય તે લીલીછમ્મ બની જાય છે! દોસ્તોર જ્યારે મેં એને પહેલીવાર જોઇ ત્યાયરે મને જે ગઝલ સ્ફૂયરી એ ગઝલને દેશની શ્રેષ્ઠા કૃતિ તરીકેનું સન્મા ન મળી ચુક્યું છે. હું તેની આંખોને ખૂબ ચાહું છું અને એ આંખોમાં હું ઘણીવાર ડૂબ્યોક છું. અને જ્યારે ડૂબ્યોા છું ત્યાોરે હું એ આંખોમાંથી સાચા મોતી જ પામ્‍યો છું. કહે છે કે પ્રેુમને શરીર સાથે કોઇ જ સંબંધ નથી પણ ના, હું કોઇપણ દંભ વગર કહું છું કે મેં જેટલું તેના દિલને ચાહ્યું છે એટલી જ ખેવના મને તેના શરીરની છે. એટલે એ શરીર મને પુરી આવેગતાથી અને તન્માયતાથી સમર્પ્િમત કર્યું હતું. એ મારામાં ઓગળી ગઇ હતી…‘

દર્શના બેઠી થઇ ગઇ. તેની આંખોમાં ઝળઝળિયાં આવી ગયા. ઓહ! તો તેનો પ્રેમ છેક શરીરની સીમા ઓળંગી ગયો?! તેણે આગળ વાંચવા માંડ્યું. લખ્યુંી હતું: અમારા પ્રેમનો ઇઝહાર કોઇ શબ્દોહથી નહોતો થયો, માત્ર આંખોથી થયો હતો. હું તેને ગમતો હતો એ મેં તેની આંખોમાં જોયું હતું. એના સ્પથર્શે મારા લોહીમાં લાગણીની સો-સો નદીઓ દોડી ગઇ હતી. અને એનું પ્રથમ મિલન મને હુબહુ સ્વરર્ગનો અહેસાસ કરાવતું હતું! મને ખ્યા.લ નહોતો કે કોઇ વ્યમક્તિ આપણને સ્પગરશ્શે ત્યાતરે ક્ષણો કેટલી સુખદાયક નીવડતી હોય છે પણ તેણે મને ખૂબ સુખ આપ્યું . મારા નામ ઉપર એણે એની જિંદગી અર્પણ કરી દીધી. મારા નામ ઉપર એણે તેનું નામ તો કુર્બાન કરી દીધુ, સર્સ્વક અર્પણ કરી દીધું. હું એટલે તો કહું છું કે એક તારૂં નામ અને આ જિંદગી! મારી જિંદગીની કેટલીય જટીલ ક્ષણો તેણે થામી છે અને એ દુ:ખ, અભાવ, મુશ્કેકલીનો તેણે મને અહેસાસ પણ થવા દીધો નથી. પણ હું મનુષ્યગ લાગણીવિહીન તેને મારા હોઠોથી એમ ન કહી શક્યો કે હું તને ખૂબ ચાહું છું! મારા પૌરૂષી પડખામાં રાતદિન-દિનરાત ગુઝારવાની તેની ખ્વાંહિશોને મેં હંમેશા ટાળી છે. તેના સપનાઓને ઉછેરવાની વાત તો એકકોર રહી, પણ તેની ઝુલ્ફાલને પણ મેં વહાલથી કદી સંવારી નથી. મારી છાતીમાં લપાઇને સૂઇ જવાની તેની ઝંખનાને મેં હંમેશા હડસેલી છે. એ ગુનાની આજે સ્પહષ્ટૂપણે કબુલાત કરું છું. દોસ્તોન, તમને થશે કે આટલું કર્યા પછી પણ તમારો પહેલો પ્રેમ તમને હંમેશા વફા જ કરતો રહ્યો? તમને હંમેશા ચાહતો જ રહ્યો? તો એનો જવાબ માત્ર છે ‘હા‘. હવે હું એનું નામ તમને આપું કે મારી જિંદગીનો પહેલો અને છેલ્લો પ્રેમ છે મારી જિવનસંગિની દર્શના..! દર્શના મારી જિંદગી છે, બંદગી છે. દર્શના મારો પ્રેમ છે! કાશ, એકવાર હું તેને મોઢામોઢ આ કહી શક્યો હોત…

વાંચતા વાંચતા દર્શના રડી પડી. આજ વર્ષો પછી મનમાં સંઘરેલા ડૂમા ઓગળી રહ્યા હતા. એ અનિકેતની તસવીર સામે તાકી રહી. એજ વખતે ડોરબેલ વાગી. એણે દોડીને બારણુ ખોલ્યું તો અનિકેત ઊભો હતો. એ અનિકેતને નવવધૂની જેમ વળગી પડી. તેના હાથમાં પુસ્તિક જોઇને અનિકેત વગર કહ્યે બધું સમજી ગયો. બરાબર ત્યાંથજ વિજળીનો કડાકો થયો અને મોસમનો પહેલો વરસાદ અનરાધારે તૂટી પડ્યો.

બારણું ક્યારે બંધ થયું, પોતે ક્યારે શયનખંડમાં આવી, રૂમની લાઇટ ક્યારે બંધ થઇ, એની ખબર જ ન રહી. હવે તો ખુદ અનિકેત મોસમનો પહેલો વરસાદ બનીને તેનામાં વરસી રહ્યો હતો. અને પોતે એક પૌરુષી બાહુપાશની નાગચૂડમાં ભીંસાતી રોમેરોમ ભીંજાઇ રહી હતી.

લેખક : યોગેશ પંડ્યા

ખુબ સરસ વાર્તા શેર કરો અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી