“આશાની આશા……”- ખુબ સુંદર અને દરેક માતા પિતાએ સમજવા જેવી વાર્તા….

“આશાની આશા……”

આશાને હવે આ જુલાઇમાં ચોંત્રીસમુ વર્ષ બે.સશે.. છતા તેનો કયાંય મેળ પડ્યો નહોતો. અત્યારર લગીમાં જયાં પાંચ પંદર ઠેકાણા આવ્યા ગયા ત્યાંડ કયાક આશાને ગમ્યુા પણ છોકરાવાળાને ન ગમ્યુ તો કયાંક છોકરાવાળાને ગમતુ હતુ પણ આશાને પસંદ પડતુ નહોતુ.

જયચંદભાઇ હવે થાકી ગયા હતા. હવે તો એમણે ધાર્યુ હતુ કે જયાંથી આવે ત્યાંહથી, છોકરો ગમે એવો હોય પણ આશાને વળગાડી દેવી. કયાં સુધી આમને આમ ઘરમાં બેસાડી રાખવી ? અને, હવે તો ન્યાેતમાં ય માણસો વાતુ કરવા લાગ્યાસ છે. કે દીકરીની અડધી જીંદગી તો ઘરે ને ઘરે જ પૂરી થઇ ગઇ! પણ મનોરમા બહેનનું પેટનું પાણી હલતુ નહોતુ. હજી તો આશા એમને બાવીસ-ચોવીસની જ લાગતી હતી. પણ એક દિવસ આશાના કાકા વિનુભાઇએ બે શબ્દોણ કીધા ત્યાહરે મનોરમા બહેનને થયુ કે મોડુ તો થઇ ગયુ છે પણ…

‘પણ શુ ? વિનુભાઇએ સાચેસાચુ કહી દીધુઃ ‘આમને આમ તો એની જીંદગી પુરી થઇ જશે ભાભી, તમે કયાં સુધી એને ઘરમાં બેસાડી રાખશો ?

‘ પણ આશાને લાયક કોઇ મુરતીયો મળવો જોઇએ ને ? ‘
‘ હવે આ ઉંમરે લાયકાત બાયકાત ન જોવાની હોય ભાભી! માણસો આપણને ગાંડા ગણે તમને કંઇ થતુ નથી ? ‘
‘ પણ છોકરો છે એના જોગ ? ‘

‘ એના જોગ તો છોકરો હવે મળે ના મળે… પાંત્રીસ વરસે કોણ પરણવા બેઠુ હોય ભાભી! હવે લાયકાત બાયકાત ન જોવાની હોય. હવે તો ‘એડજેસ્ટહમેન્ટવ‘ કરવાનુ! કુંડળી-બુંડળી ને એકકોર મુકી દો. મળવાના હોય તો ગ્રહો કેટલાય દિ‘ થી મળી ગયા હોય. હવે તો એ મેળ મેળવવાના કે છોકરો કુંવારો તો છે ને… નહિંતર આ પાંત્રીસની ઉંમરે..‘
‘ મનોરમાબહેન કંઇ બોલ્યા. નહીં. એટલે વિનુભાઇ ઉભા થતા બોલ્યાઃ ‘હવે કાંઇક એનાજોગુ જોઇને હાથ પીળા કરી દો… નહીંતર પછી બીજવર ત્રીજવર મળશે..‘ તમે રાજકોટમાં કંઇક તપાસ કરજો…‘

‘ ચોકકસ છે ને ? પછી..‘
‘ ના ના વિનુભાઇ, હવે તમારી વાત મને ગળે ઉતરી છે. અને હું ચોંત્રીસ વરસની થઇ ત્યાજરે તો ગૌરાંગ અને આશા મારા ખોળામાં રમતા હતા. હજી આ બીચારીને…‘ તો પછી હું તપાસ કરાવુ છુ… મારા ફઇજીના સગામાં એક છોકરો છે… બે ત્રણ દિવસમાં તપાસ કરીને ફોન કરીશ.. ‘ કહીને ગયા… ને મનોરમા બહેન આજ પહેલીવાર સાચોસાચ આશાની ચિંતામાં પડયા…

આશા બી.કોમ. થઇ હતી. હોંશિયાર હતી. થ્રુ આઉટ હાયર સેકન્ડી કલાસ આવી હતી. પણ ગ્રેજયુએટ થયા પછી તેની સાથે ભણતી બધી બહેનપણીઓની સગાઇ કયાંક ને કયાંક કોઇને કોઇ રીતે એવા ‘રિચ‘ ફેમીલીમાં થયેલા કે જેથી આશા ય પણ એ આશામાં ઉંમરને આયખે સપનાને સજાવી વાટ જોતી રહી કે એવો છોકરો મને પણ લેવા આવશે. પણ એની આશા ન ફળી. કરણકે, આશા એ.વી આકર્ષક નહોતી. સ્હેરજ બેઠી દડીની, શ્યા.મ, થોડુ ભારે શરીર અને જીણી જીણી આંખો…! આમ, એની બહેનપણીઓ જેવી ચબરાક, સ્માર્ટ, ‘મેગ્નેીટિક એટ્રેકશન‘ વ્યીકિતત્વા નહોતુ. નહિતર તો એ પરણી ઉતરી હોત…. અલબત્ત, પાંચ પંદર ઠેકાણે સામેથી પૂછાયુ હતુ. વળીવળીને કહેણ આવ્યુત હતુ.. પણ આશાની નામરજી ને લીધે એ બાબતમાં મનોરમાબહેન આગળ વધ્યા જ નહોતા. અને આમને આમ, ચોંત્રીસ વરસ થઇ ગયા હતા… એ પણ હજી ખ્યાનલ બહાર જ ચાલ્યુમ જાત. પણ આજે વિનુભાઇએ આવીને વાસ્તવવિકતા સમજાવી હતી. અને હવે, મનોરમાબહેનને એક સામટી ચિંતા થઇ આવી. એને લીધે બ્લબડ પ્રેશર પણ વધી ગયુ. તે બે દિવસ રહી પણ ન શકયા અને ત્રીજે દિવસે સાંજે તો વિનુભાઇને ફોન પણ કરી દીધો. ‘વિનુભાઇ, પેલુ શું કર્યુ પછી ? ‘ ‘ઓહ ભાભી! હું આજ જ તમને રાત્રે ફોન કરવાનો હતો. છોકરો ઠીક છે. પાંત્રીસેક વરસની ઉંમર છે.

થોડોક સાવરો છે. મેટ્રીક સુધી ભણેલો છે પણ આમ મહેનતુ છે. શિક્ષણ અને સંપત્તિ…! આમ જોવા જઇએ તો એને કંઇ મેળ નથી. પૈસો પુરૂષાર્થને વર્યો છે. જામપુરમાં બાપીકી દુકાન છે. નહી ગામડુ, નહી શહેર.. એવુ ગામ છે. પણ ઘર સારૂ લાગ્યુદ. હું કાલે રાત્રે જ આંટો મારી આવ્યોણ. ‘
‘બસ બસ, તમે જોયુ હોય પછી એમાં અમારે કાઇ જોવા જેવુ ન હોય…‘

‘આમ પણ એકનો એક દિકરો છે. મોટી બે બહેનો અમદાવાદ છે. પરણાવેલી છે. છોકરાના મા-બાપે ય વધુમાં વધુ દસ પંદર વરસ એટલે આપણી આશાને એ કોઇ ચિંતા નથી… ‘
‘પણ એ લોકો આવે છે કયારે ? ‘
‘ છોકરાના કાકા રાજકોટ છે. એ લોકો એની સાથે કોન્ટેંકટ કરીને આપણને જણાવશે મે મારા અને તમારા ઘરનો ફોન નંબર આપી દીધો છે..‘

‘ પણ જરાક વહેલા ગોઠવજો… બીજાને ખબર પડશે તો પોદળામાં સાંઠીકા…‘
‘ ના ભાભી… એની ચિંતા ન કરશો. આજે સોમવાર થયો. મોડામાં મોડું ગુરૂવાર સુધીમાં તો ફાઇનલ કરી નાખશુ…‘
‘ બસ બસ.. એમ જરાક ઝડપથી થઇ જાય તો હુંય આ ઉપાધિમાંથી છુટું… તમેજરાક..‘ કહી મનોરમાબહેને દેરાણીના ખબર અંતર પૂછી ફોન મુકી દીધો….

ગુરૂવાર સુધીમાં તો પાકકુ થઇ પણ ગયુ. છોકરો એના બાપુજી, બા અને તેના કાકા કાકી પાંચ જણ જોવા આવવાના હતા.. ઘરમાં બધી તૈયારી થઇ ગઇ હતી…! આશાએ ગુલાબી સાડી પહેરી હતી… સાડીમાં જરા સારી લાગતી હતી….

મહેમાન આવી ગયા. ચા નાસ્તોપ પતી ગયા. છોકરાના કાકીએ, આશાના કાકીને એકકોર બોલાવીને કહ્યુઃ‘ જરાક આ બન્નેમની મુલાકાત…‘
‘હા… હા… કશો વાંધો નહી…‘

આશા અને સુરેશ એક રૂમમાં ગોઠવાયા.

આશાએ એક નજરમાં છોકરાને જોઇ લીધો. વાન સ્હે.જ ભીનો હતો પણ નમણાશ રહી હતી. વાળમાં સ્હે જ સફેદાઇ આવી હતી પણ એતો ‘ડાઇ‘ કરવાથી કાળા કરી શકાય. ઉંમર હતી પણ હજી ચરબીના થર પ્ડ્યા ન હોતા. નહિંતર વાણિયાનો દીકરો.. ખાવાનો શોખીન હોય. પણ એ જ શોખ ચરબીના થર બનીને શરીર ઉપર વીંટળાવા લાગે. પણ સુરેશ એ બાબતમાં ઘણો ‘ચુસ્તર‘ લાગતો હતો… કપડા પણ ઠીકઠાક સારા પહેર્યા હતા…

સુરેશે આશાને જોઇઃ ‘શરીર‘ થોડું વધારે લાગ્યુી પણ આવુ માંસલ શરીર તેને ગમતુ હતુ. અગાઉ બે છોકરીઓ દેખાવે ગમી હતી. પણ સુકલકડી શરીરને લીધે જતી કરવી પડી. આમ નમણી લાગે છે. અને ખાસ્તોી એનું શિક્ષણ… પોતાના કરતાતો ઘણુ વધારે શિક્ષણ પ્રાપ્તસ કર્યુ કહેવાય. જતે દહાડે આ વાણિયાની દીકરી ‘કાર્યેષુ મંત્રી‘ જેમ પોતાના ધંધામાં પણ પોતાની કુનેહ વડે પોતાને મદદરૂપ થાય. અને ઉંમર..! ભલે ચોંત્રીસની થઇ પણ છતાય કુંવારી છે… અને એ નજાકત હજી ચહેરા પર દેખાય છે. બન્નેવ કશુ જ બોલ્યા નહી.. અને આંખો આંખોથી એકબીજાની પસંદગીની મહોર લાગી ગઇ…

બકી ફોર્માલીટી પુરી થઇ ગયા પછી, મનોરમાબહેન મનમાં ઘોળાતી વાતને બહાર કાઢતા રહી ન શકયા ને પૂછી બેઠાઃ ‘ પણ તમારા દીકરાને દુકાન શેની છે ?‘

‘કરીયાણાની …‘
મુરતીયાના પિતાજી સાકરચંદભાઇ બોલી ઉઠયાઃ ‘અમારા બાપદાદા વખતની છે…‘ ‘ પણ તમારા ગામની વસ્તીબ કેટલી હશે ? ‘
‘પાંચ સાડા પાંચ હજારની..‘
‘ તો પછી કેવો વકરો આવે ? ‘
‘ખાધા ખા થઇ જાય બહેન… રોટલા પાણી નીકળી જાય… અને એવી કોઇ ચિંતા નથી. તમારા દીકરીની હા હોય તો એ દુઃખી નહી થાય એની ગેરંટી આપુ છુ….‘

‘પણ..‘
‘મને વિચાર આવ્યો. છે સાકરચંદભાઇ. અમારો ‘વી‘ બેલ્ટકનો ધંધો છે. મહીને દાડે દસ પંદર હજારમાંથી જતા નથી. ધંધો સારો ચાલે છે. અને આમ જોવા જોઇએ તો ગૌરાંગ અમારે સાવ એકલો પાડે છે. અમે સુરેશકુમારને અહીં ખેંચી લઇએ એ અહીં આવે અને ત્યાં ની દુકાન તમે સંભાળો. ને સુરેશકુમાર અમરે ગૌરાંગ જોડે બેસે… તમને કેમ લાગે છે ? મારી વાત- ‘

‘ભાભી…‘ વિનુભાઇ વચ્ચેર બોલી ઉઠ્યા…
‘ કેમ મારી વાત તમને કેમ લાગે છે વિનુભાઇ?‘ મનોરમાબહેન ઉત્કંાઠાથી પોતાના દિયર વિનુભાઇને પૂછી લીધુઃ ‘સાળા-બનેવી ભેગા રહેતો આમેય ફેર પડે ને ? ઘોળ્યા સુરેશકુમાર માટે પચાસ પંચોતેરનું રોકાણ કરવુ પડે. પણ રીંગ રોડ ઉપર એમની માટે બીજી ઓફિસેય બનાવી નાખીશુ…! સાકરચંદભાઇ એની ચિંતા ન કરશો… હવે તમે જુઓ… બે પાંચ વરસમાં પૈસો પૈસો… અમારે ગૌરાંગનું માઇન્ડ પાવરફુલ છે… સુરેશકુમાર બધુ શીખી જશે…‘

‘માફ કરજો બહેન..‘ સાકરચંદભાઇ ઉભા થઇ ગયા.
‘અરે અરે પણ હું મુદ્દાની વાત કરૂ છુ. તમને મારો ‘આઇડીયા ન ગમ્યોર ? ‘
‘તમારો આઇડીયા સરસ છે… ખૂબ સરસ..‘ સાકરચંદભાઇ ‘આઇડીયા‘ શબ્દત ઉપર ખૂબ ભાર દઇને બોલ્યાૂ. ને પછી પોતાની પત્નીનને આંખથી જ ઉભા થઇ જવાનો ઇશારો કરી બોલ્યાઃ ‘ અમે અમારા દીકરાની સગાઇ કરવા આવ્યાઇ છીએ. વેચી નાખવા માટે નથી આવ્યામ..‘

‘ અરે પણ આમાં વેચવાની કયાં વાત આવે છે ? મનોરમાબહેન ગભરાઇ ગયા. ‘
‘ તો શું ખરીદવાની વાત આવે છે ? હજી તો સબંધ પાકકો થયાના ગોળ ધાણાય નથી ખાધાને તમે સુરેશને આંચકી લેવાની વાત કરવા મંડ્યા… માફ કરજો.. કોઇ એવો છોકરો ગોતી લેજો કે એ માત્ર દુકાને જ ન બેસે, પણ આપની સેવા ચાકરી કરવા તમારા ઘરે જ રહેવા આવી જાય..‘ કહી ઉભા થઇ ગયા..

‘બાપુજી..‘ સુરેશ બોલી ઉઠ્યો.
‘ હા બેટા ચાલ… છોકરી તો બીજીય મળી જશે. તે પાંત્રીસ વરસ કાઢી નાખ્યાબ બીજા બેચાર મહિના નહી નીકળી શકે ? ચાલ, હું તને વેચવા માટે અહીં નહોતો લાવ્યોા. હું તો તારી માટે તારી અર્ધાંગીની શોધવા નીકળ્યો છુ, દીકરા..

– બધા ચાલ્યાવ ગયાને વિનુભાઇ મનોરમાબહેન ઉપર વરસી પડ્યાઃ ‘આમને આમ આ બાવીસમું ઠેકાણુ ગયુ ભાભી! કરીને કોઇ ભાતની…? છેક છેલ્લેન છેલ્લેં જાતા તમે પાણી ફેરવી દીધુ..‘

‘ હા પણ ભાઇ… ભૂલ થઇ ગઇ..‘ આગળના શબ્દો એ ન બોલી શકયા પણ બોલી ઉઠી આશાની આંખો….!!!

લેખક : યોગેશ પંડ્યા

ખુબ સમજવાલાયક વાત કહી છે, શેર કરો તમારા મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી