આવનારું વર્ષ એટલે કે 2018 આ બે રાશિના જાતકો માટે સોનાનું રહેશે…

2018નું વર્ષ શરૂ થવાને હવે ગણતરીના જ દિવસો રહ્યા છે ત્યારે જ્યોતિષોની ભવિષ્યવાણી પ્રમાણે આ વર્ષ ગોચરની દૃષ્ટિએ મહત્ત્વનું સાબિત થવાનું છે. આવનારા વર્ષના પ્રથમ મહિનામાં જ મંગળ ગૃહ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે જેમાં તે 7 માર્ચ સુધી સ્થીર રહેશે. આ ત્રણ માસનો સમય 12 રાશિના જાતકો માટે ખુબ જ મહત્ત્વના પરિવર્તન લાવનારો છે.

આ ગોચરની અસર દરેક રાશી પર મહદ્અંશે સકારાત્મક રહેશે. પરંતુ આ બાર રાશિમાંની 2 રાશી માટે આ પરિભ્રમણ ખુબ જ લાભદાયી નિવડવાનું છે. આ બન્ને રાશિ માટે વર્ષની શરૂઆતના ત્રણ મહિના ખુબ જ મહત્ત્વના સાબિત થશે. આ સમયગાળા દરમિયાન તેમને દરેક ક્ષેત્રમાં લાભ થશે. તો ચાલો જાણિએ આ બે રાશિ બાબતે.

મેષ રાશિ માટે મંગળનું આ ભ્રમણ અતિશુભ સાબિત થનારું છે કારણ કે આ ગોચરથી મંગળ સ્વરાશિમાં જશે. મંગળની આ સ્થિતિથી મેષ રાશિના જાતકોને લાભ થનાર છે. મેષ રાશિ ધરાવનાર વ્યક્તિ આર્થિક રીતે સદ્ધર થશે. તેમના લાંબા સમયથી અટકેલા કામ પણ આ ત્રણ માસ દરમિયાન સરળતાથી પૂર્ણ થશે. તેમને પોતાની કેરિયરમાં પણ લાભ થશે.

અને બીજી રાશિ છે મકર રાશિ. મકર રાશિ માટે મંગળનું આ પરિભ્રમણ અતિ લાભદાયક નિવડશે. મંગળના ગોચરના ત્રણ માસના સમયગાળામાં મકર રાશિના જાતકો માટે આર્થિક લાભ માટેની અનેક તકો સર્જાશે. તે જાતકો પછી ગમે તે વ્યવસાય ધરાવતા હશે તેમના માટે આ ત્રણ માસ અતિ મંગળકારી સાબિત થશે. આ જાતકો જે નોકરી કરતાં હોય તો તેમને નોકરીમાં પણ બઢતી મળે તેવી તીવ્ર સંભાવના છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર 

શેર કરો આ માહિતી તમારા મેષ અને મકર રાશી વાળા મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી