આટલી વસ્તુઓ ક્યારેય સાથે ન ખાવી, નહિતર થશે આવા નુકસાન

5211_1

 

ખાવાના શોકીન લોકો જ્યારે ખાવાનો આનંદ ઉઠાવે છે ત્યારે તેમને ખબર નથી રહેતી કે ખાવાના પણ કેટલાક નિયમ હોય છે. આયુર્વેદમાં એવી કેટલીક વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે જે સાથે ખાવાથી સ્વાસ્થ્યને બહુ નુકસાન પહોંચાડે છે.

આ વસ્તુઓ વિશે આપણે આપણા ઘરમાં પણ ઘરના વડીલો પાસેથી સાંભળતા આવ્યા છે પરંતુ અંધવિશ્વાસ સમજીને આપણે તેની અવગણના કરી દેતા હોય છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે ફુડ કોમ્બિનેશન આપણા સ્વાસ્થ્ય પર સારી ખોટી અસર પાડે છે. જેથી આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છે આવા જ કેટલાક ફુડ કોમ્બિનેશન વિશે જે સાથે આરોગવાથી સ્વાસ્થ્ય માટે હોય છે ખતરનાક.

દહીં અને માછલી-

દહીંની તાસીર ઠંડી હોય છે. તેને કોઈપણ ગરમ વસ્તુ સાથે ન લેવું જોઈએ. માછલીની તાસીર બહુ ગરમ હોય છે જેથી તમને દહીં સાથે ન ખાવું જોઈએ. આનાથી ગેસ, એલર્જી અને ત્વચા સંબંધી બીમારી થઈ શકે છે. દહીંની સાથે મધને પણ ગરમ વસ્તુઓ સાથે ન ખાવું જોઈએ.

 

ડુંગળી અને દૂધ-

ડુંગળી અને દૂધ ક્યારેય એકસાથે ન આરોગવું જોઈએ. ડુંગળીની સાથે દૂધના સેવનથી અનેક જાતના ત્વચા સંબંધી રોગો જેમ કે દાદ, ખાજ, ખુજલી, એગસિમા, સોરાઈસિસ વગેરે થવાની સંભાવના હોય છે.

 

જમવા સાથે ફળ-

આયુર્વેદ મુજબ ભોજન સાથે ફળ ન ખાવા જોઈએ. બન્ને વસ્તુઓનો કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીનના પાચનનું મિકેનિઝ્મ અલગ હોય છે. લીંબૂ, નારંગી, અનેનાસ વગેરે ખાટા ફળ એસિડિક હોય છે. બન્નેને સાથે ખાવામાં આવે તો કાર્બોહાઈડ્રેટ અથવા સ્ટાર્ચની પાચનક્રિયા ધીમી પડી જાય છે. આનાથી કબજિયાત, ડાયેરિયા અથવા અપચો થઈ શકે છે.

 

દૂધની સાથે લીંબૂ-

દૂધ સાથે લીંબૂ જેવી ખાટી વસ્તુઓ લેવાથી સ્વાસ્થ્યને બહુ નુકસાન પહોંચે છે. આ બન્નેનું એકસાથે સેવન કરવાથી એસિડિટી અને પેટની ગરબડ જેવી સમસ્યાઓ ઉદભવે છે.

 

દૂધ સાથે દહીં-

દૂધ સાથે દહીં લેવું પણ સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક હોય છે. દૂધ અને દહીં બન્નેની તાસીર અલગ હોય છે. જેથી દૂધ અને દહીં સાથે આરોગવાથી પેટ સંબંધી સમસ્યાઓ ઉદભવે છે.

 

બટાકા અને ચોખા-

કેટલાક લોકો બટાકા અને ભાતના શોકીન હોય છે પરંતુ બટાકા અને ભાત એકસાથે ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન પહોંચે છે અને કબજિયાતની સમસ્યા ઉદભવે છે.

 

કોલ્ડ્રીન્ક્સ લીધા બાદ પાનમસાલા-

કોલ્ડ્રીન્ક્સ પીધા બાદ અથવા પીધા પહેલા ક્યારેય પીપરમિન્ટવાળા પાનમસાલા અથવા અન્ય કોઈ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. કોલ્ડ્રીન્ક્સ અને પીપરમિન્ટ ભેગા થવાથી સાઈનાઈડ બને છે. જે સ્વાસ્થ્ય માટે ઝેરનું કામ કરે છે.

 

ચિકનની સાથે મીઠાઈ-

ચિકન સાથે જ્યૂસ અથવા મીઠાઈના શોકીન લોકોએ આનાથી બચીને રહેવું જોઈએ. કારણ કે આના સેવનથી પેટ ખરાબ થઈ શકે છે. જેથી અપચો થઈ જાય છે.

 

અડદની દાળની સાથે દહીં-

અડદની દાળની સાથે દહીંનું સેવન બહુ નુકસાનકારક હોય છે. એવું માનવામાં આવે છે કે આના સતત સેવનથી હૃદય સંબંધી રોગો થઈ શકે છે.

 

દહીં સાથે પરાઠા-

દહીં સાથે પરાઠા અથવા તળેલી વસ્તુઓ લેવાથી દહીંના ફેટના કારણે પાચનમાં અવરોધ પેદા થાય છે. આનાથી ફેટથી મળનારી એનર્જી શરીરને મળતી નથી.

 

ટીપ્પણી