મુકેશ અંબાણીના ઘરના નોકર બનવા માટે આવી હોવી જોઈએ યોગ્યતાઓ, જાણો…

મુકેશ અંબાણી જે દુનિયાની સૌથી વધુ ધનવાન વ્યક્તિઓમાંથી એક છે, હાલમાંજ એક ખબર પ્રમાણે મુકેશ અંબાણી ભારતના જ નહીં પણ આખા એશિયાના ધનવાન વ્યક્તિઓમાં સૌથી અમીર બની ગયા છે. ફોર્બ્સ મેગેઝીનના હિસાબે કહેવાય છે કે રીયલ ટાઈમ બિલિયોનર્સની લિસ્ટ માં મુકેશ અંબાણીની ૪૨.૧ કરોડ એટલે લગભગ ૨ લાખ ૭૩ હજાર ૬૫૦ કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરવામાં આવી છે. કહેવાય છે કે અંબાણીએ ચીનના હુઈ યાન નામના વ્યક્તિ ને પણ પાછળ રાખી દીધા છે.

અંબાણીનું ઘર ‘એન્ટિલિયા’ વિષે પણ કહેવાય છે કે તે દુનિયાના સૌથી મોંઘા ઘરોમાંનું એક છે. તેને બનાવવામાં ૨૦૦ કરોડ ડોલર એટલે કે લગભગ ૧૧ હજાર કરોડ રૂપિયા લાગ્યા હતા. કહેવાય છે કે આ ઘરમાં લગભગ ૬૦૦ નોકર કામ કરે છે.

આ ઘર કોઈ કંપનીથી ઓછું નથી અને તમને જાણીને નવાઈ લાગશે કે આ ઘરમાં કામ કરવા વાળા નોકરને સામાન્ય ઘરોની જેમ નોકરી માટે નથી લેવામાં આવતા પણ તેમને લેખિત રૂપમાં પરીક્ષા આપવાની હોય છે, આ પરીક્ષાને પાસ કર્યા પછી તેમને ઘરમાં નોકર તરીકે નક્કી કરવામાં આવે છે, અને સાથે સાથે તેમને જનરલ અવેરનેસ તથા હોટેલ મેનેજમેન્ટ સબંધિત જાણકારી પણ હોવી જોઈએ.

 

તમને જણાવી દઈએ કે અંબાણી પરિવારના લોકોનું જમવાનું બનાવવા માટે મશહૂર હોટેલ ઓબેરોયના શેફ જમવાનું બનાવવા માટે મંગાવવામાં આવે છે. તેમના પરિવારને ફક્ત ભારતીય જમવાનું જ પસંદ છે, પણ તે સિવાય પણ અહીં બધા પ્રકારનું ખાવાનું મળે છે. કહેવાય છે કે જયારે તેમને ઘરમાં નોકરોની જરૂરિયાત હોય તો તેઓ સમાચાર પત્ર દ્વારા તેની વેકેન્સી પણ કાઢે છે.

લેખન સંકલન : દીપેન પટેલ 

શેર કરો આ ગજબની માહિતી તમારા ફેસબુક પર અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી