અદ્ભુત, સુંદર, OMG, તમે પણ આવા શબ્દો વાપરશો આ ઘરની સુંદરતા જોઇને… બધા ફોટો શાંતિથી નિહાળજો.

તમારું ભેજુ હલાવી નાખતું અતિ વૈભવી ઘર

આપણે હંમેશા મોંઘા ઘર, અત્યાધુનિક લકઝુરિયસ કાર અને લકઝુરિયસ વેકેશનના દિવા સ્વપ્નોમાં રાચેલા રહીએ છીએ.
સ્વિમિંગ પુલ સાથેના બાર કાઉન્ટર તેમજ કોકટેઇલ વાળા ઘરની તમારી કલ્પના હોય તે શક્ય છે. પણ તમને કદાચ એક કહેવત વિષે ખ્યાલ હશે. વાસ્તવિકતા ને હંમેશા કલ્પના બહારની માનવામાં આવે છે. પછી તે વરવી હોય કે સુખદ હોય. તે હંમેશા તમારી કલ્પના બહારની હોય છે.કારણ કે તમે તમારા દિવા સ્વપ્નોમાં તમારા ભાવિ જીવન વિષેની અત્યંત લકઝુરિયસ કલ્પનાની ભલે બધી જ હદો વટાવી દીધી હશે પણ આજે અમે જે ઘર વિષે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે તો તમારી બધી જ કલ્પનાને સાવ વામણી સાબિત કરે તેવું છે.942 બેલ એર રોડ ખાતેનું આ ઘર અમેરિકાના સૌથી મોંઘા ઘરોમાંનું એક છે. હાલ આ ઘરની માર્કેટ વેલ્યુ 250 મિલિયન ડોલર એટલે કે લગભગ સવા 16 હજાર કરોડ રૂપિયા છે.આ ઘરના દરેક પાસાને ખુબ જ ડિટેઇલ્ડ બનાવવામાં આવ્યા છે અને તે તમારા મગજની ઉચ્ચતમ લક્ઝરીની કલ્પનાને ક્યાંય પાછી પાડી દે તેવી છે.આ ઘર 38000 સ્ક્વેર ફૂટમાં પથરાયેલું છે, આ ઘરમાં અત્યાધુનિક તેમજ સુંદર ફર્નિચરની સાથે સાથે લગભગ 30 મિલિયન ડોલરના કાર, હેલિકોપ્ટર અને પાંચ ફૂટ લાંબો સ્ટેઇનલેસ સ્ટિલ મોડેલ લેઇકા કેમેરા છે. આ ઉપરાંત બે વર્ષનો 7 જણનો નોકરોનો સ્ટાફ પણ સમાવિષ્ટ થાય છે.હા, જો આ મકાન તમે ખરીદવા જઈ રહ્યા હોવ તો આ 7 જણનો સ્ટાફ પણ તમને મળશે. અને અહીં આપણે તો આપણા મકાન સાથે એક ફ્રીજ ફ્રીમાં મળી જાય તો પણ ઉત્સવ મનાવતા હોઈએ છીએ.જો તમે દુનિયાના સૌથી મોંઘા ઘરોમાંનું એક જોવા આતુર હોવ તો અમારો આ લેખ આગલ વાંચો.

બેલ એર, નામનું આ અલ્ટ્રા મોડર્ન ઘર કેલિફોર્નિયામાં આવેલું છે. તેનું નિર્માણ બ્રૂસ મેકોસ્કી કે જે એક રિયલ એસ્ટેટ ડેવલોપર છે તેમણે કર્યું છે. મેકોસ્કિએ એક સમાચારપત્રને જણાવ્યું હતું કે તેણે આ ઘરની વિચારધારા ત્યારે નક્કી કરી જ્યારે તેણે જોયું કે બિલિયોનેર લોકોના ઘર કે જે અમુક મિલિયન્સના જ હોય છે જ્યારે તે જ લોકોની યાટ સેંકડો મિલિયનમાં વેચાતી હોય છે. માટે જ તે તેના આ ઘરને ‘લેન્ડ યાટ’ કહે છે, અત્યાધુનિક સુવિધાઓથી છલકાતું આ સ્થળ તમને રોજ અલ્ટ્રા લક્ઝરિયસ

પ્રવાસની અનુભૂતિ કરાવે છે. 250 મિલિયન ડોલરનું આ ઘરઅત્યાર સુધી, કેલિફોર્નિયામાં વેચાયેલું મોંઘામાં મોંઘુ ઘર હતું 9 એકરમાં ફેલાયેલું વુડસાઇટ એસ્ટેટ, તે વર્ષ 2013માં 117.5 મિલિયન ડોલરમાં વેચાયુ હતું.આ મિલકત જેને મેકોસ્કી ‘બિલિયોનેર’ કહીને બોલાવે છે તે લગભગ 250 મિલિયન ડોલરની છે.  આ ઘર એક એકરમાં ફેલાયેલું છે અને તેમાં 12 બેડરૂમ્સ, 21 બાથરૂમ્સ અને 3 કિચન, આવેલા છે.આ આંકડા જાણીને તો તમારો શ્વાસ બેસી ગયો હશે પણ તેના ફિચર્સ જાણીને તો તમારા હોશ જ ઉડી જશે.હેલિકોપ્ટર દ્વારા આ ઘરમાં પ્રવેશી શકાય છે

જ્યારે ઘરમાં પ્રવેસતી વખતે તેઓ ડ્રાઇવેથી આવતા હોય ત્યારે, ઘરના લોકો તેમજ મહેમાનોને એક સ્ટેઇનલેસ સ્ટીલના પગથિયા પરથી ઉતરવું પડે છે જે એક ઇનડોર પુલ પર રાખવામાં આવી છે.કારણ કે અહીં તેઓ હેલિકોપ્ટરથી અવાય છે.

ઇનફિનિટી પૂલઆ ઘરનું જો કોઈ આઇકોનિક ફિચર હોય તો તે નિઃશંક પણે તેનો ઇનફિનિટી પૂલ છે. ત્યાંથી તમને લોસ એન્જેલસના ડાઉનટાઉન વિસ્તારનું ગજબનું દ્રશ્ય નિહાળવા મળે છે. અહીં પુલ સાઇડ પાર્ટી યોજવા માટે પુરતી લોન્જ ચેર ફાળવવામાં આવી છે.જો તમને અહીંથી દેખાતું દૃશ્ય લલચામણું ન લાગુતં હોય તો, અહીં પુલમાં મજા કરતા લોકો પોતાની આંખો 20-ફૂટ મોટા 4 k રિઝોલ્યુશન વાળા ટીવી સ્ક્રીન તરફ પણ ફેરવી શકે છે, જેને તમે અંદર તેમજ બહારની તરફ હાઇડ્રોલિક લિફ્ટ દ્વારા પણ ફેરવી શકો છો.

પૂલ સાઇડજો તમને પૂલના લોન્જિંગ એરિયામાં ન બેસવું હોય તો, તો તમે પુલ પરની ‘ફ્લોટિંગ’ લોન્જ ચેયર્સ પર પણ મજા લઈ શકો છો. તમને એવું લાગશે જાણે તમે લોસ એન્જેલસની સ્કાઇલાઇન સ્પર્શિ રહ્યા હોવ.

કમાન્ડિંગ વ્યૂઆ ઘરના કેટલાક આઉટડોર લિવિંગ એરિયાઝનો ઉપયોગ બિઝનેસ મિટિંગ માટે અથવા તો મિત્રો સાથે સાંજ પસરાર કરવા કરવામાં આવે છે. મેકોસ્કી અહીંથી દેખાતા દૃશ્યને “કેલિફોર્નિયામાં એક માત્ર જોવાલાયક દ્રશ્ય કહે છે.” જ્યારે આકાશ નિરભ્ર હોય ત્યારે તમે અહીંથી મલિબુનો દરિયાકાંઠો અને સાન ગેબ્રિયલ માઉન્ટેન્સ પણ જોઈ શકો છો.

સ્લિક અને મોડર્નજો તમે તમારા જીવનના પાસાઓને રજુ કરવા માટે એક અલ્ટ્રા લક્ઝ મ્યુઝિક વિડિયો બનાવવા માગતા હોવ તો આ ઘર તે માટે પર્ફેક્ટ છે. આ ઘરમાં વાપરવામાં આવેલા કાચ એ તેનું પ્રાથમિક કન્સ્ટ્રક્શન મટિરિયલમાંનું એક છે. અને તે કારણે તેનો દેખાવ સ્લિક અને મોડર્ન બન્યો છે.

ફ્લોર ટુ સિલિંગ વિન્ડો (છતથી તે ભોંય સુધીની બારીઓ)આ ઘરમાં આવેલા 12 બેડરૂમમાંના કોઈપણ માંથી તમે ફ્લોર ટુ સિલિંગ વિંન્ડોઝ થકી તમે અપ્રતિમ દ્રશ્યને એન્જોય કરી શકો છો. આવા બેડરૂમમાં તો તમને તરત જ ઉંઘ આવી જશે.

વી.આઈ.પીઆટલા આધુનિક, લક્ઝરિયસ ઘરમાં રહીને પણ તમને વિઆઈપી જેવો ફિલ ન આવતો હોય તો તમે મખમલ વડે બનાવવા માં આવેલા દોરડાથી અલગ પાડવામાં આવેલી લોન્જમાં રિલેક્સ થઈ શકો છો જ્યાં તમને વિશ્વના પ્રખ્યાત સિતારાઓના પોટ્રેઇટ્સ જોવા મળશે.
બાર

ઉપર જણાવેલી વેલ્વેટના દોરડા વડે અલગ પાડવામનાં આવેલી લોન્જમાં તમને એક વિશાળ બાર તેમજ વિશાળ સ્ક્રીન વાળુ ટીવી પણ મળે છે માટે આ જગ્યા પર તો તમે બોર થઈ જ ન શકો.

જોડે કાર પણ આવશે

આ લકઝુરિયસ તેમજ વિન્ટેજ કારો કંઈ અહીં માત્ર શો પૂરતી જ નથી રાખવામાં આવી. લોસ એન્જેલસ ટાઇમ્સના કહેવા પ્રમાણે આ કારનો સંપૂર્ણ સંગ્રહ ઘર ખરીદનારને મળશે. આ કારોમાં લક્ઝરીકાર બુગાટી, રોલ્સ-રોય્સ અને વિન્ટેજ એલાર્ડનો પણ સમાવેશ થાય છે.

અને પોલિશ્ડ સ્ટીલ સ્ટેયર કેસ તો ખરી જ
આ ઘરની એક એક વસ્તુઓ તેની અતિશયતા માટે બુમો પાડી પાડીને પોકારે છે અરે જે ફર્સ પર તમે ચાલશો તે પણ. ઉદાહરણ તરીકે આ ઘરની પોલિશ્ટ સ્ટીલ સ્ટેયરકેસ જ લઈઓ, માત્ર તેની જ કિંમત 2 મિલિયન ડોલર છે.
આ ઘરનું ડિઝાઈનર પ્લેસ સેટિંગ્સ પણ તમને ઘરની ખરીદી સાથે જ મળે છે. રોબર્ટો કાવેલી દ્વારા ડિઝાઈન કરવામાં આવેલું જગ્યાનું સેટિંગ અદ્ભુત છે.
આ ઘરનો ડાઇનિંગ એરિયા તેમજ ડાઇનિંગ ટેબલ પણ અદ્ભુત છે. ઘર વિષે આટલી માહિતી મળ્યા બાદ તમે એટલું તો માનવા જ લાગ્યા હશો કે આ ઘર માટે માત્ર એક જ ડાઇનીંગ એરિયા હોય તે પુરતું નથી. પણ પુલ સાઇડ મનોરંજન માટે પણ એક બીજો ડાઇનિંગ એરિયા ફાળવવામાં આવ્યો છે.
ખાવાની વાત થઈ તો પછી પચાવવાનું શું કામ પાછળ રહી જાય. ના ખબર પડી ? આ ઘરમાં એક અત્યાધુનિક જીમ પણ આવેલું છે આ ઉપરાંત ઘર ખરીદવાની સાથે સાથે તમને માત્ર જીમ જ નહીં મળે પણ તેમાં તમને વેઇટ્સ અને કાર્ડિયો ઇક્વિપમેન્ટ પણ મળશે.
મસાજ માટે અલાયદી જગ્યા
કરોડપતિઓને પણ રિલેક્ષ થવાની જરૂર પડે છે તે તો તમે જાણતા જ હશો. ખરીદનાર નસીબદાર છે કે આ ઘર માટે સાથે આવતા 7 જણના સ્ટાફમાં એક જણ મસાજર પણ છે. તેનો તમે 24 કલાકમાં ગમે ત્યારે ઉપયોગ કરી શકો છો.
લિવિંગ રૂમ
આ ઘરમાં ઘણા બધા લિવિંગ એરિયાઝ છે. અહીં તમે એન્જેલિના જોલીથી માંડીને જેનિફર એનિસ્ટોન સુધીના સ્ટાર્સને પાર્ટી આપી શકો છો. પાર્ટી માટે આ એક પર્ફેક્ટ જગ્યા છે.
બે વાઇન સેલાર્સ
આવું અદ્ભુત ઘર માત્રને માત્ર મનોરંજન માટે જ બનાવવામાં આવ્યું હોય છે, આ ઘરમાં એક નહીં પણ બે વાઇન સેલાર આવેલા છે. અહીં વિન્ટેજ વાઇન પણ ઉપલબ્ધ છે.
દિવાલ પરના મેજિક મિરર્સ (જાદુઈ અરિસાઓ)
આ ઘરમાં સ્નો વ્હાઇટના પેલા સાત ઠીંગણાઓને એક સ્પેશિયલ ગેલેરી ફાળવવામાં આવી છે. થોડું વિચિત્ર કહેવાય કેમ, પણ શ્રીમંત લોકો પણ તરંગી હોઈ શકે છે, નહિ ?
પુષ્કળ પરિશ્રમ કરો અને મોટા સ્વપ્નો જુઓ
આ ઘરમાં ઓફિસ હેલિકોપ્ટર પેડથી માત્ર થોડા પગલાં જ દૂર આવેલી છે, અહીંની સી થ્રૂ સીલિંગ ટુ ફ્લોર વિન્ડોમાં તમે હેલિપેડ જોઈ શકો છો.
ઘરની ઓફિસના કાઉન્ટર ટોપ પર અત્યાધુનિક કસ્ટમ મોટરસાઇકલો પાર્ક કરવામા આવી છે. બની શકે કે તમારે ગમે ત્યારે ભાગવાનું થાય તો એકાદી મોટરસાઇકલ તો આમ હાથવગી હોવી જ જોઈએ, કેમ ?
જો હજુ પણ તમને આ ઘરમાં મનોરંજન ઓછું પડતું હોય તો આ રહ્યો બોલિંગ ઝોન, અને તે પણ કંઈ જેવો તેવો નહીં. અહીંની બોલિંગ પીન ગોલ્ડ અને સિલ્વર પ્લેટેડ છે.
હવે આપણે 7 વર્ષના બાળકના સ્વર્ગમાં પ્રવેશી રહ્યા છીએ. બોલિંગ વિભાગને અડીને જ આ જગ્યા આવેલી છે. અહીંની એક દિવાલ લાંબા લાંબા કેન્ડી ભરેલા ગ્લાસની બનેલી છે. અને આવી જગ્યામાં તો બર્થડે પાર્ટી આપવાની મજા જ કંઈક ઓર હોય.
અહીંના ગેમ એરિયામાં આવેલા પુલ અને પિંગપોન્ગના ટેબલ કાચના બનેલા છે.
મૂવી નાઇટ
જો તમે મોબાઈલ પર મૂવી ડાઉનલોડ કરીને જ ખુશ હોવ તો જરા અહીં નજર કરો. જેમ્સ બોન્ડ થિમનું આ થિયેર તેના મહેમાનો માટે 7000 મૂવી ઉપલબ્ધ કરાવે છે.
સુપર વેલ્ધી
ડિઝાઈનર બ્રુસ મેકોસ્કીએ સમજાવ્યું, “વિશાળ યાટ તેમજ વિશાળ પ્રાઇવેટ જેટમાં ઘણો બધો સમય પસાર કર્યા બાદ મને એવું લાગે છે કે તે 50 મિલિયનથી માંડીને 500 મિલિયનમાં વેચાઈ શકે છે તો પછી હું જમીન પર જ આવી લક્ઝરિયસ ઇમારત શા માટે ન વિકસાવું જે સુપર વેલ્ધી લોકો માટે હોય.’
આ ઉપરાંત આ ઘરમાં પ્રેક્ટિસ માટે એક ગલ્ફ ગ્રીન એરિયા પણ ફાળવવામાં આવ્યો છે.
તમારા પોતાના અંગત આર્ટ મ્યુઝિમમાં જ સવારે જાગો. આ ઘરમાં કુલ મળીને 100થી પણ વધારે આર્ટ ઇન્સ્ટોલેશન છે જે અત્યંત અલભ્ય છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક રસપ્રદ માહિતી વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી