OMG…આ છે દુનિયાનો સૌથી લાંબો વેડિંગ ડ્રેસ, માઉન્ટ એવરેસ્ટ પણ ઢાંકી શકાય છે.

ફ્રાન્સમાં એક દુલ્હનના વેડિંગ ડ્રેસ સાથે એવો પ્રયોગ કરવામા આવ્યો કે, તેને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. પોતાના લગ્નનો ડ્રેસ તૈયાર કરવા માટે લોકો કેવું કેવુ કરે છે. એમ પૂછો કે શું શું નથી કરતા. મેચિગ જ્વેલરી, ફૂટવેરથી લઈને ન જાણે ડ્રેસ પર કેટકેટલા હીરા જડાવે છે. લગ્નમાં સુંદર દેખાવા માટે આજકાલના કપલ્સ તો અનોખા પ્રયોગ કરતા પણ અચકાતા નથી.

ફ્રાન્સમાં જે દુનિયાનો સૌથી લાંબો વેડિંગ ડ્રેસ તૈયાર થયો હતો, તેની લંબાઈ 8095 મીટર હતી. આ ડ્રેસને ફ્રાન્સની જ ડાયનામાઈટ પ્રોજેક્ટ્સ નામની એક કન્સ્ટ્રક્શન કંપનીએ 15 વોલિયન્ટર્સની સાથે મળીને બનાવ્યો હતો. આ ડ્રેસ બનાવવા માટે 2 મહિના જેટલો સમય લાગ્યો હતો.

તમને જાણીને આશ્ચર્ય થશે કે ભલે આ વેડિંગ ગાઉન હોય, પણ તેને કોઈ વેડિંગ માટે તૈયાર કરવામા આવ્યો ન હતો. આ વેડિંગ ગાઉન કોઈ લગ્ન માટે નહિ, પણ એક સોશિયલ કોઝ માટે તૈયાર કરવામાં આવ્યો હતો. આ ડ્રેસને બાદમાં કોઈએ જ પહેર્યો ન હતો.

કેવી રીતે બનાવાયો આ વેડિંગ ડ્રેસઆ માટે સૌથી પહેલા ડ્રેસને અલગ અલગ હિસ્સામાં બનાવવામાં આવ્યો હતો. તેના બાદ તેને જોડી દેવામાં આવ્યો હતો. આ ડ્રેસ બનાવ્યા બાદ તેમણે આ પહેલાનો લાંબા વેડિંગ ડ્રેસનો રેકોર્ડ તોડ્યો હતો. આ પહેલા બનાવવામાં આવેલ દુનિયાના સૌથી લાંબા ડ્રેસની લંબાઈ 1203.9 મીટર હતી.

11 વર્ષ બાદ ફ્રાન્સના આ શહેરને ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું. ડ્રેસનું માપ લેવા માટે કેબિનેટ કારોન બ્રિફોર્ટ ફર્મના વ્યવસાયિક સર્વેક્ષક ક્રિસ્ટોફ ઈમોન્ટ અને ગિનીસ વર્લ્ડ રેકોર્ડના અધિનિર્ણાયક રોલ મોલોય હાજર રહ્યા હતા.

આ ડ્રેસને ફ્રાન્સના કોડ્રી શહેરમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. ફ્રાન્સનું આ શહેર કપડાને લગાવવામાં આવતી લેસ બનાવવામા વર્લ્ડ ફેમસ છે. ડ્રેસનું આખુ માપ લઈને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના અધિકારીઓએ કંપનીને આ સર્ટિફિકેટ આપ્યું હતું.

આ વેડિંગ ડ્રેસની તસવીરો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના પેજ પરથી પોસ્ટ કરવામાં આવી હતી. આમ તો આટલો લાંબો ડ્રેસ બનાવવાની પાછળનો હેતુ પણ ખાસ હતો. આ ડ્રેસને અનેક હિસ્સામાં કાપીને વેચવામાં આવવાનો હતો અને તેનાથી એક એનજીઓ માટે ફંડ એકઠુ કરવામાં આવનાર હતું.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક અવનવી અને રસપ્રદ માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ગિનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં લખાયું હતુ કે, આ દુનિયાનો સૌથી લાંબો વેડિંગ ગાઉન છે, જેનાથી લગભગ આખો માઉન્ટ એવરેસ્ટ ઢાંકી શકાય છે. ગિનીસ વર્લ્ડ રેકોર્ડને ટ્વિટ કરીને આ નવા રેકોર્ડ વિશેની માહિતી આપી હતી. તેમણે લખ્યું હતુ કે, Breaking: World’s longest wedding dress train could almost cover Mount Everest.

ટીપ્પણી