આજે તા. 29 સપ્ટેમ્બર, વર્લ્ડ હાર્ટ ડે…હાર્ટને હર્ટ ન કરો !..

૨૯ સપ્ટેમ્બર – વર્લ્ડ હાર્ટ ડે

મિત્રો પાસે ખોલી લેજો, ❤?❤
બાકી,
ડોક્ટર ઓજાર થી ખોલશે. ???

આજે ૨૯ સપ્ટેમ્બર વર્લ્ડ હાર્ટ ડે તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. “ પ્રીવેંશન ઇઝ બેટર ધેન ક્યોર” ( સાવચેતી સારવાર કરતં વધુ યોગ્ય) ના શુત્ર સાથે આજે વર્લ્ડ હાર્ટ ડે ની ઉજવણી કરવામાં આવશે.

વર્લ્ડ હાર્ટ ડેની શરૃઆત ૨૦૦૦ની સાલમાં વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા લોકોને હૃદય સંબંધી રોગો વિશે માહિતગાર કરવા અને હૃદયરોગને કાબુમાં રાખવા થઈ હતી. વર્લ્ડ હાર્ટ ડે દર વર્ષે ૨૯ સપ્ટેમ્બરના રોજ ઉજવાય છે. ભારતમાં દર વર્ષે ૧૮ કરોડ જેટલા લોકોને હૃદયની બિમારી થવાની શકયતા રહેલી છે. આપણા દેશમાં હાલમાં ૬ કરોડ લોકો હૃદના રોગી છે તેમાંથી ૨૦ લાખ લોકો દર વર્ષે ઝડપી અને યોગ્ય સારવારનાં અભાવે મૃત્યુ પામે છે. હ્રદયરોગના પ્રમાણમાં ચીંતા જનક વધારો થઈ રહ્યો છે.લોકોની બદાલાયેલી લાઇફ સ્ટાઇલની સાથે પ્રદૂસણ, પ્રદૂષિત ખોરાક-પાણી અને માનસિક ત્રાસ હાર્ટએટેક માટે સૌથી વધુ જવાબદાર મનાય છે.વસ્તીમાં ૮થી૯ % ૩૦થી ૫૦ ની વયજુથવાળા હાર્ટેટેક્ના દર્દી છે.ભારતમં થતા ૫૦ ટ્કા મૃત્યુ હર્દયરોગને કારણે થતા હોવાનુ તબીબોનું કહેવું છે.૨૫ વર્ષ પહેલાં ૫૫ વર્ષની ઉમરે દેખાતી હાર્ટની સમસ્યા હવે ૩૫ વર્ષે દેખાવા માંડી છે.

કોઈપણ વ્યક્તિને હાર્ટ એટેક આવે ત્યારે આવી સ્થિતિમાં સામાન્ય રીતે દર્દી આ મસ્કયુલર પેઈન હ શે કે ગેસની તકલીફ હશે તેવુ માની દુખાવો હમણા મટી જશે તેવું વિચારી ૨-૪ કલાકનો સમય પસાર કરી નાખે અથવા બામ જેવી વસ્તુ લગાડીને ઘરગથ્થુ ઉપચારો કરે છે તેના લીધે હાર્ટને વધુ નુકશાન થાય છે. હૃદયરોગના હુમલામાં જો પ્રથમ કલાક (જેને તબીબી ભાષામાં ગોલ્ડન અવર કહેવામાં આવે છે) માં જ દર્દીને શ્રેષ્ઠ સારવાર મળી જાય તો તેવા કિસ્સામાં દર્દીને બચી જવાના ૯૦% થી વધારે ચાન્સ છે. હાર્ટ એટેકની સારવારમાં લોહી પાતળુ કરવાની દવા ઉપરાંત એન્જીયોગ્રાફી કરી જરૃર જણાય તો એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવે છે.

? હાર્ટએટેકઃ લક્ષણો અને કારણો

હૃદયરોગના હુમલામાં જો થોડી સાવચેતી રાખી દર્દીને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવે તો ગંભીર પરિણામોને ટાળી શકાય છે.

? હાર્ટ એટેકનાં લક્ષણો ક્યા હોય છે?
(૧) પરસેવો વળવો.
(૨) ગભરામણ થવી.
(૩) ઊલટી કે ઊબકા આવે.
(૪) ચક્કર આવવાં.
(૫) ડાબા હાથ અને ખભામાં દુખાવો થવો.
(૬) કમરમાં પણ દુખાવો થઈ શકે.
(૭) ધબકારા વધી જવા.
(૮) ઉપરના ભાગમાં ભાર લાગવો.
(૯) પેટનબળાઈ લાગવી.
(૧૦) શ્વાસ લેવામાં તકલીફ થવી.

? હૃદયરોગ થવાનાં કારણો ક્યા હોય છે?
(૧) હાઇકોલેસ્ટરોલ.
(૨) હાઇ બ્લડપ્રેશર.
(૩) ડાયાબિટીસ.
(૪) ધૂમ્રપાન.
(૫) આનુવંશિક પરિબળો.
(૬) માનસિક તણાવ.
(૭) હતાશા.
(૮) બેઠાડું જીવન.
(૯) મેદસ્વિતા.

? પ્રાથમિક સારવારઃ
ઘરમાં કે તમારી આસપાસ કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવે, તો તાત્કાલિક દર્દીને નજીકની હોસ્પિટલમાં લઈ જાવ. એ દરમિયાન એસ્પિરિનની ગોળીના ટુકડા કરી દર્દીના જીભની નીચેના ભાગમાં મૂકવા. તે ઝડપથી લોહીમાં ભળી હૃદયને કામ કરવામાં પડતી તકલીફમાં ઘટાડો કરે છે અને દર્દીની જીવાદોરી લંબાવે છે.

? હૃદયરોગથી બચવા શું કરવું જોઈએ.
(૧) વધુ ચરબીવાળો અને વધુ નમકવાળો ખોરાક જેમ કે ઘી, આઈસ્ક્રીમ, ચોકલેટ, ઈંડા, મટન, મીઠાઈઓ, ભજીયા, કપાસીયાનું તેલ, તલનું તેલ, ફાસ્ટફુડ ઓછી માત્રામાં લેવા.
(૨) સ્વસ્થ ખોરાક જેમ કે લીલા પાંદડાવાળા શાકભાજી, ફળ, ઘઉ, બાજરી, મકાઈ કઠોડ, મલાઈ કાઢેલુ દુધ, દહી વધારે માત્રામાં લેવા.
(૩) આદર્શ વજન જાળવવા પ્રયત્ન કરવો.
(૪) રોજ અડધો કલાક ઝડપથી ચાલવું અથવા રોજ ૧૦ મીનીટ જોગીંગ કરવું.
(૫) બ્લડ પ્રેસર, શુગર અને કોલેસ્ટેરોલને કાબુમાં રાખવા (૬) તણાવમુકત રહેવું, યોગ, પ્રણાયામ કરવા, પુરતી ઉંઘ કરવી.
(૭) વ્યવસનથી દુર રહેવું.
(૮) મીઠાનો ઉપયોગ ઓછો કરો.
(૯) હર્બલ કે ગ્રીન ટીનો જ પ્રયોગ કરો.

લોકોની જીવનશૈલી બદલાઈ રહી છે જેને પગલે આજકાલ હૃદયરોગનું પ્રમાણ પણ વધી રહ્યું છે અને નાના-મોટા અનેક લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે.
સાવધાનીમાં જ સમજદારી.

? ૨૫ વર્ષ પછી નિયમિત બોડી ચેકઅપ કરાવો જેથી રોગ થતાં પહેલાં જ ડામી શકાય.

? માહિતી સૌજન્ય :-
ઇન્ટરનેટ

લેખન અને સંકલન :– Vasim Landa
The Dust of Heaven ✍️

આ ઉપયોગી માહિતી શેર કરો તમારા મિત્રો સાથે, લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી