આજનો દિવસ :- ૨૧ નવેમ્બર વિશ્વ દુરદર્શન દિવસ શેર કરો આ માહિતી તમારા ફેસબુક પર..

? આજનો દિવસ :-

૨૧ નવેમ્બર

વિશ્વ દુરદર્શન દિવસ

World Television Day

ટેલીવિઝન એટલે દુરદર્શન. રાષ્ટ્રીય સઁઘ દ્રારા ૧ ડિસેમ્બર ૧૯૯૬થી ૨૧ નવેમ્બરના દિવસને ‘વિશ્વ ટેલીવિઝન દિવસ’ તરીકે જાહેર કરેલ છે. ૨૭ જાન્યુઆરી ૧૯૨૬ ના રોજ ટેલિવિઝન નો આવિષ્કાર થયો હતો. રાષ્ટ્રીય સઁઘ દ્રારા પહેલેથી જ વિશ્વ પ્રેસ ફ્રીડમ ડે, વિશ્વ ટેલિકોમ્યુનિકેશન ડે અને વિશ્વ વિકાસ માહિતી દિવસ નુ આયોજન વૈશ્વિક કક્ષાએ થતુ હોવાથી કેટલાક દેશોએ આ દિવસ ઉજવવા અઁગે વિરોધ વ્યકત કર્યો હતો. કારણ કે આ દિવસનો ધ્યેય પણ બાકીના ત્રણેય દિવસથી એક સરખો જ હતો.

ટેલિવિઝન એક એવુ માધ્યમ છે કે જે સઁસ્કૃતિઓ અને ભુગોળને એક કરે છે. લોકોને વિશ્વભરની માહિતી એકત્ર કરીને ઘર આઁગણે ઉપલબ્ધ કરી શકે છે. ટેલિવિઝન આજના યુગમાઁ ખુબ જ અગત્યનુ સાધન છે. એક સમયે ટેલીવિઝન લકઝરી તરીકે ગણવામાઁ આવતો. જયારે હાલ ટેલિવિઝન મોબાઇલની જેમ ઘરે ઘરે જોવા મળે છે.
એક સમય ટી.વી. એટલે નાનો પડદો. મોટા કલાકારો નાના પડદે આવતા અચકાતા હતા. જયારે અત્યારે તો મોટા કલાકારોનો રાફડો ફાટયો છે એમ કહી શકાય. ચેનલ બદલો એટલે કોઇને કોઇ ચેનલ પર જાણીતો કલાકાર જોવા મળશે જ. અત્યારે લોકપ્રિય થવાનુ મુખ્ય માધ્યમ જ ઇંટરનેટ પછી ટેલિવિઝન. ટેલિવિઝન પર મોટા કલાકારોની શરુઆત સુપરસ્ટાર અમિતાબ બચ્ચને કરી હતી. એ પહેલા નાના-મોટા પ્રયત્નો કરવામાઁ આવેલા પરઁતુ એ અઁગે કોઇ નોઁધ ઉપલબ્ધ નથી.

ઘરે ટેલિવિઝન હોવુ એ વૈભવ ગણવામાઁ આવતો હતો. જેના ઘરે ટેલિવિઝન હોય એની સાથે સૌ સઁબઁધો સારા રાખે. આજે આપણે ટેલિવિઝનના લાભાલાભ અઁગે ચર્ચામાઁ પડવુ નથી. પરઁતુ એવા સમયમાઁ લઇ જવા છે કે જયારે ટેલિવિઝન ની એક મઝા હતી, દરેક સીરીયલ સપરિવાર જોઇ શકાતી હતી. પહેલાના સમયમાઁ ચેનલોનો રાફડો ન હતો. ઉપરાઁત જે ચેનલ ઉપલબ્ધ હતી એમાઁ પણ દરેક વર્ગને ધ્યાનમાઁ રાખીને એક સ્લોટ રાખવામાઁ આવતો હતો. જેમ કે, સાઁજે છ થી સાઁત વાગ્યા સુધી કાર્ટુન દર્શાવવામાઁ આવતા હતા. બપોરના સમયમાઁ રસોઇને લગતી સીરીયલો દર્શાવવામાઁ આવતી હતી. સવારે ધાર્મિક તો રાત્રે સમાચાર પછી કોઇ ચલચિત્ર જોવા મળતુ હતુ. હાલના સમય જેવુ ત્યારે ન હતુ કે કાર્ટુન માટે અલગ, ચલચિત્ર માટે અલગ જાણે કે ચેનલો વચ્ચે ગળાકાપ હરીફાઇ.

મને યાદ છે કે ઇ.સ. ૧૯૯૯ માઁ મુકેશ ખન્નાની ‘શક્તિમાન’ જોવા માટે અમે નાનીમાઁ ઘરે શનિ-રવિ સવારે જતા હતા. જયારે મારા પિતાએ ટી.વી. લીધુ હતુ ત્યારે ઘરની બહાર ટોળુ ભેગુ થયુ હતુ. કે હારુનભાઇને ઘરે ટી.વી. આવ્યુ. એ સમયની કેટલીક સીરીયલો મને આજે પણ યાદ છે, જેમ કે તુતુ-મેમે, ફારુક શેખ સાહેબની ‘ચમત્કાર’, આસિતકુમાર મોદી(તારક મહેતા ફેમ)ની ‘હમ સબ એક હૈ’, અશોક શરાફની ‘હમ પાઁચ’ (આ સીરીયલનુ નિર્માણ એકતા કપુરે કર્યુ છે એ કોણ માનશે !), હોરર ‘આહટ’, વિપુલ શાહની ‘એક મહેલ હો સપનો કા’ (આ સીરીયલે સૌ પ્રથમ ૧૦૦ એપિસોડ પુરા કરેલા). ‘અલિફ લૈલા’, ‘રામાયણ’ અને ‘વિક્રમ વૈતાળ’ તો રામાનઁદ સાગરનુ નામ ઘરે ઘરે ગુઁજતુ કરી દિધેલુ. જયારે બી.આર. ચોપડાની ‘મહાભારત’ અને ‘વિષ્ણુ પુરાણ’ ની તો વાત જ અલગ હતી. ‘મિ. ગાયબ’, ‘યે શાદી નહીઁ હો સકતી’, ‘ફેમીલી નઁ. વન’, ‘હસરતે’, ’ફિલ્મી ચક્કર’, ‘ઓફિસ-ઓફિસ’, ‘અમાનત’ જેવી સિરીયલોનો તો અલગ જ વર્ગ હતો. કેટલીક સિરીયલો ના એપિસોડ તો હુ આજે પણ ઇંટરનેટ પર શોધુ છુ.

એ દાયકો જ એવો હતો કે સિરીયલો અમુક-તમુક તબક્કે પુર્ણ થઇ જતી. આજની જેમ લાઁબી ખેઁચવામાઁ આવતી ન હતી કે સીઝન ના નામે ત્રાસ આપવામાઁ આવતો ન હતો. ‘કેપ્ટન વ્યોમ’ જેવી સાન્યસ-ફિકશન સિરીયલ ફકત ચોપન એપિસોડ !. આજની સીરીયલોની સરખામણી એ એ દાયકાને સુવર્ણયુગ કહીએ તો ખોટુઁ નથી. કારણકે એ તબક્કો જ પ્રયોગશીલ હતો. જયારે આજના સમયમાઁ ટી.આર.પી. હોડમાઁ કેટલીક સીરીયલો કયારે શરુ થાય અને કયારે આટોપી લેવામાઁ આવે એ તો ખબર જ નથી પડતી.

જો બાળકોને યોગ્ય સમયે, યોગ્ય સીરીયલ જોતા હોય તો ટેલિવિઝનને ઘરની ગઁગોત્રી કહી શકાય. પરઁતુ આજના સમયે ટી.વી. નુ સ્થાન ધીમે ધીમે સ્માર્ટફોન લઇ રહ્યા છે. નવા ચલચિત્રો કે સીરીયલો આજના ઇન્ટરનેટ યુગમાઁ બધુ હથેળીમાઁ કરી દિધુ છે. ઉપરાઁત ચુકી ગયેલ એપિસોડ તો યુ-ટ્યુબ જિઁદાબાદ.

ચાલો આજે સૌ પોત પોતાના એ સમયના અનુભવ કમેન્ટમાઁ વાગોળીએ.

“વહાલા” તરફથી સૌને ટેલિવિઝનની શુભેચ્છાઓ.

લેખક : વસીમ લાંડા “વહાલા”

શેર કરો આ રસપ્રદ વાત તમારા મિત્રો સાથે, લાઇક કરવા કહો એમને અમારું પેજ.

ટીપ્પણી