આજનો દિવસ :- વિશ્વ જનસંખ્યા દિન, ૧૧ જુલાઈ…સૌ એ જાણવા જેવું !!

વિશ્વ જનસંખ્યા દિન એ એક વાર્ષિક ઉજવણી છે, જે દર વર્ષે ૧૧ જુલાઇએ મનાવાય છે, આ ઉજવણી વિશ્વમાં વસ્તીવધારાની સમસ્યા પ્રત્યે લોકજાગૃતી આવે તે માટે કરાય છે. આ ઉજવણીની શરૂઆત સંયુક્ત રાષ્ટ્રસંઘનાં ‘સંયુક્તરાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ’ ની સંચાલન પરિષદ દ્વારા ૧૯૮૯માં કરવામાં આવેલ. લગભગ ૧૧ જુલાઇ ૧૯૮૭નાં દિવસે વિશ્વની જનસંખ્યા ૫ અબજને પાર કરી ગયેલ, જે દિવસ ‘પાંચ અબજ દિન’ તરીકે ઓળખાવાયો, અને આ દિવસથી પ્રેરીત થઇ જનહીતમાં આ ઉજવણી કરાય છે.

આજ રોજ વિશ્વ વસ્તી દિવસ ઉજવવામાં આવે છે. ધીમે ધીમે વસ્તીનો વધારો થઈ રહ્યો છે. અને તેના કારણે ઘણું પર્યાવરણને પણ નુકસાન થાઈ છે. મકાનો બનાવવા વુક્ષો કપાઈ જવા અને હવે તો જગ્યાનો પણ અભાવ છે. આ સિવાઈ મોઘવારી અને ગરીબી બેકારી જેવી સમસ્યાઓ ઉદભવી છે. આના લીધે ભુખમરો બેકારી લુટફાટ ચોરી વગેરેના બનાવો વધતા જાય છે. મોઘવારી આ બધુ જ વસ્તી વધારાને જવાબદાર ગણવામાં આવે છે. અને વિશ્વના લોકો આ સમસ્યાઓનો સામનો કરે છે. અને સરકાર દ્રારા પણ આ બાબત પર કામ કરી રહી છે. અને તેનું નિયંત્રણ કરવાની કોશીશ કરે છે.

? થોડી આંકડાની માયાજાળ

વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ નું નામ – ચાઇના – 1.268.853.362 વસ્તી.

વિશ્વના સૌથી ઓછી વસ્તી ધરાવતો દેશ નું નામ – વેટિકન સિટી – 920 વસ્તી.

વર્ષ 2011ની જનગણનાના અસ્થાઈ આંકડા મુજબ ભારત દેશની વસ્તી એક અરબ વીસ કરોડ બાર લાખ છે.

વર્ષ 2011માં થયેલ વસ્તીગણતરી કરતા આ વખતે વસ્તીમાં 17.64 ટકા વધારો થયો છે. આ રીતે ભારતની વસ્તીમાં છેલ્લા 10 વર્ષમા6 18 કરોડનો વધારો થયો છે.

ભારત દેશમાં એક મિનિટમાં 65 નવાં બાળકોનું આગમન થાય છે.

સને ૨૦૧૧ની વસતીગણતરી પ્રમાણે ગુજરાત રાજ્યની કુલ વસતી ૬,૦૪,૩૯,૬૯૨ છે. જેમાં ૩,૪૬,૯૪,૬૦૯ ગ્રામ્ય અને ૨,૫૭,૪૫,૦૮૩ શહેરી વસતી છે. વસતીની ગીચતા ૩૦૮ લોકો/ચો.કિ.મી. છે. વસતીના પ્રમાણે રાજ્ય દેશમાં ૧૦મો ક્રમાંક ધરાવે છે.

આમ વિશ્વની વસ્તી કુદકે ને ભુસકે વધી રહી છે. સમગ્ર વિશ્વમાં વસ્તી નિયંત્રણમાં લેવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહયા છે.

વિશ્વ વસ્તી દિવસ એટલે વિશ્વની તમામ સમસ્યાઓ પર એક વખત વિચારવાનો દિવસ.

? માહિતી સૌજન્ય :- ઇન્ટરનેટ

? લેખન, સંકલન અને Post :— Vasim Landa ☺ The-Dust Of-Heaven ✍

? આ પોસ્ટમાં કોઇએ કંઇપણ પ્રકારનો ફેરફાર કરવો નહિ.

ટીપ્પણી