ઈન્ડિયન એરફોર્સની ફ્લાઈંગ ઓફિસર અવની ચતુર્વેદી લડાકુ વિમાન ઉડાવનારી પહેલી ભારતીય મહિલા બની ગઈ છે…

ઈન્ડિયન એરફોર્સની ફ્લાઈંગ ઓફિસર અવની ચતુર્વેદી લડાકુ વિમાન ઉડાવનારી પહેલી ભારતીય મહિલા બની ગઈ છે. અવનીએ એકલા જ મિગ-21 ઉડાવીને ભારતના આકાશમાં એક નવો ઈતિહાસ રચી દીધો છે. 19 ફેબ્રુઆરીએ અવની ચતુર્વેદીએ ગુજરાતના જામનગર એરબેઝમાં એકલા જ ફાઈટર એરક્રાફ્ટ મિગ-21થી ઉડાન ભરી હતી. જોકે, દેશમાં અવની જેવી અનેક યુવતીઓ છે, જે પાયલટ બનવા માગે છે. હવે તો કમર્શિયલ ફિલ્ડમાં પણ મહિલા પાયલટની જરૂર હોય છે. તમને પણ જો સાચું માર્ગદર્શન અને જાણકારી મળે તો તમે પણ પાયલટ બની શકો છો. તો આજે અમે તમને બતાવીએ કે, પાયલટ બનવા માટે કયા કયા વિકલ્પો છે.

ભારતમાં આ 5 રીતે પાયલટ બની શકાય છે. તેમાં એનડીએ અને સીડીએસની બહુ જ ડિફીકલ્ટ પરીક્ષા પાસ કરવાથી લઈને 40થી 50 લાખ રૂપિયાની મોંઘી ટ્રેનિંગના ઓપ્શન પણ છે. જોકે, તમે ઓછા રૂપિયામાં પાયલટ બનવા માગો છો તો તેના માટે સેના સાથે જોડાયેલી ડિફીકલ્ટ પરીક્ષા પાસ કરવી પડશે.

એરફોર્સ

એરફોર્સ અંતર્ગત તમે ફાઈટર, હેલિકોપ્ટર અને ટ્રાન્સપોર્ટ પાયલટ બની શકો છો. તેના માટે NDA, CDSE, NCC, AFCAT(SSC) અને Fast track selection એક્ઝામ આપીને એરફોર્સમાં જઈ શકો છો.

ઈન્ડિયન નેવી

ઈન્ડિયન નેવીના ફાઈટર બ્રાન્ચમાં ફાઈટર, હેલિકોપ્ટર અને ટ્રાન્સપોર્ટ માટે પાયલટ હોય છે. જેના માટે તમારે NDA, CDSE અને Indian navy recruitment(SSC) જેવી પરીક્ષાઓ આપવાની રહેશે.

ઈન્ડિયન આર્મી

આર્મીની એવિયેશન કોર્પ અંતર્ગત તમે હેલિકોપ્ટર પાયલટ બની શકો છો. આ માટે તમારે NDA, CDSE, Indian army recruitment જેવી એક્ઝામ પાસ કરવાની રહેશે.

ઈન્ડિયન કોસ્ટગાર્ડ


ઈન્ડિયન કોસ્ટગાર્ડમાં તમે હેલિકોપ્ટર અને ટ્રાન્સપોર્ટ પાયલટ બની શકો છો. જેના માટે Indian coast guard recruitment (Assistant Commandant “Pilot/navigator”) પાસ કરવાની હોય છે.

કમર્શિયલ પાયલટ કે સિવિલ એવિયેશન

તેના માટે દેશભરમાં હાજર સિવિલ એવિયેશન ઈન્સ્ટિટ્યૂટમાં તમારે એડમિશન લેવું પડશે. એક કમર્શિયલ પાયલટની ફુલ ટ્રેનિંગ માટે અંદાજે 40 થી 50 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. જે અંતર્ગત તમારે અનેક સ્ટેપ્સમાં ટ્રેનિંગ લેવી પડે છે. સૌથી પહેલા તમારે CPL (કમર્શિયલ પાયલટ લાઈસન્સ)ની ટ્રેનિંગ મળે છે. તેના બાદ FROZEN ATPL અને પછી ATPLની ટ્રેનિંગ મળે છે. CPL લેવલની સ્કિલ પર એવિયેશન કંપનીઓ તમને રિક્રિટ નહિ કરે. તમારે ATPLની ટ્રેનિંગ જરૂરી છે. અહી ATPLનો મતલબ એરલાઈન્સ ટ્રાન્સપોર્ટ પાયલટ લાઈસન્સ થાય છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી પ્રભાવિત સ્ટોરી અને પ્રેરણાદાયી પોસ્ટ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી