શિયાળાની શરૂઆત થઇ ગઈ છે, તો આજે જ શીખી લો નવીન જ્યુસ બનવાની રીત…

વિન્ટર વાઈન જયુસ (Winter Wine Juice)

ઠંડી ની શરુઆત થતાં જ બજારમાં તમામ પ્રકાર ના લીલા શાકભાજી, ફળફળાદિ મળવા લાગે છે. આ ઋતુમાં પાચન ક્રિયા ઝડપથી થતી હોવાથી ભૂખ પણ વધારે લાગે છે.

આજે બાળકો જ્યારે શાકભાજી અને ફળોથી દુર ભાગતા હોય છે ત્યારે જો તેને નવા-નવા જ્યુસ બનાવી ને આપીશું તો તેઓ ખુશી- ખુશી પી લેશે.

તો ચાલો આજે આપણે બીટ, જામફળ અને દાડમ ને મિક્સ કારીને ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી જ્યુશ બનાવીએ…..જેનું નામ છે “winter wine – Immunity Booster Juice”.

* બીટમાં સારી માત્રામાં લોહી, વિટામિન અને ખનીજ હોય છે. જે હિમોગ્લોબિન વધારે છે અને લોહી સાફ કરે છે.

* જામફળ વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. જામફળ માં રહેલા વિટામિન મગજને રિલેક્સ કરે છે.

* દાડમ એક ઔષધીય ફળ અને તેનામાં અનેક રોગ મટાડવાની ભરપૂર શક્તિ છે.

સામગ્રી ::-

*બીટ-1,
*જામફળ-1,
*દાડમ-1,
*નમક/સંચર- સ્વાદાનુસાર,
*ખાંડ/ગોળ – સ્વાદાનુસાર,
*લીંબુ-સ્વાદાનુસાર,
*તીખાની ભૂકી- ચપટી,
*ધાણાભાજી- સુશોભન માટે,

રીત::-

સૌ પ્રથમ બીટ ને છાલ ઉતારી ને જીણું સમારી લેવું, તેમાં એક જામફળ સમારી ને નાખવું અને દાડમ ના દાણા નીકળી ને તેમાં એડ કરી દેવા.આ ત્રણેય વસ્તુ ને મીક્ષર જારમાં થોડું પાણી ઉમેરી ને એકદમ સરસ રીતે ક્રશ કરી લેવું. ત્યારબાદ ગાળી ને તેમાં સંચર, ખાંડ કે ગોળ, સ્વાદાનુસાર મિક્ષ કરવા….તેમજ તિખાની ભૂકી પણ સ્વાદમુજબ મિક્ષ કરવી અને લીંબુ નો રસ પણ ઉમેરવો…બધું એકદમ સરસ રીતે મિક્ષ કરીને ધાણાભાજી નાખી ને સર્વ કરવા માટે તૈયાર છે….

એક હેલ્ધી અને ટેસ્ટી જ્યુશ “winter wine – Immunity Booster Juice”

રસોઈની રાણી: નિરાલી રતનપરા (જુનાગઢ)

બનાવો આ હેલ્ધી જ્યુસ અને શેર કરો આ પોસ્ટ તમારા ફેસબુક પર, લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી