આજે વાંચી પણ લો અને શિયાળામાં ઘરના દરેક સભ્યોને અચૂક ખવડાવો…..

વિન્ટર ટૉનિક- ચ્યવનપ્રાશ (winter-tonic)

સામગ્રી :

૨૫૦ ગ્રામ આમળા,
૧૦૦ ગ્રામ ઘી,
૫૦૦ ગ્રામ સાકર,
૭૫ ગ્રામ મધ,

મસાલો :

પાંચ ગ્રામ એલચા,
બે ગ્રામ જાવંત્રી,
૭ ગ્રામ એલચી,
બે ગ્રામ કેસર,
બે નંગ લવિંગ,
૭૫ ગ્રામ બદામ,
પાંચ ગ્રામ સૂંઠ,
બે ગ્રામ અકલગાઠ,
પાંચ ગ્રામ કાળાં મરી,
બે ગ્રામ કમરકસ,
બે ગ્રામ નાગકેસર,
પાંચ ગ્રામ સફેદ મૂસળી,
૨૫ ગ્રામ બંસન લોચન,
બે ગ્રામ લીંડીપીપર,
બે ગ્રામ શંખપુષ્પી,
બે ગ્રામ ગંઠોડા,
પાંચ ગ્રામ તજ,
એક નાનો ટુકડો જાયફળ,

રીત :

આમળાને ધોઈને એક બોલમાં ડૂબે એટલું પાણી નાખી કુકરમાં ૩ સીટીએ બાફી લેવું. ઠંડું થાય ત્યારે આમળામાંથી બી કાઢી એની મિક્સર જારમાં સ્મૂધ પેસ્ટ કરવી (ગાળી લેવું). વધેલા પાણીને એક પૅનમાં લઈ એમાં સાકર-આમળાની પેસ્ટ ઉમેરી મીડિયમ ગૅસ પર કુક કરવું. આ મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી (લચકા પડતું) કુક કરવું. બધા મસાલાને વારાફરતી શેકીને પાઉડર કરી લેવો. આ મસાલો આમળાના લચકામાં મિક્સ કરી સ્લો ગૅસ ૧૦-૧૫ મિનિટ ફરી રાંધવું. છેલ્લે ઠંડું થયા પછી એમાં મધ અને કેસરનો પાઉડર (ચમચી ગરમ કરી એના પર કેસર મૂકી લાઇટ રોસ્ટ કરી પાઉડર કરવો) મિક્સ કરી ઍરટાઇટ સ્ટરીલાઇઝ્ડ કાચની બરણીમાં ભરી લેવું.

રસોઈની રાણી :- કેતકી સૈયા

શેર કરો આ સ્વસ્થ્વર્ધક રેસીપી દરેક મિત્રો સાથે અને દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી