“હરા ચણા પુલાવ” – શિયાળામાં લીલા ચણા જ્યાં જોવો ત્યાં દેખાય તો ચાલો આજે રાતે તેમાંથી પુલાવ બનાવીએ…

“હરા ચણા પુલાવ”

સામગ્રી:

1 કપ બાસમતી ભાત ,
1 કપ લીલા ચણા,
1 મોટી ડુંગળી,
1 જીણુ ગાજર,
1 લીલું મરચું,
2 એલચી,
1 તજ ટુકડો,
2 લવિંગ,
1 ચમચી જીરુ,
મીઠું,
2 ચમચા તેલ,
1 લિમ્બુનો રસ,
કોથમીર,

રીત:

સૌ પ્રથમ ભાતને 1/2 કલાક પલાળી લેવા.


હવે એક પેનમા તેલ લઈ જીરુ, લવિંગ, તજ, એલચી, લીલું મરચુ ઉમેરી સાંતળી લઈ ડુંગળી ઉમેરી સાંતળવી.


પછી ગાજર અને ચણા ઉમેરી સાંતળી લઈ ભાત ઉમેરવા.(બીજા કોઈ મનગમતા શાક ઉમેરી શકાય).

ભાતથી ડબલ પાણી લઈ મીઠું ઉમેરી ભાત ચડે ત્યાસુધી કૂક કરવું.


કોથમીર અને લીંબુનો રસ ઉમેરી વડે ગાર્નિશ કરી સર્વ કરવું.


તો તૈયાર છે હરા ચણા પુલાવ.

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.
વિડીઓ જુઓ.

ટીપ્પણી