‘વિન્ટર સ્પેશ્યલ ચિક્કી’ આજે બનાવો, તમારા બાળકો કહેશે વાહ મમ્મી

વિન્ટર સ્પેશ્યલ ચિક્કી

સામગ્રી :

૧ કપ અïળશી (Flax seeds) શેકેલી,
અડધો કપ કાળા અને સફેદ તલ શેકેલા,
અડધો કપ સનફ્લાવર સીડ્સ શેકેલાં,
૧ કપ ગોળ સમારેલો,
૧/૨ ટીસ્પૂન સૂંઠ પાઉડર,

રીત :

એક પૅનમાં વારાફરતી અળશી, સફેદ અને કાળા તલ, સનફ્લાવર સીડ્સને શેકી લેવાં. બીજા પૅનમાં ગોળને સ્લો ગૅસ પર પિગાળવો.

એમાં ઉપરની બધી સામગ્રી મિક્સ કરવી. પ્લૅટફૉર્મ પર તેલ અથવા કૉર્નફ્લોર ચોપડી આ ચીકીને એકદમ પાતળી વણવી.

ગરમ હોય ત્યારે જ કાપા પાડવા, પછી જ્યારે ઠંડી પડે ત્યારે જ એને ઍરટાઇટ ડબ્બામાં ભરી લેવી.

નોંધ : (૧) સનફ્લાવર સીડ્સની જગ્યાએ ચિયા સીડ્સ, દાળિયા, મગજતરીનાં બી અથવા કોઈ પણ સીડ્સનો ઉપયોગ કરી શકાય છે. (૨) માર્કેટમાં સિલિકૉન મૅટ મળે છે. એના પર ચીકી પાથરી વણવી વધારે સહેલી રીત છે.

રસોઈની રાણી :- કેતકી સૈયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
 
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી