Will you be my valentine…? – મજાની પ્રણયકથા !

तू हर लम्हा……था मुझसे जुडा….

છેલ્લા એક કલાકથી ઓજસ જીઓ મ્યુઝિકમાં અલગ અલગ રોમેન્ટિક સોંગ સાંભળી રહ્યો હતો. કારણ કે એક કલાક પહેલા તેણે એક વર્ષથી પોતાની બેસ્ટ ફ્રેન્ડ બનીને રહેલી નવ્યાને પોતાની વેલેન્ટાઈન બનવા માટે પ્રપોઝ કર્યું હતું. હાર્ટશેપ નો કાર્ડ, હાર્ટશેપનો બલૂન અને હેપ્પી વેલેન્ટાઇન ડે લખેલું કેક તેણે ઓર્ડર પણ કરી દીધું હતું કે જેવી નવ્યા ‘હા’ પાડે કે તરત જ આ બધું લઈને તેના ઘરે પહોચી જવા થાય. પણ હજી નવ્યાનો કંઈ જવાબ ણ’તો આવ્યો. ઓજસને પૂરો વિશ્વાસ હતો કે નવ્યા ‘હા’ જ પાડશે માટે એક કલાકથી તે રોમેન્ટિક સોંગ્સ સાંભળીને તેમાં પોતાને અને નવ્યાને ઈમેજીન કરી રહ્યો હતો. ક્યારેક બર્ફીલા પહાડો પર, ક્યારેક દરિયાની વચ્ચે, ક્યારેક કોઈક કેફેમાં તો ક્યારેક કોઈક થીએટરમાં કોર્નર સહિત પર રોમેન્ટિક મુવી જોતા બંનેને ઈમેજીન કરીને તે મનોમન ખુશ થઇ રહ્યો હતો.

નવ્યા અને ઓજસ શરૂઆતથી કોઈ પ્રેમી પંખીડા ન હતાં, કે કોઈ કોલેજનાં ફ્રેન્ડસ પણ ન હતાં. બંનેની મુલાકાત એમના ઘરવાળા એ જ કરાવેલી. ઓજસ ૨૪વર્ષનો થયો હતો અને નવ્યા ૨૨ વર્ષની હતી એટલે સામાન્ય રીતે ઘરના લોકો સારા મૂરતિયા શોધવામાં ખૂબજ વ્યસ્ત વગર કીધે થઇ જાય. એમાં પણ માતા – પિતા તો ખરા પણ પરિવારના બીજા સભ્યો જેમકે, કાકા, કાકી, માસી, ફુઈ, ભાભી વગેરે લોકોને પરિવારમાં કુંવારા લોકોની ખૂબજ ચિંતા રહેતી હોય છે. એ ચિંતાના પ્રતાપે જ નવ્યાનાં માસી એ ઓજસને કોઈક મેરેજ ફંક્શનમાં જોયો અને એકજ નજરે નક્કી કરી લીધું કે આ છોકરો નવ્યા માટે સારો રહેશે. તરત ઓળખાણ કઢાવી અને બીજા દિવસે નવ્યા નાં ઘરે વાત કરી.

ઘરા વાત કરતાં અને વધુ ઓળખાણ નીકળતા ખબર પડી આ તો નવ્યાનાં પિતા સુરેશ ભાઈના જૂના મિત્રનો છોકરો છે. તરતજ સુરેશભાઈ એ પોતાના મિત્ર અને ઓજસનાં પિતા મહેશ ભાઈને કોલ કર્યો અને બધી વિગત જણાવી. મહેશભાઈનાં ઘરમાં પણ ખુશીનો માહોલ ફેલાઈ ગયો. પોતાના સંતાનોની મરજી જાણ્યા વગર કે કોને ત્યાં જવાનું છે જણાવ્યા વગર જ બીજાજ અઠવાડિયે બંને પરિવારો એ મળવાનું નક્કી કરી લીધું અને મળ્યા પણ ખરાં. સુરેશભાઈ ને મહેશભાઈ તો પોતાની જૂની મિત્રતા તાજી કરવાંમાં અતિશય વ્યસ્ત થઇ ગયા હતાં, એવામાં નવ્યા હોલમાં આવી, બધાને ચા આપી અને ઓજસની સામે ગોઠવાઈ ગઈ.

ઓજસ સ્વભાવે શરમાળ ન હતો પણ આજે કોણ જાણે શા માટે તેને મનમાં ખૂબજ સંકોચ અનુભવતો હતો, સામે નવ્યા પણ ચિંતા અને સામાન્ય ગુસ્સા સાથે પરાણે મોઢા પર હાસ્ય લાવીને ઓજસ સામે તો ક્યારેક પરિવારના સભ્યો સામે જોઈ રહી હતી. થોડીવારમાં બંનેને મળવા માટે ઉપરનાં એક રૂમમાં બેસાડવા માં આવ્યા અને સાથો સાથ જાણે બંને ભાર આવીને ‘હા’ જ પાડશે એ ધારીને સગાઇની લગ્નની લેવડ દેવળની લગ્ન સદીથી ધામધૂમથીની ચર્ચાઓ કરવાં લાગ્યા. પણ અંદર રૂમમાં શું બની રહ્યું છે એ કોઈ જંતુ નહતું.

ઓજસ ખુરશી પર બેઠો હતો, નવ્યાના માસી નવ્યા સાથે આવ્યા અને નવ્યાને ઓજસની સામે બેસાડીને એક વિચિત્ર હાસ્ય કરતા ઓજસ અને નવ્યા સામે જોઇને રૂમમાંથી બહાર ચાલ્યા ગયા. એમના જતાની સાથેજ નવ્યા ઊભી થઇ અને રૂમની બાહર કોઈ છે તો નહિ એ તપાસવા કાન દરવાજા પાસે રાખ્યા અને કન્ફર્મ કર્યું કે બહાર કોઈ નથી. હોય પણ ક્યાંથી બહાર બધા ખયાલી પુલાવ પકાવવામાંથી નવરા પડે તો ને..! દરવાજો ચેક કરીને નવ્યા પાછી ઓજસ તરફ આવી સામે બેસવાની જગ્યા એ A.C. ઓફ કરીને, પોતાની ચુન્ની સાઈડમાં રાખી, રૂમની બારીઓ ખોલીને બેડની બાજુનાં ડ્રોઅર માંથી અંદર છુપાવેલી એક પાકીટ કાઢી, એમાંથી સિગારેટ રાખવાનું કેશ વિથ લાઈટર બહાર કાઢ્યું અને સિગારેટ સળગાવીને આરામથી દમ લેતા વાળ ખુલ્લા કરીને ઓજસની સામે ગોઠવાઈ ગઈ. ઓજસ આ બધું અચંબાથી જોઈ રહ્યો હતો. નવ્યા એ એની સામે જોયું અને કહ્યું.

“જુઓ, મિ.ઓજસ, મને અત્યારે લગ્ન કરવાની બિલકુલ ઈચ્છા નથી, મારે હજી ભણવું છે અને જોબ સિક્યોર કરવી છે અને આમેય હું આ અરેંજ મેરેજ કરીને ૫૦ વર્ષ સુધી ઘરના રોટલા ઘડતા ઘડતા પતિને ગાળો દેવામાં અને ઘરવાળા ને “મને ક્યા ફસાવી દીધી” નાં વિચારોમાં ખોવાઈને આખી લાઈફ સ્પોઈલ કરવાં નથી ઈચ્છતી. તમને કદાચ હું એકજ નજરમાં ગમી ગઈ હોઈશ બટ, બહાર તમે જે જોઈ એ નવ્યા અલગ હતી અને હકીકતે નવ્યા શું છે એ તામી સામે છે. હું સ્મોક કરું છું, ફ્રેન્ડસ સાથે પાર્ટી કરું છું,…પાર્ટીમાં સમજો છો ને ? (નવ્યા એ એક હાથનો અંગૂઠો મોઢા તરફ બતાવતા કહ્યું, જવાબમાં ઓજસે માત્ર ‘હા’ માં માથું ધુણાવ્યું.) ગૂડ, અને ફરવાની શોપિંગની પૈસા ઉડાડવાની શોખીન છું અને મને ભવિષ્યમાં એવોજ હસબંડ જોઈએ છે જે મને આમ ને આમ સ્વીકારે બની શકે તો આ બધું કરવામાં મારો સાથ આપે એ પણ સહર્ષ.

સો તમે જો લગ્નનાં, હનીમૂનનાં અને ટીપીકલ ઓફીસના બેગ અને ટીફીન લઈને ઘરના દરવાજે મુકવા આવતી વાઈફના સપના મારા સાથે જોઈ લીધા હોય તો આઈ એમ વેરી વેરી સોરી, હું એના માટે નાતી બની. એટલીસ્ટ હમણાં તો બિલકુલ નહિજ. તમે સારા છો સંસ્કારી લાગો છો, ભવિષ્યમાં જો તમે કુંવારા રહ્યા તો તમારો ઓપ્શન હું જરૂર વિચારીશ, ભલે ચાન્સ ખૂબ જ ઓછા છે છતાં, કદાચ તમારો ચાન્સ લાગી પણ જાય. બટ હમણાં તો મારી ‘ના’ જ છે. “ સિગારેટ પીતાં પીતાં નવ્યા આ બધું બોલી ગઈ અને ઓજસ સાંભળતો રહ્યો. જ્યારે નવ્યાની વાત પૂરી થઇ ત્યારે ઓજસે માત્ર એટલુજ કહ્યું-

“આ તમે જે પી ઓ છો તે બ્લેકની ડુપ્લીકેટ બ્રાંડ છે, આનો ફિલ્ટર મધ કરતાંય મીઠો આવે છે અને ધુંવાડો પણ ખરાબ હોય છે. મોઢાનું ટેસ્ટ બગડી નાખે છે. આઈ હેવ ઓરીજીનલ, જસ્ટ વેઇટ”

ઓજસની વાત સાંભળીને નવ્યા ચકિત થઇ ગઈ. ધુમાડો નાકમાં જતો રહેવાના કારને તેને થોડી ઉધરસ આવી પણ તરતજ તેને પોતાને સાંભળી લીધી અને પોતાની સિગારેટ ઓલવી દીધી. ત્યાંસુધીમાં ઓજસે પોતાના ખિસ્સમાંથી ઓરિજિનલ બ્લેકનું પાકીટ કાઢ્યું એમાંથી એક બ્લેક પોતાના મોઢામાં મુકતા નવ્યા પાસેથી લાઈટર માંગ્યું. નવ્યા એ લાઈટર આપ્યું, ઓજસે સિગારેટ સળગાવી અને આરામથી વાળમાં હાથ ફેરવતા પગ થોડા વધુ લાંબા કરીને નવ્યા સામે બેસી ગયો.

“થેંક ગોડ, મને એમ હતું કે મારે તને સમજાવી પડશે, પાન આતો આખી બાજીજ પલટાઈ ગઈ. પણ જે થયું એ સારું થયું. તારી જાન ખાતર કહી દુ કે મારે પણ હમણાં લગ્ન નથી કરવાં પોતાનું શરુ કરેલું ઓનલાઈન સ્ટાર્ટઅપ બિઝનેસ આગળ વધારવું છે, ફ્રેન્ડસ સાથે ગોવા. મનાલી અને ખાસ બેંગકોકની ટૂર કરવી છે પછી જઈને આરામથી ક્યાંક લગ્નની ઈચ્છા થશે તો હું પણ લવમેરેજમાં જ માનું છું એટલે કોઈક શોધીશ જયારે મળશે ત્યારે લગ્ન કરીશ પણ અત્યારે મને પણ લગ્નની બિલકુલ ઈચ્છા નથી, શો બી કૂલ, આપણે એકજ ટ્રેક પર છીએ.” કહીને ઓજસે બ્લેક સિગારેટનાં વધુ બે કશ લીધા અને નવ્યાને ઓફર કરી. બંને જાના એકબીજાની સામે જોઇને હસી પડ્યા. નવ્યા એ બ્લેક લીધી અને સળગાવીને એક કશ લેતાં કહ્યું –

“હમમમ…તમારો ટેસ્ટ સારો છે.”
“થેંક યુ” ઓજસે કહ્યું.
“પણ ઘરવાળાને શું જવાબ આપીશું? એ લોકો એ તો લગ્નની વાડી કઈ બૂક કરવી એ પણ નક્કી કરી લીધું હશે.” નવ્યાએ સામાન્ય ચિંતા ભરેલા શબ્દોમાં કહ્યું.
“ડોન્ટ વરી, હું સાંભળી લઈશ. મને આવી રીતે વાત ઉડાડવાની અડત પડી ગઈ છે.” ઓજસે આરામથી કશ લેતાં કહ્યું.

બંને નીચે આવ્યા ત્યારે ઓજસે કહ્યું કે અમારા વિચારો નથી મળતા, ઉપર બેઠાં બેઠાં પણ અમે બે વખત જગદ્યા છીએ તો આખી લાઈફ સાથે રહેવું કેમ શક્ય બને? સામે એડજેસ્ટમેન્ટ, સેક્રેફાઈસ, કોમ્પ્રોમાઈસ જેવી ઘણી દલીલો થઇ પણ ઓજસે પોતાનો મત ન બદલ્યો. થોડા સમય પહેલા જે ઘરના લોકોને શરણાઈનાં સૂરો સંભળાઈ રહ્યા હતાં તેમના કાનમાં જાણે ધાક પડી ગઈ હતી. છતાંય સુરેશભાઈ અને મહેશભાઈ ઘણા સમય પછી મળ્યા હોવાથી આ વાતની અસર પોતાની મિત્રતા પર નહિ પડે તેની ખાતરી આપીને અને એક બીજાના ઘરે આવવા માટે આમંત્રણ પાઠવીને અલગ થયા.

એ દિવસ બાદ ઓજસ અને નવ્યાનાં મિત્રોની યાદીમાં એકબીજાનું નામ જોડાઈ ગયું, બંને અવારનવાર મળતા પાર્ટી કરતા, એકબીજાના ફ્રેન્ડસ સાથે મળતા, ટૂંક સમયમાં જ બંને ખૂબજ સારા મિત્ર બની ગયા. ઓજસની દૃષ્ટિએ મિત્રતાથી પણ વધુ બંને વચ્ચે સંબંધ બંધાઈ રહ્યો હતો જેની નવ્યાને જાણ ન હતી અથવા એ જાણ થવા દેવા ઇચ્છતી નહતી.

એક કલાક બાદ નવ્યાનો રીપ્લેય આવ્યો જે ઓજસની ધારણા કરતાં તદ્દન જુદો હતો. નવ્યાને બેંગ્લોરમાં જોબ મળી હતી અને તે બીજાજ અઠવાડિયે બેંગ્લોર શિફ્ટ થવાની હતી. તેણે જણાવ્યું કે તેના મનમાં ઓજસની છબી એક સારા મિત્રની જ છે પ્રેમીની નહિ. “છતાંય ચાન્સ ભવિષ્યમાં તો હજી છે જ હો…” કહીને તેને સ્માઈલી ઈમોજીસ મોકલીને સામાન્ય હાસ્ય સાથે પોતાની મિત્રતા બચાવી લીધી. ઓજસે તરત જ રોમેન્ટિક સોંગ્સ બંધ કર્યા, તેના ચહેરા પર એક સામાન્ય દુઃખની રેખા સાથે નાનું સ્મિત ફરક્યું જાણે પોતે ઘડેલા પ્લાન્સ અને ઈમેજીન કરેલા સોંગ્સ પર હસતો હોય.

એ દિવસ બાદ ઓજસે ક્યારેય નવ્યાને પ્રપોઝ ના કર્યું, ઉલ્ટું પોતે વધુ તેના તરફ ખેચાઈ ન જાય એ માટે તકેદારી રાખતો, મળવાનું, વાત કરવાનું, ચેટીંગ કરવાનું ઓછુ કરી નાખ્યું. ધીરે ધીરે બંનેનો સંબંધ માત્ર ગૂડ મોર્નિંગ ગૂડ નાઈટની ફોર્માલીટી પર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની લાઈક્સ અને કમેન્ટ્સ પર આવી ગયો.

એક વર્ષ બાદ પોતાના સ્ટાર્ટઅપ માટે જ ઓજસને બેંગ્લોર જવાનું થયું. તેણે ફેસબુકમાં ટ્રાવેલિંગ ટુ બેંગ્લોરનું સ્ટેટસ મુક્યું, જેમાં નવ્યાની લાઈક આવી અને કમેન્ટમાં લખેલું હતું “વેલકમ, બટ બેડ લક તને મળી નહિ શકાય મને બોસ સાથે મીટીંગમાં મૈસુર જવાનું થાય છે, હેવ અ ફન એટ બેંગ્લોર” ઓજસે કમેન્ટ વાંચી અને રીપ્લાયમાં ફોર્માલીટી માટે સેડ ઈમોજીસ મોકલી દીધા. થોડીવાર બંને વચ્ચે કોમેન્ટ બોક્ષમાંજ વાત થઇ કે “ક્યા રહેવાનો છે? ક્યારે રીટર્ન જવાનો છે?” જેવી ફોર્મલ વાતો બાદ ઓજસ ઓફલાઈન થઇ ગયો.

બીજા દિવસે સાંજે બેંગ્લોરમાં પોતાનું કામ પતાવીને ઓજસ હોટેલમાં આવ્યો, રીસેપ્શનીસ્ટ ગર્લ એ તેને બોલાવીને એક ગીફ્ટ આપ્યું અને હેપી વેલેન્ટાઇન ડે વીશ કર્યું. ગીફ્ટ બોક્ષ પર કોઈનું નામ લખેલું નહતું. “થેંક યુ” કહીને ઓજસ પોતાના રૂમમાં ગયો. બોક્ષ બેડ પર રાખીને પોતે ફ્રેશ થવા ચાલ્યો ગયો. ફ્રેશ થઈને બેડ પર બેસીને તેણે ટી.વી. ઓન કર્યું અને મ્યુઝિક ચેનલ લગાડીને બોક્ષ ખોલ્યું. અંદર એક સરસ કાર્ડ હતું, એક રીંગ હતી, કાર્ડ ખોલતા અંદરથી સુંદર ઝીણા સંગીત સાથે અવાજ આવતો હતો “વિલ યુ બી માય વેલેન્ટાઇન” ઓજસે આશ્ચર્ય સાથે કાર્ડની પાંચાળ નામ વાંચ્યું જ્યાં લખ્યું હતું “યોર્સ એન્ડ ઓનલી યોર્સ નોટી નવ્યા” કાર્ડનાં કવરમાં એક લેટર હતું આછા ગુલાબી રંગની જેમાં લખ્યું હતું “આખરે તારો ચાન્સ લાગી ગયો હો…હવે ભાવ ખાધા વિના ડુપ્લીકેટ રીંગ પહેરીને મારા માટે ઓરિજિનલ રીંગ લઈને નીચે લખેલા એડ્રેસ ઉપર આવી જજે. હું છેલ્લા એક વર્ષથી તારી રાહ જોતી હતી, કે આ નમૂનો બીજી વખત ટ્રાય કરે યા બેંગ્લોર આવે પણ મારો વટનો કટકો ન આવ્યો તે ન જ આવ્યો, નાઉ આઈ કાન્ટ વેઇટ, પ્લીઝ કામ…”

લેટર વાંચીને ઓજસની આંખો હર્ષનાં આંસુથી છલકાઈ ગઈ, તેની ધ્યાન ટી.વી.માં વાગતા સોંગ પર ગયું જેના શબ્દો હતાં…..
तू हर लम्हा…था मुजसे जूडा…
चाहे दूर था मै…या पास रहा…….

લેખક : A.J.Maker

આપ સૌ ને આ સ્ટોરી કેવી લાગી ? અચૂક જણાવજો !!

ટીપ્પણી