આજનો દિવસ :- વાઇફ એપ્રિશિયેશન ડે “તુમ દેના સાથ મેરા ઓ હમનવા”

young couple having romance

પત્ની પતિને ડાર્લિઁગ, આ કમ્પ્યુટર મારા કમાંડ પ્રમાણે કામ કરતુઁ નથી, પતિ :=- તારી ફરિયાદ સાચી છે પણ કેમ ભુલી જાય છે કે કમ્પ્યુટર એ તારો પતિ નથી.

લગ્નજીવનના ચાર તબક્કા અને બેડરુમની વિવિધ સુગઁધ :=- પ્રથમ ચાર વર્ષ :=- પફર્યુમ, ફલાવર્સ, ચોકલેટસ. ચાર વર્ષ પછી :=- બેબી પાવડર, જહોંસન ક્રીમ-લોશન-બેબી ઓઇલ. 15 વર્ષ પછી : ઝઁડુ બામ, વિક્સ, આયોડેક્સ, રેલી સ્પ્રે. 40 વર્ષ પછી : અગરબત્તી.

પુરુષ માટે સૌથી વિકટ ઘડી પિયર જતી પત્નીને વળાવવાની હોય છે, કારણ કે મનમાઁ આનઁદ ઉછાળા મારતો હોય અને મોઢા પર અઁતરના ઉછાળાને દબાવીને વિરહનો ભાવ ચહેરા પર લાવવાનો હોય….

જોક્સ એ પાર્ટ, પ્રેમ-રિસામણા-લાડ-ગુસ્સો-આજીવન દોસ્ત-રોષ ઉતારવા માટે પન્ચીઁગ બેગ-માથુઁ મુકીને રડી શકાય તેવુઁ ઓશિકુઁ-વિશ્વની શ્રેષ્ઠ શેફ –પોતાની ઓળખ-તમામ શોખને એક જ ઝાટકે ત્યજી શકવાની તાકાત… આ તમામ લાક્ષણિક્તાને વર્ણવવા માટે કોઇ એક જ શબ્દ એટલે પત્ની. કોઇ પણ પુરુષ બાહુબલી જેવી શારીરિક તાકાત ધરાવતો હોય તેમ છતાઁ તેને જીવનના દરેક તબક્કે ‘માનસિક ઓક્સિજન’ માટે સ્ત્રીની હુઁફની જરુર પડે જ છે. આ હુઁફનુઁ અવિરત ઝરણુ તેને બાળપણમાઁ માતા જયારે પુખ્તવયમાઁ પહોઁચ્યા બાદ પત્ની પાસેથી મળતુઁ જ રહે છે. જીવનસઁગિની-અર્ધાગીની-બેટરહાફની વાત કરવા પાછળનો આશય એ છે કે સપ્ટેમ્બર મહિનાના ત્રીજા રવિવારને ‘વાઇફ એપ્રિશિયેશન ડે’ તરીકે ઉજવાવામાઁ આવે છે.

કેટલીક બાબતો આપણા જીવનનો એ રીતે હિસ્સો બની જાય છે કે આપણે તેને ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ તરીકે લેવાનુઁ શરુ કરી દઇએ છીએ. પતિ-પત્નીના સઁબઁધનુઁ પણ કઁઇક આવુઁ જ છે. આ રવિવારે ઉજવનારો ‘વાઇફ એપ્રિશિયેશન ડે’ એટલે પત્નીને ‘થેન્ક્યુ’ કહેવા માટેનો અવસર. જહોન ગ્રેના એક ખુબ જ જાણીતા પુસ્તક ‘મેન આર ફ્રોમ માર્સ, વિમેન આર ફ્રોમ વિનસ’ની ટેગલાઇનમાઁ જ દાઁપત્યજીવનનો સાર આવી જાય છે કે,’ન તમે તેમની સાથે રહી શકો, ન તમે તેમના વિના રહી શકો!’

વિજ્ઞાન આજે ચઁદ્રથી માઁડીને પૃથ્વીના પેટાળ સુધી પહોઁચી ચુકયુઁ છે પરઁતુ મનોવિજ્ઞાન હજુપણ પતિ-પત્નીના સઁબઁધને સમીકરણને સઁપુર્ણપણે સમજી શક્યુઁ નથી. હા, એક વાત નિશ્વિત છે કે દાઁપત્યજીવન પ્રેમ-આદર-વિશ્વાસ-સમજણના ચાર સ્તઁભ પર ખડુઁ હોય છે. આપણા દેશમાઁ જ કમનસિબ રીતે પ્રાચીન કાળથી આજના સમયમાઁ પણ મોટાભાગના પુરુષની નજરે પત્ની એટલે પોતાની ‘ઇચ્છાપુર્તિ’નો એક સ્ત્રોત જ ગણે છે. એક પત્ની પાસેથી ‘ભોજનેષુ માતા, કરણેષુ દાસી, કાર્યુષુ મઁત્રી, શયનેષુ રઁભા…’ની અપેક્ષા તો રાખવામાઁ આવે છે. પરઁતુ કમનસિબે એક પુરુષ માટે આવા કોઇ જ માપદઁડ નક્કી કરવામાઁ આવી નથી. મહાભારતના સમયમાઁ યુધિષ્ઠિરે દ્રોપદી પર જુગટુઁ ખેલતી વખતે તેને પુછવા માટે તસદી પણ લીધી નહોતી. આપણા દેશના સઁદર્ભમાઁ જ વાત આગળ ધપાવીએ તો એક પત્ની લગ્નની વેદીમાઁ સપ્તપદીના ફેરા પુર્ણ થતાઁ જ જાણે એક નવો જન્મ લે છે. આ નવા જન્મમાઁ તેની ઓળખ નવી હોય છે અને મોટાભાગના કિસ્સામાઁ તેને જુના શોખને પણ તિલાઁજલી આપવી પડે છે. એક પત્ની વર્કિઁગ લેડી કેમ ન હોય પણ તેની ડયુટીનો સમય વહેલી સવારથી શરુ થતો હોય છે. આ દરમિયાન તેની પાસેથી ઘર-પતિ-બાળકો ઉપરાઁત દરેક સામાજિક વ્યવહાર પુરા કરવાની પણ અપેક્ષા રાખવામાઁ આવે છે.

હ્દયસ્થ ચઁદ્રકાઁત બક્ષીએ ‘તમારી પત્નીને વિધવા બનતા શિખવાડો’ના વિષય પર લેખ લખ્યો હતો. હવે સમયનો તકાજો છે કે પત્નીએ પણ પતિને વિધુર બનતા શિખવાડવુઁ જોઇએ. જેથી પત્ની બહારગામ જાય કે વ્રુધ્ધાવસ્થામાઁ વિદાય લે ત્યારે એક કપ ચા પીવા માટે પુત્રવધુ કે પુત્રી સમક્ષ ઓશિયાળા બનીને આજીજી કરવી પડે નહીઁ. ઘણા પતિઓ તો ટુથપેસ્ટથી લઇને ટોવેલ સુધી પત્ની પર જ નિર્ભર રહેતા હોય છે. આ સ્થતિમાઁ પત્ની થોડા દિવસ માટે બહાર જાય ત્યારે એ તેનો પ્રેમ ઓછો અને ‘સેવા’ને વધારે ‘મિસ’ કરે છે.

પતિ-પત્નિ વચ્ચે શારીરિક આકર્ષણ પુરુ થાય ત્યાઁથી સો ટચના સોના જેવા પ્રેમની શરુઆત થતી હોય છે. હા, દાઁપત્યજીવન ગમે તેટલુઁ પુરાણુ કેમ ના થાય બઁને વચ્ચેની મિત્રતા જારી રહે અને એકમેકની ટિખળ કરવાનુઁ ભુલવામાઁ આવે નહીઁ તો આખરી ઘડી આવે ત્યારે સઁતોષપુર્વક જીવનમઁચમાઁથી ‘એક્ઝિટ’ લઇ શકાય છે. હવે રવિવારે રજાના દિવસે ‘વાઇફ એપ્રિશિયેશન ડે’ છે તો ત્યારે હોટેલમાઁ જવાને બદલે બ્રેકફાસ્ટથી લઇને ડિનર સુધી પોતાના હાથે તૈયાર કરવાની જવાબદારી પતિ લઇ લે અને પત્નિને મસ્તમજ્જાની સરપ્રાઇઝ આપી જ દેવામાઁ આવે….

? લેખક :- ચિંતન બુચ

? Post :- — Vasim Landa ☺ The-Dust Of-Heaven ✍

ટીપ્પણી