દીકરીને ઘરની લક્ષ્મી કેમ કહેવામાં આવે છે, વાંચો આ રસપ્રદ વાર્તા

Mother holding daughter (6-7) in park

“મને હવે mummy સાથે નથી ફાવતું, મારે અલગ થવું છે” રસ્મિ એ  ધારદાર નજરે મયુર ને કહી દીધું.
મયુર જાણતો હતો કે રસ્મિ ને હવે ચૂપ રાખવી અસંભવ હતી છતાં પણ એણે  રસ્મિ ને શાંત કરવા પૂછી લીધું.
“રસ્મિ થોડી શાંતિ થી વાત કરને અહીંયા તને શું વાંધો છે? તારી દરેક વાત બધા મને છે , તને બા રંજન ભાભી કરતા પણ વધારે સારી રીતે રાખે છે ,પછી તને શુ પ્રોબ્લેમ છે?”
“તારો બકવાસ બંધ કર મયુર “રસ્મિ હવે તેજ બની ગઇ “તું સમજતો કેમ નથી આ લોકો સાથે મને નથી ફાવતું  આતો નાની દિવ્યા ને કારણે હું થોડું ચલાવી લવું છું નહિ તો ક્યારનીય જતી રહી હોત
મારી સહનશક્તિ ની હવે હદ આવે છેે મને લાગે છે કે તું માવડીયો જ રહયો.તું કઈ જ નહીં કરી શકે હવે મારે જ કરવું પડશે.
મારે સ્વતંત્રતા જોઈએ છે હું તો ભણેલી છું મારા પપ્પા ના ઘરે બધા જ ભણેલા છે એટલે જ હું સ્વતંત્રતા નું મૂલ્ય સમજુ છું રહેણીકરણી માં ફેર પડે છે. આ લોકો ની રહેણીકરણી મને જરા બી માફક નથી આવતી
શરમ આવે છે મને આ લોકો સાથે રહેતા”
રસ્મિ પગ પછળતા બોલી સાથે જ વાસણ પછાડવા લાગી ગઈ.
મયુર ના મમ્મી શાંતિ બેન અને મોટા ભાભી રંજન બેન આ બધું જ જોઇ રહ્યા હતા રશ્મિ હવેવધુ ને વધુ ઉદ્ધત બની ગઈ હતી આજે એનો ગુસ્સો સાતમાં આસમાન પર હતો.
હવે રશ્મિ સીધી બેડરૂમ માં ગઇ ને બેગ પેક કરવા લાગી મયૂર વચમાં પડ્યો ઘણું સમજાવટ માફી માંગવા છતાં રશ્મિ ના મની તે ના જ માની.
અંતે શાંતિ બેન અને રંજનભાભી એ રશ્મિ સામે હાથ જોડ્યા  ખોળો પાથર્યો પણ રશ્મિ ટસ ની મસ ના થઇ તે ના જ થઈ એને જવું જ હતું એ કોઇ બી સંજોગોમાં રહેવા ત્યાર ન હતી.
“જ્યારે કોઇ વ્યક્તિ ને જવું જ હોય છે ત્યારે તમે ગમે તેમ કરો તો બી નથી રોકી શકતા
નાની દિવ્યા ને તેડી ને બેગ પકડી ચાલી ગઈ.રશ્મિ પપ્પા ને ત્યાં ના ગઇ પણ એક રૂમ ભાડે રાખી ને રહેવા લાગી

રશ્મિ અને મયુર ના એરેન્જ મેરેજ હતા મયુર ગરીબ પરિવાર નો હતો અને રશ્મિ પૈસાદાર પરિવાર ની હતી.
આ ૪૫-૩૫ વર્ષ પહેલાં ની વાત છે એ જમાના માં અત્યાર ના જેટલું ભણતર નું મહત્વ ન હતું. એટલે જ આ લગ્ન ગોઠવાયા હતા એ જમાંના માં  આબરૂ નું મહત્વ હતું  મયુર આમ ભલે  ગરીબ પરિવાર નો હતો પણ સંસ્કાર નામ ચીજ થી એ કરોડ પતિ હતો રશ્મિ બદચલન હતી એ રંગીન મિજાજ ની હતી એના ભાઈ બહેન પણ એ જ રસ્તે હતા.
રસ્મિ રખડવા ની શોખીન હતી લગ્ન  પહેલા એને અનેક લફરાં હતા. એને કોઇ માલદાર છોકરો ફાકી લેવો હતો પણ એના પિતા મગનલાલ એ જલ્દી થી મયુર સાથે રશ્મિ નું ગોઠવી દીધું.
રશ્મિ લગ્ન કરી ને આવી ત્યારે જ એ સમજી ગઈ હતી કે ઘર માં બંધન હતું. અલગ થવા માટે કોઇ સબૂત કારણ ન હતું. રશ્મિ મયુર ના સ્વભાવ ને જાણી ગઇ હતી. એટલું તો સમજી ગઇ હતી કે જ્યાં સુધી સાસુ શાંતિ બેન અને રંજનભાભી જોડે છે ત્યાં સુધી એ પોતાના મોજ શોખ નહિ પુરા કરી શકે( મોજ શોખ નો મતલબ પુરુષમિત્રો સાથે હોટલ માં ખાવું પીવું અને સૂવું એવો થાય છે પતિ ની ગેરહાજરી માં)
રશ્મિ એ આનો ઉપાય પણ શોધી લીધો હતો સવારે મોડા ઉઠવું, રંજન ભાભી એ બનાવેલી રસોઈ ઉપર મહેણાં મારવા,બધા જોડે ગમે તેમ બોલવું,બધા ની વચ્ચે રંજન ભાભી ને ઉતારી પાડવા , મયુર ને વાતે વાતે ગરીબ હોવાનું  મહેણું મરવું આ બધું નોર્મલ થયી ગયું હતું.રશ્મિ ને એમ કે હું આવું કરીશ એટલે રંજનભાભી સામે થી જ અલગ રહેવાનું કહેશે પણ રંજન ભાભી સમજદાર હતા એમણે રૂપિયા ની અગવડતા જોએલી હતી એટલે કશુ બોલતા નહિ
રૂપિયા ની અગવડતા વચ્ચે પણ રંજનભાભી અને સાસુ શાંતિબેન બધું મૂંગા મો એ સહન કરતા હતા.
એમને એમ કે પૈસાવાળાની દીકરી છે એટલે સેટ થતા વાર લાગશે પણ તેઓ રશ્મિ ના બદઈરાદા થઈ અજાણ હતા.આ બધા વચ્ચે દિવ્યા નો જન્મ થયો હતો.દિવ્યા હજી એક મહીનાં ની જ થઈ હતી ને ત્યાજ રશ્મિ અલગ રહેવા ચાલી ગઈ.

 

આપ આ હૃદયસ્પર્શી પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. લાગણીઓને સ્પર્શતી આવી બીજી પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા અમારું ફેસબુક પેજ અત્યારે જ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ

 

સાંજે મનહરભાઈ નોકરી ઉપરથી આવ્યા  ત્યારે રંજન ભાભીએ વાત કરી કે રશ્મિ ઘર છોડી ને ચાલી ગઈ છે. મનહરભાઈ સમજદાર હતા. એમણે મયુર ને પાસે બેસાડી ને સમજાવટ ની કોશિશ કરી.
“જો મયુર, વહેલા મોડા આપણે અલગ થવાનું જ છે ને!
તો પછી આજે અલગ થઈએ  કે ૧૫-૨૦વ વર્ષે શુુ ફેર પડવાનો છે”
મયુર રડવા જેવો થઇ ગયો””મોટા ભાઈઈઈઈ……………………….
મને માફ કરી દો હું નાનો છું તો પણ તમારી કઈ સેવા ના કરી શક્યો.મને માફ કરી દ્યો.”
મયુર મોટાભાઈ ને ભેટી પડ્યો .
રંજન ભાભી અને શાંતિ બેન પણ રડવા લાગ્યા.
” મયુર જા રશ્મિ જોડે રહેવા જતો રહે અને તારો સંસાર ખુશી થઈ જીવ.જા મારા તને આશીર્વાદ છે.”
મનહર ભાઈ એ માયુર ને રશ્મિ જોડે રહેવા સમજાવી અને રવાના કર્યો. અને સાથે સાથે રંજન ભાભી બોલ્યા પણ ખરા કે “કે જો રશ્મિ માંની જય તો બેવ પાછા આવી જજો તમારા માટે આ ઘર ના દરવાજા હંમેશા માટે ખુલ્લા જ રહેશે .કઇ પણ  તકલીફ હોય તો  નિશંકોચપણે જણાવજો. મુંજાતા નહિ હો…”
મયુર રશ્મિ જોડે રહેવા આવી ગયો.રશ્મિ ખુશ થઇ કે પોતાના પ્લાન માં સફળ થઈ હતી.

મયુર સવારે મિલ માં કામ કરવા જતો અને રશ્મિ પુરુષમિત્રો સાથે ફરવા જતી રહેતી.
અને એક દિવસ એક બગીચા  માં એના જીજાજી હીરેન  ભટકાય ગયા જીજો હતો કામીપુરુષ.
“કેમ છો રશ્મિ શુ ચાલે છે આજ કાલ
તું મને  બહુ જ યાદ આવે છે. તારી સાથે વાત કરવાનું બહુ જ મન થયું છે ભૂખ બી ઘણી લાગી છે”જીજુ હિરેન એ આંખ મિચકારી હોઠ ઉપર જીભ ફેરવતા કહ્યું.
“મન થયું છે તો આવી કેમ નથી જતા બેડરૂમમાં તમારું સ્વાગત કરવા તૈયાર છુ.”રશ્મિ એ લુચ્ચું હસતા જવાબ આપ્યો.
“અરે તારો નોકર ઘરે હોય તો મારે કેવી રીતે અવાય.”
” નોકર હવે નથી હોતો ઘરે તમે નિરાંતે આવજો”રશ્મિ એ આંખ નચાવી કહ્યું
બસ થઇ રહ્યું બીજે જ દિવસેજેવો મયુર મિલ માં કામ કરવા ગયો કે તરત જ જીજાજી હિરેન એ એન્ટ્રી કરી.હવે તો આ રોજ નો સિલસિલો થયી ગયો હતો મયુર ને ક્યારેક ગંધ આવી જતી પણ એ કશું કરી શકે એમ નહોતો.

આમ પણ અત્યારે કારખાનું મંદી માં ચાલી રહ્યું હતું પૈસા ની ખેંચ હતી. અમુક કારીગરો ને છુટા કરી નાખ્યા હતા
મયુર ને ડર હતો કે ક્યાંક એને છૂટો ના કરી નાખે આમ મયુર ડિપ્રેશન માં હતો અને બીજી બાજુ રશ્મિ પૂરેપૂરી ચકોર હતી.જો મયુર એને બે શબ્દો પણ બોલે તો રશ્મિ મહાભારત કરતી અને પછી એને શાંત પાડવી મુશ્કેલ બની જતી હતી.
મયુર ઘણી વાર ભગવાન ને પ્રાથના કરતો હતો
“હે ભગવાન ક્યાં પાપ ના ફળ સ્વરૂપે આવી બદચલન પત્ની મળી? એને નથી કોઈ શર્મ કે નથી કોઇ મર્યાદા?”
હવે તો પાડોશીઓ પણ મયુર ભાઈ ને ચેતવવા મંડ્યા હતા
“”મયૂર ભાઈ  બહાર આખો દિવસ કામ કર્યા કરો છો જરા ઘરમાં પણ ધ્યાન આપો
તમે જાવ છો પછી કોઇ પુરુષ તરત જ આવે છે લગભગ ત્રણ કલાકે જાય છે”
મયુર માટે લોકો ને મો બતાવવું ભારે થઈ પડ્યું હતું , પણ એ કશુ કરી શકે એમ ન હતો
આમ પણ રશ્મિ બધી વાતે તૈયાર હતી
નાની  દિવ્યા ના કારણે મયુરને ચૂપ ચાંપ સહન ક્યાં સિવાય છૂટકો ન હતો.ક્યારેક મયુર એકાંત માં જઇ ને રડી લેતો.
હવે રશ્મિ ને જીજાજી ઉપર રસ ઉડી ગયો હતો. હવે એણે એનો કૉલેજ કાળ નો જૂનો બોયફ્રેન્ડ એક હોટલ માં મળી ગયો હતો
અને થોડા જ સમય માં રશ્મિ બીજી વાર પ્રેગનન્ટ થઇ ગઈ.મયુર ને ખબર પડી એટલે એણે રશ્મિ ને અબૉશન કરવી લેવા ઘણું સમજાવી. કારણ પણ સ્પષ્ટ હતું મયુર ની મિલ અત્યારે ડચકા ખાઇ રહી હતી.
એમાં મર્યાદિત આવક હતી. મકાન નું ભાડું, વચ્ચે દિવ્યા ના સ્કુલ નો ખર્ચો ,એને પણ રશ્મિ એ જીદ કરીને ઇંગ્લિશ મીડિયમ માં મૂકી હતી અને બીજી બાજુ દેવું હતું,લૉન ના હપ્તાઓ ની ચિંતા હતી
અને ડોક્ટર પણ સોનોગ્રાફી રિપોર્ટ માં જોઇ ને કહ્યું હતું કે દીકરી છે
મયુર ને દીકરા દીકરી વચ્ચે કોઇ ભેદ ભાવ નહતો પણ આર્થિક પ્રશ્નનો મુંઝવતા હતા એણે રશ્મિ ને સમજાવટ ની ઘણી કોશિષ કરી
“રશ્મિ તું સમજ આપણી આર્થિક પરિસ્થિતિ નો તો કંઈક વિચાર કર તું  અબૉશન કરવી લે”
“ના હું  અબૉશન નહિ કરવી શકું.”
“પણ કેમ”
“પણ અને બણ કઈ જ નહીં હું અબૉશન નહિ કરવું એટલે નહિ જ કરવું તને પૈસા નો પ્રોબ્લેમ છે ને ?પૈસા હું મારા ભાઈ પાસે થી લઇ આવીશ પછી તો તને કોઇ વાંધો નથી ને?”
“પણ મારે દેવું નથી કરવું. જો પહેલું સંતાન હોય તો વાત અલગ છે પણ આપણે માંડ માંડ નાની દિવ્યા નો ખર્ચો ઉપાડી શકયે છીએ ત્યાં  બીજા બાળક નો વિચાર કરવો પણ મુર્ખામી છે.”
મયુર ને આર્થિક પ્રશ્નો મુંઝવતા હતા અને જો દીકરો હોત તો પણ આજ નિર્ણય લીધો હોત.
પણ રશ્મિ ના માની તે ન જ માની.એણે દીકરી ને જન્મ આપવાના નિર્ણય ને મક્કમ પૂર્વક વળગી રહી.
મયુર અંતે હારી ગયો.હમેંશા ની જેમ જ રશ્મિ એ પોતાનું ધાર્યું જ કર્યું
અંતે દીકરી જન્મી ઘરના બધા ને થોડું અજુગ લાગ્યું કારણકે દીકરી સાવ કાળી અને કદરૂપી હતી
દીકરી નું નામ પડ્યું”જિયા” પણ નામ જરાપણ દીકરી સાથે બંધબેસતું ન હતું.
મયુર ને લાગ્યું કે દવા ની આડઅસર ને કારણે કદાચ કાળી હશે અને આમ પણ રશ્મિ ને ખાવાનું પણ ક્યાં મળ્યું હતું.
હકીકત માં મયુર જે ભ્રમ માં હતો એ ૧% જેટલો પણ સાચો નહતો. સાચી વાત તો એ હતી કે એ દિકરી મયુર ની નહિ પણ રશ્મિ ના પ્રેમી જોન ની હતી. જોન ખ્રિસ્તી હતો.અને લગ્ન ન થવાનું એક કારણ નાત અલગ હતી.
હજી પણ આપણે ત્યાં  ખ્રિસ્તી કે મુસ્લિમ  જેવી નાત ના સાથે કોઇ પણ હિન્દૂ પોતાની દીકરી કે દીકરા ના લગ્ન કરવા ક્યારેય મંજુરી નથી આપતા ત્યારે તો આ૪૫-૩૫ વર્ષ પહેલાં ની વાત છે
રશ્મિ અને જોન એક બીજાને કોલેજ કાળ થી પ્રેમ કરતા હતા પણ લગ્ન ન થયી શક્યું પણ રશ્મિ લગ્ન ન ત્રણ વરસ પછી પણ જોન ને નહોતી ભૂલી અને એક દિવસ બેવ હોટલ માં ભેગા થઇ ગયા.
” રશ્મિ આપણા લગ્ન ભલે ના થઇ શક્યા પણ તે પહેલાં જ મને વચન આપ્યું હતું કે હું તારી બધી જ વાત માનીશ તો અત્યારે મારી વાત માન મને બહુ જ ભૂખ લાગી છે”
ભૂખ એકલા જોન ને જ નહોતી લાગી પણ રશ્મિ ને પણ લાગી જ હતી.
આ સાથે જ રશ્મિ એ શરત પણ રાખી હતી કે એક બાળક આપવું પડશે.
જોન ને ડર હતો કે ક્યાં રશ્મિના પતિ ને ખબર ન પડે.
એણે એટલું જ કહ્યું”રશ્મિ હું બાળક આપવા તૈયાર છું,પણ  એ મોટું થઈ ને મારા જેવું થાય તો તારા પતિ ને ખબર પડશે તો?તારું ઘર નહિ ભાંગે?”
જોન ને રશ્મિ સાથે માત્ર ને માત્ર ફિશિકલ રિલેસીઓનસીપ રાખવી હતી.એને રશ્મિ સાથે લગ્ન નહોતા કરવા. એ છેલબટાઉ હતો એને ટાઈમ પાસ કરવો હતો અને એમ હતું કે  જો બાળક પોતાના જેવું થાય અને રશ્મિ ના પતિ ને ખબર પડે અને જો રશ્મિ છુટા છેડા લઇ ને પોતાની સાથે રહેવા આવી જાય તો એ વાત જોન ને મંજુર ન હતી.
એને રશ્મિ ને સ્પષ્ટ ના પાડી દીધી.અંતે રશ્મિ એ કહ્યું કે સારું આપણે સાવધાની રાખીશું અને જો તો પણ હું પ્રેગેન્ટ થઇ જઉ તો  હું અબૉશન કરવી લઇશ.
અને પછી જોન અને રશ્મિ ના છનપગનીયા શરૂ થયી ગયા.છ મહિના ના રંગલેરિયા પછી રશ્મિ ને ખબર પડી કે એ
પ્રેગેેન્ટ છે. એટલે એને જોન સાથે સબંધ ઓછો કરી નાખ્યો.
જોન આમ પણ રશ્મિ થી ધરાઇ ગયો હતો એટલે રશ્મિ એ જ્યારે બોલવાનું ઓછું કરી નાખ્યું ત્યારે જોન અંદર થી ખુશ થયો હતો.
અંતે બંને વચ્ચે બોલવાના પણ સબંધ ના રહયા
અને ૬ મહિના પછી જિયા નો જન્મ થયો હતો.જિયા  પુરે પુરી  જોન ઉપર ગઇ હતી એટલે જ એ કાળી અને કદરૂપી હતી. જ્યારે પુત્રી દિવ્યા ચાંદ નો ટુકડો હતી એટલી બધી ગોરી ન હતી પણ દેખાવ માં અંત્યન્ત સુંદર હતી.
એ પુરે પૂરી એના મોટા કાકા ઉપર ગઇ હતી.
રશ્મિ જોન નું એક બાળક ઈચ્છતી હતી એટલે જ એણે જોન ના નામ ઉપર જિયા નું નામ જીદ કરી ને રાખ્યું હતું.
બાકી જિયા ની રાશિ મેષ આવતી હતી એટલે અ, લ,ઇ એમ ત્રણ માંથી કોઈ એક અક્ષર ઉપર નામ પડતું હતું.
સમય વીતતો ગયો અને જિયા પછી રિયા નો જન્મ થયો આ સાથે જ રશ્મિ એ પોતાના લફરાં ચાલુ જ રાખ્યા રિયા એની દાદી જેવી થયી હતી.
ધીમે ધીમે બાળકો મોટા થવા લાગ્યા હતા પણ જિયા કાળી ને કાળી જ રહી.
સગાસંબધી જ્યારે ઘરે આવતા ત્યારે રશ્મિ ને પૂછતાં કે જિયા કેમ આવી છે?
રશ્મિ મો ફુલાવી એવું કહેતી કે”  ઘર માં ખાવું જ ક્યાં હતું ? તે મારુ બાળક સુંદર થાય મને માડ એક રોટલી મળતી હતી રોજ ની. મયુર ની આર્થિક તંગી ને કારણે જ તો મને ખાવા નથી મળ્યું.”
પણ સગા સંબંધી ને ગળે વાત ઉતરવી મુશ્કેલ હતી કારણકે બાળક ક્યારેય યોગ્ય પોષણ ન મળવા થી કાળું નથી બનતું.
બધા જ બાળકો પોતાના માં બાપ કે દાદા દાદી કે કાકા કે ફોઇ ઉપર જતા હોય છે
પણ જિયા આમાં અપવાદ હતી એ કોઇના જેવી નહોતી દેખાતી. અને અંતે તો ચામડી નો રંગ પણ ચાડી ખાતો હોય છે કે બાળક કોના જેવું દેખાય છે જ્યારેે માયુર ના ઘર માં બધા જ ગોરા હતા.
ધીમે ધીમે ટાઈમ સરકવા મંડ્યો. દિવ્યા હવે 12 માં ધોરણ માં આવી ગઇ પણ એ એની માં ના ધન્ધો જોઈને મોટી થઈ હતી એટલે એણે પણ મફત માં જલસા કરવા 3 boyfriend બનાવી લીધા હતા.હવે તો એ બોયફ્રેન્ડ ની બાઇક ઉપર ફરવા નીકળી પડતી હતી.આખો દિવસ બસ ફૅશન પરેડ માં જ વ્યસ્ત રહેતી હતી.
એવા માં મયુર એ એક ફ્લેટ ખરીદ્યો.એટલે બધા ત્યાં રહેવા ચાલ્યા ગયા .હવે રશ્મિ એ ફ્લેટ ને સજાવટ કરવા માંડી
પુરુષમિત્રો પાસેથી પૈસા પડાવી ને ફ્લેટ ને શણગારવાની એક પછી એક વસ્તુ વસાવા માંડી.
મયુર ના ઓછા પગાર માંથી પણ આબધું ક્યાંથી થાય. એ જ સગા સંબંધીઓ વિચારતા હતા.
ઘણી વાર તો મયુર ને પોતાને જ વિચિત્ર લાગતું કે એ કેવો વિચિત્ર પુરુષ છે.કે આવી બદચલન પત્ની ને નિભાવી રહ્યો છે.
હવે તો દિવ્યા અને જિયા પણ રખડવાનું શરૂ કરી દીધુ હતું. એ બેફમ બનતી ચાલી.
રિયા પણ મોટી થઇ ગઇ હતી. મયુર એ રશ્મિ ને સમજાવટ ની કોશિશ કરી કે “રશ્મિ તું જે રસ્તે જય છે એ રસ્તે દીકરીઓ ને ના લઇ જા. તને મેં નથી રોકી પણ દીકરીઓ ને આવા રસ્તે જતા હું નહિ જોઇ શકું”
“એટલે તું  કહેવા શુ માંગે છે? હું બદચલન છું એમ?”
“ના હું એવું નથી કહેતો.આવી રીતે તું છોકરીઓ ને ફેશન પરેડ ના શીખવાડ એને એની કારકિર્દી બનાવવતા શીખવાડ તે પોતે જ તારું જીવન બરબાદ કર્યું છે.મારી દીકરીઓ નું ના બગાડ”
” એટલેે આ ત્રણેય દીકરીઓ એકલા  તારી જ  છે એમ? એક વાત કાન ખોલી ને સાંભળી લે મયુર મેં તારા ઓછા પગાર માં મેં
મારી આખી જિંદગી ઘસી નાખી છે મયુર ના કોઈ મોજ શોખ કે ના કોઇ આનંદ- પ્રમોદ. તારા જેવા ભૂખરડી બરસ ને  કોઈ છોકરી આપવા તૈયાર ન હતું.મારા પપ્પા હા પાડવા ના ન હતા  પણ મારા કિસ્મત ફૂટેલા હતા એટલે જ તો મારા લગ્ન તારા જેવા જોડે  થયા.તારા જેવો બાઘો વર તો કોઇ નો નથી.
મારા મોટા દીદી તો કેવા મોજ શોખ થઈ ફરે છે ને હું?
લગ્ન કરી ને આવી ત્યાર થી ક્યાંક હું ફરવા નથી ગઈ.
કોઇ દિવસ હોટલ માં લઇ ગયા છો? તું સંતોષ નથી આપી શકતો તો મારે શુ મારા મોજ શોખ દાટી દેવાના?
અને મારી દીકરીઓ ની આ જવાની છે જવાની  મોજ શોખ માટે હોય છે વેડફી દેવા માટે નહીં? શુ ખબર તમે કાલે ઉઠી ને તમારા જેવો બુડથલ નમૂનો શોધી લાવશો તો મારી જેમ જ મારી દીકરીઓ એ આખી જિંદગી કરકસર માં  કાઢવી પડશે. એને અત્યારે  મોજ શોખ કરવા દો”
મયુર એ લાખ સમજાવટ ની કોશિશ કરી પણ વ્યર્થ ગઈ. દીકરીઓ પણ માં ના પગલે ચાલી રહી હતી
હકીકત માં રશ્મિ એ નાનપણથી જ દીકરીઓ ને બધુંજ શીખવાડી દીધું હતું કહેવાય છે કે બાળક નું હદય મીણ જેવું પોચુ હોય છે તમે જે શીખવાડો છો તે આસાની થી શીખી જય છે અહીં પણ એ જ બન્યું હતું.મયુર પાસે પોતાનીજ દીકરીઓ નું જીવન પોતાની જ આખ સામે  બરબાદ થતું જોવા સિવાય છૂટકો ન હતો.
મયુર  દીકરીઓ ને સમજાવતો ત્યારે દીકરીઓ એ પણ એની માં એ બોલેલા વાક્યો  બોલતી.
હવે દિવ્યા ૧૨ પાસ કરી ને  કૉલેજમાં આવી હતી.પણ એ કૉલેજમાં રખડવા જ આવતી હતી  એ પાસ થતી નહતી એટલે અને બોયફ્રેન્ડ પાસે થી પણ કઇખાસ મળતું ન હતું એટલે જ દિવ્યા એ હવે કૉલેજ છોડી ને જોબ કરવા નું શરૂ કર્યું હતું.
જિયા પણ 10 પાસ કરી ને જોબ ગોતી લીધી હતી.
એ મોલ માં નોકરી કરતી હતી. સાથે જ મોલ માં નોકરી કરતા છોકરાઓ ને નચાવવાનું શરૂ કરી દીધું હતું.દિવ્યા એ એના બોસ સાથે ચક્કર શરૂ થઇ ગયું હતું.અને એથી જ તો દિવ્યાને એક મહિના માં બોસ ની મદદ થી એકટીવા પણ ખરીદી લીધું હતું બોસ સાથે ફિઝિકલ રિલેશનશિપમાં ઘણી જ આગળ વધી ગયી હતી.અને બોસ પોતે જ પરણેલો હતો. બે બાળકો નો બાપ હતો.થોડાજ સમય  પછી  બોસ ની વાઇફ ને ખબર પડી કે એનો પતિ ઑફિસમા નોકરી કરતી એક છોકરી સાથે ચક્કર છે એટલે બોસ એ ના છુટકે દિવ્યા ને બીજા ફ્રેંડ ની ઓફિસે માં જોબ આપવી દીધી હતી.હવે દિવ્યા એ ત્યાંના બોસ ને સાથે પણ રેલશનશીપ બનાવી લીધા હતા.
દીકરીઓ પણ માંથી પણ સવાયી નીકળી હતી.રશ્મિ એ જાતે જ દીકરીઓ ને બધું શીખવાડ્યું હતું. રશ્મિ જુવાન છોકરીઓ ની માં હોવા છતાં પણ પોતાના લફરાં ચાલુ જ રાખ્યા હતા.જે બ્યુટીપાર્લર નો ખર્ચો નોકરી કરતી મહિલા ઓ ને પણ ના પોસાય એ જ બ્યુટીપાર્લર માં રશ્મિ અને તેની ત્રણેવ દીકરીઓ જતી. હવે તો રશ્મિ એ પોતાના અને ત્રણેવ દીકરીઓ માટે સોના ની ચૈન અને વીટી પણ કરાવી લીધા રશ્મિ એ ફ્લેટ ની કાયા પલટ કરી નાખી હતી.રશ્મિ એ અડોસ પડોસ ની છોકરીઓ ને પણ બધું શીખવાડવા માંડ્યું હતું.
અડોસી પડોશી રશ્મિ ના લફરાંને જણતા હતા. તેઓ રશ્મિ થી પોતાની છોકરીઓ ને દૂર જ રાખતા. પડોશીઓ મા પણ રશ્મિ નું માન રહ્યું ન હતું.
હવે દિવ્યા માટે રશ્મિ એ શોધ ખોળ શરૂ કરી દીધી હતી. એવામાં રશ્મિ ના મામા દિવ્યા માટે એક છોકરો શોધી લાવ્યા છોકરો મામા ની સોસાયટી ની બાજુ ની સોસાયટીમાં રહેતો હતો વાણીયા નો છોકરો હતો.
મામા એ એ છોકરા પાસે થી 50000 લઇ
ને દિવ્યા ને લગ્ન માટે મનાવી લીધી હતી.
દિવ્યા ના સાદાઇ થી લગ્ન થયી ગયા.અને એ
સાસરે આવી ગઈ.સાસરે આવ્યા પછી પણ દિવ્યા આખો દિવસ સજવા ધજવા અને ફોન ઉપર  બેનપણી સાથે વાતો કરવામાં જ ટાઇમ પૂરો કરતી હતી.એ રખડવાની શોખીન હતી.અને જ્યારે સાસરા માં  કામ કરવું પડતું હતું. જે દિવ્યા થઈ શકય નહતું.
હવે દિવ્યા એ સાસુ અને નણંદ ને હેરાન કરવાનું શરૂ કરી દીધું હતું.દિવ્યા ના વિચિત્ર પ્રકારના વર્તન પર થી કંટાળી ને એના પતિ વિવેકે એને મનોચિકિત્સક પાસે લઇ જવા માંગતો હતો.વિવેકે દિવ્યા ને ઘણી સમજાવી કે ચાલ docter પાસે પણ  હકીકત માં એ જાણી જોઇ ને આવું વર્તન કરતી હતી. એને હવે આ ઘર માંથી છૂટવું હતું. એ પણ હવે વિવેક થી ધરાઈ ગઇ હતી.
અંતે દિવ્યા પપ્પાને ઘરે જતી રહી.અને ખોટે ખોટી ફરિયાદ કરતી રહી.વિવેક મને ક્યાંય ફરવા નથી લઇ જતો ,મને પાગલ સમજે છે અને મને મનોચિકિત્સક પાસે લઇ જઇ ને પાગલ બનાવી દેવી છે,સાસુ અને નણંદ મને બહુ કામ કરાવે છે આખો દિવસ મહેણાં મારે છે.વગેર વગેર….
અંતે મયુર દીકરી ને સમજાવી ને પરત મોકલવા માંગતો હતો.પણ રશ્મિ ને તો દિવ્યા ઘરે જ રહે તો પાછો બિઝનેસ શરૂ થયી જાય અને આવક વધે એ માટે થઈ ને દિવ્યા ના છુટા છેડા કરવી ઘરે રાખવી હતીએટલે એણે વિવેક ના ઘરે છાનામાના જઇ ને દિવ્યા ના ડિવોર્સ કરવી દીધા. મયુર ને એમ કે ૧ મહિના પછી દિવ્યા ને સમજાવી પટાવી ને પાછી સાસરે મોકલી દેવી.પણ જ્યારે ૨૫ દિવસ પછી માયુરે દિવ્યા ને સમજાવટ ની કોશિશ કરવા માંડી ત્યારે રશ્મિ એ ધડાકો કર્યો કે દિવ્યા ના તો છૂટાછેડા થઇ ચૂક્યા છે એ હવે સાસરે ક્યારેય નથી જવાની.
મયુર ને લાગ્યું કે રશ્મિ એ હંમેશા ની જેમ પોતાનું ધાર્યું જ કર્યું છે એને કોઈ ના પહોંચી  શકે.
દિવ્યા ને એ્ક વાર મયુર એ સમજાવટ ની કોશિશ કરી પણ વ્યર્થ ગઈ.
દિવ્યા આજે પણ કુંવારી છે
કહેવાનો મતલબ એ છે કે અત્યારે બેટી પઢાવો બેટી બચાવો ના બેનરો અને નારા ગુજ્યાં છે .પણ સવાલ એછે કે એક દીકરી બગડે તો  કેટલકેટલાય ની જિંદગી બગાડી દેતી હોયછે “દીકરી એક નહિ બે ઘર તારે છે”
પણ દીકરી જો બગડે તો એક નહિ બે ઘર બગડે છે.દીકરી સારી હોય છે એમ ખરાબ પણ હોય છે રશ્મિ એ કેટકેટલા ની જિંદગી બગડી નાખી.

દીકરીઓ સામે મારો વાંધો નથી.હું પણ એક દીકરી છું. મારા કહેવાની મતલબ એ છે કે દીકરી ને યોગ્ય સંસ્કાર આપો કે એ તમારા સંસ્કાર  સાસરે જઇ ને મહેકવે તમારા નામની ખુશ્બૂ ફેલાવે. સાથે જ એ બીજા ની જિંદગી સુધારે.
એક વાત યાદ રાખી લેજો દીકરી તમારા જ નહીં કોઇ પારકા ઘરની પણ આબરૂ છે બીજા ના ઘરની પણ મહેક છે
બેટી પઢાવો અને બેટી બચવો માં જે પઢાવો શબ્દ છે એમાં સંસ્કાર આપવાની વાત પણ આવી જાય છે.

સત્યઘટના…….

ઉર્વિ ગજ્જર

ટીપ્પણી