ક્યારેય વિચાર્યું છે કે કેમ પેદા થાય છે ટ્રાન્સજેન્ડર? આ છે કારણ…

હાલ આપણે ટ્રાન્સજેન્ડર શબ્દ વારંવાર સાંભળીએ છીએ, કારણ કે, તેમની સાથે જોડાયેલા સમાચારો ચર્ચામાં રહે છે. તેમના હક, લગ્ન માટે થતી ચર્ચાઓ હવે સામાન્ય બાબત બની ગઈ છે. આ ટ્રાન્સજેન્ડર ન તો પુરુષ છે, ન તો સ્ત્રી કેટેગરીમાં આવે છે. ટ્રાન્સજેન્ડરમાં પુરુષ અને સ્ત્રી બંનેના ગુણ હોઈ શકે છે. ઉપરથી પુરુષ જેવા દેખાતા કોઈ વ્યક્તિના ઈન્ટરનલ ઓર્ગન અને ગુણ મહિલાના હોઈ શકે છે. તેમજ ઉપરથી મહિલા જેવી નજર આવતી વ્યક્તિમા પુરુષવાળા ગુણ અને અંગો હોઈ શકે છે. તો ચાલો જાણીએ, આ પાછળનું સાયન્સ.

કેવી રીતે શિશુ ટ્રાન્સજેન્ડર બને છે

તબીબોના જણાવ્યા અનુસાર, પ્રેગનેન્સીના પહેલા ત્રણ મહિના દરમિયાન જ શિશુનુ લિંગ બની જાય છે. શિશુના લિંગ બનવાની પ્રોસેસ દરમિયાન કોઈ ઈજા, ટોક્સિક ખાણીપીણી, હોર્મોનલ પ્રોબ્લમ જેવા કોઈ કારણથી પુરુષ કે મહિલા બનવાને બદલે બંને લિંગોના અંગ કે ગુણ આવી જાય છે. પ્રેગનેન્સીના શરૂઆતના 3 મહિના બહુ જ મહત્ત્વના હોય છે અને આ દરમિયાન સૌથી વધુ સાવધાની રાખવી પડે છે.

શિશુના ટ્રાન્સજેન્ડર બનવાના સંભવિત કારણો

તાવ

પ્રેગનેન્સીના શરૂઆતના 3 મહિનામાં જ મહિલાને તાવ આવ્યો હોય અને તેણે કોઈ હેવી ડોઝની દવા લીધી હોય તો…

દવા

પ્રેગનેન્સીમાં મહિલાએ કોઈ એવી Teratogenic Drug લીધી હોય, તો બાળકને નુકશાન થઈ શકે છે.

ટોક્સિક ખોરાક

જો પ્રેગનેન્સી દરમિયાન મહિલાએ ટોક્સિક આહાર, જેમ કે કેમિકલી ટ્રીટેડ કે પેસ્ટીસાઈડ્સવાળા શાકભાજી કે ફળ ખાધા હોય તો…

એક્સિડન્ટ કે બીમારી

પ્રેગનેન્સીના 3 મહિનામા કોઈ એવો અકસ્માત કે બીમારી થઈ હોય, જેનાથી બાળકના અંગોને નુકશાન પહોંચી શકે છે.

જેનેટિક ડિસઓર્ડર

10-15 ટકા કિસ્સાઓમાં જેનેટિક ડિસઓર્ડરને કારણે પણ શિશુના લિંગ બનવા પર અસર પડી શકે છે.

ઈડિયોપેથિક પ્રકાર

ટ્રાન્સજેન્ડર બાળકો પેદા થવાના મોટાભાગના કિસ્સા ઈડિયોપેથિક હોય છે. જોકે, આ પાછળનું કારણ હજી સુધી ખબર પડ્યું નથી.

એર્બોશનની દવા

જો મહિલાએ ડોક્ટરની સલાહ વગર પોતાની મરજીથી એર્બોશનની દવા કે ઘરેલુ ઉપચાર અજમાવ્યા હોય તો બાળક પર અસર થઈ શકે છે.

પ્રેગનેન્સીમાં રાખજો સાવધાની :

• ડોક્ટરની સલાહ વગર કોઈ પણ દવા ન લો. સામાન્ય તાવ કે શરીરના દુખાવા જેવી તકલીફમા પણ નહિ.
• હેલ્ધી ડાય લો. કોઈ પણ પ્રકારનુ્ ટોક્સિક ફૂડ કે ડ્રિંગ લેવાનું અવોઈડ કરો.
• થાઈરોઈડ પ્રોબ્લમ, ડાયાબિટીસ જેવી બીમારીઓમાં ડોક્ટરની સલાહ બાદ જ પ્રેગનેન્સી પ્લાન કરો.
• પ્રેગનેન્સી દરમિયાન દારૂ, સિગારેટ કે નશીલા પદાર્થોનું સેવન બિલકુલ પણ ન કરો. ઊંઘની દવા પણ ડોક્ટરને પૂછ્યા પછી જ લો.

સંકલન : દીપેન પટેલ 

શેર કરો આ ખુબ મહત્વની બાબત તમારા ફેસબુક મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી