વાઈટ ચોકલેટ રાસબેરી ચીઝકેક

સામગ્રી –

ઓરિયો ક્રસ્ટ
– 24 ઓરિયો કુકીઝ
– 1/4 કપ પીગાળેલું અનસોલ્ટેડ બટર

ચીઝ કેક ફિલીંગ
– 240 ગ્રામ સોફટ ક્રીમ ચીઝ
– 1 કપ ફુલ ફેટવાળું હંગ કર્ડ
– 1/2 કપ સાકર
– 1 1/2 ટી સ્પુન વેનિલા એસેંસ
– 8 ઔંશ (અંદાજે 227 ગ્રામ) વાઈટ ચોકલેટ

રાસબેરી ક્રશ
– 3/4 કપ રાસબેરી
– 3 ટેબલસ્પુન સુગર સીરપ

વ્હીપ ક્રીમ
– 1 કપ હેવી ક્રીમ
– 1/4 કપ કોન્ફેશનરી સુગર
– 1 ટી સ્પુન વેનિલા એસેંસ

રીત –
– ઓરિયો બિસ્કીટને ગ્રાઈન્ડરમાં પીસી ફાઈન ક્રમ્બ કરો.
– બટરને પીગાળી તેમાં ઓરિયો બિસ્કીટ ક્રમ્બ મિક્સ કરી પેનમાં મિશ્રણ પાથરી હળવું દબાવો.

રાસબેરી ક્રશ
– ફુડ પ્રોસેસ કે બ્લેંડર માં રાસબેરી પીસી ગાળી લો.
– સુગર સીરપ બનાવો.
– રાસબેરી નાખી હલાવો.

ચીઝ કેક ફિલીંગ
– ચીઝ અને ક્રીમને સ્મુથ થાય ત્યાં સુધી બીટ કરો.
– સાકર,વેનિલા એસેંસ નાખી 30 સેકેંડ જ હલાવો.
– પીગાળેલી વાઈટ ચોકલેટ નાખી ધીરે ધીરે ફેલ્ડ કરતાં બધું બરાબર મિક્સ કરો.
– પેનમાં ક્રશના લેયર પર આનો લેયર પાથરો.
– રાસબેરીનો લેયર કરો અને ફ્રીઝ કરો.

રસોઈની રાણી – ચેતનાબેન પટેલ
સાભાર – ઉર્વી શેઠિયા

ટીપ્પણી