લસણ ડુંગળી વગરનો સ્વાદિષ્ટ ‘વાઈટ પુલાવ’ આજે સાંજે જ બનાવો એકદમ સરળ રીત છે

વાઈટ પુલાવ (white pulao)

મિત્રો,પુલાવ તો ઘણી જાત ના બને પણ લગભગ પુલાવ માં લસણ ડુંગળી તો ઉમેરાતા જ હોઈ તો આજે તમે બનાવો લસણ,ડુંગળી વગર નો પુલાવ જે તમે ટિફિન માં પણ લઈ જઈ શકો.

સામગ્રી

1 વાટકી બાસમતિ ચોખા
વટાણા
ઝીણી સમારેલી કોબી
ઝીણું સમારેલ કેપ્સીકમ
ઝીણા સમારેલ ગાજર
આદું મરચા ની પેસ્ટ
તજ નો ટુકડો
2 થી 3 લવિંગ
એલચી
મીઠું
1/2 ટી સ્પૂન ગરમ મસાલો
3 ટી સ્પૂન તેલ
જીરું
હિંગ

બનાવની રીત : 

સૌ પ્રથમ બધી જ સામગ્રી એક પ્લેટમાં ભેગી કરી લો જેથી સરળતા રહે.


સૌ પ્રથમ કુકર માં 3 ટી સ્પૂન તેલ નાખો.


તેલ ગરમ થાઈ એટ્લે તેમાં જીરું,હિંગ,તજ, લવિંગ બધું ઉમેરી દો


હવે તેમાં વાટેલા આદું મરચા,વટાણા,કોબી,ગાજર,કેપ્સીકમ આ બધું ઉમેરી બરાબર હલાવી મિક્સ કરો
પછી તેમાં ગરમ મસાલો અને મીઠું નાખો


હવે જે વાટકી માં ચોખા લીધાં છે તેજ વાટકી નાં માપથી પાણી ઉમેરો 2 વાટકી પાણી નાખવું
હવે પલાળેલા બાસમતી ચોખા નાખી બધુ ચમચાથી સરખું મિક્સ કરી કુકર નું ઢાંકણ બંધ કરી દેવું
2 સિટી ફાસ્ટ ગેસ માં અને 2 સિટી સ્લોવ ગેસ માં લેવી

નોંધ: તજ, લવિંગ,એલચી એ બધું આખું ના પસંદ હોય તો એનો ભૂકો કરી ને ઉમેરી શકાય

તમારા મનપસંદ શાક પણ ઉમેરી શકાય

તો તૈયાર છે વાઈટ પુલાવ.

રસોઈની રાણી : ચાંદની ચિંતન જોશી ( જામનગર )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી