White Dhoklaa (સફેદ ઢોકળા)

0
6

1014041_175405159330601_1846922092_n

 

સફેદ ઢોકળાઃ

 

*ખીરા માટેની સામગ્રી-

-ચણાની દાળ-1 કપ

-અળદની સફેદ દાળ અડધો કપ

-ચોખા1 કપ

-દહી1વાટકી

 

*વઘાર માટેની સામગ્રી-

-મીઠો લીમડો, રાય

-તેલ, કોથમીર, હિંગ

 

*પેસ્ટ માટેની સામગ્રી-

-આદુ, કોથમીર, લીલા મરચા-2, લસણ-7 કળી

 

*રીત:

ચણાની દાળ,અળદની સફેદ દાળ અને ચોખાને 3-4 કલાક પલાળવા,પછી મીક્ષરમાં ક્રશ કરવું. હવે તેમાં દહિં નાખીને 9-10 કલાક બોળો આવવા દો. બરાબર બોળો આવી જાય એટલે તેમાં આદું, કોથમીર, લીલા મરચા, લસણની પેસ્ટ તથા નમક, ચપટી ખાંડ,(પલાળેલી ચણાની દાળ પણ નાખી શકાય)નાખી ખૂબ હલાવો. આ મીશ્રણને ઢોકળીયામાં ભરી લો અને ધીમે તાપે 20 મીનીટ માટે મુકી દો. પછી ઢોકળીયામાંથી કાઢીને મનપસંદ આકાર આપી દો. હવે એક કડાઇમાં 2-3 ચમચી તેલ ગરમ મુકો, તેલ ગરમ થઇ જાય એટલે તેમાં રાય, હિંગ, મીઠો લીમડો નાખી હલાવવું, ત્યારબાદ તેમાં ઢોકળા નાખી હળવે હાથે હલાવવું, ડેકોરેશન માટે કોથેમીર નાખવી.

ટીપ્પણી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here