કઈ વસ્તુ દાન કરવી ના જોઈએ, વાંચો અને જાણો..

આપણા ગ્રંથો, વેદો અને પુરાણોમાં સમગ્ર જીવનને આવરી લેતી ઘણી બધી સચોટ વાતો કરવામાં આવી છે. આજે આપણે વાત કરીશું વિષ્ણુ પુરાણમાં દર્શાવેલા કેટલાક સિદ્ધાંતોની. વિષ્ણુ પુરાણની રચના મહર્ષિ વેદ વ્યાસે કરી છે. જેમાં જીવન માટે ઘણું બધું માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું છે. આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ જણાવીશું જેનો વેપાર કરવો વિષ્ણુ પુરાણમાં વર્જીત ગણ્યો છે.

મીઠુઃ

વિષ્ણુ પુરાણમાં મીઠાના વેપારને પણ અશુભ ગણવામાં આવે છે તેનાથી પણ તમારું પાપ વધે છે.

ઘીઃ

વિષ્ણુ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે શુદ્ધઘીનો વેપાર ના કરવો જોઈએ તેમજ તેને ખરીદવું જોઈએ પણ નહીં. તેને ઘરે જ બનાવવું જોઈએ.

પાણીઃ

પાણીનું દાન કરવું તે ખુબ જ શુભ માનવામાં આવે છે પણ પાણીના વેપારને પાપ ગણવામાં આવ્યું છે. પાણીનો વેપાર કરવાથી તમારા પુણ્યનો ઘડો ઉણો થતો જાય છે અને પાપનો ઘડો ભરાતો જાય છે.

તલઃ

ખાસ કરીને સફેદ તલને પણ વેચવા જોઈએ નહીં. તેનાથી પણ તમને નુકસાન થાય છે અને તમારા પાપમાં વધારો થાય છે.

સરસિયાનું તેલઃ

ધનની લાલચમાં આવીને ક્યારેય સરસિયાનું તેલ વેચવું જોઈએ નહીં.

ગાયનું દૂધઃ

ગાયને હિન્દુ ધર્મમાં અતિ પવિત્ર પ્રાણી માનવામાં આવે છે. વિષ્ણુ પુરાણમાં ગાયના દૂધના વેચાણને પાપ ગણવામાં આવ્યું છે.

ગોળઃ

ગોળના વેચાણને વિષ્ણુ પુરાણમાં પાપ ગણવામાં આવ્યું છે. માટે ગોળનો વેપાર કરવો જોઈએ નહીં.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અવનવી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

દરેક વ્યક્તિની માન્યતાઓ અલગ અલગ હોય છે તમને જરૂરી ના લાગે તો ના અજમાવશો..

ટીપ્પણી