હવે વોટ્સઅપના કારણે તમારા ફોનની મેમરી ફૂલ નહિ થાય… કંપની લાવી રહી છે કઈક નવું…..

વોટ્સઅપના નવા ફિચર્સ સતત એન્ડ્રોઇડ અને iOS પ્લેટફોર્મ પર રોલ આઉટ કરી રહ્યા છે. હાલમાં જ કંપનીએ એક નવો ફિચર રજૂ કર્યો છે. જે સ્ટોરેજ યુસેજના નામે સેટિંગમાં જોવા મળે છે. લાઇવ લોકેશન પછી આ ફિચર એન્ડ્રોઇડ યુર્ઝસ માટે પણ જલ્દી જ રોલ આઉટ થશે.

પણ હાલ બીટા વર્ઝનમાં જોવા મળે છે. જેમાં એપ સ્ટોરેજને મેનેજ કરવાની સુવિધા આપવામાં આવે છે. આ ફિચરની મદદથી વોટ્સઅપ યુઝર્સ પોતાની ચેટથી કોઇ પણ એક મીડિયા ફાઇલને અલગથી ડિલીટ કરી શકશે. ત્યારે એન્ડ્રોઇડ એપ પર તમે તમારા ફોનની મેમરીને ફૂલ થતી બચાવી શકો છો. તો આમ કરવા માટે જાણો અહીં…

આ ફિચરનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા તમારે વોટ્સઅપ પર જવું પડશે. તે પછી તેના સેટિંગમાં જાવ.

સેટિંગમાં તમને ડેટા અને સ્ટોરેજ યુસેજ ઓપશન મળશે જેમાં જઇને સ્ટોરેજ યુસેજ ઓપશનમાં જાવ.

અહીં જઇને તમને ફોનમાં ચેટ લિસ્ટ જોવા મળશે જેમાંથી તમે કોઇ એક ચેટ કે એક મેસેજ ડિલીટ કરી શકો છો.

અહીં તમને GIF, વીડિયો મેસેજ, ઓડિયો મેસેજ, ટેક્સટ મેસેજ, ફોટો આદીનો ઓપ્શન મળશે. તેમનાથી તમારે જે મીડિયા ફાઇલને ડિલિટ કરવી હોય તેને તમે સિલેક્ટ કરી શકો છો.

બાકી અન્યને અનચેક કરી તે એક ઓપશનને ચેક કરી ક્લિયર મેસેજ પર ટેપ કરો.

સૌજન્ય : ઇન્ટરનેટ

શેર કરો આ માહિતી તમારા મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી