શુ જરૂરિયાત છે… સેક્સ વિશેના જ્ઞાનની…? કદાચ આ જ પ્રશ્ન હતો ને તમારો પણ…?

What’s the need of sex education…?

શું જરૂરિયાત છે… સેક્સ વિશેના જ્ઞાનની…? કદાચ આજ પ્રશ્ન હતો ને તમારો પણ…?

આ બાહ્ય વિશ્વ અને આંતરિક વિશ્વ બંને સાથે જોડાયેલી વાત છે. એને માત્ર બાહ્યભાગથી સમજવી યથાર્થ નથી. એને બંને દ્રષ્ટિએ સમજવી જરૂરી છે.

આ વસ્તુ વૈચારિક છે, જે વ્યક્તિના મસ્તિષ્કની બહારના ભાગેથી સમજવી બહુ અઘરી છે. લગભગ અશક્ય. કારણકે જે પ્રમાણે અથવા એમ કહીએ કે જે દ્રષ્ટિએ આપણે સેક્સ અને સંભોગની ક્રિયાઓને જોઈએ છીએ, એ દ્રષ્ટિએ એના વિશેનું જ્ઞાન એપણ આપણને વન ટાઈપ ઓફ વલગરિટી અથવા વ્યર્થ અથવા પ્રયોજન હીન શબ્દજ લાગશે. આ વિશે ગણાતો જાણી જોઈને પ્રાચીન સંસ્કારોમાં વિકૃતિને જન્મ આપવાનું કૃત્ય પણ કહેશે. અથવા બૃહદ માન્યતાઓનો ચોલો ઓઢવાની કોશિશ કરીશુંતો એને પાપ શબ્દ સાથે કથિત રીતે પણ જોડી શકશે. (ચોલો ઓઢાડવાની અને કથિત જેવા શબ્દો એટલે વાપર્યા છે, કારણકે પહેલી વાત બૃહદ શાસ્ત્રો કે ઇતિહાસ એવું નથી કહેતો, કારણ કે શાસ્ત્રોની દ્રષ્ટિએ સેક્સ એજ્યુકેશનને વાયસ્યયન મુનિનું વિશ્વસનીય પુસ્તક કામ સૂત્ર સમર્થન પૂરું પાડે છે. તો ઇતિહાસની દ્રષ્ટિએ પૌરાણિક ઇમારતો, કોતરણીઓ, કલાકૃતિઓ, શિલ્પો, સ્થાપત્યો અને વિશ્વ વિરાસ્તમાં સમાહિત ખજૂરહોનું પ્રાચીન મંદિર સામ્રાજ્ય પણ સેક્સ વિશેની જાગૃતિ અંગેનોજ છૂપો નિર્દેશ કરે છે. અહીં કદાચ તમને ઓઢાડેલ ચોલા અંગેના પાળેલા ભ્રમનો જવાબ મળ્યો અને હવે કથિત રીતે જોડવાની વાત એટલે કે પ્રથમ તો આ અંગેની જાગૃતિએ પુણ્ય અથવા સ્તકર્મ છે, એટલે એને પાપ તો ગણીજ ન શકાય.)

વાસ્તવમાં સત્યતો એજ છે, જે શક્ય છે. દરેક વસ્તુના સારા નરસા બંને પરિણામો હોય છે. સાપનું ઝેર માણસને મારે છે, એ વસ્તુ બધા જાણે છે પણ ઘણા એવા સંજોગો પણ વ્યક્તિના જીવનમાં ઘટિત થાય છે કે જે સંજોગોમાં સાપનું ઝેરજ એને તારે છે. ઘણી દવાઓ એના દ્વારા નિર્મિત થાય છે. કોઈ પણ વસ્તુના અને ઇવન વ્યક્તિના વિચારના પણ બે દ્રષ્ટિકોણ હોય છે અને વસ્તુમાં બે પ્રકારની વાસ્તવિકતાઓ. જેમાં એક નકારાત્મક હોય છે બીજી સકારાત્મક પણ આપણે હંમેશા સકારાત્મક અસરને મહત્વ આપીએ છીએ. છતાં પણ જ્યારે પણ કોઈ વસ્તુ નકારાત્મક લાગે, ત્યારે એને ખતમ કરવાનો વિચાર કરતા પહેલા એના સકારાત્મક પાસાઓ ધ્યાનમાં લેવા જોઈએ. વાસ્તવમાં તો આધ્યાત્મિક દ્રષ્ટિકોણ દ્વારા જોતા સંતુલન એજ સૃષ્ટિનો મૂળ અધાર છે. કારણકે પાપ છે તો પુણ્યનું મહત્વ છે અને પુણ્ય છે તો પાપનું ન્યાય યોજિત વર્ગીકરણ શક્ય બન્યું છે. વ્યક્તિનું મસ્તિષ્ક ડ્યુઅલિટી કન્સેપટ દ્વારા કામ કરે છે. જ્યારે આપણે કોઈ વ્યક્તિને મળીયે ત્યારે પણ આ મસ્તિષ્ક પોતાને હું અને સામેવાળાને તું અથવા તમે દ્વારા અલગ અસ્તિત્વમાં પરિભાષિત કરે છે. એટલે જો સેક્સ અંગેના નકારાત્મક પાસાઓ છે, તો એના વધુ પડતા સકારાત્મક પાસાઓ પણ છે. જે આપણે અવગણીએ છીએ, અવગણતાં રહ્યા છીએ અને કદાચ અવગણતાં રહેવાના છીએ…

હું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ મુજબ એક વાત પણ કહેવા માગું છું.

બાળક જ્યારે નાનું હોય ત્યારે એને સમજ નથી હોતી કે શું ખાવું, ક્યારે ખાવું, શું ન ખાવું, અથવા કયા સમય દરમિયાન ન ખાવું. ખાલી સ્લેટમાં કોઈ પણ રેખા સરળતાથી દોરી શકાય છે. એનું કારણ છે અજ્ઞાનતા.
આપણે બધા જાણીએ છીએ કે સેક્સ અને ફીલિંગ્સ ઓફ રોમેન્ટિઝમ અથવા વાસના કે સ્પંદન એ બધુંજ આંતરિક છે. કુદરતી છે અને નૈસર્ગીક છે. જોકે કડવી લાગવા છતાં વાસ્તવિકતા તો એજ છે કે સૃષ્ટિના જીવન ચક્ર માટે આ બધુંજ અત્યંત જરૂરી છે. જ્યારે કુદરતી હાજત જવાનું થાય ત્યારે એને અમુક સમય માટે વિલંબિત જરૂર કરી શકાય પણ એને કાયમી રોકી શકવું લગભગ અશક્ય છે. વારંવાર એને કાળા કુશળતા અથવા રોકી શકવાના જ્ઞાન સાથે સકારાત્મક સ્વરૂપમાં જરૂર ફેરવી શકાય. પણ એને રોકી રાખવાની જ્ઞાન વિહીન કોશિશો વધુ પડતા નકારાત્મક પરિણામોને નોતરે છે.

જ્યારે કુદરતી પ્રકિયા નથી રોકાતી ત્યારે આપણે એની આગળ શરણાગતિ સ્વીકારીજ લઈએ છીએ. અથવા હું એમ કહું કે મજબૂરીવશ આપણે એ નિર્ણય સ્વીકારી લેવો પડે છે. સ્વીકારીએછીએ, સ્વીકારતા આવ્યા છીએ. તેમ છતાં અમુક વિચારશરણીઓ સમયના વહેણ સાથે ચુસ્ત થતી ગઈ છે. જ્યાં કોઈ સ્વીકાર ભાવ નથી, પણ હા ધિક્કાર ભાવ જરૂર છે. અલગતા, વલગર, અસામાજિક અથવા વિકૃત માનસિકતા સાથે એ વિચારોને જોડી દેવાય છે. છેવટે આ વિચારો વ્યાપ સાથે સમાજને તોડી નાખે છે. અને જ્યારે એ વિચારોમાં વિદ્રોહ જન્મ લે ત્યારે અસમાજિકતા વાસ્તવિક સ્વરૂપે સામે આવે છે. પણ, વાસ્તવમાં એ અસમાજિકતા પણ ચુસ્ત સમાજિકતાની આડ પેદાશ જ છે.
નાનું બાળક છે, ભૂખ લાગી છે. સવારથી બપોર થાય છે, સાંજ થાય છે, પણ જમવાનું નથી. શુ ખાવું ક્યારે ખાવું સમાજ નથી. એના પેટમાં જન્મેલી ભૂખ વધુને વધુ એને ભોજન તરફ આકર્ષિત કરે છે. ભોજન કોને કહેવાય એની સમજ બાળકમાં નથી, શુ ખાવું ક્યારે ખાવું અંગેની પણ સમજ નથી. મોઢેથી ખવાય છે એ પણ લગભગ ખબર નથી. છતાંય પેટમાં ભૂખ જેમ જેમ જોર પકડે છે. ઈચ્છા જરૂરિયાતમાં પરીણમેં છે અને જરૂરિયાત મજબૂરી બની જાય છે. આ મજબૂરી બાળકને કાઈપણ ચાવવા ખાવા મજબુર કરી દે છે. શુ ખાય છે એની સમજ ન હોવા છતાં એ ખાય છે, ચાવે છે, પેટમાં કંઇક ઉતરવાની રાહત પેટ અનુભવે છે, સાતા વળે છે, શુ ખાધું એનાથી પેટને કોઈ ફરક નથી પડતો. એને પૂરતું ભોજન મળ્યું એટલે એ શાંત છે. એ ખુશ છે. ભવિષ્ય ભલે ગમેતે હોય પણ એ પોતાની જરૂરિયાત મજબૂરી વશ સંતોષીને ખુશ છે. એણે શુ ખાધું એની જાણ નથી. વાસ્તવમાં એણે જે ખાધુંએ એની લાઈફ માટે ઘાતક છે. લગભગ અંત સમજો છતાં એણે આનંદ સહ આરોગ્યું છે. કારણકે એણે જે ખાધું એ વિશેની એને સમજ નથી. સમજાશે ત્યાં સૂધી બહુ વાર થઈ જશે. કદાચ એનો જીવ પણ જાય, બની શકે છે કે એ બચી પણ જાય. પણ એની અસરો પાછળના જીવનમાં રહેશે. અને એનું કારણ હશે એનું અજ્ઞાન…

કદાચ એ જાણતું હોત કે એણે જે ખાધું એ ઘાતક છે તો અમુક સમય માટે એ ભૂખની મજબૂરી લંબાવી શક્યું હોત…? કદાચ એ પોતાની જિંદગી બચાવી શક્યું હોત…?
પણ એની અજ્ઞાનતાએ એનો ભોગ લીધો… એનું જીવન એની ભૂલના કારણેતો ગયું, પણ સાથે સાથે અજ્ઞાનતાએ એમ મહત્વનો ફાળો ભજવ્યો…

‘પણ આ બધાનો સેક્સ સાથે શુ સબંધ…?’
‘સેક્સ પણ એક પ્રકારની ભૂખજ છે. જે નૈસર્ગીક છે, કુદરતી છે અને એ પણ ઈચ્છાઓમાંથી જરૂરિયાત અને જરૂરિયાતમાંથી મજબૂરીઓમાં પરિવર્તિત થાય છે. એવા સમયે અજ્ઞાનતા અંત સુધી દોરી જાય છે…’

‘તો…?’
‘બસ એટલેજ sex education જરૂરી છે.’

લેખક : સુલતાન સિંહ ‘જીવન’

મિત્રો ખુબ ઉપયોગી અને સમાજ માટે જરૂરી માહિતી છે તમારા એક શેર કરવાથી કેટલીય સ્ત્રીઓ અને યુવતીઓ બળાત્કારનો ભોગ બનતા બચી શકે છે…

દરરોજ આવી અનેક અવનવી અને ઉપયોગી માહિતી વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી