“વોટ્સએપ” – આપણે બધા વાપરીએ છીએ પણ આ બનવા પાછળ કેટલી મેહનત અને કેટલો સંઘર્ષ છે આજે જાણો..

જિંદગીમાં કઈ પણ કરવું અસંભવ નથી,જેવાં આપણા વિચારો હોય એ બધું જ કરવા આપણે સક્ષમ છીએ એટલે જ આપણે એ બધું જ કરી શકીએ છીએ, જે ક્યારેય કોઈએ શું આપણે પણ નથી વિચારી શકવાના.

ઉપર લખેલી વાત એ વ્યક્તિને લાગુ પડે છે. જેને વોટ્સએપ એપ્લીકેશન બનાવનાર એવા બે દોસ્તોની. એક છે બ્રાયન એક્ટર અને બીજો છે જોન કોમ. અત્યારે આ એપ્લીકેશનનો ઉપયોગ પૂરા વિશ્વમાં થઇ રહ્યો છે. અત્યારે જો કોઈ ન્યુ મોબાઈલની ખરીદી કરશે તો એ વોટ્સએપ વાપરવા માટે જ કરશે. અરે, કરે પણ કેમ નહિ? એમાં ફોટોઝ, વિડીયો, ડોક્યુમેન્ટ ને પી.ડી.એફ ફાઈલ, લોકેશન આસાનીથી ને એકદમ સરળતાથી એકબીજાને મોકલી શકાય છે. ચેટ કરી શકાય છે. વિડીયો કોલ પણ કરી શકાય છે. માટે વોટ્સએપ એપ્લીકેશન અત્યારે જીવન જરૂરિયાતનું સાધન બની ચૂકી છે. જેનો ફાયદો સારી સારી મોબાઈલ કંપનીઓને થયો છે.

કહેવાય છે કે, જે વસ્તુ સૌથી સારી હશે એનો ઈતિહાસ એટલો જ ખરાબ હોય છે. આ વોટ્સએપ એપ્લીકેશન બનાવનાર મિત્રોનો ઈતિહાસ પણ કૈક એવો જ છે.

તો ચાલો આજે આ બંને મિત્રોની સફર વિષે થોડું જાણીએ. એમની સ્ટ્રગલ ભરેલી સફર જોઇને આપણે પણ કશુક શીખીએ. જીવનમાં હજારો નિરાશા કેમ ન મળે, પણ જો લક્ષ્ય એક હશે તો એ હજારો નિરાશાને પચાવીને એને આશામાં ફેરવી શકાય છે. કૈક અંશે આવું જ જીવન આ બન્ને મિત્રોનું પણ રહ્યું છે.

જોન કોમનો એક સાવ સામાન્ય પરિવારમાં જન્મ થયેલ.આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી એ એક હેકર તરીકે નોકરી કરતો. એના પપ્પા કન્ટ્રકશન કંપનીમાં નાની એવી જોબ કરતા. એના મમ્મી હાઉસવાઈસ. જોન કોને કમ્પ્યુટર સાઈન્સનો અભ્યાસ પણ માંડ માંડ પૂરો કરેલો. ઘરની પરિસ્થિતિ સારી ન હોવાથી અભ્યાસ પણ અધૂરો રહ્યો હતો.
સમય જતા જોને પણ યાહૂમાં જોબ શરૂ કરી ત્યાં એને એકટન સાથે પરિચય થયો. પછી ધીરે ધીરે બંને ખાસ મિત્રો બની જાય છે.


2009માં આ બંને મિત્રોએ નોકરી છોડી દીધી ને, થોડા સમય માટે આફ્રિકા ફરવા ગયા. એ સમય દરમ્યાન આ બંને મિત્રોએ ફેસબુકમાં નોકરી માટે અરજી આપી. એમનું ઈન્ટરવ્યું થયા બાદ ફેસબુકે બંનેને રીજેક્ટ કર્યા. જોબ માટે ખુબ સ્ટ્રગલ કરી પણ ક્યાંય એમને જોબ મળી નહિ.

આ સમય દરમ્યાન જોન કોમે એક એપલ કંપનીનો મોબાઈલ અને એક કમ્પ્યુટરની ખરીદી કરી. એમાં એપલ મોબાઈલના ફીચર જોયા ને તરત જ એના મગજમાં એક વિચાર આવ્યો કે, આવનાર સમયમાં આવા મોબાઈલનું જ ચલણ વધવાનું છે. જો હું એક એવી એપ્લીકેશન બનાવું કે, જેના કારણે બે વ્યક્તિઓ સરળતાથી વાતચીત કરી શકે…મોબાઈલ વડે.
પણ આ એપ્લીકેશન બનાવવી કેવી રીતે? એના વિચારોમાં સતત રહ્યા કરતો. એ સમય દરમ્યાન રુસી નામનો આઈ ફોન ડેવલોપર સાથે એની મૂલાકાત થાય છે. ત્યારે આ બંને એ મળીને રાતદિવસ એક કરીને મગજ કસીને અંતે બનાવી જ નાખી એવી એપ્લીકેશન.

પરંતુ આ એપ્લીકેશનનું નામ શું આપવું ? એ વિચારોમાં જ હતો ત્યાં એક વિચાર આવ્યો કે, આ એપ રોજના વાર્તાલાપ માટે જ વપરાશે. માટે આ એપનું નામ પણ એવું જ હોવું જોઈએ, ને નામ પણ આપી દીધું “વોટ્સએપ”.

એ પછી એને એપલ મોબાઈલમાં એક નોટીફીકેશનનું ફીચર જોયું. તો તેણે પાછું વોટ્સએપમાં નીટીફીકેશન અને સ્ટેટ્સ ઉપયોગ કરતા બદલી શકે એનો ઉમેરો કર્યો.

એપ્લીકેશન તો બની ગઈ પરંતુ એમની મુશ્કેલીઓ વધી ગઈ.શરૂઆતમાં તો વોટ્સએપમાં જો કોઈ ન રજિસ્ટ્રેશન કરે તો જોનના એકાઉન્ટમાંથી અમુક રકમ કપાઈ જતી. બીજું કે ક્યાંક વોટ્સએપ સપોર્ટ કરતુ તો ક્યાંક ન પણ કરતુ…..હવે આ બધી જ તકલીફનું સોલ્યુશન કાઢવું તો કેવી રીતે કાઢી શકાય એનો કોઈ રસ્તો ન સૂઝતા આ એપ્લીકેશન થોડા સમય માટે બંધ કરવી પડી.

રાત દિવસની મહેનતથી બનાવેલી એપ્લીકેશન સકસેસ ગઈ હોવા છતાં બંધ કરવી પડે તો કોઈપણ વ્યક્તિ ડિપ્રેસ થઇ શકે છે. એ સ્વાભાવિક છે. પરંતુ, જોનમાં એક અલગ જ આત્મવિશ્વાસ હતો.

ફરીપાછું સુધારા સાથે નવી જ મહેનતથી ૨૦૧૦ માં ન્યુ વર્જન બનાવ્યું. જે ખુબ જ ચાલ્યું. ૨૦૧૦ થી ૨૦૧૪ સુધીમા આ જ એપમાં ૬૫ કરોડ યુઝર બની ચૂક્યા હતા. આ એપમાં એટલી ઝડપથી યુઝર જોડવા લાગ્યા કે એક જ દિવસમાં ૧૦ લાખ યુઝર લોગીન થતા હતા. બીજું કે આ એપ હવે પૂરા વિશ્વમાં સપોર્ટ કરતી હતી, કોઈપણ સ્થળે ચાલતી હતી. જેનો કોઈપણ યુઝર પાસેથી ચાર્જ લેવામાં આવતો નથી.

પછી જે ફેસબુકે આ બંને મિત્રોને નોકરી આપવાની નાં કહેલી હતી. એ જ ફેસબુકે આ એપ્લીકેશન આ બંને દોસ્તો પાસેથી ખરીદવા માટે પ્રસ્તાવ મુક્યો.

એક બે નહિ પણ પૂરા ઓગણીસ બિલિયન ડોલરમાં એ જ વોટ્સએપ ફેસબુકે ખરીદી…જો ભારતીય રૂપિયા પ્રમાણે ગણીએ તો એની કીમત એક લાખ કરોડથી પણ વધુ થાય છે.

મિત્રો, એટલે જ જીવનમાં નાની મોટી તકલીફ તો આવે પણ એ તકલીફમાં આત્મવિશ્વાસ ગુમાવવો જોઈએ નહિ. એ જ આત્મવિશ્વાસથી આજે જે ફેસબુકે નોકરી ન આપી હતી એક સમયે….આજે એ જ ફેસબુકના બંને મિત્રો શેર હોલ્ડર બની ગયા છે.

લેખક : તૃપ્તિ ત્રિવેદી

શેર કરો આ રસપ્રદ માહિતી દરેક મિત્ર સાથે.. દરરોજ અવનવી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી