ડોક્ટર આને કહેવાય

- Advertisement -

4073_doctors-funnyએક વ્યક્તિ બપોરના સમયે ડોક્ટર પાસે ગયો અને કહ્યું કે તેની તબિયત બરાબર નથી રહેતી. જાડા ચશ્મા પહેરેલા ડોક્ટરે દરેક રીતે બરાબર ચકાસણી કરી અને પછી અચાનક ઉભો થઇને ચાલ્યો ગયો. થોડી વાર બાદ ડોક્ટર પાછો આવ્યો ત્યારે તેના હાથમાં દવાની ત્રણ અલગ અલગ બોટલ હતી.

ડોક્ટરે શરુ કર્યું, ”આમાંથી સફેદ ગોળીને એક મોટા ગ્લાસમાં પાણી સાથે ઉઠીને તરત લઇ લેજો. ત્યાર બાદ લીલા રંગની ગોળીને મોટા ગ્લાસમાં પાણી ભરીને જમ્યા પછી લઇ લેજો. ત્યાર બાદ રાત્રે સુતી વખતે લાલ રંગની ગોળી બીજા એક પાણીના ગ્લાસ સાથે લઇ લેજો….”

આટલી ગોળીઓ લેવાની વાત સાંભળીને વ્યક્તિને તો પરસેવો થઇ ગયો, તેણે પૂછ્યુ

”પણ ડોક્ટર સાહેબ, મને થયુ શું છે ?”

“તમે પૂરતુ પાણી નથી પીતા…” ડોક્ટરે જવાબ આપ્યો….

ટીપ્પણી