ભૂમિ પેડણેકરે માત્ર થોડાજ મહિનાઓમાં પોતાનું વજન ૩૨ કિલોગ્રામ કઈ રીતે ઘટાડ્યું તેનું સીક્રેટ જણાવી રહી છે..!!

તેણે આવીને પુરા બોલીવુડ જગતને હચમચાવી દીધું, લાખો લોકોના દિલ જીતી લીધા, અને ઘણી બધી યુવતીઓની પ્રેરણા બની ગઈ! આજે અમે તમને “દમ લગાકે હૈસા”ની એક્ટ્રેસ ભૂમિ પેડણેકરની વાત કરી રહ્યા છીએ. તેણે બોલીવુડમાં એક સાવ જ અલગ રોલ સાથે પ્રવેશ કર્યો,-જેમાં તેનું વજન ૮૯ કિલો હતું અને ફિલ્મ રીલીઝ થયા બાદ તરત જ તેનું વજન ઘટીને ૫૭ કિલો થઇ ગયું હતું!.

ફિલ્મમાં તેની એક્ટિંગની તો ખુબ જ પ્રશંશા થઇ, પરંતુ તેણે પોતાના વજનમાં કરેલ જબરજસ્ત ઘટાડાએ તો તેનાથી પણ વધારે ધ્યાન ખેચ્યું (ઘણા બધા લોકોની તો આંખો પોહળી થઇ ગઈ) જૂઓ યુવતીઓ, જો તમને ભૂમિના આ નાજુક ફિગરની નવાઈ લાગતી હોય, અને તમારે જાણવું હોય કે કેવી રીતે તેણે વજન ઘટાડ્યું તો અત્યારે તે જાણવાનો સમય જ છે. આ એકટ્રેસે જે લોકો વજન ઘટાડવા માંગતા હોય અને તેના જેવા ફીટ રહેવા માંગતા હોય, તેને પોતે વજન ઘટાડવા જે કર્યું તે “ધી ફન લીટલ થિંગ્સ“ દ્વારા શે’ર કરી મદદ કરવાનું નક્કી કર્યું છે, તેથી તે તમે પણ જાણો!

તેણે પોતાના ટવીટર અને ઇન્સસ્ટાગ્રામ પર #લૂઝઈટલાઇકભૂમિ, નામનું એકાઉન્ટ બનાવ્યું છે, જે તે દર અઠવાડિયે અપ-ડેટ કરશે તેવું પ્રોમિસ આપ્યું છે. અહી અમે ભૂમિએ સોશીયલ મીડિયા પર કેટલાક વેઇટ-લોસ કરવાના બતાવેલ સીક્રેટનું લીસ્ટ તમારી સમક્ષ પ્રસ્તુત કરી રહ્યા છે.

વેઇટ લોસ ટીપ#૧

આ રહી વજન ઘટાડવા ઈચ્છુક ચાહકો માટેની પહેલી ટીપ:

જ્યારથી મારી ફિલ્મ રીલીઝ થઇ, મને આ એક પ્રશ્ન હંમેશા પૂછવામાં આવતો, તમે તમારું વજન કઈ રીતે ઘટાડ્યું? મેં મારી યાત્રા વિષે તો ઘણી વાર કહ્યું છે. પરંતુ લોકો સાથે વધારે સારી રીતે કઈ રીતે કોમ્યુનીકેટ થઇ શકે તે મુંઝવણ હતી, તેથી ખુબજ વિચાર્યા બાદ મને લાગ્યુંકે હું તમારી સાથે મેં વેઇટ લોસ માટે કરેલા કેટલાક ફની/રમુજી નુસખાઓ શેર કરું. મને આશા છે કે તમને એ ઘણા ઉપયોગી થશે. તેના માટેની આ મારી પહેલી પોસ્ટ:!!!
મેં પુરતા પાણી પીવાની અગત્યતા વિષે ઘણુંજ વાચ્યું છે અને તે જરૂરી પણ છે!!!

હું ૬ થી ૭ લીટર પાણી પીવું છું. અને મારા પર વિશ્વાસ કરો, પાણીએ શરીર માટે આશીર્વાદરૂપ છે. હું આ ટેવને એક અલગ રીતે અપનાવવા માંગતી હતી, મને ડેટોક્ષ વોટરનો વિચાર આવ્યો. તે તમારા શરીરને સાફ કરે છે અને ડેટોકશીફાય કરે છે. ત્યારબાદ છે લીંબુ. લીંબુ માત્ર તમારા શરીરને સાફ કરે છે તેટલુજ નહિ પરંતુ તેને આલ્કાલાઈન પણ બનાવે છે. તે તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.

ફુદીનો, ફૂદીનાથી પાચન સારું થાય છે અને તેનાથી પીણામાં સુગર વગર પણ મીઠાશ આવે છે. કાકડી, કાકડીના ઘણાજ ફાયદાઓ છે. તે ચામડી માટે સારી છે, તે તમારા શરીરને પાણીથી ભરેલું રાખે છે, અને તેમાં બળતરારોધક ગુણધર્મ હોય છે. ટૂંકમાં તે તમારા માટે ઘણીજ સારી છે. માત્ર તેનો જ્યુસ બનાવો અને તેની ચૂસકી લેતા રહો. મેં અજમાવેલ ટીપ્સમાની એક.

વેઇટ લોસ ટીપ #2

ભૂમિએ પોતાની સીરીઝ-“લૂઝઇટલાઈકભૂમિ’ના બીજાવીકમાં આ શે’ર કર્યું.:
“રીફાઇન્ડ ખાંડ છોડવાનું કે તે લેવાની માત્રા ઓછી કરવાનો નિર્ણય મારા માટેનો એક સૌથી ઉત્તમ નિર્ણય હતો. બ્રાઉન કે સફેદ કોઈ પણ પ્રકારની રીફાઇન્ડ ખાંડ એ ફક્ત સ્વાદ અને કેલેરી સિવાય કશુજ નથી. ખરેખરતો તેને પચાવવાની પ્રક્રિયામાં તમારા શરીરના ઘણા બધા વિટામિન્સ અને ખનિજો ખાલી થઇ જાય છે. મારા જેવી વ્યક્તિ કે જેને સ્વીટ ખુબ જ પસંદ છે તેઓની માટે ગળપણ થી દુર રહેવું ઘણું જ મુશ્કેલ છે, તેથી મેં વિચાર્યું કે-“જયારે આજકાલ તમારી પાસે બીજા હેલ્ધી વિકલ્પ છે, તો શા માટે તેના માટે ઝૂરવું કે વંચિત રહેવું?”

“માત્ર તંદુરસ્ત પીણાંની બોટલનો વિકલ્પ અપનાવવા જેવો છે. બ્રાઉનીકે જે ખુબજ સ્વાદિષ્ટ હોય છે, અને શરીર માટે પણ ફાયદારૂપ છે, તે કેમ ના લેવી? રો મધ કે સ્ટેવિયા જેવા કુદરતી સ્વીટનર વરદાનરૂપ છે અને સસ્તા પણ છે.”

“રો મધ પાચનતંત્ર માટે સારું છે, અને તેમાં ઝીંક, પોટેશિયમ, કેલ્શિયમ અને વિટામિન બી6 હોય છે. તેને તમારા લીંબુ પાણી, ઓટ્સ, અને દૂધમાં પણ નાંખી શકો છો. તમે તમારા સલાડ પર પણ નાંખી શકો છો. મધ તો જુદા-જુદા પ્રકારે વાપરી શકાય છે. પ્લીઝ મધને ઉંચા તાપમાને ગરમ ના કરો, તેમ કરવાથી તેના પોષક તત્વો અને સ્વાદનો નાશ થાય છે.”

“સ્ટેવિયા એ માનવ જાતનું જાણીતું સૌથી જુનું સ્વીટનર છે. તે એક છોડ માંથી કાઢવામાં આવે છે, અને સ્વાદમાં તદ્દન ખાંડ/સુગર જેવુજ હોય છે. તેમાં કેલરી કે કાર્બોહાઈડ્રેટ હોતા નથી. તેમાં બળતરા રોધક ગુણ પણ હોય છે, અને તે બ્લડ પ્રેસરનું પણ નિયમન કરે છે. તેનો ઉપયોગ તમારી સવારની ચામાં કરો અથવા તેનાથી મીઠાઈઓ બનાવો, કારણ કે તે સુગરનું સર્વશ્રેષ્ઠ રીપ્લેસમેન્ટ છે.”

”અલબત્ત મારી ઘણીજ પ્રિય વસ્તુઓમાંની એક છે ખજૂરનો સીરપ, તે તમારી મીઠાઈ કે પેસ્ટ્રી માં વપરાતી સુગરનો એક મોટો વિકલ્પ છે. તે તમને ઉર્જા આપે છે અને આર્યનથી ભરપૂર હોય છે. ગોળ પણ હેલ્થ ના અનેક ગુણથી ભરપૂર હોય છે. તે તમારા શ્વસન માર્ગ, પેટ, આંતરડાને અને ફેફસાંને સાફ કરે છે અને તે પાચનમાં સહાય કરે છે.”

“તે ઉપરાંત મેપલ સીરપ, કોકોનટ સુગર, અને ઘણા જ કુદરતી સ્વીટનર્સ છે, કે જેની બધી જ માહિતી ઓનલાઈન પ્રાપ્ત હોય છે. પરંતુ એ વાતનો હંમેશા ખ્યાલ રહે કે-આ બધાજ વિકલ્પો હેલ્થ માટે સારા છે પરંતુ તેનો ખોરાકમાં ઉપયોગ સંયમ પૂર્વક જરૂરી છે. થોડો સંયમ લાંબાગાળે હેલ્થ સુધારવામાં ખુબજ ઉપયોગી થાય છે. આશા છે આ તમને ઉપયોગી થશે..”

વેઇટ લોસ ટીપ#3

આ વખતે ભૂમિએ એક્ટીવ રહેવા માટે ખુબ જ સરળ રીતો શે’ર કરી:
“હેલ્લો તમો બધા ખુબ જ નિરાળા લોકો છો

#લૂઝઈટલાઇકભૂમિપોતાના ત્રીજ વીકમાં પ્રવેશ કરે છે, અને હું આશા રાખું છું કે મારી બે ટીપ્સ તમને ઉપયોગી થઇ હશે. આ વીકમાં, હું વિચારું છું, કે-હું તમોને કેટલીક વાસ્તવમાં રમુજી વાતો કહીશ, કે જે મેં એક્ટીવ રહેવા અજમાવી, જેમકે પાયાની વસ્તુ એ છે કે લીફ્ટને બદલે દાદરનો ઉપયોગ, કે ટુકા અંતર માટે ચાલવું,અથવા પાણીની બોટલ સાથે અને પાસે રાખવાના બદલે જયારે-જયારે તરસ લાગે ત્યારે પાણીના ગ્લાસ માટે ઉભા થવું, આ કોઈ મોટું રોકેટ વિજ્ઞાન નથી, આ એક ખુબજ સરળ-નાની વાત છે. ફિટનેસ માટે ખુબજ કંટાળાજનક પ્રયાસ કરવાને બદલે આ નાની નાની વાત કદાચ ક્ષુલ્લક લાગે પણ તે લાંબા ગાળા ની મદદ માટે ખરેખર ઉપયોગી છે.!!”

વેઇટ લોસ ટીપ 4

તમને જાણીને નવાઈ લાગશે કે ભૂમિ દરરોજ પોતાના નાસ્તામાં કેટલું ખાય છે.:

“પ્રિય લોકો, આ વીકની શરૂઆતમાં હુ મારો ખોરાક કેટલો અને કેવો છે તે કહીશ. હું મારી સવારની શરૂઆત એક ગ્લાસ ગરમ કે ડેટોક્ષવોટરથી કરું છું. ૩૦ મિનીટ પછી,હું સ્કીમ્ડ મિલ્ક સાથે મુસળી અને ફ્લેક્ષ કે સનફલાવરના બીજ ખાવ છું. ત્યારબાદ કિંગ સાઈઝ નાસ્તામાં (જીમની કસરતના એક કલાક પહેલાં)ઘઉના લોટની બ્રેડ અને બે વ્હાઈટ એગની આમલેટ ઉપરાંત ફળ(પપૈયા કે એપલ ) ”

“હું જીમમાં કાર્ડિયો કે વજનની એક્સરસાઈઝ બે માંથી એક કરું છું, તે ખુબજ મહેનત વાળી હોય છે, તેથી ૫ સફેદ બાફેલ ઈંડા ખાવ છું અને તે જરૂરી પણ છે. તમારા દિવસની શરૂઆત કરવા માટે આના કરતાં કોઈ વધારે હેલ્ધી નાસ્તો નથી. અત્યારે તો ભલામણના નાસ્તા થી પેટ ભરો, આવતા વીકમાં હું તમારી સાથે મારી જેમ વજન ઘટાડવા માટે લંચ મેનુ
“#લૂઝઈટલાઇકભૂમિ” માં શે’ર કરીશ. ”

વેઇટ લોસ ટીપ 5

અને હવે સમય છે તેણીના લંચ વિષે જાણવાનો:

“હેલ્લો આંનંદી સમુદાય, મારા પ્રોમિસ પ્રમાણે, હવે હું લંચમાં શું ખોરાક લઉં છું તે વિષે: સાદો, ઘરે પકવેલો, તંદુરસ્ત ખોરાક જેમાં રોટી, સબ્જી અને દાલ. હું બધુજ ખાઉ છું પરંતુ દરેકનું હેલ્ધી સંસ્કરણ. તેથી મારી રોટી ઘઉં ને બદલે બાજરા, જુવાર, નાચણી, સોયા, ચણા,અથવા રાજગરાની બનેલી હોય છે, અને તેના પર થોડું સફેદ બટર લગાવું છું. તમે આ બધા ધાન્યને મિક્ષ કરીને એક હેલ્ધી મલ્ટી-ગ્રેઇન રોટી પણ બનાવી શકો છો. અથવા આ ધાન્યને અલગ–અલગ પણ વાપરી શકો છો., મારી દાળમાં વઘાર હોય છે, અને સબ્જીમાં તેલ પણ હોય છે પરંતુ તે યોગ્ય માત્રામાં ઓલીવ-ઓઈલ હોય છે અને .હંમેશા જમવામાં ઘરે જમાવેલું એક કટોરી દહીં અથવા તો એક ગ્લાસ છાસ(થોડુ મીઠું અને જીરું નાખીને)હોય છે.”

જે દિવસે હું બહાર હોઉં અથવા તો બીજા કોઈ ટેસ્ટનો ખોરાક ખાવાના મૂડમાં હોઉં તો, બીજા હેલ્ધી વિકલ્પ જેમકે ગ્રિલ્ડચીકન,બ્રાઉનબ્રેડ વેજીટેબલ કે ગ્રિલ્ડ ચીકન સેન્ડવીચ વેજિટેબલની અજમાઇશ કરું છું.(મને બટર કે કોઈ ફેટી સ્પ્રેડ કરતા હુમુસ/હની મસ્ટર્ડ,લીલી ચટણી,અથવા થોડું ઓલીવ ઓઈલ વાળો સ્પ્રેડ લગાવવાનું પસંદ કરું છું.) કાકડી અને ગાજર સાથે હુમુસ,ન્યુટ્રી ન્યુડલ્સ અથવા ઘરે થોડા-ઓલીવ ઓઈલમાં પકવેલ ચીકન ગ્રેવીવાળાબ્રાઉન રાઈસનો એક બાઉલ લઉં છું. આ ખોરાક માં આશરે ૪૦૦ થી ૫૦૦ કેલેરીઝ અને ૮૦ ગ્રામથી ઓછોં કાર્બોહાઈડ્રેટ હોય છે. હું ભૂખી રહેતી નથી, માત્ર હેલ્થી અને ગણતરી કરેલું જ જમુંછું.“#લૂઝઈટલાઇકભૂમિ”

વેઇટ લોસ ટીપ 6

દિવસના બીજા અડધા ભાગમાં શું ખાવું તેનો ખુલાસો તેણી કરે છે.
“હેલ્લો આનંદી મોજીલા મિત્રો, હું માનું છું કે મારી છેલ્લી કેટલીક પોસ્ટ તમને ઉપયોગી થઇ હશે. આજે હું દિવસના બાકીના બીજા અર્ધા પહોરમાં શું ખાઉં છું, તે શે’ર કરીશ.”

“આશરે ૪-૪.૩૦ની આસપાસ હું અડધું પપૈયુ અથવા એક સફરજન/પિયર/જામફળ લઉં છું. ત્યારબાદ એક કલાક પછી, હું એક કપ ગ્રીન ટી સાથે થોડી બાદમ કે અખરોટ લઉં છું. આશરે ૭ વાગ્યાની આસપાસ, હું એક ગ્રીન સલાડનો મોટો બાઉલ લઉં છું કોઈ-કોઈવાર તેમાં સફરજન,અને કેટલાક અખરોટ અથવા, જો સીઝનલ બેરી, તે ઉપલબ્ધ ના હોય તો, સૂકી બેરીને પણ સલાડમાં ઉમેરું છું,આ સલાડ પર ઓલીવ ઓઈલ,અને બલ્સમિક સરકો અથવા થોડું લસણ, મરચાં, મસ્ટર્ડ ને ઓલીવ ઓઈલ સાથે અથવા એપલ સીડાર વિનેગરના ટોપીંગ સાથે લઉં છું. હું આને અજમાવી અને આનંદ લઉં છું,અને તેમાં ગ્રિલ્ડચીકન કે ફેટા ચીઝ ઉમેરું છું.”

“૮.૩૦ ના સમયે, હું મારું રાત્રી ભોજન લઉં છું, કે જે સામાન્ય રીતે ગ્રિલ્ડ ફિસ કે ચીકન હોય છે, (ઈન્ટરનેટ પર સરળતાથી બનાવી શકાય તેવી ઘણીજ વાનગીઓ ઉપલબ્ધ હોય છે, હું અલગ-અલગ અખતરાઓ કરતી હોઉં છું!). જે દિવસે મારે શાકાહારી ભોજન જમવું હોય,ત્યારે સામાન્ય રીતે,ગ્રિલ્ડ અથવાપ્રમાણમાં હલકું પકવેલ પનીર /ટોફુ ફ્રાય કરેલ કે બાફેલા શાકભાજી (સીઝન પ્રમાણે તમને ગમતા) અને નાનો કપ બ્રાઉનરાઈસ અને પાતળી મલ્ટી-ગ્રેઇન રોટી લઉં છું. હું રાત્રી ભોજન માં શક્ય તેટલા કાર્બોહાઈડ્રેટ ખોરાકમાં ઓછા લેવા પસંદ કરું છું. કોઈ પણ કડક નિયમને ના અનુસરો. એવું શેડ્યૂલ બનાવો અને તેને અનુસરો કે જે તમારે માટે વધારે યોગ્ય હોય. મિત્રો, યોગ્ય ખોરાક અને યોગ્ય કાર્ય-પદ્ધતિ એ જ વેઇટ લોસ માટેનો એક માત્ર રસ્તો છે.

 

વેઇટ લોસ ટીપ 7

હેલ્ધી અને સ્વાદિષ્ટ વાનગીઓ:

“હેલ્લો ખુબ જ વહાલા મિત્રો! આ વીકમાં હું મારી કેટલીક પ્રિય હેલ્ધી અને જેની મને ભાવતી હોય તેમજ મારા માટે હેલ્ધી હોય, તેવી નાસ્તાની વાનગી શે’ર કરીશ, જંક ફૂડ હમેશા ખાવાનું ટાળવું અને તેના બદલે આ બીજો ખુબજ હેલ્ધી અને ટેસ્ટી વિકલ્પ પસંદ કરવો! માત્ર તમને જણાવવા માટે કહું તો, હું મારી નવી ફિલ્મમાં બીઝી થઇ જઈશ, પછી“#લૂઝઈટલાઇકભૂમિ” અહી હું નિયમિત રીતે નહિ આપી શકું. પણ હું મને જયારે-જયારે સમય મળશે ત્યારે ચોક્કસ ટીપ્સ/વાનગીઓ શે’ર કરીશ.”

બેરી સ્મૂધી -એક કપ પાણીનો મિકક્ષરમાં રેડો, તેમાં બે ટેબલ સ્પૂન યોગર્ટ ઉમેરો. તેમાં એક સ્પૂન મધ અને દરેક પ્રકારની તાજી બેરી ઉમેરો. તેને બ્લેન્ડ કરો અને આ મિકસર જ્યુસનો આનંદ માણો!”

“યોગર્ટ ક્યુબ્સ – તમે હોમ મેઈડ સ્મૂધી આઈસ ક્યુબમાં ઉમેરો.આઈસ ટ્રેમાં સ્ટ્રોબરી શેઈક રેડો, અને તેને ફ્રીઝ કરો.પછી તેને થોડું સેમી લીક્વીડ ફોર્મમાં ખાવ.આ એક શ્રેષ્ટ ઠંડો નાસ્તો છે.!”

“બીજો હેલ્ધી વિકલ્પ કાલે અને સોયાની ચિપ્સનો છે, (મને આ બહુજ ભાવે છે.!), હમુસ સાથે હોલ વ્હીટ અથવા સુકા શેકેલા બીન્સ જેવાં કે પફડ બાજરી ઈત્યાદી નો છે. જો તમને વચ્ચે ખાવાની ઈચ્છા હોય તો તમે ડાર્ક ચોકલેટનો પીસ લઇ શકો છો, જેટલી વધારે ડાર્ક તેટલી વધારે સારી.ચોકલેટસ માં મીનીમમ ૭૦% કોકો. ઓછી ખાંડ અને વધારે એન્ટીઑકિસડન્ટ હોય છે. તમે એકાદ વાર તમારી ઈચ્છા સંતુષ્ટિ માટે લો તો ઠીક છે, પરંતુ એ લેવા માં તમારે તમારી વિવેક બુદ્ધી વાપરવાની છે કારણ કે તમારે, હેલ્ધી રહેવાનું છે એયાદ રાખો.!”

સંકલન – અનુવાદ : નિરુપમ અવાશિયા

 

 

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block