પાંચ હેલ્ધી ફૂડ તમારાં વજનમાં ઘટાડો કરવા માટે છે પરફેક્ટ

2029_5460_foods

 

એવું કહેવાય છે કેટલાંક ફૂડ્સ તમારું વજન વધારવામાં અને તણાવમાં વધારો કરવા માટે જવાબદાર હોય છે. પરંતુ સંશોધન એવું કહે છે કે યોગ્ય માત્રામાં આ પ્રકારના ફૂડ્સ લેવાથી કોઇ વાંધો આવતો નથી.

વજન ઝડપથી ઘટાડવમાં માટે અને પુરાની જીન્સમાં ફિટ થવાના તમે પ્લાનિંગ તૈયાર કરીને રાખ્યા છે તો ડાયેટમાં આવી ચીજો સામેલ કરવા જોઇએ. જેનાથી વધારે કેલેરી પણ વધતી નથી અને તમારી ભૂખ પણ શાંત થાય છે.

એવામાં આ ચીજોને ડાયેટનો ભાગ બનાવવાથી વજન ઘટાડવામાં તમને સરળતા પણ રહેશે અને તમે એક્ટિવ પણ રહેશો.

1. હાઇ ક્વોલિટી બ્રેડ

આ વાત સાચી છે કે બ્રેડમાં કાર્બોહાઇડ્રેડ હોય છે. પરંતુ હાઇ ક્વોલિટી બ્રેડ ફાઇબર, મિનરલ્સ અને વિટામિન્સથી ભરપૂર હોય છે. આ વજન વધારવામાં જવાબદાર બ્લડ શૂગર નથી વધારતી. આ માટે જરૂરી છે કે ઘઉં અથવા અનાજથી બનાવવામાં આવી હોય. અત્યંત બારીક લોટમાંથી બનેલા બ્રેડમાં ફાઇબર ઓછું થઇ જાય છે.

2. પીનટ બટર

જે લોકો લો ડાયેટ લે છે તેની સરખામણીમાં પીનટ બટર ખાનારા લોકો વ્યક્તિનું વજન ઘટવાની સંભાવના વધારે હોય છે. અમેરિકામાં પરડ્યૂ યુનિવર્સિટીના બ્રિઘમ એન્ડ વુમન્સ હોસ્પિટલના રિસર્ચ અનુસાર થોડાં સમયના અંતરે પીનટ બટર ખાવા પર વારંવાર ભૂખ નથી લાગતી. આનાથી વજન વધવાની સંભાવના ઓછી થઇ જાય છે.

3. નારિયેળ તેલ

તેમાં સેચ્યુરેડેટ ફેટ વધારે હોય છે. નારિયેળ તેલથી મેટાબોલિઝમમાં વધારો કરે છે. તેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. નારિયેળ તેલથી કોલેસ્ટ્રોલનું સ્તર પણ વધતું નથી અને પાચનક્રિયામાં પણ મદદરૂપ થાય છે.

4. પનીર

પનીર વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે, કારણ કે તેમાં કેલ્શિયમ વધારે હોય છે. રિસર્ચ અનુસાર ડેરી પ્રોડક્ટ્સ ખાનારા વ્યક્તિઓનું વજન એવા લોકોની સરખામણીમાં ઝડપથી ઘટે છે જેઓ ડેરી પ્રોડક્ટ્સ નથી ખાતા. જો કે, સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે, પનીરમાં વધારે ફેટ અને મીઠું હોય છે.

5. સોરબેટ

જો તમે ડાયેટ પર હોય તો પણ ડેઝર્ટથી દૂર રહેવાની જરૂર નથી. આઇસ્ક્રિમ ન ખાવો, પરંતુ સોરબેટ લઇ શકો છો. તે ફળ અને ફ્લેવર્ડ વોટરથી તૈયાર થાય છે. તેમાં ફેટનું પ્રમાણ ઓછું અથવા તો નહીંવત હોય છે. આ આઇસ્ક્રિમ તમારાં ડેઝર્ટ માટે સારો વિકલ્પ છે.

 

 

ટીપ્પણી