વોટ્સએપના ચાહકો માટે ખુશખબરી… જાણવા માટે વાંચો..

વિશ્વની સૌથી લોકપ્રિય ચેટ એપ્લિકેશન વોટ્સએપ યુઝર્સ માટે સારા સમાચાર આવી ગયા છે. હવે વોટ્સએપ યુઝ કરનારા લોકો એક સાથે ચાર ચાર લોકો વીડિયો કોલિંગથી વાત કરી શકશે. ટૂંક સમયમાં વૉટ્સએપ એન્ડ્રોઇડ યૂઝર્સને કૉલિંગ માટેની નવી સુવિધા આપશે જેના ઉપયોગથી યૂઝરને ગ્રુપ કૉલ કે ફિચર મળશે અને આ રીતે એકસાથે ત્રણ લોકો ગ્રુપ કૉલ કરી શકશે.

એક રિપોર્ટ પ્રમાણે, આ નવું વૉટ્સએપ ફિચર એન્ડ્રોઇડ બીટા વર્ઝન 2.18.39માં અવેલેબલ થશે. જોકે આ સ્પષ્ટ નથી કરવામાં આવ્યું કે આ ગ્રુપ કૉલ વીડિયો કૉલ માટે હશે કે વૉઇસ કૉલ માટે હશે. જોકે આ સુવિધાને લઇને કોઇ ચોક્કસ તરીખને લઇને માહિતી આપવામાં આવી નથી.
વૉટ્સએપ પર ગ્રુપ વૉઇસ કૉલને 2.17.70 બીટા વર્ઝન પર ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં સુવિધા આપવામાં આવ્યું હતું. એક રિપોર્ટ પ્રમાણે, વોટ્સએપ ગ્રુપ વૉઇસ કૉલ પર કામ કરી રહ્યું છે અને આને આ વર્ષે લૉન્ચ કરવાની શક્યતા હતી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ વૉટ્સએપ આઇઓએસ માટે નવું ફિચર લઇને આવ્યું હતું જેમાં લોકો યુટ્યૂબ વીડિયોને એપમાં જ પ્લે કરી શકશે. સાથે સાથે લોકો એકબીજા સાથે ચેટ પણ કરી શકશો. ..

વોટ્સએપ પર ગ્રુપ વીડિયો કોલિંગને લઇને વાત કરવામાં આવે તો તમારા વોટ્સએપ પર જો કોઇને વીડિયો કોલ આવે ત્યારે તે કનેક્ટ થઇ જશે અને બાદમાં તમારા મોબાઇલની સ્ક્રીન પર અન્ય યુઝર્સને એડ કરવાનો ઓપ્શન આપવામાં આવશે. આ ઓપ્શન જમણી બાજુ ટોપ પર આપવામાં આવશે. જો કે, વીડિયો કોલિંગનું ફીચરનો લોકો ક્યારથી વપરાશ કરી શકશે તેને લઇને હજુ સુધી કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

દરરોજ આવી અનેક ટેકનોલોજીની માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી