વોટરમેલોન મોજીતો : આજે જ ટ્રાય કરો આ ફ્રુટ માથી બનતું મોજીતો , નવીન પણ અને સ્વાદિષ્ટ પણ.

વોટર મેલોન મોજીતો

ગરમી માં મને તો હમેંશા કાંઈક ઠંડુ અને સ્વાદિષ્ટ ખાવાનું / પીવાનું જ મન થયા કરે. બાળકો જ્યારે રમી ને થાકેલા ઘરે આવે , પીરસો આ ઠંડુ મોજીતો. તરબૂચ અને સ્ટ્રોબેરી નું આ જ્યૂસ સ્વાદ માં ખૂબ જ સરસ છે . તાજા ફુદીના ની ફ્લેવર તમને જરૂર રોમાંચિત કરશે. એક વાર ટ્રાય જરૂર કરજો આ સરળ જ્યુસ.

સામગ્રી:

3 વાડકા સુધારેલું તરબૂચ ,10-12 નંગ સ્ટ્રોબેરી,મુઠીભર તાજા ફુદીનાના પાન3-4 ચમચી લીંબુ નો રસ5 મોટી ચમચી ખાંડબરફ

રીત :

સૌં પ્રથમ સ્ટ્રોબેરી ને ધોઈ સમારી લેવી. તરબૂચ માંથી પણ બીજ કાઢી લેવા.

મિક્સર માં સ્ટ્રોબેરી , તરબૂચ, ફુદીના ના પાન, ખાંડ ઉમેરી સ્મૂધ ક્રશ કરો.ક્રશ કરતી વખતે ખાંડેલો બરફ અને લીંબુ નો રસ ઉમેરતા જાઓ.

પીરસતી વખતે ગ્લાસ માં થોડો ખાંડેલો બરફ નાખી ઉપર આ જ્યૂસ રેડો. લીંબુ અને ફુદીના ના પાન થી સજાવો..

નોંધ :લીંબુ અને ખાંડ નું માપ સ્ટ્રોબેરી ની ખટાશ અને મીઠાશ પર આધારિત છે. જ્યુસ ને પાતળું કરવા બરફ જ ઉમેરવો.. પાણી નહીં. તમે ચાહો તો સોડા પણ ઉમેરી શકો. આશા છે પસંદ આવશે..

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

 

ટીપ્પણી