વૉઝઅપ જિંદગી (wassup zindagi) ફિલ્મ રિવ્યુ

ગઈકાલે અને આજે મળીને ૨ ફિલ્મો જોઈ. એકમાં કંઈ મજા ના આવી (ખબર છે ને કઈ ફિલ્મની વાત કરું છું!) ત્યારે બીજી ફિલ્મ “વૉઝઅપ જિંદગી”માં દિલ ખુશ થઈ જાય એટલી મજા આવી.

વાંચો મારો રિવ્યુ – દિલ સે!

સ્ટોરી: ફિલ્મની સ્ટોરી,સ્ક્રીનપ્લે અને ડાયલોગ ફેન્ટાસ્ટીક ફેબ્યુલસ,માઈન્ડ બ્લોઈંગ છે જેમાં માત્ર કોમેડી જ નથી પરંતુ સર્વગુણ સંપન્ન સ્ટોરી કહી શકાય જેમાં પ્રેમ છે..રોમાન્સ છે..પાર્ટી છે..મિત્રો વચ્ચેની ગમે તે પરિસ્થિતીમાં મદદ કરવાની ભાવના, કોમેડી છે પરંતુ વલ્ગર નથી, બિહારના લાલુ યાદવથી માંડીને આજના ટામેટાના ભાવ વધવા સુધીની ચર્ચા ફિલ્મમાં વર્ણવી લેવામાં આવી છે,
ફિલ્મની સ્ટોરી વિશે અંહીયા લખતો નથી કા.કે ખરેખર મને સૌથી વધુ દિલથી આ ફિલ્મની વાર્તા ગમી તો સાથે સાથે અંકિત ગોરે તથા જાણીતા એક્ટર એવા જયેશ મોરે એ ફિલ્મના ડાયલોગ લખ્યા છે એટલે રંગમાં ભળ્યો અને સુરતી ભાષામાં ડાયલોગ આપીને મજ્જા કરાવી દિધી તો સ્ટોરીને માણવાં થિએટરમાં સહ પરિવાર સાથે જોઈ શકાય તેવી ફિલ્મ છે
બાકી આ સિવાય ઓવરઓલ કહું તો ૧૪૩ મિનીટની આ ફિલ્મ મને લાંબી લાગી,દરેક સીનમાં ડાયલોગની લંબાઈ પણ વધારે અંદાજીત ૩ થી ૪ મિનીટની લાગી,હજુ પણ સારુ વર્ક આઉટ થઈ શકત,બાકી સ્ટોરી ખૂબ ગમી અને લોકોને ખૂબ ગમશે

લોકેશન: ફિલ્મનુ મોટાભાગનુ શુટ સુરતમાં થયુ છે, બે ત્રણ સીનનુ શૂટ ગોવાનુ છે

સીન: ફિલ્મના દરેકે દરેક સીન કલરફુલ અને ફેન્ટાસ્ટીક છે પરંતુ અમુક જગ્યાએ સીનમાં ભૂલો દેખાય છે જેમકે ફિલ્મના નામમાં અને અંગ્રેજીમાં લખાયેલા ટ્રાન્સલેશનમાં સ્પેલિંગ અલગ લાગ્યા WassUp Zindgi ફિલ્મનુ નામ અને Whatsapp Jindgi ટાઈટલ ટ્રેકનુ નામ.
ડેઝી ટુ ક્રેઝી ગીતમાં ભરપૂર લાઈટો દેખાય છે. દરેક ફિલ્મની જેમ આ ફિલ્મમાં પણ દારૂનો સીન તો છે જ, ખાસ તો થોડા દિવસ પહેલા પ્લેન વાળા સર્કલ પર ગાંડો ચઢી ગયો હતો એ બતાવવામાં આવ્યુ છે અને આજના ટામેટાના વધતા ભાવ વિશે પણ હળવો કટાક્ષ કરી લેવામાં આવ્યો છે. ફિલ્મના બીજા ભાગમાં સમીર ખખ્ખરવાળો સીન ખૂબ જ સરસ રીતે લેવામાં આવ્યો છે. તો, જયેશ મોરે – પ્રેમ ગઢવી સહિતના મિત્રો જ્યારે ગોવા જાય છે ત્યારે ટાયર નીચે નારીયેળ ફોડે છે તે સીન સરસ છે.

બાકી, ઓવરઓલ સરસ કહી શકાય!

મ્યુઝીક: ફિલ્મનુ મ્યુઝીક દરેક ફિલ્મોની જેમ સરસ જ છે પરંતુ મને આ ફિલ્મના ગીતના શબ્દોમાં ખબર ન પડી, કા.કે ગુજરાતી અને અંગ્રેજી શબ્દોને ભેગા કરીને “ગુજલીશ “ગીતો બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે

બેકગ્રાઉન્ડ સ્કોર: બેકગ્રાઉન્ડ માઈનોર બે જગ્યાએ છૂટે છે પરંતુ સીનને અનુરુપ છે.

સિનેમેટોગ્રાફી: સિનેમેટોગ્રાફી ઓવરઓલ સારી કહી શકાય, માઈનોર બે ત્રણ જગ્યાએ સીન કેમેરા આઉટ થવાના કારણે પાછળ ઉપયોગ કરેલી લાઈટ દેખાય છે,એક તો ગીતમાં પણ દેખાય છે. અહીં થોડું ધ્યાન રાખી શકાયું હોત.

એડિટીંગ: એડિટીંગ મને થોડુ નબળુ લાગ્યુ,સ્ક્રીન પર અમુક સીનો તકનિકી રીતે જર્ક મારતાં હોય એવુ લાગે છે. Jharana કે Zarana સાચ્ચો? સ્પેલિંગમાં ઈંગ્લીશ ટ્રાન્સેલશનમાં કાંઈક ભૂલ હોય એવુ લાગે છે, Whatsapp Jindgi ના ટાઈટલ ટ્રેકમાં તથા ફિલ્મના વચ્ચે સ્પેલિંગ સાચો કયો એ મને ખબર ના પડી!

ડિરેક્શન: ડિરેક્ટર મનોજ લાલવાણીએ જમરૂખખાનની ત્રણ,સલમાન ખાનની એક તથા એક સાઉથ ઈન્ડીયન ફિલ્મ લખી છે અને બેસ્ટ સ્ક્રીનપ્લે રાઈટરનો તેમણે એવોર્ડ પણ મળ્યો છે આટલો વિશાળ અનુભવ હોવા છતાંયે ડિરેકશનમાં ક્યાંક કચાશ લાગે છે બાકી ઓવરઓલ સરસ કહી શકાય

કોસ્ચ્યુમ અને સ્ટાઈલિસ્ટ: દરેકે દરેક સીનને અનુરુપ છે

સ્ટાર કાસ્ટ: નુક્કડ ફેમ “સમીર ખખ્ખર”,૧૦૨ નોટ આઉટ ફેમ “જયેશ મોરે તથા પ્રેમ ગઢવી “,ઝીલન બેલાણી, રવિશ દેસાઈ,ગૌરવ પસાવાલા,ભક્તિ રાઠોડ,ટ્વીશા શુક્લા,વૈદેહી ઉપાધ્યાય તથા જયકા યાજ્ઞિકનુ કામ સ્ક્રીન પર પ્રસંશનીય છે અને તેમની મહેનત સ્ક્રીન પર દેખાય છે

ગમતો સીન: દિનેશ લાલ ઉર્ફે જયેશ મોરેની એન્ટ્રી સાથે ડાયલોગ, તબલાતોડ, છોતરાફાડ પ્રેમ ગઢવીનો એન્ટ્રી ડાયલોગ, “અલા ગયા જનમમાં ગોરખો હતો કે ઘૂવડ વાળો “સીન, પ્રેમ ગઢવીનો જાંગીયા વાળો સીન, પારસી કાકાનો રીક્ષા વાળો સીન, બેબીડોલ ૧૪૩ના ઓનલાઈન ચેટીંગ દરમ્યાન ધર્મેશભાઈ જોડે દાવ થાય છે તે સીન

ઓવરઓલ પપ્પુ પંચાતીયા તરફથી વોટ્સએપના પાંચ ઈમોજી માંથી ત્રણ ઈમોજી એટલે કે પાંચમાંથી ૩ સ્ટાર (3.0/5.0)

હાઉકલી: લાઈફમાં આપણને ગમતી વ્યકિત રાઈટ હોય તે જરૂરી નથી

અલા, આટલું વાંચ્યા પછી ટિકિટ બૂક કરાવી કે નહીં? – આ લ્યો – લિંક પણ આપુંઃ https://in.bookmyshow.com/
કાર/બાઈકને સેલ્ફ મારો અને ભાગો થિએટરે!

અરે ઊભા રહો! – ફિલ્મ જોઈને આવ્યા બાદ મને થેન્ક યુ કહેવાનું ભૂલશો નહીં.

– પપ્પુ પંચાતિયા

 

ટીપ્પણી