આધુનિક સંઘર્ષો અને યુદ્ધનું કેન્દ્ર સોશ્યલ મીડિયા છે તે ફરી એકવાર સિદ્ધ થયું છે..

ઇસ્લામિકસ્ટેટકાશ્મીરમાં

૨૪ફેબ્રુઆરી૨૦૧૮, શનિવારના રોજ જમ્મુ-કાશ્મીર પોલીસના કોન્સ્ટેબલ ફારુક અહેમદએ કહુર્રિયત નેતાના ઘરની રખેવાળી પર તહેનાત હતો. એ સા ફઝલી નામક જૈશ એ મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીન સાથે જોડાયલા એક આતંકીએ ‘લોનવુલ્ફ’ હુમલો કર્યો ફારુકની હત્યા કરી અને તેની ઇન્સાસ રાયફલ લઇને ભાગી ગયો.
એ સા ફઝલી ઇસ્લામિક સ્ટેટની પ્રોપગેંડા ચેનલ અમાક ન્યુઝ એજન્સીનાં સંપર્કમાં હતો. ‘અમાક’ દ્વારા તેના સોશ્યલ મીડીયા રીલીઝમાં આ આતંકી હુમલાને આઈએસનું ઓપરેશન ગણાવી, ‘યુદ્ધ હજી શરુજ થયું છે.’ તેવું લખાણ શેર કરાયું.

૨૭ ફેબ્રુઆરીના રોજ બપોરે જમ્મુ-કાશ્મીરના પોલીસ વડાએ સપી વૈદનું બયાન આવ્યું, “ઇસ્લામિક સ્ટેટની જમ્મુ-કાશ્મીરમાં ઉપસ્થિતિ “નોંધ પાત્ર” નથી પરંતુ તે ખરેખર એક ચિંતાનું કારણ છે. આઇએસઆઈએસનો કાશ્મીરમાં પગપેસારો આપણા માટે ચેતવણીની ઘંટી બજાવી રહ્યો છે.”
વેદના આ બયાનના સાત કલાકમાં ગૃહમંત્રાલયે ઇસ્લામિક સ્ટેટની કાશ્મીરમાં ઉપસ્થિતિને રદિયો આપ્યો. ગૃહમંત્રાલયના ત્વરિત બયાન પાછળનો તર્ક સમજી શકાય તેવો છે.

ઇસ્લામિક સ્ટેટ જો ખરેખર કાશ્મીરમાં પગપેસારો કરેતો તેની જેહાદવડે ‘કેલીફેટ’ (ખલીફાનું શાસન) સ્થાપિત કરવાની મુહિમ વડે આકર્ષાઈને સમગ્ર વિશ્વમાંથી તેમાં જોડાઈ રહેલાં રેડીકલાઈઝડ નવ યુવાનો અને યુવતીઓ કાશ્મીરની લડાઈમાં કુદી પડે, તે શક્યતા નકારી ન શકાય.
આજે અમેરિકા, ભારત, બ્રિટન જેવા અનેક દેશોમાંથી યુવાનો ઇસ્લામિક સ્ટેટ તરફથી જેહાદની જંગ લડવા સીરિયા અને ઈરાક જવાની ફિરાકમાં રહે છે. બ્રિટનનો વતની અને ભારતથી માઈગ્રેટ થયેલો સિદ્ધાર્થ ધર ઉર્ફે જેહાદી જોન અને તેની જેવા કેટલાય યુવાનો આજે ૭૨ હુરોને મળવાની આશામાં સીરિયા અને ઈરાકમાં ઇસ્લામિક સ્ટેટની જેહાદમાં જોડાઈને નિર્દોષોનો કત્લેઆમ કરી રહ્યા છે.

જાસુસી સંસ્થાઓ પાસેના આંકડાઓ પ્રમાણે આજ સુધી ૧૦૩ ભારતીયો સીરિયામાં આઈએસમાં જોડાઈ ચુક્યા છે. રાજકોટના વસીમ અને નઈમએ બે ભાઈઓ અને નવેમ્બરમાં સુરતથી પકડાયેલા બે આતંકીઓ પણ આઈએસ પાસે ઓનલાઈન કટ્ટર પંથની તાલીમ લઇને આતંકી બન્યા હતાં.
જરૂરી નથી કે આઈએસઆઈએસના કટ્ટર પંથીઓ તેની વહાબી વિચાર સરણીમાં ગહન વિશ્વાસ ધરાવતાજ હોય. વિશ્વમાં અન્યત્ર પણ, આઈએસ દ્વારા દાવો કરાયેલા અધિકાંશ હુમલાઓમાં ‘આયોજન અને અમલ’ આઈએસથી પ્રેરિત વ્યક્તિઓ દ્વારા થયેલા હોવાનું જણાય છે, નહીં કે તેની સાથે સીધી રીતે સંકળાયેલા લોકો દ્વારા. ઈન્ટેલીજન્સ રિપોર્ટ્સ સૂચવે છે કે ઇસ્લામિક સ્ટેટે સીરિયામાં દળો એકત્ર કરી તેમને ભારત મોકલી આતંકી હુમલાઓ કરાવવાનો મનસુબો ઘડ્યો છે પરંતુ, વર્તમાન સમયમાં ચોતરફી હુમલાઓથી હાંફી ગયેલા આઈએસના આતંકી પ્રશિક્ષણ કેન્દ્રો નષ્ટ પ્રાય થઇ ગયા છે. ઇસ્લામિક સ્ટેટની પબ્લીસીટી વિંગ ‘અમાક’ દરેક નાના મોટા છમકલામાં તેમનો હાથ હોવાનાં હાસ્યાસ્પદ દાવા કરતી આવી છે.

ભારતીય સશસ્ત્ર બળોએ ઓપરેશન ઓલઆઉટમાં છેલ્લા સવા વરસમાં એકસોથી વધુ આતંકીઓનો સફાયો કરી નાખ્યો અને પાક પ્રેરિત આતંકવાદની કમર તોડી નાખી. લશ્કર-એ-તય્યબા, હિઝબુલમુજાહિદ્દીન, જૈશ-એ-મોહમ્મદ, આ બધાનું શીર્ષનેતૃત્વ નષ્ટ કરી નાખવામાં આવ્યું. એલઓસી પર પાકિસ્તાનના શસ્ત્ર વિરામ ભંગના જવાબમાં ભારતીય સેના તેમના બંકરો અને સૈનિકોનો ખાત્મો બોલાવી રહી છે. પાકિસ્તાની સેના અને આઈએસઆઈને કાશ્મીરમાં પરોક્ષ યુદ્ધ ચલાવવું હવે અત્યંત મોંઘુ પડી રહ્યું છે માટે તેઓ આઈએસના નામે એક નવો મોરચો ખોલવાની કોશિશ કરી રહ્યા છે.
આતંકવાદીઓના બ્લુ-આઈડ પોસ્ટર બોય બુરહાન વાનીના જનાઝા અને તેમાં ઉમટેલા માનવ મહેરામણને આંતરરાષ્ટ્રીયસ્તરે ઉઠાવીને પાકિસ્તાને કાશ્મીરીઓની કથિત આઝાદીની માંગને યુએનમાં ઉઠાવી. આતંકીઓના જનાઝાઓમાં પાકિસ્તાની સેનાની ઊંડી સાઝીશ પ્રમાણે આઈએસના ઝંડાઓ દેખાવાના શરુ થયા. આ દુષ્પ્રચારનો ઉપયોગ કાશ્મીરી અને અન્ય મુસ્લિમ યુવાનોને આતંકવાદમાં જોડાવા પ્રેરિત કરવા થવા લાગ્યો.
હકીકતે કાશ્મીરમાં કે દક્ષીણ એશિયામાં કહેવાતી આઈએસની ઉપસ્થિતિ કેવળ પાકિસ્તાની સ્પેશ્યલ ફોર્સેસની ચાલ છે. અફઘાન સૈન્ય અધિકારીઓના મતે અફઘાનિસ્તાનમાં ઉપસ્થિત ઇસ્લામિક સ્ટેટના આતંકીઓ કેવળ પાકિસ્તાની સ્પોન્સર્ડ ટેરરીસ્ટ છે અને એજ પરિસ્થિતિ કાશ્મીરની છે.

પાક પ્રેરિત કાશ્મીરી આતંકવાદે આજ દિન સુધી આંતરરાષ્ટ્રીય સ્વરૂપ નથી પકડ્યું. જમ્મુ કાશ્મીરના પોલીસ વડા વૈદ દ્વારા ઇસ્લામિક સ્ટેટનો ઉલ્લેખ માત્ર કાશ્મીરી આતંકવાદની આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિ હતો.
સીરિયા અને ઈરાકમાંથી આઈએસઆઈએસને ચોક્કસ પણે નેસ્તનાબૂદ કરી શકાશે પરંતુ, ટેરરીસ્તાન જેવા આતંકી દેશો ઇસ્લામિક સ્ટેટની જેહાદી વિચાર સરણીને વેગ આપતાંજ રહેશે. આઈએસની શયતાની વિચાર સરણી ઈન્ટરનેટના વર્ચ્યુઅલ વિશ્વમાં મૌજુદ સેંકડો મલીન પ્રચાર મુહીમો અને પ્રોપગેંડા વિડીયો થકી સોશ્યલ મીડિયામાં ફેલાતી રહેશે.
આધુનિક સંઘર્ષો અને યુદ્ધનું કેન્દ્ર સોશ્યલ મીડિયા છે તે ફરી એક વાર સિદ્ધ થયું છે.

કાશ્મીરી આતંકવાદ અને ગદ્દાર પાડોશી સાથે હવે લોખંડના ઘણ જેવી મજબૂતીથી કામ પાર પાડવાની જરૂર છે. પ્રતીક્રીયાશીલ વાઢ કાપથી કે વાતચીત વડે પાકિસ્તાન નામક મહા મારીનો ઉકેલ આવી શકે તેમ નથી.
ચીની વિચારક સુનઝૂએ કહ્યું છે, “દુશ્મને જ્યારે આપણી પર હુમલાની યોજના બનાવી છે, ત્યારે આપણે દુશ્મન પર સૌપ્રથમ અને અપ્રત્યાશિત હુમલો કરી તેને ચિત કરી દેવો જોઈએ.”

જયહિંદ

લેખન : પેટ્ટી ઓફિસર મનન ભટ્ટ, વેટરન

તમારા મંતવ્યોકોમેન્ટમાં અચૂક જણાવજો અને બીજા મિત્રોને પણ સાવધાન રહેવા માટે શેર જરૂર કરો આ માહિતી.

ટીપ્પણી