ચાલવું શા માટે જરૂરી છે? તમે પેહલા ક્યારેય નહિ જાણ્યા હોય ચાલવાના આવા ફાયદા…

ક્યારેય આશ્ચર્ય થયું છે કે તમારા શરીરમાં ચાલવાથી શું અસર થાય છે?

અહીં છે એક-એક મિનિટની સૂક્ષ્મ બાબતો કે જે ચાલવાથી અને કસરતથી તમારા શરીર પાર થાય છે, ખરેખર અદભુત છે!

મિનિટ ૧ થી ૫

તમારા શરૂઆતના ચાલેલાં થોડા પગલાંઓ તમારા ચાલવા માટેનું ઇંધણ પૂરું પાડવા માટેની ઍનર્જી આપતું કેમિકલ પેદા કરે છે. તમારા હૃદયના ધબકારાની ગતિ વધીને ૭૦ થી ૧૦૦ બીટ પ્રત્યેક મિનિટએ પહોંચે છે, રક્ત પ્રવાહને વધુ ધકેલે છે અને સ્નાયુઓને ધીમે ધીમે ગરમ કરે છે.

કોઈ પણ કઠણપણું દબાઈ જાય છે જયારે સાંધા લુબ્રિકેટિંગ પ્રવાહી છોડે છે જેથી તમે સરળતાથી હાલી-ચાલી શકો. જેમ તમે હલન ચલન કરવાની શરૂઆત કરો છો, તમારું શરીર દર મિનિટે ૫ કેલેરી બાળે છે, અન્યની ૧ કેલેરી દર મિનિટએ ની સરખામણીએ. તમારા શરીરને વધુ ઇંધણની જરૂર પડે છે અને તે જમા થયેલા કાર્બોહાઇડ્રેટ અને ફેટ માંથી ઇંધણ ખેંચે છે.

મિનિટ ૬ થી ૧૦

તમારા હૃદયના ધબકારા વધે છે અને તમે ૬ કેલેરી પ્રતિ મિનિટના દરે બાળવા લાગો છો જેમ જેમ તમે ગતિ પકડવા માંડો છો. કેમિકલ ના ઉદ્દભવથી તામર રકથનું વિસ્તરણ થાય છે જેથી તમારા રક્ત દબાવમાં જરાક વધારો થાય છે અને આ કેમિકલથી વધુ રક્ત અને ઓક્સીજન લાવે છે જેથી સ્નાયુઓ કામ કરી શકે.

મિનિટ ૧૧ થી ૨૦

તમારા શરીરનું તાપમાન વધવા લાગે છે, અને તમે તીવ્રતા તરફ વધો છો કેમ કે તમારી ત્વચા નજીક રહેલું લોહીનું જહાજ વિસ્તરીને ગરમી છોડવા લાગે છે. જેમ તમારું ચાલવાનું ગતિ પકડે છે, તમે ૭ કેલેરી પ્રતિ મિનિટએ બાળો છો અને શ્વાછોશ્વાસ વધવા લાગે છે. હોર્મોન્સ જેવા કે એપીનેફરીન અને ગ્લુકોગોન બળતણને છુટ્ટું પાડવા માટે વધવા લાગે છે.

મિનિટ ૨૧ થી ૪૫

બળવાન હોવાનો અનુભવ થાય છે, તમને થોડો આરામ મહેસુસ થાય છે અને તમારું શરીર તણાવ મુક્ત કરવા લાગે છે, જે તમારા મગજમાના આનંદ આપે એવા એન્ડોફ્રિન્સ નામના કેમિકલની માત્રાને આભારી છે. જેમ વધુ ચરબી ખર્ચાય છે, ઈંસ્યુલિન(જે ચરબી જમા કરવામાં મદદ કરે છે) ઘટે છે — ખુબ સારા સમાચાર એવા લોકો માટે જે મેદસ્વિતા અને ડાયાબિટીસ થી લડતા હોય.

મિનિટ ૪૬ થી ૬૦

તમારા સ્નાયુઓ કદાચ થોડો થાક અનુભવે કેમકે કાર્બોહાઈડ્રેટનો જથ્થો ઘટી ગયો છે. જેવા તમે થોડા ઠંડા પડો છો, તમારા હૃદયની ગતિ ધીમી પડે છે અને તમારા શ્વાછોશ્વાસ ધીમા પડે છે. તમે કદાચ ઓછી કેલેરી બાળો છો પણ તમારી શરૂઆતની કેલેરી કરતાં વધુ છે. તમારા કેલેરી બાળવાની માત્રા વધુ જ રહેશે.

આ બધું આપણા એકપણ સચેત વિચાર વગર થાય છે – માનવ શરીર ખરેખર અદભુત છે.

હંમેશા ખુશ રહો – હંમેશા સ્વસ્થ રહો
ચાલો/ કસરત કરતા રહો.

–ભૂમિ મેહતા

શેર કરો આ માહિતી તામારા મિત્રો સાથે… લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી