આજનો દિવસ છે જન્મદિવસ રાજેશ ખન્નાનો, વાંચો તેમના વિષે..

જન્મ :-
૨૯ ડિસેમ્બર, ૧૯૨૮
અમૃતસર, પંજાબ, ભારત

👉 અવસાન :-
૧૮ જુલાઇ, ૨૦૧૨
મુંબઇ, મહારાષ્ટ્ર, ભારત

👉 મુળ નામ :-
જતીન ખન્ના

👉 કેટલીક રસપ્રદ વાતો

રાજેશ ખન્ના ને દત્તક લેવામાં આવ્યા હતા અને પાલક માતા-પિતાએ એમનો ઉછેર કર્યો હતો. (પાલક માતા-પિતા લીલાવતી ખન્ના-ચુન્નીલાલ ખન્ના)

રાજેશ ખન્ના ના મુળ માતા-પિતા નું નામ ચંદ્રાની ખન્ના-લાલા હિરાનંદ હતું.

રાજેશ ખન્ના અને રવિ કપુર હાઇસ્કુલ માં સાથે ભણતા હતા. રવિ કપુર એટલે જમ્પિંગ જેક જીતેન્દ્ર !

રાજેશ ખન્ના એ કોલેજ ના દિવસોમાં જ નાટકોમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું. એમણે કોલેજ ના સમયમાં જ ઘણાબધા ઇનામો મેળવ્યા હતા.

રાજેશ ખન્નાનાં ગાઢ મિત્રોમાં કિશોર કુમાર અને આર.ડી.બર્મન જેવાં મોટા નામ સામેલ હતા. ઉલ્લેખનીય છે કે આરાધનાની સફળતા સાથે જ કિશોર કુમાર નો પણ જમાનો શરૂ થયો હતો. (રફી સાહેબ ની પીછેહઠ શરુ થયેલી)

રાજેશ ખન્નાનો બંગલો ‘આર્શીવાદ’ પહેલાં “ડિમ્પલ”ના નામથી ઓળખાતો હતો. જે તેમણે જ્યૂબિલી સ્ટાર રાજેન્દ્રકુમાર પાસેથી ખરીદ્યો હતો.

રાજેશ ખન્ના એ સમગ્ર કારકિર્દીમાં ૧૮૦ જેટલી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. આમાં ૧૭ ટુંકી ફિલ્મો હતી.

૧૬૩માંથી ૧૦૬ ફિલ્મોમાં તે એકલા જ હિરો હતા, જ્યારે તેમની ૨૨ ફિલ્મોમાં એ સહ-નાયક હતા.

રાજેશ ખન્ના એ ૨૦ જેટલી જ ફિલ્મો જ બે કે બેથી વધુ (મલ્ટી સ્ટાર) હિરોવાળી કરી હતી.

રાજેશ ખન્ના સૌથી વધારે ફિલ્મોમાં હેમા માલિની સાથે કરી. (લગભગ ૧૫ જેટલી)

એમની પહેલી ફિલ્મ હતી ‘આખરી ખત’ (૧૯૬૬) અને છેલ્લી ફિલ્મ ‘લૈલા’ (૨૦૧૨) હતી.

રાજેશ ખન્નાની લોકપ્રિયતા સામે અન્ય સ્ટાર ઝાંખા પડી ગયા હતા. રાજેશ ખન્નાની એક ઝલક દેખવા માટે લોકો કલાકો સુધી લાઇનમાં ઊભા રહેતા હતા. યુવતીઓ તો રીતસરની ગાંડી થઇ જતી અને લોહીથી પત્ર લખતી.

૧૯૭૩માં રાજેશ ખન્ના પ્રસિદ્ધિના શિખર પર હતા ત્યારે ૧૬ વર્ષની ડિમ્પલ કાપડિયા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન વખતે રાજેશ ખન્ના માં ડિમ્પલ કરતા ઉંમરમાં ૧૬ વર્ષ મોટા હતા. લગ્નના ૧૧ વર્ષ અને બે પુત્રી થયા બાદ, ૧૯૮૪માં રાજેશ અને ડિમ્પલ અલગ થયા હતા. એમણે જો કે છૂટાછેડા લીધા નહોતા.

રાજેશ ખન્ના એ ડિમ્પલ કાપડિયા સાથે એક માત્ર ફિલ્મ ‘જય જય શિવશંકર’માં કામ કર્યું.

આ ઉપરાંત ટચુકડા પડદે “અપને પરાયે”, “ઇત્તેફાક” અને “રઘુકુલ રીત સદા ચલી આઈ” એમ ત્રણ ટી.વી. સીરીયલ માં પણ દેખાયા હતા.

૧૯૯૧-૯૬ સુધી રાજેશ ખન્ના સંસદસભ્ય પણ હતા. એ નવી દિલ્હી મતવિસ્તારમાં કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટાઈ આવ્યા હતા.

રાજેશ ખન્ના-મુમતાઝની જોડી સૌથી સફળ જોડી ગણાય છે. આ જોડીએ ૮ ફિલ્મો સફળ આપી હતી.

આરાધના ફિલ્મનું ગીત ‘રૂપ તેરા મસ્તાના..’ સિંગલ ટેકમાં શૂટ કરવામાં આવ્યું હતું.

૬૦-૭૦ના દાયકામાં જન્મેલા ઘણા છોકરાઓના નામ એમના માતા-પિતાએ “રાજેશ” રાખ્યું હતું.

શેખર કપૂરે એમની ફિલ્મ ‘મિસ્ટર ઈન્ડિયા’ની મુખ્ય ભુમિકાની ઓફર પહેલા રાજેશ ખન્નાને કરી હતી, પણ એમણે ઈનકાર કર્યો હતો. જે રોલ બાદમાં અનિલ કપૂરે કર્યો. જો કે કેટલાક કારણોસર શેખર કપૂરે આ ફિલ્મ અધુરી છોડીને હોલીવુડ ચાલ્યા ગયા હતા.

રાજેશ ખન્ના ને ભારતીય સિનેમાના પ્રથમ સુપરસ્ટાર તરીકેનું બહુમાન પ્રાપ્ત થયું હતું. હકીકતમાં “સુપરસ્ટાર” વિશેષણ જ એમનાથી શરૂ થયું હતું.

રાજેશ ખન્ના સુપર સ્ટાર હતા, ત્યારે બોમ્બે યુનિવર્સિ‌ટીએ તેમનાં પુસ્તકમાં રાજેશ ખન્નાનો નિબંધ શરૂ કર્યો, જેનું ર્શીષક હતું ’રાજેશ ખન્ના કા કરિશ્મા’.

પોતાની કારકિર્દી ની શરૂઆત માં રાજેશ ખન્ના એ લગાતાર ૧૫ સોલો સફળ ફિલ્મો આપી હતી. જે એક અતુટ રેકોર્ડ છે.

રાજેશ ખન્ના એ પોતાની કારકિર્દી દરમિયાન ૭૪ ફિલ્મો ગોલ્ડન જયુબિલી (૫૦ અઠવાડિયા) અને ૨૨ ફિલ્મો સિલ્વર જયુબિલી (૨૫ અઠવાડિયા) આપી હતી.

રાજેશ ખન્નાના ટોચના સમયમાં નિર્માતાઓ તારીખ લેવા માટે છ-છ મહિ‌ના સુધી રાહ જોતાં હતા. એ વખતે એમ કહેવામાં આવતું હતું કે “ઉપર આકા, નીચે કાકા”

હિ‌ન્દી ફિલ્મની લોકપ્રિય જોડી સલીમ-જાવેદની સૌપ્રથમ બ્રેક રાજેશ ખન્નાએ તેમની ફિલ્મ ‘હાથી મેરે સાથી’માં આપ્યો હતો. પાછળથી આ જ જોડીએ અમિતાભ બચ્ચન ની ભલામણ કરીને જંજીર ફિલ્મ અપાવી હતી અને અમિતાભ બચ્ચનની કારકિર્દી ને વેગ આપ્યો હતો.

એવું કહેવાય છે કે સફળતા ભલે નસીબથી મળે પણ એને ટકાવવીએ આપણા સ્વભાવ ની વાત છે. એવું જ રાજેશ ખન્ના ની બાબત માં થયેલું. ભવ્યાતિભવ્ય સફળતા જોઇને રાજેશ ખન્ના ને ઘમંડ આવી ગયેલો. સેટ પર પણ સૌથી મોડા આવવું, વર્તન પણ એવું જ કરતા. તેઓ પોતે એવું કહેતા કે “હું માફ કરી દવ છું પણ ભુલતો નથી.” આવું જ કદાચ એ સમયના ડિરેક્ટરો એ એમની સાથે કર્યું.

જ્યારે અમિતાભ બચ્ચન ને સફળતા મળી. રાજેશ ખન્ના ના વૈકલ્પિક રૂપ એ જ બની ગયા હતા. કારણ કે અમિતાભ બચ્ચન શિસ્તપ્રિય, નિયમિતતા અને અનુશાસન માં માનનારા. એટલે જ રાજેશ ખન્ના ફરી કદી પોતાની સફળતા નું પુનરાવર્તન કદી કરી શક્યા નહીં. (શક્તિ સામંત, યશ ચોપડા, હ્રષિકેશ મુખર્જી, મનમોહન દેસાઇ વગેરેએ પછી અમિતાભ બચ્ચન ની કારકિર્દીમાં સિંહ ફાળો આપ્યો.)

રાજેશ ખન્ના ના મૃત્યુ બાદ ૨૦૧૩ માં તેમને મરણોત્તર પદ્મભુષણ અવોર્ડ થી સન્માન કરવામાં આવ્યું હતું. ફિલ્મ સચ્ચાજુઠા, આનંદ અને આવિષ્કાર માટે શ્રેષ્ઠ અભિનેતા નો અવોર્ડ આપવામાં આવ્યો હતો. ઉપરાંત ૨૦૧૩ માં ભારતીય સિનેમાના પ્રથમ સુપરસ્ટાર નો દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

 

👉 લોકપ્રિય ફિલ્મો:

રોટી,
સૌતન,
ઇત્તેફાક,
હાથી મેરે સાથી,
દાગ,
કુદરત,
અમૃત,
અનોખા રિશ્તા,
અવતાર,
બંડલબાઝ,
નમક હરામ,
કટી પતંગ,
બાવર્ચી,
પ્રેમ કહાની,
આનંદ,
આપ કી કસમ,
આરાધના,
ખામોશી,

માહિતી સૌજન્ય : ઇન્ટરનેટ

સંકલન : વસીમ લાંડા

દરરોજ અવનવી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી