હું મારા પ્રેમીની રાહમાં છું – દરેક પ્રેમીઓને પસંદ આવશે આ પ્રેમકહાની…

મારા પ્રેમી ની રાહ જોઉં છૂ

અવધ બસમાં બેઠો હતો. ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડરની હિલ અને કુદરતી નજારો આમ તો એના માટે જ જે પ્રખ્યાત છે એવો નજારો. સવાર ના આઠ વાગ્યા હતા. સૂરજદાદા પહાડોની વચ્ચેથી રસ્તો કરતા કરતા બહાર આવી રહ્યા હતા. પંખીડા પણ એનુ સ્વાગત કરવા મધુર ગીત ગાતા હતા. નદીના વહેતા પાણીનો સુર પણ આ સોનેરી દ્રશ્યમાં સુગંધ પૂરતા હતા. અવધ પણ આ દ્રશ્યને બસની બારીએથી માણી રહ્યો હતો. ચારે કોર માત્ર અને માત્ર હરીયાળી જ હરીયાળી. એક પછી એક નાના નાના ગામડાઓ આવે. આ કુદરતી ખજાનો જોતા એવું લાગે કે, આ ગામડાઓને સ્વર્ગ જ મળ્યું હશે.

કંડકટરે સાદ પાડ્યો કે સાપુતારા બસ સ્ટેશન આવ્યું. અહીં અડધો કલાક નો હોલ્ટ છે પણ બધાએ અડધો કલાકમાં આવી જવું. પછી બસ રાહ નહિ જુએ. ગુજરાત રાજ્યનું ગિરિમથક સાપુતારા પણ આવું જ રમણીય અને અદભુત છે. અવધ નીચે ઉતર્યો. બાજુમાં આવેલ માર્કેટ માં ખરીદી કરી. દર વખતની જેમ આ વખતે ટેબલ પોઇંટની બાજુની તળેટી પર ગયો. કુદરતી સૌદર્ય મન ભરી પી શકાય એવી જગ્યા હતી. ત્યા જઈ નિયમીત એક મોટા પથ્થર પર દસેક મિનીટ બેસતો. આ વખતે પણ ત્યા બેઠો.

અરે આ તે શું કહેવાય? આટલા વર્ષો પછી પણ એ હજી અહીં આવતી હશે.
એ કઈ રીતે બને? પછી આ એ વખતનું લખેલુ છે.
આ વિચારો નું વંટોળ હજી તો ચાલુ જ હતું. અચાનક જ યાદ આવે છે કે અડધો કલાક જ નો સમય છે. અવધ એક પળ ધ્યાનભંગ થઈ ને બસ તરફ ચાલવા લાગે છે પણ વિચારો નું મહાયુદ્ધ એના મનમાં ચાલ્યા જ કરે છે. અવધ બસમાં બેસે છે. બસ ઉપડે છે બસની ગતિ સાથે પોતે વિતાવેલા એ સમયને યાદ કરે છે.

સુરતના પ્રતિષ્ઠિત રાધે એક્સપોર્ટ કમ્પનીના માલિક રાજેન્દ્રભાઇ નો એકનો એક પુત્ર અવધ. ધોરણ બાર સુધીના અભ્યાસ બાદ વલસાડની એન્જીનીયરીંગ કોલેજમાં એડમિશન લીધેલું.કોલેજમાં સમય વીતતો ગયો એમ નવા નવા મિત્રો મળતા ગયા. ચોમાસામાં દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની મહેર હોય. બધા સુરતીલાલા એક કલાકમાં જ નક્કિ કરી સાપુતારા જવા નીકળે એટલા સાપુતારા પ્રત્યે આકર્ષિત હતા.
એક વાર બધા મિત્રોએ નકકી કર્યું કે સાપુતારા જવુ છે. બધા એ આગળના દિવસે સવારમાં થોડા વ્હેલા આવી ગયા અને સાપુતારાની બસમાં બેસી ગયા. સાપુતારા ગિરિમથક બસ સ્ટેશન આવ્યું. બસ અહીં ઉભી રહી. બધા મજાક મસ્તી કરતા નીચે ઉતરી બસ સ્ટેશનમાં જ હતા. અવધે એક સુંદર છોકરી જોઈ. અદ્ભૂત સર્જન સાડા પાંચ ફૂટ નો કસાયેલ બાંધો એકદમ સફેદ વર્ણ, નમણો ચહેરો. અવધ થી બોલાઈ ગયું વાહ

બધા છોકરાઓ કહેવા લાગ્યા ભાઈ ક્યાં મન મોહી ગયું?

અવધ કહે પેલી છોકરી જો. સુંદરતા સાથે સરળતા આવી છોકરી મને મળી જાય તો જીવનની નાવ પાર થઈ જાય. બધા હસવા લાગે છે. એક મિત્ર કહે શુ યાર? આવા સપના નહિ જો ખોટા.
આખો દિવસે ધોધમાર વરસાદ પડ્યો. દમણગંગા નદીના બ્રિજ પરથી પાણી જવા લાગ્યું. બધા ફરીને બસ સ્ટેશન આવ્યા તો જાણવા મળ્યુ કે જ્યા સુધી પાણી નીચે નહિ ઉતરે ત્યા સુધી વાહન વ્યવહાર ચાલુ નહિ થાય.
અવધ કહે આપણે અહિ રાત્રી રોકાણ કરી લઈએ. સવાર સુધીમાં તો વરસાદ બંધ પડી જશે પછી સવારમાં ચાલ્યા જઇશુ. અવધ ને તેના મિત્રોએ તેની તકલીફ જણાવતા કહ્યુ કે તેઓ ઘરેથી કોલેજ જવાનુ કહિ નિકળ્યા છે એટલે જવુ ફરજીયાત છે. કોઇ પણ સંજોગોમાં ઘરે જવુ જ પડશે.

અવધ કહે આપણી પાસે રાહ જોયા સિવાય કોઇ પણ વિકલ્પ જ નથી પણ હા આપણે અહિથી નિકળી જઈએ. જ્યાથી આગળ ન જવાતુ હોય. ત્યા જ ઉભા રહિ જશુ.
અવધના પપ્પાનો ફોન આવે છે, બેટા દમણગંગામાં પાણી નો વધારો થઈ રહ્યો છે એવા મેસેજ છે એટલે તુ ત્યા જ નાઇટહોલ્ટ કરી જાજે. સવારમાં ભલે આવે કોઇ વાંધો નથી. કોઇ પણ સારી હોટલ બુક કરી લે જે.
બધા મિત્રો જવા માટે મક્કમ હતા અને આમ કોલેજીયનો તો ગમે તે જુગાડ કરવા હમેશા તૈયાર જ હોઇ છે. એટલે જ કોલેજીયનોની બધી જ યાત્રાઓ યાદગાર હોય છે.

અંતે નિર્ણય લેવાયો કે અવધ એકલો રહેશે. બીજા મિત્રો નીકળશે. અવધ સાપુતારાની બધી હોટલમાં ફરી વળ્યો ક્યાંય જગ્યા જ ન હતી. અંતે એક હોટેલમાં સાંજે 6 વાગે ખાલી થશે ત્યારે આવો એવું કહેતા અવધને રાહત થઈ.
ત્યાં સુધી શુ કરવુ? ટેબલ પોઈન્ટ પર માત્ર અને માત્ર પેલિ બે છોકરીઓ અને અવધ એક વૃક્ષની નીચે ઉભા હતા. અતિ વરસાદને લીધે કોઇક કોઇક જ દેખાતુ હતુ.
બન્ને એકબીજા સાથે વાત કરવા માંગતા હતા પણ શરૂઆત કોણ કરે?
અવધ જ પૂછે છે કે, તમે કેમ અહીં છો? હવે તો વરસાદ બંધ થશે તો જ બીજી બસ આવશે.

સામેથી જવાબ આપે છે કે, હા અમે પણ દમણગંગાની સામે કાંઠે રહેવા વાળા છીએ. ઘરે કઈ રીતે જવું એ મુશ્કેલી છે.એમાં શું? જ્યાં સુધી વરસાદ ધીમો ન પડે ત્યાં સુધી રાહ જોવી પડશે. ઘરે જાણ કરી દો. અવધે કહ્યુ.
અમે આહવા કોલેજમા છીએ. ઘરે ખબર પણ નથી કે, અમે સાપુતારા હિલ પર આવ્યા છીએ. સામેથી જવાબ આપ્યો.
ઓહ એવું છે મારી એક ટિમ આવી જ રીતે આવી હતી હમણાં જ ગઈ અહીંથી.અવધે કહ્યું.
અવધે પરિચય આપ્યો આઈ એમ અવધ. ફ્રોમ સુરત એન્ડ વલસાડ એન્જીનીયરીંગ કોલેજ.
સામે બધાએ પોતાના નામ આપ્યા. પેલી છોકરીનું નામ જાનકી એ અવધના મનમાં રહી ગયું
અવધ કહે છે આજે કુદરતી માહોલ કેટલો સરસ જામ્યો છે પણ હુ એકલો પડિ ગયો.

જાનકી કહે જ્યા સુધી અમે છીએ ત્યા સુધીતો એકલા નથી જ ને? ચાલો તમને મન ભરીને માહોલ માણવામાં મદદ કરીએ.
અવધ હસવા લાગ્યો અને કહેવા લાગ્યો આમ તો મારા મિત્રો ચાલ્યા ગયા પછી મને એવુ લાગતે કે હુ એકલો પડી જઈશ? પણ તમે મને એવુ લાગવા નહિ દો.
બન્ને વાતોથી એકબીજાના મનની અંદર સુધી પહોચી ગયા હતા અને વાતાવરણ પણ પ્રેમીઓને સહયોગ આપવા તત્પર હતુ. બન્ને એકબીજાને વર્ષોથી ઓળખતા હોય એવુ લાગતુ હતુ.
વારંવાર સામસામે સવાલ બાદ વાત નો દોર શરૂ હતો. અવધ સામેની લારીએથી ચા લઈ આવ્યો. થોડી વાર પછી ગરમાગરમ મકાઇ લઈ આવ્યો.

બપોરના 4 વાગ્યા અને જાનકીએ કહ્યું કે હવે કોઈ પણ સંજોગોમાં ઘરે જવું જ પડશે એટલે બધા સાપુતારાના બસ સ્ટેશનમાં આવે છે એટલામાં પ્રાઇવેટ વાહન આવ્યું ને કહ્યું કે નદીની પાર ન જાય તો આ પુલના આ છેડે ઉતરવું પડશે. બધા તૈયાર થયા.

અવધ પણ જવા માટે તૈયાર થયો. કેમ કે તેને હવે થોડી લાગણી બંધાઈ હતી. એમ જાનકી પણ થોડી અવધ તરફ ખેંચાઈ હતી. કેમ કે અવધનો દેખાવ અને સ્વભાવ સૌને મનમોહક બનાવી દેનાર હતુ. બધા નદી સુધી પહોંચ્યા. નદીમાં તો હજી ખૂબ પાણી હતું. બ્રિજની ઉપર થઈ પાણી જતું હતું. ત્યાં સુધી તો શક્ય જ ન હતું. પ્રાઇવેટ વાહન બધા ને ત્યાં ઉતારી દે છે. હજારો વનવીરોની જીવાદોરી સમી નદી બે કાંઠે જઇ રહી હતી. વાહનો ન ચાલી શકે એટલું પાણી નું તાણ હતુ. અંતે વરસાદ ઓછો થતો હતો. સાંજના છ વાગી ગયા હતા. હજુ પણ પુલ પર ગોઠણ ડૂબે એટલું પાણી હતું. અંતે નક્કી કર્યું કે ચાલીને પૂલપાર કરી લઈએ. ધસમસતા પાણીમાં એકબીજાના હાથ પકડી બધા ઉતરે છે. સહેજ પણ ચૂંક જીવલેણ હતી. જાનકી એ અવધનો હાથ પણ જ મજબૂતીથી પડકયો. જાનકીનો હાથ બીજી છોકરીએ એવી રીતે સાંકળ બનાવી પુલ પાર કરવાનો હતો. બરાબર વચ્ચે પહોંચીને જોવે તો મોત જ દેખાય. એકબીજાને હિંમત આપતા જાયને આગળ વધતા જાય.

જાનકી એ અવધને કહ્યું જો જે હાથ મુકતો નહિ.
અવધને મનમાં શુ સુજ્યુ કહ્યું તુ કહે તો કોઈ દિવસ તારો હાથ નહિ છોડું.
જાનકી કહે શુ કહ્યું?
બસ એ જ તે જે સાંભળ્યું. અવધે કહ્યું.
જો આ જ મજબૂતાઈથી હાથ પકડીશ તો ગમે તેવું પુર આવે તો પણ નદી પાર કરી જઈએ, જાનકી એ કહ્યું.
અવધ મનમાં વિચારે છે કે સાલું જિંદગી અને મોતની રમત રમીએ અને એમાં કોઈને પ્રપોઝ કરવો એટલે.
મો પર હાસ્ય આવ્યું.
જાનકી કહે કેમ હસવું આવે છે?
બસ એમ જ અવધે કહ્યું
મીઠી વાતો કરતા કરતા નદી પાર કરી ગયા.

ખરેખર મીઠા સંવાદ જીવનમાં હોય તો જિંદગીમાં કોઈ પણ પુર આવે કે તોફાન આવે આપણે આપણા સાથીની હૂંફથી એના પ્રેમથી એ તોફાનમાંથી ઉગરી જઈએ પણ સમય એવો છે કે તોફાનમાં ફસાઈએ ત્યારે આપણને લોકો ચાલવાનું પણ ભૂલવી દે.
બધા આ પાર તો આવી ગયા એટલે નિરાંતનો શ્વાસ લીધો. હવે અવધને સુરત જવું હતું અને આ લોકોને તો તેનું ઘર નજીક જ હતું. જાણકીએ કહ્યું અવધ મારું ગામ અહીંથી થોડુ દુર છે પણ હવે કોઇ ચિંતા નથી.
અવધ અને જાનકી બન્ને એકલા ઉભા હતા. બીજી સખીઓ ધીરે ધીરે ચાલવા લાગી હતી ત્યારે અવધ કહે છે, આ મુલાકાત આપણી પહેલી મુલાકાત હતી પણ આ મુલાકાતને આખી જીંદગી એકબીજાનો સાથ આપીને એક બીજાનો હાથ પકડીને નિભાવવા વિશે કઈક વિચારજે. હુ તારા ઉત્તરની રાહ જોઇશ.

જાનકી હાસ્ય સાથે કહે છે અવધને સ્વયંવરમાં સિધ્ધ થવુ પડે તો જાનકી મળે. ધનુષ્યબાણ તોડવુ પડશે.
અવધ એક કાગળમાં પોતાનો ફોન નંબર પણ આપે છે અને સુરત જવા માટે નીકળે છે.
અવધ ઘરે પહોંચે છે.
મનમાં આનંદ હતો કઈક મળ્યા નો બીજે દિવસે કોલેજ જતી વેળા ટ્રેનમાં હતો ને અજાણ્યા નમ્બર પરથી ફોન આવ્યો. અવધને વિશ્વાસ હતો કે કોણ હોવું જોઈએ અને એ જ હતી. ત્યારની રાત અને આજ નો દિવસ તો મહામહેનતે પસાર થયો.

અવધ- હલ્લો
જાનકી- હાઇ હાઉ આર યુ? કાલ નો થાક ઉતરી ગયો?
અવધ- હું ફાઈન કાલનો થાક તો લાગ્યો જ ન હતો.
જાનકી- હા ક્યાંથી લાગે તને?
અવધ- બોલ પાછું ક્યારે મળવું છે?
જાનકી- તું કે ત્યારે મળીએ.
અવધ- આવતા શનિવારે સાપુતારા હિલ
જાનકી- ઓકે સવારે 9 વાગે ત્યાં પહોચી જાજે એટલે સાંજે સમયે ઘરે પહોંચી શકુ.

અવધ અને જાનકી ઘણી જ લાંબી પ્રેમ ગોષ્ઠિ કરીને ફોન મૂકી દે છે. હવે શનિવાર ની રાહ જોવાઇ રહી હતી. તૈયારીઓ પણ યુદ્ધ ના ધોરણે ચાલી રહી હતી. ક્યાં કપડાં પહેરવા ? શુ ગિફ્ટ લઈ જવું ? શુ વાત કરશે?
એ જ દિવસ જેની રાહ જોવાઇ રહિ હતી. એ દિવસ આવી પહોચ્યો. લગભગ બન્ને તો આગળની રાત્રે તો સુતા પણ નહિ હોય. એકવાર પ્રેમ થઈ જાય એટલે દુનિયાની નજર આમ તો એને પાગલ કહેવાય અને પોતે પોતાની જાતને સૌથી ભાગ્યશાળી માનતો હોય છે.
સાંજે જ ગાડિની પરમિશન પપ્પા પાસેથી લીધી હતી. સાપુતરા જવાના નામે લે તો કદાચ પરમિશન ન મળે. કેમ કે આ હિલ સ્ટેશન ના રસ્તા એટલા ભયાનક છે કે જેવો તેવો ડ્રાઇવર ગાડિ ચલાવિ જ ન શકે એટલે અવધે કોલેજ લઈ જવાનુ કહિ ગાડિ લિધી. અને હાઇવે ચડાવી સાપુતારા જવા માટે. મનમાં અધિરાઈ હતી એ ગાડીની સ્પીડ થી પ્રતિત થતુ હતુ. સાપુતારા પહોચતા ૧૦ તો વાગી ગયા હતા. જાનકીના તો બે ત્રણ કોલ પણ આવી ગયા હતા. સાપુતારા પહોચતા જ અવધે જાનકીને કોલ કરી બોલાવી અને બન્ને ગાડીમાં બેસી ટેબલ પોઇન્ટ પર ગયા.

ટેબલ પોઈન્ટ એટલે ગુજરાતની સૌથી સુંદર જગ્યા કહિ શકાય. પાણીના ધોધના દ્રશ્ય અને ચારે બાજુ હરીયાળી ઉંડી ખીણ અને ઘણૂ બધુ. બન્ને સાથે જમ્યા અને આખો દિવસ સાથે વિતાવ્યો. એકબીજા હાથ પકડીને સાપુતારાની સૌથી ઉંચી તળેટી પર પણ જઈ આવ્યા. સાંજના ૪ વાગ્યા એટલે બન્ને પોતાના ઘરે જવાની તૈયારી કરવા લાગ્યા. બન્ને ફરી ક્યારે મળશે અને કઈ રીતે મળશે ? એ પણ નક્કિ કરી લીધુ બન્ને ત્યાથી છૂટા પડ્યા. છુટા પડતી વખતે જાનકીએ શ્રી રામ સીતાજીની શિસમના લાકડાની કોતરણી વાળી વનપીસ લાકડામાંથી બનાવેલી અદ્ભુત મુર્તિ ગિફ્ટમાં આપી અને કહ્યુ કે આપણો પ્રેમ શ્રી રામ અને સીતાની જેમ મજબુત સંકલ્પો વાળો જ છે.

અવધે પણ સોનાનુ પેન્ડલ ગીફ્ટ આપ્યુ. જાનકી પણ ખુબ ખુશ થઈ કે પ્રથમ મુલાકાત આટલી સરસ હતી.
બન્ને સમયસર ઘરે પહોચી ગયા. ત્યારબાદ સમય પસાર થતો જાય એમ બન્ને વઘઇ ગાર્ડન, ગીરા ધોધ, ટેબલ પોઇન્ટ તો ક્યારે ડ્રોન હિલ સ્ટેશન તો વિલ્સન હિલ જેવા સ્થળોએ આખો દિવસ એકબીજા સાથે વિતાવે. ફોનમાં પણ સતત સંવાદ ચાલતો હતો. એમ કહિ શકાય કે બન્ને એકબીજાના પુરક બની ગયા હતા. વાત એમ બની કે બન્ને ના સંબંધોની ખબર રાજેન્દ્રભાઇને જાણ થઈ ગઈ.
અવધને બોલાવ્યો અને પુછ્યુ કે આ છોકરી કોણ છે? ક્યા રહે છે?

અવધે પોતે જાનકી વિશે જેટલુ જાણતો હતો એ વાત કરી.
રાજેન્દ્રભાઇ એ સ્પષ્ટ કહિ દિધુ કે સાપુતારા જંગલમાં જે રહેતા હોય એ આપણી કાસ્ટના ન હોય એટલે તુ એને ભુલી જા.
અવધ કહે છે પપ્પા એને દિલથી ચાહુ છુ એકવાર તો તમે એને મુલાકાત કરો.
રાજેન્દ્રભાઇ – જો બેટા એમાં સમય વ્યર્થ નથી કરવાનો.
અવધ- પપ્પા જાતીને જોઇ થોડો પ્રેમ થાય. અમે એકબીજાને પસંદ કરીએ છીએ. એકબીજા સાથે જીંદગી વિતાવવા માટે તૈયાર છીએ.

રાજેન્દ્રભાઇ – જો અવધ મારી પણ ઇજ્જત અને માન મર્યાદા જાળવવી પડે. તુ એવી છોકરી મારા ઘરમાં લાવીશ તો મારી ઇજ્જતનુ શૂ? એટલે મારી સાથે દલીલ ન કર.
રાજેન્દ્રભાઇ આટલુ કહિ ચાલ્યા જાય છે. અવધે તો સપનામાં પણ ન વિચારેલુ એ આવુ બનશે. અંતે નિર્ણય લે છે કે ઘર છોડીને ચાલ્યા જવુ.

જાનકીને કોલ કરે છે જંગલમાં નેટવર્ક પ્રોબ્લેમના લીધે ફોન લાગતો નથી. જાનકીએ ઇમરજન્સી હોય ત્યારે જ ફોન કરવો એમ કહિને લેન્ડલાઇન નંબર આપ્યો હોય છે. અવધ એમા ફોન કરે છે.
સદભાગ્યે ફોન જાનકી જ રિસિવ કરે છે. અવધ પોતાની પપ્પા વચ્ચે જે બન્યુ એ વાત કરે છે અને પોતાની ઘર છોડવા માટેનો નિર્ણય પણ જણાવે છે.
જાનકી કહે છે થોડો વિચારવાનો મને સમય આપ. હુ તને સામેથી જ ફોન કરીને જણાવુ એમ કહિને ફોન મુકિ દે છે. લેન્ડલાઇન ફોન એક જ હતો. ઘરમાં અલગ અલગ જગ્યાએથી રિસીવ કરી શકાય.
જાનકી પપ્પા જયેશભાઇએ ફોન રિસીવ કર્યો પણ જાનકીના બોલવાથી એ બધુ સાંભળી રહ્યા હતા. ફોન પણ એમણે મુકિ દિધો. જયેશભાઇએ સાંજે કોલેજથી આવતી વખતે જાનકીને બોલાવી અને પુછયુ તો જાનકી તો પહેલા તો નનૈયો ભણ્યો પણ જયેશભાઇ એ કહ્યુ કે, મે ફોનમાં તારી બધી વાત સાંભળી. ત્યારે જાનકીના પગની નીચેથી જમીન સરકિ ગઈ હતી.
જયેશભાઇ એ સ્પષ્ટ શબ્દોમાં કહિ દિધુ કે, મને એ પ્રકારના છોકરા પસંદ જ નથી. જે ભાગવાની વાતો કરે અને બીજી વાત કે શહેરમાં રહેતા છોકરાઓ માત્ર પોતાના મોજમજા માટે દોસ્તી કરે એટલે તારે એને ભુલી જવાનુ છે. મે તારા માટે સરસ છોકરો શોધ્યો છે. આપણે તારી વાત ત્યા ચલાવવાની છે. એને ભુલી જા.
જાનકીનિ મનની સ્થિતિ તો અવધ કરતા પણ ખરાબ હતી. કેમ કે એના માટે પહેલેથી જ છોકરાનુ સિલેક્શન થઈ ગયુ છે.
જાનકી અવધને ફોન કર્યો અને કહ્યુ કે અવધ મારી ખબર ઘરે પડી ગઈ છે. મારા પપ્પાએ સ્પષ્ટ ના જ કહિ છે અને મારા માટે બીજો છોકરો પણ શોધી રાખ્યો છે. હવે શુ કરશુ અવધ? મને બહુ જ ડર લાગે છે.
અવધે કહ્યુ પ્રેમની પરિક્ષા તો આવશે જ પણ જાનકી આપણે અડગ રહેવાના છીએ. હુ મારા નિર્ણયથી ફરવાનો નથી. હુ તારા જવાબની રાહ જોઇ રહ્યો છુ.
જાનકી કહે હવે તો જીવવુ મરવુ પણ સાથે જ અવધ હુ તારી છું. હુ અન્ય કોઇ સાથે જીંદગી વિતાવી જ ન શકું. પછી ભલેને ગમે તે થઇ જાય.
અવધ કહે મરવાનુ નહિ માત્ર અને માત્ર જીવવાનુ એનુ નામ જ સાચો પવિત્ર પ્રેમ. હવે કોઇ આપણી બન્નેના પરિવારજનો કઈ પણ કરી શકસે. આપણે આવતા શનિવારે સાપુતારા હિલ પાસે મળીશુ. હુ તારી રાહ જોઇશ.
જાનકી કહે સારૂ હુ પણ મારા જીવનનો અંતિમ નિર્ણય લેવા જઈ રહિ છું પણ આપણો પ્રેમ સાચો છે. એટલે આપણી જ જીત થશે.
બન્નેએ ઘર છોડીને જવાની હિલચાલ ચાલુ કરે છે. અવધ પોતાના મિત્રો કઈ રીતે મદદ કરશે? આ પ્રકારે બધુ જ ગોઠવણી કરે છે. પોતે બચાવેલ પોકેટ મની પણ સાથે લેવાની પણ તૈયારી કરે છે.આ બધી હિલચાલ પપ્પાની નજરમાં ચડે એ સ્વભાવીક છે પણ આ વાતથી પોતે અજાણ છે એવુ વર્તન કરે છે અને દરેક હિલચાલ પર નજર રાખવાનુ શરુ કરે છે. આ બાજુ જાનકી પણ અંતિમ નિર્ણય લઈલે છે. એના પપ્પા સાથે આ બાબતે સખતમાં સખત શબ્દોમાં મગજમારી થઈ જાય છે.
અવધ પર લેન્ડ લાઇન નંબર પરથી ફોન જાય છે કે, પપ્પાએ ફોન લઈ લીધો છે. આ છેલ્લો કોલ કરૂ છુ. શનિવારે તુ જો નહિ આવે તો, હુ ઘરે નહિ જાઉ. હુ મારો જીવ આપી દઈશ. ખુબ રડતી રડતી વાતો કરતી હતી. આની ઉપરથી અંદેશો આવી ગયો કે શુ ઘટના બની હશે?
શનિવારે ના દિવસે અવધ પોતાના કપડા અને બીજી બધી વસ્તુ લઈને ઘર છોડીને નીકળી પડે છે. સાપુતારા વાળી બસમાં બેસી ગયો. સાપુતારાથી અમુક કિલોમીટર દુર હશે ત્યારે બારીએથી બસની બાજુ ઇનોવા કાર દેખાય છે. પોતાના પપ્પા અને બીજા બે ત્રણ લોકો ગાડિમાં બેઠા હતા. બસને ઉભી રાખવા પ્રયાસ કરાવી રહ્યા હતા. ડ્રાઇવર કઈ સમજે એ પહેલા જ રાજેન્દ્રભાઇ એ બસ ઉભી રખાવી દિધી. અવધ ને નીચે ઉતરવા કહ્યુ અવધ બહાર નીકળીને ભાગવા ગયો. સામે ઉંડિ ખાઇની પાળે દોડવા લાગ્યો. અચાનક જ પગ લપસતા જ અવધ ઉંડી ખીણમાં પડી ગયો.
પપ્પાની નજર સામે જ દિકરો જ ખીણના પથ્થરો સાથે અથડાતો કુટાતો ખીણમાં જઇ પડ્યો. આખો લોહિ લોહાણ.
બધા ખીણમાં પહોચે એટલા સમયમાં તો અવધની હાલત બહુ જ ખરાબ થઈ ગઈ હતી.
રાજેન્દ્રભાઈ અવધને પોતાના ખોળામાં માથુ નાખીને રડતા રડતા કહે છે, બેટા હુ તને ખોવા નથી માંગતો. તુ આંખો ખોલ તુ જે કઈશ એ કરીશ.

એ મારી વગર એનો પ્રાણ છોડી દેશે પ્લીઝ પપ્પા, પ્લિઝ
સાપુતારાથી એર એમ્બ્યુલન્સમાં અવધને મુંબઈ લીલાવતી હોસ્પીટલમાં પહોચાડવામાં આવે છે.
જીવન મરણ વચ્ચે ૩ દિવસ સુધી અવધ લડે છે. રાજેન્દ્રભાઇ સતત અને સતત અવધની સામે જ જોઇને બેઠા. આંખમાં પશ્ચતાપ હતો કે પોતે કઈક ખોટુ કર્યુ છે. પોતાના પુત્ર સામે જીદમાં પોતે હાર ન સ્વીકારી શક્યા.
અવધ ભાનમાં આવતો હોય એવુ લાગતા તેના પપ્પા પાસે જાય છે. અવધ આંખો ખોલે છે અને રડતા રડતા એટલુ જ કહે છે કે પપ્પા જાનકી ક્યા છે? જાનકીને બચાવી લ્યો. એ મારા વગર નહિ રહિ શકે. શનિવારે જો હુ નહિ પહોચી શકુ તો એ પોતાનો જીવ આપી દેશે.


અરે બેટા તુ ત્રણ દિવસથી કોમા માં હતો. આજે મંગળવારની સાંજ પડી ગઈ છે. રાજેન્દ્રભાઇ એ કહ્યુ.
શુ પપ્પા આજે મંગળવાર છે? પપ્પા મારાથી ખુબ મોટી ભુલ થઈ ગઈ હવે હુ શુ કરીશ? જોર જોર થી રડવા લાગે છે.પપ્પા હુ શા માટે જીવીત છું? ખબર નહિ જાનકી શુ હાલતમાં હશે. એણે કઈ કર્યુ તો નહિ હોયને?

(વધુ કાલે- આજ સમયે- પ્રેમી પંખીડાનુ તમે પણ આંસુ રોકી ન શકો એવુ મિલન – હેપ્પી એન્ડીંગ)

લેખક : વિજયકુમાર એમ. ખુંટ “શૌર્ય”

દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી