હું મારા પ્રેમીની રાહમાં છું – આજે વાંચો આ પ્રેમકહાનીનો અંતિમ ભાગ…

મારા પ્રેમી ની રાહ જોઉં છૂ – ભાગ-૨

પેહલો ભાગ વાંચવા અહિ ક્લિક કરો..

(અવધ અને જાનકીની પ્રેમકથા- જાનકિએ અવધને કહ્યુ નહિ આવે આત્મહત્યા કરીશ- અવધનો અકસ્માત)
રાજેન્દ્રભાઇ દિલાસો આપતા કહે છે, બેટા તુ આરામ કર હુ તારી સાથે જ છું. તારે જે કરવુ હોય એ હુ કરી દઈશ. મે અત્યારે જ મારા માણસો સાપુતારા મોકલ્યા છે. એ જાનકીને શોધી લેશે. ડોક્ટર આવે છે શ્યામ ને રડતો જોઇને કહે છે બેટા રડ નહિ તુ રડીશ તો જલ્દી સારુ નહિ થાય. થોડા જ દિવસમાં તને રજા આપી દેવાની છે. પછી તારે જ્યા પણ જવુ હોઈ ત્યા જઈ શકે ડોક્ટર અને રાજેન્દ્રભાઇ વાત કરતા કરતા બહાર જાય છે. ડોક્ટર રાજેન્દ્રભાઇને ચેતવણી આપતા કહે છે કે તમારો પુત્ર માત્ર હોશમાં જ આવ્યો છે. એનો મતલબ એ સ્વસ્થ નથી. એ દુઃખ કે આઘાત લાગે એવુ કઈ પણ કહેશો નહિ. કેમ કે મગજમાં ખુબ જ ગંભીર ઘા છે. હજુ પણ લોસ મેમરીની શક્યતા પણ છે એટલે બી કેર ફુલ અને હા એના મનમાં દિલમાં જે પ્રેમ છે એના કારણે એ જ હાર્યો નહિ અને અમે સફળતા મેળવી. જાનકી જે હોય તે હુ તો નથી જાણતો પણ એની યાદ અને એના પ્રેમને કારણે આજે બચી ગયો છે.


રાજેન્દ્રભાઇના માણસો જેને સાપુતારા મોકલ્યા હતા તેમનો ફોન આવી જાય છે કે જાનકી નામની કોઈ છોકરી તો અહિ છે નહિ. અમે સ્થાનીક પોલીસ સ્ટેશનમાં રેકોર્ડ કઢાવ્યા અને જેટલી છોકરીના નામ જાનકી છે એ બધાને મળી આવ્યા એમાનુ કોઇ નથી.
રાજેન્દ્રભાઈ કહે કે કોઇ દુર્ધટના કે અન્ય કોઇ ઘટનામાં આવી કોઇ વ્યક્તિ સંકળાયેલી છે.
સામેથી કહે છે ના શનિવારના દિવસે માત્ર એક જ દુર્ઘટના બનેલી એ અવધ સાથે બનેલી એ જ બીજી કોઇ દુર્ઘટના બની જ નથી.
રાજેન્દ્રભાઈએ થોડો હાશકારો લીધો પણ હવે શુ કરવુ ?
થોડા દિવસની સારવાર અંતે રજા આપવામાં આવે છે. હવે માત્ર થોડી દવા અને આરામ સાથે સુરત પોતાના ઘરે આવે છે.

દિવસ વિતતા જાય છે પણ રાજેન્દ્રભાઈનો એ ટેલેન્ટેડ અવધ હવે એ નથી રહ્યો. પપ્પા સાથે જે મજાક મસ્તી અને ઘરમાં આનંદ કિલ્લોલ હવે નથી થતો.
છ ફુટ હાઇટ અને ફુલેલા બાવડા ગોરો વર્ણ, લાંબા વાકડીયા વાળ અને હંમેશા જીમ કરવાથી કસાયેલ બાંધો આ બધુ હવે હણાયેલ નુરવાળો ચહેરો, એકદમ દુર્બળ શરીર, માથા પર સર્જરી કરેલી હોવાથી વાળ કાપી નાખેલા. હવે તો અવધ એકલો એકલો જ રહેતો. ક્યારેક બેઠો બેઠો રડયા કરે તો ક્યારેક એકલો એકલો હસવા લાગે.
અવધના મમ્મી અને પપ્પા ઘણી જ હસાવવાની કોશિશ કરતા પણ હસતો જ નહિ. બન્ને ની આંખો પણ આંસુથી ભરાઇ જતી. મોટા મોટા સાયકાટ્રીસ્ટ પાસે પણ લઈ ગયા કે એના મનમાં લાગેલા ઘાવ રૂઝાઇ શકે એ પણ નિર્થક હતુ. અંતે અવધનો સૌથી જુનો મિત્ર વિહાર એક દિવસ આવ્યો. તે આ વિષય પર જાણકાર હતો. તે માત્ર ખબર લેવા જ આવ્યો હતો. વિહાર ને જોઇ અવધ પહેલી વાર ખુશ હતો. આનંદ કિલ્લોલથી વાતો કરતો હતો. રાજેન્દ્રભાઇ પણ આ જોઇ ખુશ થયા.

વિહાર કહે છે અંકલ હવે જો અવધને સારુ હોઇ તો હુ એને મારી સાથે બહાર લઈ જાવ ?
રાજેન્દ્રભાઇ કહે હા કઈ વાંધો નહિ કાલે તમારે બન્ને એ જ્યા પણ જવુ હોય ત્યા જઈ શકો છો.
રાજેન્દ્રભાઇ વિહારને બહાર સુધી મુકવા જાય છે. ત્યારે કહે છે કે જો બેટા હવે દવા પણ ડોક્ટરે બંધ કરાવી દિધી. શારીરીક રીતે ખુબ જ સારુ છે પણ માનસિક રીતે ખુબ જ ખરાબ છે. આજ તુ આવ્યો એટલે એ ખુબ જ ખુશ છે. તુ એની સાથે રહે તો એને જલ્દી સારુ થશે એવુ મને લાગે છે. મારી ગાડી અને ડ્રાઇવર બન્ને તમારી સાથે આવશે. તમારે જ્યા પણ જવુ હોય ત્યા જાઓ. પણ મારો એ ટેલેન્ટેડ અવધ મારે પાછો જોઇએ છીએ.


વિહાર કહે અંકલ અવધ મારો મિત્ર છે હુ મારાથી બનતા પ્રયત્ન કરીશ અવધને હતો એવો કરી દઈશ.
વિહારને અવધ બધી જ વાતો કહે છે. ક્યારેક ક્યારેક જાનકીની યાદ આવે તો રડિ પણ લે છે.
ધીરે ધીરે સુધારા પર છે તબિયત ફરીવાર જીમ પણ જોઇન્ટ કરી લીધુ. ફરીવાર એનો એ જ અવધ બની ગયો.
પણ જીંદગીનો એ પલ યાદ કરવાના પ્રયત્ન કરે છે કે, એ જાનકી ને સમ્પર્ક કઈ રીતે કરે? જાનકી ના માં બાપને કઈ રીતે મળે?શુ જાનકી પરણી ગઈ હશે? એના પપ્પા એ દબાણ કર્યુ હશે અને એણે …..
જાનકી નો નંબર શોધે છે. એના તુટી ગયેલા ફોનના બધા ડેટા બેકઅપ લઈને એમાના નંબર પર કોલ કરે છે પણ સ્વીચ ઓફ આવે છે. લેન્ડ લાઇન નંબર પર કોલ કરે છે એ પણ બંધ આવે છે. અવધ નર્વસ થઈ જાય છે. ક્યારેક ક્યારેક નિરાશ થઈને અવધ રડવા લાગે છે ત્યારે રાજેન્દ્રભાઇ સમજાવે છે કે, બેટા નસીબમાં લખેલો પ્રેમ ક્યાય નહિ જાય. તારો પ્રેમ સાચો છે તને સો ટકા મળશે જ.
અવધે નક્કિ કર્યુ કે, સાપુતારા જઈને તેની શોધખોળ કરવી. સાપુતારા પણ બે ત્રણ વાર ગયો પણ ન તો સમ્પર્ક થાય કે કોઇ ભાળ પણ નથી મળતી. નદીની આસપાસના ગામડાઓમાં પણ તપાસ કરાવી પણ ક્યારેય સંપર્ક જ ન થાય. અવધે દરેક પ્રયત્ન કરી લીધા હતા.
નાસિક પાસેની આયુર્વેદિક હોસ્પિટલમાં પોતાના મગજની સારવાર માટે પંચકર્મ કરાવતો હતો. આમ તો શરુઆતમાં તેના મિત્રો કે તેના પપ્પા સાથે જતા હતા પણ પછી એકલો જ બસમાં નાસિક જતો આવતો હતો. સુરતથી નાસિક જતી બસમાં સાપુતારા વચ્ચે આવે જ અને ઘણી વાર સાપુતારા જતો આવતો ત્યારે પોતાના પ્રેમને યાદ કરીને રડી પણ લેતો પણ દિવસો એ દર્દની સૌથી મોટી દવા કહેવાય એટલે સમય જતો જાય એમ બધુ જુનુ થતુ જાય છે. આવી જ રીતે આ વખતે સાપુતારા બસ સ્ટેશનમાં આવીને બેઠો હતો તો આ દ્રશ્ય જોયુ પોતે જે બેન્ચ પર પ્રથમ વાર મળેલા ત્યા કોઇકે અવધ અને જાનકી લખ્યુ છે. એ પણ જોતા તો તાજુ એટલે કે હમણા જ લખ્યુ હોય એવુ લાગતુ હતુ.
અવધ તો સુરત પહોચી ગયો પણ હવે તેને ફરીથી સાપુતારા પહોચીને તેના પ્રેમને શોધવાની શરુઆત કરવાની હતી. ઘરે પહોચતા જ પપ્પાને કહે છે પપ્પા મને હવે લાગે છે કે મને જાનકી મળી જશે. મારે આજે જ પાછુ સાપુતારા જવા નીકળવુ છે.
રાજેન્દ્રભાઇ કહે, અરે બેટા હમણા જ આવ્યો છો થોડો આરામ કરી લે. તુ અને વિહાર બન્ને આપણી ગાડિ લઈને જાજો. તને પણ કંપની મળી રહે અને તને સપોર્ટ પણ કરશે. હુ ત્યા તારા માટે હોટેલ પણ બુક કરાવી આપીશ. અત્યારે થોડો આરામ કરીલે.


થોડી સમજાવટ બાદ બીજે દિવસે સવારે વિહાર અને અવધ નીકળ્યા.ત્યાર બાદ સીધો સાપુતારા આવીને ટેબલ પોઇંટથી નજીકની જ હોટેલમાં જ રોકાયો હતો. સવારમાંથી જઈએ પથ્થર પાસે જઈને બેઠો. જ્યા તેઓ વારંવાર મળતા હતા. બે દિવસ સુધી પણ કોઇ આવે જ નહિ. સાંજે પાછો હોટેલમાં આવીને સુઇ જાય. હવે તો કરવુ પણ શુ? અવધ વારંવાર નિરાશ થઈ જાય અને વિહાર તેને વારંવાર દિલાસો આપે.
સાંજે હિલ ઉતરતો હતો ત્યારે જાનકી જેવો જ શરીરનો બાંધો પણ ચહેરો સ્પષ્ટ ન દેખાયો એક છોકરી એક જીપ્સીમાં બેસીને નીચે ઉતરતી હતી. અવધ તો જોતો જ રહ્યો હજુ કઈ સમજે એ પહેલા જ એ ગાડી તો નીચે ઉતરી પણ ગઈ. આજે આખી રાત ઉંઘ જ નથી આવતી. સવારના ૫ વાગ્યા હશે બહાર ચાલવા માટે નિકળે છે. સાપુતારા ૨૪ કલાક પ્રવાસીઓની અવરજવર ચાલુ જ હોય છે. સવારમાં વહેલા તે તળેટી પર જઈને બેસે છે. પેલા ચા મકાઇ વેચવા વાળા પોતાની તૈયારી કરતા હતા. બીજુ તો કોઇ હતુ જ નહિ. નાસ્તાઓની કેન્ટીન વાળા મોટી ઉમરના વ્યક્તિ આવીને કહ્યુ કે તુ બેટા બે ત્રણ દિવસથી અહિ આમતેમ ફરે છે. હુ જાણી શકુ છુ શા માટે?
અવધ- હા હુ મારી પ્રેમિકાની રાહ જોઉ છું.
કેન્ટીન વાળા કાકા – શુ? ફરીવાર બોલ તો શુ બોલ્યો? અવધ ફરી બોલે છે. તુ જાનકીની રાહ જોઇને બેઠો છે ને?
અવધ – હા હુ મારી જાનકીની રાહ જોઇને બેઠો છું પણ તમને કેમ ખબર? તમે કઈ રીતે ઓળખો છો?
અવધ ની આખો આંસુથી ભરાયેલી અનેક સવાલ કાકાને પુછી લીધા હતા.
એક છોકરી આવી જ રીતે અને આ જ પથ્થર પર બેસે. સવારથી સાંજ સુધી બેસે અને પોતાના ઘરે ચાલી જાય. ક્યારેક જતી વખતે આંખો પણ ભીની થઈ જતી હતી. મે તેને તારી જેમ પુછ્યુ તો એણે પણ આ જ જવાબ આપ્યો કે મારા પ્રેમી રાહ જોઉં છૂ.
અવધની આંખોમાં એકાએક હર્ષના આંસુ આવી ગયા અને કહેવા લાગ્યો શુ વાત કરો? સાચે જ એ મારી જ રાહ જોતી હતી. એ અત્યારે ક્યા મળશે ? એ ક્યારે આવે છે અને ક્યા રહે છે?
કાકા કહે – વાહ તમારો પ્રેમ અદભુત છે. એ છેલ્લા એક વર્ષથી લગભગ અહિ જ આવે જ અને દરેક સુરતથી આવતી બસોમાં તને શોધે. સાંજે સુરતની છેલ્લી બસ આવે પછી નર્વસ થઈ જતી રહે. પણ હમણા બે ત્રણ દિવસથી જોવા નથી મળી પણ જો એ આવે તો હુ તને જાણ કરીશ. તુ મને તારો નંબર આપ.
અવધ નંબર આપીને પોતાની હોટેલમાં જાય છે. આજે મનમાં ઉમંગ હતો કે પોતે પોતાની જાનકીને મળશે. આટલા સમય પછી પાછી એની જાનકી પાછી મળશે.


બીજે દિવસે સવારમાં એ જ ધોધમાર વરસાદ. ચારેકોર પાણી ભરાયેલ અને અવધ હોટેલમાં વેઇટીંગરૂમના રજવાડિ સોફા પર બેસીને પેપર વાંચતો હતો. કેન્ટીનવાળા કાકાનો ફોન આવ્યો કે અવધ તારી પ્રેમીકા તારી રાહ જુએ છે.
અવધ– કાકા એને રોકિ રાખજો એને બેસાડજો. હુ હમણા જ આવુ છું અને સીધી જ ડોટ મુકિ. મુશળધાર વરસાદ અને ચારેકોર પાણી જ પાણી. હોટેલ અને તળેટી વચ્ચે એકાદ કિલોમીટરનુ અંતર હશે પણ અવધને આ અંતર આજે એક વર્ષ જેટલુ લાંબુ લાગ્યુ. વચ્ચે આવતા કેટલાય વાહનો સાથે અથડાતો રહિ જાય તો કોઇ પ્રવાસીઓ જોડે અથડાતો કઈ જોયા વગર તળેટી તરફ જ આગળ આવતો હતો. દોડવાની ઝડપ પણ વધતી જતી હતી. તળેટી પાસે આવીને જુએ છે એ જ પથ્થર પર એ જ વિરહની મુખમુદ્રામાં બેસેલી હતી. આમ તેમ જુએ છે. બધી જ ગાડિઓમાં નજર કરે છે. અચાનક જાનકીની સામે આવીને અવધ ઉભો રહે છે. જાનકીનુ ધ્યાન તો રોડ તરફ જ આવતાજતા પેસેન્જર તરફ જ હોય છે. જાનકીને કોઇએ ડિસ્ટર્બ કરી હોય એવુ લાગ્યુ એટલે જાનકીએ કહ્યુ મારા પ્રેમીની રાહમાં છુ. એક સાઈડ હટો.
અવધ પરિસ્થિતી પામી ગયો શ્રી રામચંદ્ર સીતામૈયાની જાનકીએ આપેલી મુર્તિ ખોળામાં મુકી અને જાનકીના બન્ને હાથ પકડીને નીચે બેસી ગયો અને બોલ્યો કે જાનકી અને અવધ સદા સાથે જ છે. હવે આપણો વનવાસ પુરો થયો. જાનકી અવધને જોવે છે ઘડી ભર તો અચરજ મોં પર આવી જાય છે અને બોલી ઉઠે અરે અવધ આવી ગયો એમ બોલતા આંખો ભરાઈ આવે છે.

જાનકી ઉભી થઈને એ વરસતા વરસાદમાં અવધને બાથ ભરી જાય છે. ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે. ભાવવિભોર દ્રશ્યમાં મેઘરાજા સહયોગ આપતા હોય એમ બારે મેઘ ખાંગા થયા છે. વીજળીના કડાકા થાય જાણે બન્ને પ્રેમીનુ મિલન થયુ અને મેઘરાજા હર્ષ અનુભવી રહ્યા હોય. મીનીટો સુધી આલીંગન પછી અવધ પુછે છે તુ ક્યા હતી? મે તને ક્યા ક્યા ન શોધી?
જાનકી- હુ તારી રાહમાં જ હતી. મારો અવધ આવશે મને ભરોસો હતો. અવધ તુ આવ્યો.
અવધ- જાનકી તારા માટે તો ઇશ્વરે પાસેથી ઉંચીના શ્વાસ લઈને જીવન જીવ્યો.
જાનકી રડતી રડતી કહે છે- અવધ મારો શ્વાસ અને ધબકાર બન્ને તુ લઈ ગયો હતો એવુ લાગતુ હતુ.
બન્નેનુ મિલન અને રુદન સાથે મેઘરાજાની ગર્જનાનો ત્રીવેણી સંગમ થતો હોય એમ વિપરિત છતા પ્રાકૃતિક અને પુરક લાગતુ હતુ.


અવધ જાનકીને વરસાદમાંથી કેન્ટીનના છાપરામાં લઈ જાય છે. પેલા કાકા આ બન્ને ને ચા પીવડાવે છે અને કહે છે તમારા બન્ને ના પ્રેમને હુ સેલ્યુટ કરુ છું. જીંદગીભર ખુબ ખુશ રહો એવા હુ તમને આશિષ આપુ છુ.
વિહાર પણ તળેટી પર બન્ને લેવા ગાડિ લઈને જ આવી ગયો હોય છે. બન્નેને લઈ હોટેલમાં લઇ જાય છે. ભીના કપડા ઉપર બન્ને ને ઠંડીથી બચવા બ્લેન્કેટ ઓઢાડી દે છે. વિહાર આ ખુશખબર સુરત ફોન કરીને પણ આપીદે છે. હવે એ બન્ને હોટલમાં આવે છે. હજી બન્નેની આંખો ક્યારેક ક્યારેક ભીંજાય જતી હતી. બન્ને એકબીજાના હાથ પકડેલા હતા. એની પરથી એવુ લાગતુ હતુ કે, બન્ને હવે ક્યારેય અલગ જ નહી થાય.
પોતાના રૂમ માં લઈ જાય છે સોફા પર બેસાડે છે.
હવે બન્ને હોટેલમાં રુમમાં સામસામે ખુરશી પર જ બેઠા હતા. બાલકનીમાંથી સાપુતારાની ખીણ વરસતો વરસાદ અને હરીયાળી દેખાય છે. ચા પીધી પછી પોતાની વાતચીતનો દોર આગળ વધારે છે.
અવધ- જાનકી તું મને મળી ગઈ એ સારી વાત છે. હું આજે ખૂબ ખુશ છું પણ અત્યાર સુધી મળ્યા કેમ નહિ? અને એ શનિવારે તે મને ફોનમાં કહ્યું હતું કે હું આત્મહત્યા કરીશ. મેં પણ મારી જિંદગીની આશા છોડી દીધી હતી.
શુ બન્યું હતુ?


જાનકી- અવધ મને મારી તપસ્યાનું ફળ મળ્યું. હું કાયમ તને શોધતી હતી. એ શનિવારે તું ન જ આવ્યો પણ મારું મન એમ કહેતું કે અવધ ન આવે એની પાછળ કઈક ગમ્ભીર કારણ હોવું જોઈએ. છતાં હું સવારથી રાહ જોઈ સાંજ સુધી સાપુતારામાં ઘૂમતી રહી. એક બસમાંથી મારી ફ્રેન્ડ ઉતરી એણે મને કહ્યું કે, એક છોકરો અમારી બસમાંથી કૂદકો મારી ભાગવા ગયો. એવું લાગ્યું કે ઘર છોડી આવતો હતો. ભાગવા જતા પગ લપસતા ખીણમાં પડ્યો. બચવાની સંભાવના બહુ જ ઓછી હતી. મને ખ્યાલ આવી ગયો કે, તારી સાથે જ બન્યું હશે અને સાંજ સુધી તું આવ્યો જ નહીં એ દિવસે ઘર તો મેં છોડી દીધું હતું કારણકે મારા પપ્પા એક ના બે ન થયા અને મારો ફોન પણ લઈ લીધો હતો.


મે પપ્પાને કહ્યુ કે, હુ અવધ સિવાય બીજા કોઇની નહિ થાઉ કોઇ દિવસ અંતે હુ આત્મહત્યા કરી લઈશ. પપ્પાનુ સ્વમાન ઘવાયુ કેમકે પપ્પા ગવર્નમેન્ટના ઉચા હોદ્દા પર અધિકારી હતા એટલે એ પણ સ્વભાવિક હતુ. મને ત્રણ ચાર ઝાપટ મારી. મમ્મીએ પપ્પાને પકડી રાખ્યા. મને ગુસ્સામાં કહેવા લાગ્યા કે મને કોઇ દિવસ મોં નહિ દેખાડતી. એ છોકરો પણ મને જ્યા મળશે. ત્યા તેનો જીવ લઈ લઈશ એટલે હુ તારી રાહ જોવા આવી ત્યારે મેં પણ નિર્ણય કરી લીધો હતો કે હવે ઘરે જવું જ નથી. મારૂ મન વિચલિત હતુ. તુ ખીણમાં પડ્યો એ વાત જાણતા હુ જંગલ તરફ જવા લાગી. ભૂખ અને તરસ ને લીધે હું બેહોશ થઈ ગઈ. આંખો ખોલી તો હું વનકન્યા આશ્રમમાં હતી. હું ઉભી થઈ પૂછવા લાગી કે હું ક્યાં છુ? મને અહીં કોણ લાવ્યું? આશ્રમના ગુરૂમાતા આવ્યા અને કહ્યું કે બેટા તું બેહોશ હાલતમાં પડી હતી. જંગલમાં સારું થયું અમારું ધ્યાન પડ્યું. તું કોણ છે? તારી આવી હાલત કેમ થઈ?

મેં મારી હકીકત જણાવી અને તારી વિશે પણ કહ્યુ હું હિંમત હારી જ ગઈ હતી. પણ ગુરૂમાતાએ મને હિંમત આપતા કહ્યું કે અહિં અનેક દિકરીઓ અભ્યાસ કરે છે અને રહે છે. તું અહીં જ્યાં સુધી રહેવું હોય રહી શકે છે. તારા પ્રેમીને મહાદેવ કહી જ નહીં થવા દે. ખીણમાં જે છોકરો પડી ગયો એ જ તારો પ્રેમી હોય તો એને એર-એમ્બ્યુલન્સમાં મુંબઈ લઈ જવામાં આવ્યો છે. મે પણ એ વાત સાંભળી હતી. તું એની ચિંતા નહિ કર.
અવધ વચ્ચે બોલ્યો કે હુ પણ તારો સંપર્ક ન કરી શક્યો તારા ગામ સુધી જઈ આવ્યો.

મારે તારો સમ્પર્ક કરવો પણ કઈ રીતે? મારો ફોન કે લેપટોપ કઈ જ ન હતું. હું સુરત આવવા પણ તૈયાર થઈ પણ તારું એડ્રેસ પણ મને તો ખ્યાલ જ ન હતો. જંગલમાં આશ્રમ હતો તેમા નેટવર્ક પણ આવે નહિ. તુ મારા ગામમાં કે મારા વિસ્તારમાં તપાસ કરાવ તો પણ તને મારી કે મારા પરિવારની ભાળ મળતે પણ નહિ કેમ કે મારા પપ્પા સરકારી અધિકારી હોવાથી ગામથી દુર અમને ક્વાટર ફાળવવામાં આવ્યુ એટલે અમારો ક્યાંય કોઇ રેકર્ડ કે ઓળખ થાય જ નહિ. જાનકીએ કહ્યુ.

અવધ આખરે આપણે મળી જ ગયા. હું ખૂબ જ રડતી અને આખો દિવસ નિરાશ જ રહેતી. તે કિધેલું કે હું તને લેવા આવીશ એટલે મને વિશ્વાસ હતો તું આવીશ. હું રોજ બસ સ્ટેશનમાં આવીને તારી રાહ જોવ અને આપણે જ્યા મળેલા ત્યા પણ તારી રાહ જોઉ સાંજ પડે એટલે આશ્રમમાં ચાલી જાવ. આજે તું આવી ગયો. જાનકીના ગળે ડૂમો ભરાઈ ગયો. ફરીવાર રડવા લાગી.

અવધ તેને બાથમાં લઈ કહેવા લાગ્યો રડ નહિ હવે તો દુઃખના દિવસો ગયા. તારો પ્રેમ પવિત્ર હતો તે જે વેદના સહન કરી છે ખરેખર તુ મહાન છે. હુ ખુબ ભાગ્યશાળી છુ કે તારા જેવી જીવનસંગીની મળી. હું તને મારાથી અલગ નહિ કરું. ક્યારેય નહીં.
જાનકી – હું પણ તારાથી અલગ નહિ થાઉં ક્યારેય પણ…
હવે તો અમે પણ તમને બન્નેને એવા બાંધી દેવાના છીએ કે તમે ક્યારેય અલગ જ નહિ થઈ શકો. રાજેન્દ્રભાઇનો અવાજ સાંભળ્યો.
અવધની આંખો ચમકી પપ્પા અહિ તમે ક્યારે આવ્યા?

રાજેન્દ્રભાઇ- વિહારે મને કાલે જ કોલ કરીને કહ્યુ કે કેન્ટીનવાળા કાકાએ ભાળ આપી છે એટલે હુ મારા દિકરાને એનો પ્રેમ શોધવા મદદ કરવા આવ્યો હતો પણ હુ આવ્યો ત્યા તો અહિ લવ સ્ટોરિ પુરી થઈ ગઈ.


બધા હસવા લાગ્યા. જાનકી રાજેન્દ્રભાઇને પગે લાગી અને બન્નેને લઈ સુરત આવ્યા. જાનકીના મમ્મી પપ્પાને સંદેશ મોકલાવ્યો કે અમે ભવ્યાતિભવ્ય લગ્ન કરાવવાના છિએ. તમે આશિર્વાદ આપવા આવો તો અમને સારુ લાગશે. સામેથી કઈ જવાબ આવ્યો નહિ. રાજેન્દ્રભાઇએ ખુબ જ ભવ્ય લગ્ન કર્યા.
બન્નેના સુખી લગ્ન જીવન બાદ પહેલાની જેમ હજુ પણ ફુરસત મળે ત્યારે કુદરતના ખોળે સમય વિતાવવાનુ ચુક્તા નથી.

લેખક – વિજયકુમાર એમ. ખુંટ “શૌર્ય”

તો મિત્રો આપને આ વાર્તા કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો.

દરરોજ આવી અનેક અવનવા વિષય પરની વાર્તાઓ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી