પરિક્ષાના દિવસો દરમ્યાન ધ્યાનમાં રાખવા જેવી બાબત

આમ તો પરિક્ષા સૌના માટે પીડાદાયક હશે પણ એ તો માત્ર પરિક્ષાના હાઉ ને લઇને છે. હમણા જ ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરિક્ષા આવશે. વિધ્યાર્થીઓમાં બોર્ડની પરિક્ષાથી ભયનો માહોલ છે. શા માટે બાળકો? એમાં કઇ સ્પેશિયલ નથી આવતુ એમા તમે તમારી સ્કુલામાં પરિક્ષા આપો એમ બીજી સ્કુલમાં પરિક્ષા જ આપવાની છે. આવો આ પરિક્ષાને સરળ બનાવીએ.

પરિક્ષાના દિવસો દરમ્યાન ધ્યાનમાં રાખવા જેવી બાબત

પરિક્ષા દરમ્યાન શક્ય હોય ત્યા સુધી કામ વગર ઘરની બહાર ન જાઓ. લગ્ન પ્રસંગમાં જવાનુ તથા ત્યા જમવાનુ ટાળો. હોટેલનુ અને બઝારુ ખાવાનુ ટાળો. પૌષ્ટીક આહાર લેવાનો આગ્રહ રાખો. બહારનુ ખાવામાં ઘણીવાર દુષિત પાણિ કે હલ્કી ગુણવત્તા વાળી વસ્તુ વાપરવામાં આવી હોય તો ઝાડા, ઉલ્ટી થી લઈ ફુડ પોઇઝનીંગનો ભય રહે જે તમારી મહેનત પર પાણી ફેરવી શકે.

પરિક્ષાના દિવસ દરમ્યાન સવાર ૬.૩૦ વાગે જાગી ૧૦ મિનીટ મેડિટેશન કરો. ઘરની નજીક મંદિર હોય તો શાંત વાતાવરણમાં ૧૫-૨૦ મિનિટ પસાર કરો. ત્યાર બાદ પુનરાવર્તનના ભાગરૂપે ઉપર ઉપર નજર ફેરવો પણ ભારપુર્વક વાંચવુ નહિ.

સવારમાં જ ભરપેટ ભોજન કરી લો. પરિક્ષાનો સમય ૯ કે ૧૦ નો હોય તો તે સમયે ભરપેટ ન ખાઇ શકાય અને જો એ સમયે ભુખ લાગે તો લીંબુ શરબત, મોસંબી નુ જ્યુસ વગેરે લઈ શકાય.

પરિક્ષા આપીને આવો એટલે બે કલાકનો આરામ લઈ લો. પરિક્ષાના પેપર ઘરે આવીને સોલ્વ ક્યારેય પણ ન કરવા. કેમકે જે વાત ગઈ એ તો ગઈ પણ એની ચિંતા આવનાર પેપરમાં શા માટે કરવી?

સાંજે પણ વહેલા સુઇ જાઓ. અતિ માત્રામાં ટીવી કે ફોનનો ઉપયોગ આ દિવસો દરમ્યાન ટાળવો.
પરિક્ષાનો મનમાં કોઇ ભયનો માહોલ ઉભો ન કરો. શાળાની પરિક્ષા કરતા પણ સરળ પરિક્ષા કહિ શકાય. કેમ કે તમે જે શાળામાં પરિક્ષા આપવા જશો તે શાળામાં સૌથી વધુ સહયોગ આપશે.

તમારે જે સ્કુલમાં પરિક્ષા આપવા જવાનુ છે તે સ્કુલમાં આગળના દિવસે તમારો ક્લાસ અને તમારી બેન્ચ જોઇ આવો અને તુટેલિ બેન્ચ હોય અથવા અગવડતા હોય તો આપ મેનેજમેન્ટને તુરંત જ જાણ કરો.

પરિક્ષા દરમ્યાન ધ્યાનમાં રાખવા જેવી બાબત

• ઘરેથી નિકળતી વખતે પરિક્ષા સ્લીપ તેની એક ઝેરોક્ષ અને કંપાસ બોક્સ સાથે લઈ લો. જેમા બે એક્સ્ટ્રા બોલપેન, પેન, પેન્સિલ, રબર, સંચો, સ્કેલ બધુ જ જરૂરી સાધનો છે કે કેમ? એ જોઇ લો. ઘણી વાર સ્ટૂડન્ટસ ભાષાના પેપર દરમ્યાન માત્ર બોલપેન લઈને જ પેપર આપવા જતા હોય છે તે વખતે આવી ભુલ ન કરી શકાય. કેમ કે આ બધી વસ્તુઓની જરૂરીયાત ઉભી થાય છે.

• સેલ્ફ ડ્રાઇવિંગ કરી બાળકોએ પરિક્ષા આપવા ક્યારેય ન જવુ. જાહેર વાહનો, ઓટો રીક્ષા વગેરેનો ઉપયોગ કરવો. વાલીઓ પણ ડ્રોપ કરવા જઈ શકે છે. ઘણી વાત બાળકોનો આ દરમ્યાન અકસ્માત થાય તો આખા વર્ષની મહેનત પાણીમાં જાય.

• જો સ્લીપ ભુલાઇ જાય અથવા ગુમ થઈ જાય તો ? સૌ પ્રથમ તમે એક ઝેરોક્ષ સાથે સાથે રાખો અને સ્લીપ ઘરે મુકિ દો. તમે જે સ્કુલમાં પરિક્ષા આપવા ગયા છો ત્યાના પ્રબંધકને કહો કે મારા વાલીને ફોન કરવા આપો અને વાલીને તુરંત બોલાવી લો. તમે સીધા જ પરિક્ષા આપવા માટે બેસી જ જાઓ. પ્રબંધકને વિનંતી કરો કે મારા વાલી આવશે એટલે તમને જે પણ જરૂરી હશે એ કાર્યવાહિ કરશે.

• પરિક્ષા દરમ્યાન કોઇએ કાપલી કે અન્ય ચીજ તમારી તરફ ફેકી તમારુ ધ્યાન નથી. અને ચેકિંગ દરમ્યાન તમારી ઉપર આરોપ લગાવવામાં આવ્યો કે આ કાપલી તમારી છે. તો શુ કરશો?

• ઘણી વાર કોઇ પણ વાંક ગુના વગર બાળકોએ આ સમસ્યાનો ભોગ બનવુ પડતુ હોય તો સૌ પ્રથમ તો તમે તમારી બેન્ચ નીચે થોડી આજુબાજુમાં નજર કરતી રહેવી છતા પણ સંજોગવશાત આરોપ તમારી ઉપર આવે તો સૌ પ્રથમ તો નિડરત અચકાયા વગર વાત કરો.

જો હાથથી લખેલી કાપલી હોય તો તમે કહિ શકો કે સર આ અક્ષર અને મારા અક્ષર મેચ નથી થતા. બીજુ કે એમા કોઇ પુછાયેલા સવાલનો જવાબ લખ્યો છે તો આપ એમ પણ કહિ શકો છો જુઓ સર આ કાપલી અને મારો જવાબ મુજબ અલગ છે અને આપ મને કોરો કાગળ આપો તો હુ એ જોયા વગર લખી આપુ.
ઉપરનુ કઈ પણ ન હોઇ તો તમે એમ પણ કહિ શકો છો કે સર એની ઉપર ફિગર પ્રિંટ હશે એ ચેક કરાવી શકો છો, હુ એક પણ વાર આ કાપલી ને અડક્યો પણ નથી. દોસ્તો આ બધો સંવાદ નિડરતાથી કરી શકાય. મન પર પેપર લખતી વખતે આની કોઇ અસર ન થાય એ પણ ખ્યાલ રાખજો.

પેપર લખતી વખતે કઈ કઈ બાબતોનુ ધ્યાન રાખશો ?

સૌ પ્રથમ તો પેપર આવે એટલે આખુ જ પેપર વાંચી જાઓ અને જે પ્રશ્ન તમને આવડતા હોય તે તમે પ્રથમ લખી શકો છો. ત્યાર બાદ ઓછા આવડતા હોય તે પ્રકારના લખી શકો છો. જેથી સમયના અભાવે આવડતુ હોય એ છુટી ન જાય.
જે સવાલના જવાબ નથી આવડતા તેની અંદાજીત જગ્યા છોડી દો. જ્યારે આખુ પેપર લખાઇ જાય ત્યાર બાદ આ ખાલી રાખેલી જગ્યાઓમાં યાદ કરીને જે પ્રકારના આવડે એ પ્રકારનુ લખો. ટુકમાં ખાલી છોડેલી જગ્યા ભરી દો.
ફિગર આકૃતિ હોય તો એ છેલ્લે રાખી શકો. તેમા યાદ કરીને નામ નિર્દેશન કરી શકો.
ગણીત જેવા વિષયોમાં કોઇ પણ દાખલો કોરો ન રાખો. જેટલી ગણતરી આવડતી હોય એટલી તો કરો જ તથા દરેક આકૃતિઓ દોરવાનો આગ્રહ રાખો.

ટુંકમાં પ્રશ્નપત્ર વધુમાં વધુ લખવા માટે પ્રયત્ન કરવા.
ઉપરોક્ત બાબતો ધ્યાનમાં લેવાથી બાળકોને પરિક્ષાની ચિંતા હળવી થઈ જશે.

મારા દેશના ભાવીઓને હું વિજય ખુંટ આવનારી પરિક્ષાઓમાં ખુબ ઉંચી ટકાવારી સાથે પાસ થાઓ એવી શુભકામનાઓ આપુ છુ.

લેખક : વિજય ખુંટ “શૌર્ય”

દરેક વિદ્યાર્થીઓને શુભેચ્છા… મેહનત કરો ફળ અવશ્ય મળશે જ…

દરરોજ આવી પ્રેરણાદાયી પોસ્ટ માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી