વિવેકાનંદ અને જમશેદજી ટાટાની આ મુલાકાત માં જે બન્યું, બહુ ઓછા લોકો ને ખ્યાલ છે…!!

જમશેદજી નુસ્સરવાનજી ટાટા એક વખત જર્મનીના પ્રવાસે નીકળ્યા. તેઓ જહાજના ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરી રહ્યા હતા. તેઓએ જોયું કે જહાજના નીચલા હિસ્સામાં ભારે ચહલ પહલ હતી. પૂછપરછ કરતાં તેમને જાણવા મળ્યું કે ભારતના મહાન સંત શ્રી સ્વામી વિવેકાનંદ પણ તે જ દરિયાઈ જહાજમાં મુસાફરી કરી રહ્યા હતા.

મહાન સંત તરફના આદરભાવ અને કુતુહુલતા બંને કારણભૂત હોઈ જે.એન, સ્વામી વિવેકાનંદને મળવા ગયા. સ્વામી વિવેકાનંદે પણ આ સન્માનનીય ઉદ્યોગપતિનું નામ સાંભળેલું હતું. વાતચીત દરમિયાન જે.એનએ જણાવ્યું કે તેઓ જર્મની જઇ રહ્યા હતા.

“મારી સાથે માટી ભરેલા કોથળાઓ છે. ભારતના વિભિન્ન પ્રદેશોમાંથી એકત્ર કરેલી માટી તેમાં ભરી છે. હું આ નમૂનાઓને જર્મની લઇ જઇ ત્યાં પરીક્ષણ કરાવવા માંગુ છું કે તેમાંની કોઈ માટીમાં લોહતત્વ છે કે નહીં. જો નીકળે તો જે-તે જિલ્લાઓમાંથી લોખંડ ખોદીને કાઢી શકાય.

આ સાંભળી સ્વામી વિવેકાનંદે કહ્યું,” સાહેબ, શું તમને લાગે છે કે કોથળાઓમાં ભરેલી માટીમાં કદાચ પણ જો લોખંડ સમાયેલું હોય, તો એ વિષે તમને જર્મન લોકો સાચી માહિતી આપશે ? તમારે અત્રે એક વાત સમજવા જેવી છે કે કોઈ પણ યુરોપીઅન દેશ આપણા ભારત દેશને, શક્તિશાળી, લોહ ઉત્પાદનમાં અગ્રેસર કે આર્થિક રીતે સદ્ધર સાંખી શકે જ નહીં.

કદાચ આ માટીમાં લોહતત્વ હશે તો પણ તમને યુરોપ આખામાંથી નકારાત્મક પ્રતિભાવ જ સાંપડશે. તમારો વિશ્વાસ તૂટે તેવા જ જવાબ મળશે. જે.એન પણ યુરોપમાં ફરેલા હતા અને ત્યાંના ઘણા માણસોને જાણતા હતા. આથી સ્વામીજીની વાત સાચી છે તે એમને સમજાઈ ગયું.

સ્વામી વિવેકાનંદે આગળ કહ્યું,”તમે પોતે જ એક અત્યાધુનિક અને ઉત્તમ કક્ષાનું સંશોધન કેન્દ્ર તેમજ કોલેજ કેમ નથી બનાવતા? ભારતના જ અમુક સારા યુવાનોને કેળવણી આપીને, આ માટીની ગુણવત્તા અને તેમનાથી થનારા નફા અંગેનું પરીક્ષણ કરતાં કેમ નથી શીખવાડતા ?

અત્યારે તમને કદાચ આ કીમિયો વાહિયાત અને ખર્ચાળ લાગશે પણ લાંબા ગાળે તમારા યુરોપના આંટા બચી જશે. અને તમને ત્વરિત ખાતરી પણ થશે કે સત્ય શું છે. આમ ને આમ શંકાના વમળોમાં અટવાઈને આંટાફેરા કરવા કેટલા વ્યાજબી છે ? ” ટાટા એ લખેલો એતિહાસિક પત્ર 

પોતાની કહેલી વાતની અસર જે.એન.ટાટા પર થઇ રહી હોવાનું જણાતાં તેમણે આગળ વધાર્યું,” મૈસુરના મહારાજા એચ.આર.એચ. વાડિયાર સાથે એકવાર વાત કરી જુઓ. જો કે એ પણ બ્રિટિશરોના કબ્જામાં જ છે પણ તેઓ તમને શક્ય તેટલી મદદ કરી છૂટે તેવા છે. મારી શિકાગો ખાતેની સર્વ ધર્મ પરિષદનો તમામ ખર્ચ તેમણે દિલેરતા દાખવી ઉપાડ્યો છે. ”

ભારત પરત ફર્યા બાદ તુરંત જ જે.એન.ટાટા મૈસુર જવા નીકળ્યા.

અને ખરેખર મૈસુરના રાજા વાડિયારે તેમને નિરાશ ન થવા દીધા. રાજાએ તેમને ૩૭૦ એકર જમીન આપી, જેમાં જે.એન.ટાટાએ પોતાની ઈચ્છા મુજબનું સંશોધન કેન્દ્ર તથા કોલેજ શરુ કર્યું. આ કેન્દ્ર એટલે બીજું કોઈ નહિ પણ બેંગ્લોર સ્થિત ‘ The Indian Institute of Science’ જ્યાંથી દરવર્ષે ટોપ ક્લાસ ટેકનોક્રેટ્સ અને સંશોધન કાર બહાર આવે છે…!

જુઓ IISC બેંગ્લોર ના થોડા ફોટોસ :

જમશેદજી ટાટા સ્મારક IISC બેંગ્લોર 

આજે આવું દેખાય છે મોર્ડન IISC :

 

મેઈન બિલ્ડીંગ :

મિત્રો આપ સૌને આ એતિહાસિક વાત ગમી હોય તો આગળ અચૂક શેર કરજો !

સંકલન : રૂપલ વસાવડા (બેંગ્લોર)

 

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block