વિરાટને છે એટલો મોંઘો શોખ કે વાત જ ન પૂછો…

જીવનમાં દરેક વ્યક્તિને  – નાનો, મોટો, અજીબ હોય કે પછી લક્ઝુરિયસ – કોઈને કોઈ શોખ તો હોય છે જ, જેને તેઓ મહેનત કરીને કે સમય બચાવીને પૂરો કરતા જ હોય છે. સામાન્ય માણસથી લઈને બોલીવુડ, હોલીવુડ સ્ટાર્સ હોય કે પછી ક્રિકેટર્સ જ કેમ ન હોય, તેઓ અનોખી વસ્તુ લેવા કે કંઈક શીખવા માટે પાગલ હોય છે.

બોલીવુડનાં મહાનાયક અમિતાભ બચ્ચનને પોએટ્રિનો શોખ છે, જ્યારે સલમાન ખાનને પેન્ટિંગ, કંગનાને કૂકિંગ, રણબીરને સ્પોર્ટ્સ બાઈકનો અક્ષયને માર્શલ આર્ટ અને શાહરુખને ગૅજિટનો ક્રેઝ છે. આ સિવાય પણ અન્ય એક્ટર્સ પણ કંઈક અલગ અને અનોખી હોબી કે વૃત્તિ કરવા માટે ઘેલા હોય છે. દરેક સ્ટાર્સ પોતાની મનગમતી કોઈ વસ્તુ ખરીદીને તેનું કલેક્શન કરતા હોય છે, કાં તો કઈક નવી કળા શીખવાની જિજ્ઞાસા પૂર્ણ કરતા હોય છે. આ જ રીતે આપણા ઈન્ડિયન ક્રિકેટર્સને પણ અવનવા શોખ છે. તો આજે અમે તમને જણાવીશું કે ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીને કઈ વસ્તુનો ક્રેઝ છે, જેના માટે તેઓ એકદમ દીવાના છે.

ઇન્ડિઅન ટીમનાં સ્ટાર ક્રિકેટર મહેંદ્ર સિંહ ધોની સુપર બાઈક્સ પાછલ પાગલ છે. આ વાત તો મોટા ભાગનાં લોકોને ખબર જ હશે, પરંતુ શું તમને ખબર છે કે ટીમ ઇન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલી પણ ધોનીની જેમ ઑટોમોબાઈલ્સનાં ક્રેઝી છે. વિરાટ અને ધોનીનાં શોખમાં એટલો જ ફરક છે કે વિરાટ લક્ઝરી કારો પાછળ દીવાનો છે. તો એક નજર નાખો વિરાટ કોહલીની મોંઘી અને શાનદાર કારો ઉપર, જે કોઈનાં પણ મનને અટ્રૅક્ટ કરી લે છે.

લક્ઝરી કારોનાં શોખિન વિરાટનાં ગરાજમાં લાખો-કરોડોની કિંમત વાળી ૬ એવી કાર છે, જેને જોઈને કોઈને પણ જેલસી થઈ જાય. હાલમાં જ વિરાટ કોહલીએ ૩ કરોડની ઓડી R8 LM લક્ઝરીઅસ કાર ખરીદી છે. ઓડી કાર્સ વિરાટને વધારે પસંદ પડે છે અને એટલે જ આ કંપનીનાં બધા પૉપ્યુલર મૉડલ વિરાટ પાસે છે.  વર્લ્ડ ફેમસ લક્ઝરી SUV કાર ઓડી Q7 છે, જેને વિરાટ પાર્ટી કે કોઈ ફંક્શનમાં મોટા ભાગે લઈ જતો હોય છે.

ટોયોટા કંપનીની શાનદાર SUV કાર ફૉર્ચ્યૂનર વિરાટની કારનાં કાફલાની એક જાનદાર કાર છે.

વિરાટને રેનૉલ્ટ ડસ્ટર ૨૦૧૨માં મેન ઑફ ધ સીરીઝ બનતા શ્રીલંકામાં અવૉર્ડ રુપે મળી હતી. જેની ઉપર બેસીને ટીમ ઈન્ડિયાએ મેદાનનાં ચક્કર પણ લગાવ્યા હતા.

ઓડી કંપનીની અન્ય એક જાનદાર અને શાનદાર કાર A8 W12 ક્વોટ્રો પણ વિરાટનાં ગાડીઓનાં કાફલામાં સામેલ છે. આ સિવાય તેની પાસે સ્પોર્ટસ કાર ઓડી R8 V10 Plus પણ છે. લગ્ઝ્યૂઅરિઅસ કારનાં શોખિન ફક્ત વિરાટ જ નથી, પરંતુ સચિન તેંડુલકર, યુવરાજ, ભજ્જી, સુરેશ રૈના અને સૌરવ ગાંગુલીને પણ ગાડીનો અદ્ભૂત ક્રેઝ છે. આમની પાસે પણ એકથી એક લકશરી ગાડીઓનું કલેક્શન છે.

વિરાટ સિવાય સુનીલ ગાવસ્કરને પણ સનગ્લાસિસ પહેરવાનો અનેરો શોખ છે. ૬૭ વર્ષીય ગાવસ્કરને અત્યારે પણ તમે ચશ્મા પહેરતા જોતા હશે. તેઓ ઇન્ડીઅન ટીમનાં પહેલા ક્રિકેટર હતા જેમણે ગ્રાઉન્ડમાં ચશ્મા પહેરીને ક્રિકેટ રમવાનો ટ્રેન્ડ શરુ કર્યો હતો અને હવે આ સ્ટાઈલ સ્ટેમેન્ટ દરેક ખેલાડી ફોલૉ કરતા જોવા મળે છે. વિરાટને કાર સિવાય સનગ્લાસિસનો પણ ક્રેઝ છે. ક્રિકેટ રમતા સમયે કે પછી અન્ય કોઈ ઈવેન્ટ અથવા ફંક્શનમાં તેને અલગ-અલગ પ્રકારનાં ગ્લાસિસ પહેરતા જોયો હશે.

તો છે ને ફ્રેન્ડ વિરાટનો લલક્ઝુરિયસ શોખ જોવા જેવો? આ કારનાં કલેક્શનને જોઇને નવાઈ તો લાગી પણ એકવાત અહીંયા એ વાત શીખવા મળી કે જીવનમાં આપણે જે શોખ રાખીએ છીએ તેને સમય કાઢીને પૂર્ણ કરવો જોઈએ. સમય રેખા કોઈની પણ રાહ નથી જોતી, એટલે જો પૈસાની સગવડ હોય અને સમય હોય તો અચૂકથી તમારા મનની ઇચ્છા પૂરી કરવાનો પ્રયાસ કરજો. ભૂલતા નહીં લાઈક અને શેર કરવાનું દોસ્તો…

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block