કેપ્ટન વિક્રમ બત્રા – મારી એક સલામ કારગિલ યુદ્ધના શેરશાહ ને…

આજનો દિવસ :- કેપ્ટન વિક્રમ બત્રા

“તૂ બચ્ચેદાર હૈ, હટ જા પીછે”
સાથીને રોકીને કેપ્ટન વિક્રમ બત્રા મશીનગનના વરસાદ વચ્ચે કૂદી પડ્યા.

– મારી એક સલામ કારગિલ યુદ્ધના શેરશાહ

? જન્મ :- ૯ સપ્ટેમ્બર ૧૯૭૪, પાલમપુર,હિમાચલ પ્રદેશ

? મૃત્યુ :- ૭ જુલાઇ ૧૯૯૯, (ઉંમર ૨૪ વર્ષ), પોઇંટ ૪૮૭૫ (કારગિલ)
? માતા-પિતા :- જયકમલ બત્રા, જી.એલ.બત્રા

કેપ્ટન વિક્રમ બત્રા (૯ સપ્ટેમ્બર ૧૯૭૪ – ૭ જુલાઇ ૧૯૯૯) ભારતીય થલસેનાનાં,મરણોપરાંત પરમવીર ચક્ર,જે ભારતનો સર્વોચ્ચ વીરતા પદક છે, પ્રાપ્ત અધિકારી હતા, જે પદક તેમને ૧૯૯૯નાં,ભારત અને પાકિસ્તાન વચ્ચેનાં, કારગિલ યુદ્ધમાં કરેલ શૌર્યતાપૂર્ણ કામગીરી માટે અપાયેલો.

? જીવન

વિક્રમ બત્રાનો જન્મ ૯ સપ્ટેમ્બર,૧૯૪૭નાં રોજ હિમાચલ પ્રદેશનાં પાલમપુર નજીકનાં ઘુગ્ગર ગામમાં, શ્રી જી.એલ.બત્રા અને શ્રીમતિ જયકમલ બત્રાને ત્યાં થયેલો.

બત્રાએ ૧૯૯૬માં ભારતીય સૈન્ય અકાદમી,દહેરાદુનમાં પ્રવેશ લીધો અને તેમની,જમ્મુ અને કાશ્મીરનાં સોપોર ખાતે, ભારતીય થલસેનાની ‘૧૩ જમ્મુ અને કાશ્મીર રાઇફલ્સ’ના ‘લેફ્ટનન્ટ’નાં હોદ્દા પર નિમણુંક કરાયેલ. ત્યાંથી તેઓ ‘કેપ્ટન’નાં હોદ્દા સુધી પહોંચ્યા.

? સૈન્ય માં

કેપ્ટન વિક્રમ બત્રાને, ભારતની આઝાદીની ૫૨મી વર્ષગાંઠ ૧૫મી ઓગસ્ટ ૧૯૯૯માં,ભારતનાં સર્વોચ્ચ સૈનિક સન્માન, પરમવીર ચક્ર દ્વ્રારા સન્માનીત કરવામાં આવ્યા. તેમનાં પિતા શ્રી જી.એલ.બત્રાએ, પોતાના શહીદ પુત્ર વતી, આ સન્માન ભારતના રાષ્ટ્રપતિ સ્વ.કે.આર.નારાયણનનાં હસ્તે સ્વિકાર્યું હતું.

કેપ્ટન વિક્રમ બત્રા,૧૩ જમ્મુ કાશ્મીર રાઇફલ્સ, અને તેમની ‘ડેલ્ટા કંપની’ને પોઇંટ ૫૧૪૦ ફરી કબ્જે કરવાની કાર્યવાહી સોંપવામાં આવી હતી. પોતાના અપ્રતિમ શૌર્યને કારણે ‘શેરશાહ’નું ઉપનામ ધરાવતા કેપ્ટન બત્રાએ, દુશ્મનને આશ્ચર્યચકિત કરી જીત પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી, અચાનક હુમલો કરવાનો નિર્ણય કર્યો. તેમણે અને તેમના જવનોએ કરાળ કોતર પર ચઢાઈ કરી, પણ દળ જેવુ ટોચ નજીક પહોચ્યુ કે દુશ્મનોએ એમને ખુલ્લી કરાડ ના મુખ પાસે મશીનગન ના ગોળીબાર થી ઘેરી લીધા.

{તે અને તેમના સૈનિકો સખત ચઢાણ વાળી ભેખડ પર ચઢ્યા, પણે જેવી તેમની ટુકડી ટોચ પર પહોંચવા આવી, દુશ્મને મશીન ગનના ગોળીબાર દ્વારા કોઈપણ આડસ વગરની ભેખડ પર અટકાવી દીધા.} તોપણ કેપ્ટન બત્રાએ તેમના પાંચ સૈનિકોની સાથે, ટોચ તરફ ચઢાણ ચાલુ રાખ્યું અને ટોચ પર પહોંચી મશીન ગનની છાવણી પર બે ગ્રેનેડ ફેંક્યા. તેમણે એકલા હાથે હાથોહાથની લડાઈમાં ત્રણ દુશ્મન સૈનિકોને મારી નાખ્યા.

આ દરમિયાન તેઓ ગંભીર રીતે ઘવાયા, પણ તેમણે મિશન આગળ વધારવા પોતાના સૈનિકોને તૈયાર કરવા આગ્રહ રાખ્યો. કેપ્ટન બત્રાએ બતાવેલ બહાદુરીથી પ્રોત્સાહિત થઈને ૧૩ જમ્મુ અને કાશ્મીર રાઈફલ્સના જવાનોએ દુશ્મનની છાવણીઓ પર હુમલો કર્યો અને ૨૦ જૂન ૧૯૯૯ના રોજ સવારે ૩.૩૦ વાગ્યે પોઈન્ટ ૫૧૪૦ પર કબ્જો કર્યો. તેમની ટુકડીને આઠ પાકિસ્તાની સૈનિકોને મારવા અને એક ભારે મશીન ગન કબ્જે કરવાનું શ્રેય અપાયું.

પોઈન્ટ ૫૧૪૦ કબ્જા હેઠળ આવવાથી સફળતાની એક હારમાળા શરૂ થઈ, જેમ કે પોઈન્ટ ૫૧૦૦, પોઈન્ટ ૪૭૦૦, જંક્શન પિક અને થ્રી પિંપલ્સ.કેપ્ટન અનુજ નૈયરની સાથે બત્રા પોતાની ટુકડીને પોઈન્ટ ૪૭૫૦ અને પોઈન્ટ ૪૮૭૫ કબ્જે કરી વિજય તરફ દોરી ગયા. ૭ જુલાઈ ૧૯૯૯ના રોજ વહેલી સવારમાં પોઈન્ટ ૪૮૭૫ પર દુશ્મને વળતો હુમલો કર્યો જેમાં એક એક ઘાયલ અફસરને બચાવવાની કોશિષમાં તેઓએ શહાદત પ્રાપ્ત કરી. તેમના આખરી શબ્દો, “જય માતા દી.” હતા. દુશ્મનનો સામનો કરતાં તેમણે દાખવેલી સર્વોચ્ચ વ્યક્તિગત બહાદુરી અને આગેવાની માટે, કેપ્ટન વિક્રમ બત્રાને પરમવીર ચક્ર વડે સમ્માનિત કરવામાં આવે છે.

? થોડુ વધારે પણ અગત્યનુ

વિક્રમ બત્રા, કારગિલ યુદ્ધમાં તેમને સૌપ્રથમ ૫૧૪૦ પોઈન્ટ પર તિરંગો લહેરાવવાની જવાબદારી સોંપવામાં આવી. તે સમયે તેમના ઓફિસરે આફતને સામાન્ય ન સમજતા સાવધ રહેજોનો સંકેત આપ્યો ત્યારે વિક્રમ સાહેબે કહેલુ કે, સર કદાચ મિશન હું ધારૃ છું એટલુ સહેલુ નહી હોય પણ તમે ધારો છો એટલુ અઘરૃ પણ નથી. તેમની ટીમે સતર હજાર ફુટના પહાડોને ખુંદતા ખુંદતા દુશ્મનો પર ખાતમો બોલાવી દીધો અને ૫૧૪૦ પોઈન્ટ પર તિરંગો લહેરાવ્યો. યે દિલ માંગ મોર…

પાકિસ્તાન ઈઝ નો મોર! ના નારા સાથે તેઓ ૪૮૭૫ પોઈન્ટ તરફ આગળ વધ્યા. યુદ્ધમાં હરેક બાજુથી તેના પરાક્રમ બદલ શુભેચ્છાનો વરસાદ થયો, ત્યાંસુધી કે તેમને લેફ્ટનન્ટમાંથી બઠતી આપીને કેપ્ટન બનાવી દેવામાં આવ્યાં હતા. પરંતુ ૪૮૭૫ પોઈન્ટનો પડકાર તો થોડો કઠિન હતો. વિક્રમે દરેક સિપાહીને એક જ વાત કહી કે માતૃભૂમિથી મોટો કોઈ પ્યાર નથી હોતો. અંતે, તેમણે દુશ્મનોનુ ધ્યાન ભટકાવવા રણનીતિ મુજબ પોતાની જાતને ખુલ્લા મેદાનમાં ઉતારીને પડકાર ફેંક્યો. ભારતીય સેના એ ક્ષણિકવારમાં રણનીતિને સાર્થક કરી બતાવી પણ વિક્રમ સાહેબના દેહને પાકિસ્તાની બારૃદે ઢાળી દીધો. આ વીર યોદ્ધાને પરમવીર ચક્રનુ સન્માન આપવામાં આવ્યું હતું.

પોઇંટ ૫૧૪૦ પર પહોંચ્યા બાદ, શત્રુ સેનાનાં એક સેનાપતિ,જેમણે તેમને રેડિયોવાર્તાલાપ દરમિયાન એમ કહીને લલકાર્યા કે, “તમે અહીં શા માટે આવ્યા ‘શેરશાહ’ (તેમનું ઉપનામ)? હવે તમે પાછા નહીં જઇ શકો.” ત્યારે વિક્રમ બત્રાએ ઉત્તર આપ્યો કે, “આપણે એકાદ કલાકમાંજ જોશું કે ટોંચ પર કોણ રહે છે.”

બત્રાનાં અંતિમ શબ્દો તેમની રણહાક, “જય માતા દી” હતા. (જય માતાજી)

“યા તો તિરંગા લહેરાકે આઉંગા, યા તિરંગામેં લીપટા હુવા આઉંગા, લેકિન આઉંગા” (કાં તો તિરંગો ફરકાવીને આવીશ (વિજેતા થઇને),કાં તો તિરંગામાં વિટળાઇને (શહિદી પામીને) આવીશ, પરંતુ આવીશ જરૂર).

લેફ.નવીને ઘવાયા છતાં આગળ રહી લડાઇ કરવા દેવા માટે વિનંતી કરી ત્યારે બત્રાએ તેને કવર કરી પાછળ ખસેડતાં કહ્યું, “તું બાલબચ્ચેદાર હૈ, હટજા પીછે.”

સને ૨૦૦૩નું હિન્દી ચલચિત્ર એલ.ઓ.સી. કારગિલ સમગ્ર કારગિલ યુદ્ધ પર આધારીત હતું જેમાં અભિષેક બચ્ચને કેપ્ટન બત્રાનું પાત્ર ભજવેલ છે.

? એક ખાસ વાત :-

દાઉદની બહેન કે પછી અરુણ ગવળી પર ફિલ્મો બની રહી છે. પણ કેપ્ટન વિક્રમ બત્રા કે કલામ સાહેબ પર નથી બનતી !

ખરેખર મને અફસોસ થાય છે.

? માહિતી સૌજન્ય :- ઇન્ટરનેટ

? આભારી :- ભારતીય સેના

? લેખન, સંકલન અને Post :— Vasim Landa ☺ The-Dust Of-Heaven ✍

? આ પોસ્ટમાં કોઇએ કઇપણ ફેરફાર કરવો નહિ.

ટીપ્પણી