વિજયસારના વૃક્ષના લાકડાના ગ્લાસનું પાણી તમને ડાયાબિટીસ અને સાંધાના દુઃખાવામાં ચમત્કારી લાભ પહોંચાડશે..

વિજયસાર એક મધ્યમ ઉંચાઈથી માંડીને વધારે ઉંચાઈ ધરાવતું વૃક્ષ છે. આ એક પર્ણપાતી વૃક્ષ છે જેની ઉંચાઈ 30 મીટર સુધીની હોય છે. તે ભારત, નેપાળ અને શ્રીલંકામાં ઉગે છે. ભારતમાં તે પિશ્ચમ ઘાટ અને મધ્ય ભારતના જંગલોમાં ઉગે છે. વિજયસારનું લાકડુ તમને કોઈપણ આયુર્વેદિક ઔષધિની દુકાનમાં મળી જશે. તેના લાકડાનો રંગ હળવો અથવાતો ઘેરો લાલ હોય છે.

આયુર્વેદ નિષ્ણાતોનું માનવામાં આવે તો વિજયસારનું લાકડું ઔષધિય ગુણોનો ખજાનો છે. તે ડાયાબીટીસ, ધાતુરોગ અને સંધિવા જેવા રોગ માટે રામબાણ છે. જે પહાડી વિસ્તારોમાં આ લાકડું મળે છે ત્યાં આ લાકડાનો ગ્લાસ પણ મળે છે, જેમાં પાણી પીવાથી કેટલાએ પ્રકારના રોગ દૂર થઈ જાય છે.

આ રોગોમાં લાભપ્રદઃ

– સાંધાના દુઃખાવામાં રાહત આપે છે
– એસિડિટીમાં પણ રાહત આપે છે.
– ધાતુરોગમાં પણ અચૂક છે.

– હાથ-પગ ધ્રૂજતા હોય તો તેવી તકલીફોમાં પણ રાહત આપે છે.
– ડાયાબિટિસને કાબુમાં રાખવામાં મદદરૂપ છે.
– હાય બ્લડ પ્રેશર નિયંત્રિત કરવામાં મદદરૂપ રહે છે.
– તેના નિયમિત સેવનથી હાડકાની કકડાટી બંધ થાય છે આ હાડકા મજબૂત બને છે.

– શરીરમાં વધેલી ચરબી ઓછી થાય છે, વજન અને મેદસ્વીતાને ઘટાડવામાં પણ સહાયરૂપ છે.
– ચામડીના કેટલાએ રોગો, જેમ કે ખરજવું, ખજવાળ, ફોડકી વિગેરેમાં પણ ફાયદો પહોંચાડે છે.

વિજયસારના ઉપયોગની વિધિ

વિજયસારનું સુકુ લાકડું લઈ તેના નાના નાના ટુકડા કરી દેવા. પછી તમારે એક માટીનું વાસણ લઈ આ લાકડીના નાના નાના ટુકડા લગભઘ 25 ગ્રામ રાત્રે એક ગ્લાસ પાણીમાં પલાળી દેવા. સવાર સુધીમાં આ પાણીનો રંગ ઘેરો લાલ થઈ જશે. પાણીને ગાળી લેવું. આ પાણી તમારે ખાલી પેટે પી જવું. ફરી તે જ લાકડીને તેટલા જ પાણીમાં પલાળી સાંજે તે પાણીને ઉકાળી લેવું અને ગાળીને પી જવું.

જો ખરેખર તમે તેનું સેવન કરવા માગતા હોવ તો કોઈ વૈદની સલાહ ચોક્કસ લેવી. જો તમે તેની સાથે કોઈ એલોપથીની દવા લેતા હોવ તો સલાહ લેવી ખુબ જરૂરી છે. તમે માર્કેટમાં મળતા વિજયસારના લાકડામાંથી બનેલા ગ્લાસમાં પણ પાણી પી શકો છો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ ઉપયોગી ટીપ્સ માટે લાઇક કરો અમારું પેજ – જલ્સા કરોને જેંતીલાલ 

ટીપ્પણી